Sikka ni baju books and stories free download online pdf in Gujarati

સિક્કા ની બાજુ

આજે તો મજા પડી ગઈ કૉલેજ માંથી બધા ફ્રેન્ડ્સ અમે મસ્તી કરતા આનંદ મા ફરતા અને આજે હતો વેલેન્ટાઇન ડે કંઈ ક કૉલેજ ના કેમ્પસ નો અલગ જ માહોલ બધુ જ સરસ લાગી રહ્યું હતું બધા જ અમારા ગ્રૂપ ના મિત્રો એ નક્કી કર્યું કે ચલો આપણે આજે બધા સાંજે મળીયે અને સાથે ડિનર કરીયે બધા જ આવા મોકાની જાણે રાહ જોઈ રહ્યા હોઈ બધા એ આવા ની તૈયારી બતાવી અને અમે જુદા પડ્યા..
6 વાગે હું મારા ઘરે થી નીકળી સુરત ની એક પ્રખ્યાત પાનીપૂરી ની લારી પાસે ભેગા થવાનું નક્કી કર્યું હતું .હું પહોચી ગઈ અને પાણીપુરી જોઇને આપણા થી કંઈ રહેવાય ? આપણે તો લારી પર પોહંચી ગયા ત્યા જોયું તો ક્યારના બે નાના બાળકો પાનીપૂરી તરફ તાકી તાકી ને જોયા કરતા હતા.એક વાર કોશિશ કરીને લારી જોડે આવ્યા પણ કશું કહી ના શક્યા મને કોઈ વાર એકલા પાનીપૂરી ખાવાની મજા આવતી નહીં કંઈક વિચાર આવે તે પહેલા મેં બૂમ પાડી ચલો આજે મારા તરફ થી પાનીપૂરી પાર્ટી થોડી વાર માટે એ જાણે હું મજાક કરતી હોવું તેમ માની હલ્યા પણ નહીં હું બાજુ મા ગઈ અને કીધું કે ચલો? ત્યારે કહે અમારા બીજા ભાઈ બહેન છે .અમે બોલાવીએ નજીક જ ખુલ્લી જગ્યા મા બન્ને દોડ્યા ત્યા તેઓનું કાચુ ઘર ફટફટ ત્યાંથી પાંચ થી સાત બાળકો દોડતા આવી ગયા.અને તેઓના ચહેરા ઉપર જાણે કોઈ અનોખી ખુશી નવી ચમક અને જાણે કોઈ મોટી ખુશખબરી આવી હોઈ તેમ આવી નજીવી વસ્તુ માં તેઓ કેટલા ખુશ હતા ? આ જોઈ મારી આંખો છલકી તેમજ બે બાળકો એ તો કપડા પણ નહોતા પહેરેલા ચમ્પલ તો કોઈ ના પગ મા ના હતી .જે મોટી છોકરી હતી તે તેના ભાઈ ને કમર પર તેડી ને આવી હતી. હું આ લોકો ને પાનીપૂરી ખાતા જોઈ ચુપ રહી ગઈ. આ કંઈક મારા માટે અનોખો દીવસ હોઈ તેવુ લાગતું હતું .આજ નો વેલેન્ટાઇન ડેજ઼ આનાથી સારો તો ના જ હોઈ શકે બધા ફ્રેંડ્સ લોકો પછી મડ્યા પણ જેટલો આનંદ મારા નાના નાના દોસ્તો સાથે આવેલો તે અલગ જ હતો હું કંઈ ક સારું જ અનુભવ કરવા લાગી ખરેખર આજે મારો પહેલો પ્રેમ મને મળી ગયો હોઈ એવી અનુભૂતિ થતી હતી! હું બીજા દિવસે પાછી ત્યા ગઈ જોયું તો એ જ ભૂલકાઓ રમી રહ્યા હતા.જેવી હું ગઈ કે તરત જ મને ઓળખી લીધી આજે હું તેમના માટે જૂના કપડાં અને ચંપલ લઈ ને ગઈ હતી આ જો ને બધા દીદી દીદી કરીને મારી આજુ બાજુ ફરવા લાગ્યા મેં બધા ને સરખે ભાગે આવે તેમ સાઇજ઼ મુજબ વહેંચી આપ્યા.એ લોકો ને ખુશી મળી તેના કરતા મને વધારે ખુશી મળી હતી.આ દિવસો આમ ને આમ ચાલ્યા કરતા હું જ્યારે જ્યારે ફ્રી થતી ત્યારે ત્યારે તેમને મળવા જતી કોઈ વાર બલૂન તો કોઈ વાર ચોકલેટો કોઈ વાર અમે સાથે રમતા તો કોઈ વાર વરસાદ મા ભીંજાતા ખબર થઈ એ સ્કૂલે નથી જતા કેમ કે મા બાપ મજૂરી કામ કરે છે તેમનું રેહવાનુ કંઈ ઠેકાણું ન હતું પછી હું તેમની માટે થોડી ચોપડીઓ નોટો ચિત્રકામ ના પુસ્તકો કલર લઈ ને પહોચી જતી બધા ને ખૂબ મજા પડતી અને તેઓમાં ભણવાની ધગશ પણ હતી.
આ દિવસો મારા જીવન ના સૌથી સુંદર અને અદ્ભૂત છે. હું ક્યારે ના ભૂલી શકું ક્દાચ આજ પ્રેમ છે! અને આ પ્રેમમાં પડવા હું વારમવાર ઇચ્છું છું .જાણે કંઈ નજર લાગી ? દરરોજની જેમ આજે હું પહોંચી થોડા રમકડા લઈને સ્મિત સાથે આજે કોઈ દેખાતું નહીં હતું બૂમો પાડી પણ કોઈ જ ના આવ્યું ત્યા ઘરમા જઈ જોયું તો ઘર ખાલી હતું કોઈ નહીં હતું તપાસ કરતા જાણ થઈ કે એ લોકો અહીંયા થી બીજે કામ મળતા જતા રહ્યા છે .હાથ માંથી થેલી છૂટી અને રમકડા પડી ગયા જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ ત્યા જ બેસી ગઈ ગણી વાર સુધી ત્યા ની બધી વાતો યાદ કરી મારી પણ બાળકો સાથે બાળક બની જવાની બચપન ને જીવવાની એ ચાવી જાણે ખોવાઈ ગઈ આજ સુધી હું આ ભૂલી નથી આ મારો પહેલો પ્રેમ હતો અને રહેશે હું જ્યારે જયારે પાણીપુરી ખાવા જવું બસ એ જ દીવસો મા સરી પડુ છુ શું મારા દોસ્તો હજુ મને યાદ કરતા હશે ? આમ વિચાર્યા કરું આ મારા જીવન નો અંગત અને સાચો કિસ્સો છે .મારા રદય ની ખૂબ નજીક આ શાયદ મારો પ્રેમ જ છે .સિક્કા ની જેમ બે બાજુ છે. તેમ પ્રેમ ની પણ બે બાજુ છે એમાની એક આ પણ છે ..
લિ . જીજ્ઞાશા પટેલ