Savita ben mobile wada books and stories free download online pdf in Gujarati

સવિતા બેન મોબાઇલ વાળા

આજે તો ભાઈ મોબાઇલ એ ભારી કરી છે નાના ટેણીયા થી લઈ ને મોટા વડીલો માં પણ આ જોરદાર માર્કેટ માં છે.મીના ઓ મીના ક્યા છે બેટા ? આવું સાસુ મા બોલો મીના તે મારો ટીક ટોક પર વિડીઓ બનાવેલો જોને કેટલી લાઇક આવી છે .સાસુમા 55 લાઇક આવી છે .શું વાત છે સાસુ મા તમે તો છવાઈ ગ્યા લો .હ હ હ હા મીના આ તો તે શીખવાડ્યો મને એન્ડ્રોઇડ બાકી તાર સસરા તો ક્યા મને કંઈ શીખવે છે બસ તેઓ તેમના મિત્ર વર્તુળ અને ઘરે મોબાઇલ માં .?આ તો તું મને સમજી બાકી મને કોણ ફેસ બુક ને વૉટસ અપ શીખવે .હવે તો આપણે બન્ને ઓનલાઈન શૉપિંગ કરશું ?મજા ની જિંદગી થઈ ગઈ મીના હવે તો ભજન , કથા બધુંયે ઘર બેઠા યે કાન માં ફોન લગાવી અએવી મસ્ત ભક્તિ થઈ છે મજા આવી જાય .

મીના સામે ઊભી વિચારે છે હાશ ....આ મોબાઇલ નો ઉપકાર તો ભૂલાઈ તેમ નથી 3 વર્ષ પહેલા હું આવી ત્યારે સાસુ માં મારી પાછળ પાછળ લાગી જતા .મીના આમ કર મીના પાણી લાવ મીના ચા મૂક મારી બહેનપણી આવી છે નાસ્તો બનાવી લાવ બાપ રે બાપ પગ વાળી બેઠી નથી .બસ આખો દી કશે જવાઈ નહિ અને આ સુનીતા બેન ના ઓર્ડેરો જિલવાના .પણ જ્યાર થી આ મોબાઇલ ઍડ્રૉઇડ મે ગિફ્ટ કર્યો છે ત્યાર થી અને પાછું આ ' ' જીઓ જીઓ ' ' એટલે તો જલસો બસ થોડું મોબાઇલ માં સમજાવું પડ્યું ને જિંદગી મારી બદલાઈ ગઈ .
ઊભી ઊભી શું વિચારે છે મીના તને પણ આજે રસોઈ નું મોડુ થયું હશે અને હું પણ આ ચેટ કરું છુ .ઑનલાઇન ઑર્ડર આપી દે પેલા વખતે પનીર નું શાક કેટલું સસ્તું પડ્યું હતું ઘરે બનાવીયે તેના કરતા પણ કેવું ટેસ્ટી હતું .મીના તો ફટાફટ મોબાઇલ લઈ બેસી ગઈ ...??હમ્મ્મ્મ શાક રોટલી બન્ને મંગાવી લીધા છે .આવતા જ હશે હા દીકરા જો તારા સસરાજી અને જીગીષ આવે તે પહેલા આપણા વાસણો માં લઈ લેજે .મમ્મી તમારે કંઈ કેવું પડે કે .હા હો મારી મીના તો હોશિયાર છે .થોડી વાર રહીને
જીગીષ બોલ્યો મીના ડિનર લાવો હા જીગુ હમણા લાવી મૂક્યા ની સાથે સબ્જી ની શું સુંગંધ આવતી હતી વાહ મીના આજે તો કંઈક નવું બન્યું લાગે છે .યશ માય ડિયર ...?
નઈ સાસુમા હા મીના હા આજે તો અમે બન્ને સાસુ વહુ મળી ને રસોઈ કરી છે .તારા પપ્પા પણ ખુશ થઈ જશે .hummm વેરી yummy .મીના જાણે તારા હાથો માં તો જાદુ છે બાકી ! !
સાસુ વહુ એક બીજા સામે જોઈ ને મલકાઈ રહ્યા હતા સાસુ તો જમી ને બોલ્યા એ આજે તો મારી સિરિયલ ગઈ .હવે ? ? જીગીષ બોલ્યો લે આટલી વાત મીના તો રોજ રાત્રે મોબાઇલ માં જ સિરિયલ જોવે છે એ પણ લેટેસ્ટ એપિસોડ .સવિતા બેન તો ખુશ થઈ ગ્યા ને લઈ મોબાઇલ વહુ પાસે દોડ્યા .ઘણી વાર તો છોકરાઓ ગાંઠે નહી તો પણ મોબાઇલ આપી દેવાની પ્રથા પડી ગઈ .એટલે
એ શાંતિ ...આ તો મોબાઇલ એ ખૂબ ભારે કરી છે કેટલાક ના ઘર માં શાંતિ ને કેટલાક ના ઘર માં અશાંતિ પણ કરી છે . હવે બધી સાસુ ઓ પણ મોર્ડન બની ગઈ છે .કીટી પાર્ટી તેમજ યોગા માં પણ ભરપૂર ટાઇમ આપે છે ..અને વહુ કરતા વધુ ફરે છે ??
.... ..........લિ .જીજ્ઞાશા પટેલ