Prem Angaar - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 8

પ્રકરણ : 8

પ્રેમ અંગાર

શરદભાઈ, મનહરભાઈ, મનિષાબેન, સૂર્યપ્રભાબહેન અનસૂયાબહેન બધાજ છોકરાઓ ગયા પછી બધું પરવારી પાછળ પાછળ ચાલતા જવા નીકળ્યા. ચાલતા વાતો કરતા ટેકરી તરફ આવી ગયા. એમણે વિશ્વાસ અને અંગિરાને પાછા ઉતરતા જોયા અને શરદભાઈએ બૂમ પાડી વિશ્વાસ અંગિરા, ઇશ્વા જાબાલી ક્યા છે? વિશ્વાસ કહે હા એ લોકો આવી જ રહ્યા છે અમે જરા ઝડપથી ઉતરી આવ્યા. શરદભાઈ ને બધા ટેકરીથી આગળ ચાલતા ચાલતા કહે આગળ કે ઉપર ચઢાણ કરવા છે ? સૂર્યપ્રભાબહેન જવાય એવું હોય તો ચાલો પણ ખૂબ ઉપર નહીં જઈએ. બધા કહે ચાલો ચાલો થોડે જઈને જોઈને પાછા ઉતરી જઈશું એ લોકો બધા એકબીજાનાં હાથ પકડતાં ટેકો આપતા એક ટેકરીના ઢોળાવ ચઢી ગયા અને સામે જોતાં જ રહી ગયા.. જાબાલી અને ઇશ્વાને એકબીજામાં પરોવાયેલા શરીર મનથી જોયાં. બધાની વાચા જ હારી ગઈ. સૂનમૂન થઈને જોયા પછી શરદભાઈએ કહ્યું જાબાલી ? ઇશ્વા ? ઇશ્વાએ તરત જ જાબાલીથી છૂટી પડી અને અચાનક જ બધા જ સામે.. કાપો તો લોહી ના નીકળે એવી અવસ્થા સાવ બન્ને જણાં ભોઠાં જ પડી ગયા. સૂર્યપ્રભાબહેને તરત જ સમયની દોર હાથમાં લેતા કહ્યું. અરે છોકરાઓ હજી તમે અહીં જ છો ? ચાલો ચાલો અમારી સાથે વાત વાળતા કહ્યું.

ચઢાણ તો ચઢી જવાય છે પણ ઉતરતા ખાસ સાવધાની રાખવી પડે છે જો સાચવીને ઉતર્યા તો ઠીક નહીંતર લપસી જવાનો ભય રહે છે. એટલે એકમેકનાં હાથ પકડીને સાચવીને ઉતરવાનું આમ તરત જ મનીષાબહેને વાતને આગળ વધારી કહે ચાલો બધા હવે આ તરફથી નીચે ઉતરી જઈએ સાચવીને હાથ પકડીને ઉતરજો. એમ કહેતાં બધા નીચે ઉતરવા લાગ્યા શરદભાઈએ બૂમ પાડી ત્યારે વિશ્વાસ અંગિરાની નજર પણ ઇશ્વા જાબાલી તરફ પડી બધાએ એક સાથે પ્રેમઆલિંગન જોયું. બધા જ કંઇ જ બોલ્યા વિના ધીમે ધીમે નીચે તરફ ઉતરી રહ્યાં હતા. બધી શિલાઓ પસાર થઈ ગઇ બધા નીચે તળેટીમાં આવી ગયા. રેસ્ટ હાઉસ તરફ આગળ વધવા લાગ્યા. ઇશ્વા ખૂબ જ ડરી ગઈ હતી. બધાની સામે જ... આ શું થઈ ગયું ? અમને કેમ ભાન ના રહ્યું ? મેં કેમ કાળજી ના લીધી ? હવે શું થશે ? મમ્મી પપ્પા કેવું રીએક્ટ કરશે ? એને ખૂબ જ ભય વ્યાપી ગયો. જાબાલીએ મનમાં નકકી કરી લીધું આજે જે થયું સારું જ થયું હવે આજે આ વાતનો ખુલાસો જ કરી લઈશું પપ્પા મમ્મીને સમજાવીશ. ફોઈને વાત કરીશ સમજાવવા અને કોઈ ભૂલ નહીં પરંતુ બે કુટુંબ એક જ થવાનું...

રેસ્ટહાઉસ પાછા આવી ગયા બધા. બધા જ ચૂપ હતા. કોણ વાત શરૂ કરે એ જ અવઢવમાં સૂર્યપ્રભાબહેને જ શરૂ કર્યું તમે લોકો શેતરંજી પાથરો અને ટીફીન-નાસ્તાનાં ડબ્બા ખોલો અને અનસૂયા તું થરમોસમાંથી બધા માટે ચા કોફી કાઢ. શરદ અને મનહરભાઈ તમે જરા અહીં આ બાજુ આવો કહીને બન્નેને એક તરફ બોલાવ્યા બધા વાત સમજી ગયા. એ લોક રેસ્ટહોઉસની પાછળનાં વરન્ડા તરફ ગયા અને શાંતિથી વાંસની ખૂરશીઓમાં બેઠા. થોડીવાર ચૂપ રહ્યા પછી એમણે શરદભાઈ અને મનહરભાઈને કહ્યું “જે થયું આપણી નજર સામે છે મને એવું લાગે તમે બન્ને ખાસ મિત્રો છો સમાજમાં બહારથી કંઇ જાણવા મળે કે લોકો વાતો કરે એ પહેલાં જ તમે લોકો આ સંબંધ વધાવી લો મને એવું લાગે. શરદભાઈએ મનહરભાઈ સામે જોયું. મનહરભાઈ થોડીવાર ચૂપ રહ્યા પછી કહ્યું “તમારી વાત સાચી છે બહેન. મારા માટે તો જાબાલી દિકરા જેવો જ છે. હું દીકરી આપીને દિકરો લઈશ. શરદભાઈએ હાથ લંબાવી મનહરભાઈના હાથ પકડી લીધા મનહરભાઈ ઉભા થઈને શરદભાઈને ગળે લગાવ્યા. શરદભાઈ કહે આટલા સમયમાં આપણે કંઇ ગંધ સુધ્ધા ના આવી. તારી દિકરી આજથી મારી થઈ ગઈ અને આંખો નમ થઈ ગઇ. સૂર્યપ્રભાબહેને બન્નેનાં માથે હાથ મૂકી આંખમાં ઝળઝળીયાં સાથે અભિનંદન આપ્યા પછી મનિષાબહેન અને અનસુયાબહેનને બૂમ પાડી બોલાવ્યા.

મનિષાબહેન કહે મને ખૂબ આનંદ થયો મને વિશ્વાસ હતો કે એ આ સંબંઘ સ્વીકારી લેશે જરૂરી અમને દિકરો મળ્યો. મનહરભાઈ કહે મેં આજ કીધું અનસૂયાબહેન કહે મારી દિકરીની ખોટ પૂરી થઈ ગઈ બધા એકબીજાને ગળે વળગીને આનંદ વ્યક્ત કર્યો. શરદભાઈ કહે જાબાલી તમને કે ઇશ્વાને ક્યારેય દુઃખ નહીં પહોંચાડે આપણે ઘરે બા-બાપુજીને જણાવવું પડશે. હજી છોકરાઓને ભણવાનું છે ખૂબ એમને એ અંગે સજાગ કરીશું. સૂર્યપ્રભાબહેન કહે બા-બાપુ આ સંબંધ વધાવી જ લેશે. ભલે તમે જૈન અમે બ્રાહ્મણ અમે. પણ આપણા કુટુંબમાં કોઈ જુદાપણું છે નહીં. ખૂબ જ એકબીજાને સમજીએ અને માન આપીએ છીએ. આ તો ઇશ્વરે આપેલો આશીર્વાદ જ છે કે બે કુટુંબ એક થઈ ગયા. મનીષાબહેન કહે મારી દિકરી સાચે જ ખૂબ નસીબવાળી એને છોકરો અને કુટુંબ બન્ને સંસ્કારી અને સુખી મળ્યા. અનસૂયાબહેન કહે અમે પુણ્ય કર્યાં કે અમને તમારા જેવા માણસ મળ્યા અને ઇશ્વા જેવી દીકરી....

આ બાજુ છોકરાઓ એકબીજાની સામે જોઈ રહેલાં ત્યાં શું ચાલી રહ્યું હશે ? ઇશ્વા તો અંગિરાનો હાથ પોતાનાં હાથમાં જોરશી પકડીને બેસી રહી હતી આંખોમાંથી તો શ્રાવણ ભાદરવો ચાલુ હતો. જાબાલી આશ્વાસન આપી રહેલો. વિશ્વાસ ચૂપ્પી તોડી કહ્યું તમે નાહક ચિંતા કરો છો. એકવાર ખબર તો પડવાની હતી. વહેલી પડી ગઈ જે થયું સારું થયું. તમારો પ્રેમ સાચો છે તો બધું સાચું જ થશે.

શરદભાઈ સાથે બધાજ છોકરાઓના રૂમમાં આવ્યા. બધાનાં મોં પર આનંદ છવાયેલો જોઈ ઇશ્વાને થોડી ધરપત થઈ. સૂર્યપ્રભાબહેના આગળ આવીને ઇશ્વાને પોતાની પાસે બોલાવી આને માથું ચૂમીને આશીર્વાદ આપ્યા અને બોલ્યા “તમે છોકરાઓએ જાતે જ પસંદગી કરી લીધી.. થોડી વહેલી છે પરંતુ અમને બધાને મંજૂર છે પણ જાબાલીને પાસે બોલાવી એનું કપાળ ચૂમીને કહ્યું હવે તારી જવાબદારી બમણી આજથી હવે તારે ખૂબ સારું ભણવું પડશે આ સંબંધથી તારી પ્રગતિ થવી જોવે સહેજ પણ પીછે હઠ નહીં ચાલે. જાબાલીએ કહ્યું ચોક્કસ ફોઈ તમારા બધાનાં આશીર્વાદથી જરૂર થશે. ઇશ્વા એકદમ શરમાઈ એની મમ્મી પાસે ગઈ. બન્ને છોકરાઓએ બધાને નીચે નમી આશીર્વાદ લીધા. શરદભાઈ કહે હવે નવો અધ્યાય શરૂ થયો આપણા બન્ને કુટુંબમાં ખુશીઓ ભરી દીધી આવી કાયમ જ રહે.

મનહરભાઈ કહે અમે ખુબ ખુશ છીએ. હવે આપણે અંધારું થાય તે પહેલા ઘરે પહોંચીયે. કાકા કાકી રાહ જોતા હશે અને એમને પણ બધી જ વાત કરીને આશીર્વાદ લઈએ. સૂર્યપ્રભાબહેન કહે માઁ બધું જ સારું જ કરશે. ચાલો સામાન વિગેરે બસમાં ચઢાવીએ હવે ઘરે પહોંચીએ. બસમાં બધા ગોઠવાયા અને માતાની જય બોલાવીને બસ ચાલુ થઈ અને અંબાજી પહોંચ્યા.

સવારે વહેલાં ઉઠી બધાએ બા-બાપુજી પાસે ગયા અને જાબાલી અને ઇશ્વાનો સંબંધ નક્કી કરવો એ વિચાર રજૂ કર્યો. થોડીવાર જટાકાકા ચૂપ થઈ ગયા. ઉમા બહેન કહે પણ એ લોકો જૈન છે આપણે રહ્યા બ્રાહ્મણ. જટાકાકા કહે એ તો બન્ને કુટુંબ ખૂબ નજીક છે એટલે ધર્મ આડો નહીં આવે. સારું સંસ્કારી કુટુંબ બન્ને, બસ બન્ને છોકરાઓ સુખી થાય એ જ આશીર્વાદ અમને કોઈ જ વાંધો નથી. શરદ સાંભળી રહ્યો એને બાપુજી કદાચ વિરોધ કરશે પરંતુ એમણે સંમતિ આપી દીધી બધા ખુબ ખુશ થઈ ગયા અને ઉમાબહેને કંસાર રાંધવા કહ્યું.... મંદિરમાં દર્શન સમયે જટાકાકાએ બધાને સાથે જ મંદિરમાં દર્શન કરવા જવા જણાવ્યું. ઉમાબહેને જાબાલી અને ઇશ્વાને દર્શન કરાવી પોતાના કુટુંબ તરફી ઇશ્વાને સાડી ચઢાવી માઁ ને ધરાવીને અને આશીર્વાદ લીધા. બન્ને છોકરાઓ બધાને પગે લાગી આશીર્વાદ લીધા. શરદભાઈએ કહ્યું આજથી અમે તમારું સગપણ નક્કી કર્યું પરંતુ તમારે ભણવાનું પુરુ કરવાનું છે સરસ તૈયાર થઈ જાવ પછીથી અમે વિવાહ નક્કી કરી વિધીસર કરીને વાત બહાર પાડીશું બધાએ માઁને ધરાવેલો પ્રસાદ બધાને આપીને મોં મીઠું કરાવ્યું. ઉમાબહેને ડબામાં લાવેલા ગોળધાણા બધાને ખવરાવ્યા અને બન્ને છોકરાઓનાં હાથમાં દોરા બાંધ્યા અને માથેથી નજર ઉતારી આશીર્વાદ આપ્યા.

જાબાલીએ ઇશ્વાને કેડથી ઊંચકી ગોળ ફેરવી દીધી અને તસતસતું ચુંબન કરી દીધું અને બાહોમાં લઈને ખૂબ વ્હાલ કરી દીધું અને ઇશ્વા શરમાઈ ગઈ અને જાબાલીને જોરથી ચૂંટીયો ખણી દીધો સામે અંગિરા વિશ્વાસ ઉભા હતા. જાબાલી શરમાઈ ગયો. વિશ્વાસે કહ્યું ભાઈ અભિનંદન તમે ખૂબ જ નસીબવાળા છો તમારા તો ખોળામાં આવીને જ ફળ પડ્યું ના કોઈ વિરોધ ના કોઈ સ્ટ્રગલ, ખુશ રહો સદાય. અંગિરા કહે ઇશ્વાદીદી તમે ખૂબ નસીબવાળા પહેલા જ ધડાકે સિક્સર જ મારી દીધી. હવે તમારે ગ્રાન્ડ પાર્ટી આપવી પડશે. તમે તો વેકેશનમાં તહેવાર અને તહેવારમાં આગવી ખુશી ભરી દીધી.

ઘરમાં બધા જ ખુશ હતા. દિવાળી નાં તહેવારોમાં ખૂબ શુભ-મંગળ કાર્ય થઈ ગયું. મનહરભાઈ અને ફેમીલી બધાની રજા લઈને ખૂબ આનંદ સાથે મુંબઈ પાછા જવા નીકળી ગયા.શરદભાઈ અને ઘરનાં બધા પણ ખૂબ સુખઆનંદમાં હતા. આજે જીવનનું ખૂબ શુભ કામ થયેલું બધા કોઈ જુદી જ આનંદની લાગણીમાં હતા. તેઓ પણ મા-બાપ અને સૂર્ય પ્રભાબહેનની રજા લઈ બે દિવસ પછી મુંબઈ જવા નીકળી ગયા. સૂર્યપ્રભાબહેન વિશ્વાસ વધુ 2/3 દિવસ રહીમાઁના આશીર્વાદ લઈને રાણીવાવ પાછા આવી ગયા.

વિશ્વાસને આસ્થા યાદ આવી ગઈ. આટલા દિવસ જાબાલી-ઇશ્વા-અંગિરાનાં સાથમાં દિવસો ક્યાં વિતી ગયા ખબર જ ના પડી. અંગિરા સાથેનાં સંવાદ યાદ આવી ગયા અંગિરાને પૂછેલું તમેને કેવો જીવનસાથી ગમે ? અંગિરા કહે મારા મનની પસંદગી બહુ જ સ્પષ્ટ છે જે મારા મનમાં જચી જાય મને મારા હદયમાં “કંઇક” એહસાસ કરાવી જાય મારા દીલમાં ઘંટડી વાગી જાય ત્યારે નિર્ણય કરીશ. તમે કેવી વ્યક્તિ પસંદ કરો! વિશ્વાસ કહે પહેલી નજરે મન જીગરમાં સ્થાન લે એવી... અને અંગિરા વિચારમાં પડી ગઈ....

વિશ્વાસ દિવાળીની રજાઓમાં અંબાજી, કોદ્રા બધે જઈ આવ્યો. કંઇક બધું નવું નવું પણ સારું બની ગયું. વિચારોમાં ચાલતા ચાલતા ખેતરમાં આવી ચઢ્યો કાનજીકાકા કપાસમાં ખાતર પૂરી રહ્યા હતા. એ જોતો જોતો વાડામાં આવેલા વડવૃક્ષની નીચે આવી બેઠો. બાજુમાં જ બોરની ઓરડી ત્યાં ઓજાર સામાન વિગેરે રહે છે. એની બાજુમાં વરસાદી પાલીનો સંગ્રહ અને સંચય થાય એવી વ્યવસ્થા છે. બાજુમાં નાનકડું તળાવ જેવું છે એમાં કમળ ખીલી ઉઠ્યા હતા એ જોતાં જોતાં પાછો વિચારોમાં સરકી ગયો અને આસ્થા ઉપર આવી અટકી ગયો. એક સાથે ઘણું બધું યાદ આવી ગયું. મહાદેવપુરા કમ્પા, આસ્થા, કાકુથ... યાદોમાં સરી ગયો. આસ્થાને યાદ કરતાં કરતાં એનાં મુખેથી શબ્દો સરી પડ્યા...

પ્રકરણ 8 સમાપ્ત….

વિશ્વાશ મીઠી યાદોમાં સરી ગયો..વાંચો પ્રકરણ 9….