Premkuj - 28 books and stories free download online pdf in Gujarati

પ્રેમકુંજ - (ભાગ-૨૮)



કુંજને મગનાની વાતમાં કઈ સમજણનો પડી એને તો ફક્ત રિયા જ જોતી હતી.ગમે તે પરિસ્થિતિ આવે કુંજ રિયાને મેળવવા માંગતો હતો.પહેલા પ્રેમને કોઈ વ્યક્તિ કેવી રીતે ભૂલી શકે.કુંજને તો એ પણ ખબર નોહતી રિયા અહીંથી ગઈ પછી સુખી છે કે દુઃખી.બસ એકવાર રિયાને તે જોવા માંગતો હતો.

***********
રિયા પણ કુંજની યાદને ભૂલી ન હતી કોઈ સ્ત્રી કોઈ પુરુષના પહેલા સ્પર્શને કેવી રીતે ભુલી શકે.પણ રિયા ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી.કેમકે કુંજની જિંદગી- માં આવી તેને કુંજની જિંદગી બરબાદ કરવી ન હતી.હું બહાર નીકળીને ફરી કુંજને યાદ કરી રહી હતી!! કેમ મને કુંજની યાદ ભૂલાતી નથી.

હજુ પણ મને કુંજ પ્રત્યે એટલો જ પ્રેમ અને એટલો જ લગાવ હતો.કુંજથી હું દૂર ગઈ પછી મારો એક દિવસ એવો નથી કે મેં કુંજને યાદ ન કરીયો હોઈ.
પણ હું હવે કુંજને મળવા નથી માંગતી.તેની જિંદગીમાં આવી શા માટે હું તેની દખલ કરું?પણ હું કુંજથી દૂર નહીં રહી શકુ.

મેડમ ખત્રી સાહેબનો હવેલી આવી ગઇ.અહીં જ તમારે ઉતરવાનું છે.

રિયાને થયું જે થવું હોઈ તે થાય ઈશ્વરની જે પણ ઈચ્છા હશે તે થશે પણ હું એક નરક જેવી જિંદગી માંથી તો અત્યારે બહાર નીકળી.મને ખબર નથી મારી જિંદગીમાં શું થઈ રહીયું છે,પણ હું જિંદગી સાથે હાર માનવા તૈયાર નથી.રીયાએ ગાડીમાંથી પગ નીચે મુકીયો અને ખત્રીની હવેલીમાં પ્રવેશ કર્યો.

ચારે બાજુ અંધારું હતું.ઘરની આજુ બાજુ ચાર મોટા પીપળાના ઝાડ હતા.પીપળાના પાનનો અવાઝ રાત્રે ખણ ખણ આવતો હતો.હું થોડી અંદર ગઈ પાછળ જોઈયું તો ત્યાં રણછોડ હતો નહિ.મને થયું રણછોડ ક્યાં?અડધી રાત્રે હું એ હવેલીની આસપાસ ઘૂમીરહી હતી.હવેલી એટલી વિશાળ હતી કે રાત્રે તેનો દરવાજો શોધવો મુશ્કેલ હતો.

રિયા દરવાજાને શોધી દરવાજાની અંદર ગઈ.અંદર જતા જ લાઈટ શરૂ થઈ.એક મોટો વિશાળ હોલ હતો.હોલની બંને બાજુ રંગબેરંગી લાઈટ ગોઠવેલી હતી.મારી સામે જ ગાંધીજીનો એક મોટો ફોટો હતો.
તેની બાજુમાં કોઈ વ્યક્તીનો ફોટો હતો.હું તે ફોટાની
નજીક ગઈ પણ તે કોણ વ્યક્તિ હતા તે હું જાણી ન શકી.મેં આજુ બાજુ નજર કરી પણ કોઈ દેખાય રહીયું ન હતું.

રિયાની પાછળથી કોઈનો અવાજ આવીયો.સ્વાગત છે,રાજેશ ખત્રીની હવેલીમાં આપનું.રિયા એ આમ તેમ જોયું પણ કોઈ દેખાય રહીયું ન હતું.રિયા ડરી રહી હતી.તેનું શરીર કોઈ ના અવાજથી કાંપી રહીયો
હતું.કોણ છે ત્યાં?

ત્યાં જ રિયાની સામે કોઈ વ્યક્તિ આવીને ઉભી રહી ગઈ.હાથમાં એક નાનકડી લાકડી.કાનમાં સોનાની કડી
મો પર એકદમ ક્લીન સેવ હતી.અને નાનકડી મુશ હતી.કાળા કલરનો તેના શરીર પર શૂટ પહેરો હતો.
એ બાજુ અંધારું હતું.મને તેનો ચહેરો દેખાતો ન હતો.
પણ મેં તેને કંઈક જોયો હોઈ તેવું મને લાગી રહીયું હતું.

તે મારી થોડી નજીક આવાનો પ્રયત્ન કરી રહીયો હતો.પણ હું તેનાથી ડરી રહી હતી.જેમ જેમ તે મારી નજીક આવી રહીયો હતો તેમ તેમ હું પાછળ જય રહી હતી.અચાનક તે મને દેખતો બંધ થઈ ગયો.
હું આમ તેમ જોઈ રહી હતી.તે વ્યક્તિને શોધી રહી હતી.હું જાણવા માંગતી હતી કે તે વ્યક્તિ કોણ છે.અને મને શા માટે અહીં લાવીયા છે.

રિપોટર જે કહીયું એ બધું ઊલટું પડી રહીયું હતું.
પણ આ હવેલી રાજેશ ખત્રીની જ નહીં હોઈને
હમણે કોઈ બોલી રહીયું હતું.કે સ્વાગત છે રાજેશ ખત્રીની હવેલીમાં.નહીં તે ન હોઈ શકે.તે ખત્રીને જોઇ ને તો મને એવું લાગતું હતું.કે તેની પાસે પુરા પહેરવાના કપડાં પણ નહિ હોઈ અને આ શૂટ પહેરી પર્સનાલિટી પાડી શકે તે ખત્રીનો હોઈ શકે.

અચાનક બહારનો દરવાજો ખૂલીયો.હું બરાબર ગાંધીજીના ફોટા નીચે ઉભી હતી.એ જ શૂટ એ જ લાકડી સાથે એણે દરવાજાની અંદર પ્રવેશ કર્યો.
અંદર આવતા જ એણે દરવાજો લોક કરી દીધો.
સવારના પાંચ વાગી ગયા હતા.પણ હજુ પણ થોડુ
અંધારું હતું.તેનો ચહેરો હજુ મને સ્પષ્ટ દેખાતો
ન હતો.

તે મારી થોડો નજીક આવીયો.વાહ રિયા હું તારી ઘણા દિવસથી રાહ જોઈ રહીયો હતો.તારા પ્રેમમાં એક તરફી હું પાગલ હતો.હું તને મારી ધર્મપત્ની બનાવવા માંગતો હતો.આજ મારી ઈચ્છા પૂરી થશે.તારી સાથે લગ્ન કરી મારું જીવન આનંદિત આનંદિત થઈ જશે.

પણ,તું કોણ છે?રિયા તે મનેનો ઓળખો તું આવી રીતે મને કેમ ભૂલી શકે રિયા કેમ મારા હાથમાં લાકડી છે માટે તું મને નથી ઓળખતી.મારા મોં પર મુશ છે માટે તું મને નથી ઓળખતી.તું એકવાર પાછળ ફરી મારીબાજુ જોતો ખરી કે હું કોણ છું..!!!

રિયા ધીમે રહી પાછળ ફરી તેની સામે જોતો જ રિયાની આંખો પોહળી થઈ ગઈ.નહીં આ બની જ ન શકે.આ સંભવ નથી..!!!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)