Nadan prem ni paribhasha in Gujarati Love Stories by Jignasha Patel books and stories PDF | નાદાન પ્રેમ ની પરિભાષા

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

નાદાન પ્રેમ ની પરિભાષા

નાદાન પ્રેમ ની પરિભાષા


જીજ્ઞાશા પટેલ

દશ વર્ષ પહેલા ની આ વાત છે. જ્યારે મોબાઇલ પણ એટલા માર્કેટ મા આવ્યા ના હતા.ત્યારે S T D નો જમાનો હતો .આ સાચો કિસ્સો S T D બુથ ને આધારિત છે.એવુ કહું તો ચાલે! પિનાકિન અને નેહા ની પ્રેમ નું આ મધ્યબિંદું S T D મા બેઠેલા પિનાકિન થી શરુ થાય છે .નેહા એક બિલ્ડિગં મા 2 જા માળે રહે છે .અને તેની બાલ્કની ની સામે હતી પિનાકીન ની દુકાન અને એમા std બુથ સવાર થી જ પિનાકિન પપ્પા ની આ દુકાન મા બેસતો દુકાન ની એકદમ સામે જ જયારે જ્યારે નેહા તેની બાલ્કની મા આવતી ત્યારે ત્યારે સામે નજર જતી રહેતી ધીમે ધીમે કંઈ પણ કામે નેહા આવે ત્યારે ત્યારે સામે જોવે અચાનક સામે બેઠેલા પિનાકીન સાથે તેની નજર મળી ગઈ અને બન્ને નીચું જોઇ લીધું આ રીતે ઘણી વાર બનતું થોડા દીવસો પછી એક્બીજા ને સ્માઇલ આપતા થયા થોડો સમય જતા સ્માઇલ થી વાત આગળ વધી ઈશારા થી વાતો થવા લાગી અને દરરોજ એક બીજાને જોવાનું વાતો કરવાનું મન થવા લાગ્યું આ નેહા માટે કંઈ ક અલગ જ અનુભવ હતો 18 વરસ ની નેહા માટે જાણે પહેલી વાર આ આકર્ષણ હતું .નેહા ને પ્રેમ શું કંઈ જ ખબર ન હતી બસ ?એને ડોકિયાં કરવું ગમતું ચિઠ્હિ થી એક વાર નેહા એ ઘર નો ફોન નંબર પિનાકિન ને આપ્યો જયારે ઘર મા કોઈ ના હોઈ ત્યારે નેહા ફક્ત ઈશારો કરતી ને તરતજ પિનાકીન નો કૉલ આવી જતો શરૂ મા તો બન્ને શું વાતો કરવી એ જ જાણતા ના હતા પછી તો જાણે વાતો નો કોઈ પાર ના રહેતો રોજ રોજ મોકો પણ મળી જતો ફોન કરવાનો થોડો સમય પસાર થયો બન્ને એક બીજા મા ખોવાયેલા રહેતા સવાર થી જ એક બીજા ને જોવું ઈશારા કરવા કપડા પણ એક રંગના પહેરાવા લાગ્યા સતત આકર્ષણ વધવા લાગ્યું પણ આ શું અચાનક એક વાર પિનાકીન ના પપ્પા જોરજોરથી પિનાકીન ને બોલવા લાગ્યા ઠપકો આપતા નેહા એ જોયા નેહા ચિંતા કરવા લાગી કે એવી તો શું વાત થઈ હશે ? ક્યારે પિનાકીન ને કૉલ કરે અને વાત કરે ઘર ની બહાર જતા જ નેહા એ પહેલાતો coin બોક્ષ ના ફોન પરથી પિનાકિન ને S t d મા ફોન કર્યો ને જાણવા મળ્યું કે દરરોજની વાતો મા પિનાકીન ની s t d નું બિલ વધી ગયું હતું. પપ્પા બધી ખબર રાખતા હોવાથી એમને કંઈ અંશે શંકા થઈ હોઈ લાગે છે.આ પછી બન્ને ની વાતો પર કાપ મુકાઈ ગયો નેહા બહાર જતી ત્યારે જ કોઈ વાર વાત કરવા કૉલ કરતી આ ઓછું ક્યા હતું તો એક વાર નેહા ના ઘરે થી ખબર પડી કે ઘર બદલવાનું છે અને પપ્પા ને બીજી સિટી મા નોકરી લાગતા જવું પડશે જાણે નેહા ને પિનાકીન ના પ્રેમ ને યાદો મા જ જીવવુ પડશે બન્ને ની ઉંમર પણ હજુ લગ્ન કરવાની હતી નહીં અને પહેલા પ્રેમ ની નાદાન ઉંમર અને ઘર મા કહી ના શકવાની બીક થી આ વાત અટકી ગઈ નેહા સિટી માંથી જતી રહી અને થોડા સમય પછી પિનાકીન ની દુકાન પણ વેચાઈ ગઈ બીજી દુકાન ઘર ના નજીક લેવાઈ ગઈ બન્ને નો કોઈ સંપર્ક ના રહ્યો
આજે દશ વર્ષ પછી facebook પર પિનાકિન નો ચહેરો નેહા ને જોઈ લીધો મિત્ર બન્યા અને વાતો પણ થઈ જૂની યાદો ને વાગોળી ને હસી પણ લીધું કેવા દિવસો હતા બધુ નજર મા કેદ હતું હવે શું ? પિનાકીન ને બે દીકરા હતા અને નેહા ને પણ એક દીકરી બન્ને પોતાની જીંદગી મા ખૂબ જ ખુશ હતા છતા પણ જે પહેલો પ્રેમ હતો અને છે એ અહેસાસ જ જૂદો છે જેને યાદ ફકત કરવાથી મન ગદગદ થઈ જાય હૈયું જુમી ઊઠે અને મુખ પર સ્મિત આવી જાય આ એક નાદાન પ્રેમ હતો એની કોઈ પરિભાષા નથી બસ જે પ્રેમમાં છે એ જ એની બધી ભાષા જાણે છે .