Ek tarfa pyar books and stories free download online pdf in Gujarati

એક તરફા પ્યાર

મારું નામ પ્રિયેશ ,ઉંમર 18
જવાની માં દરેક ના સપના માં હોય છે એક ગર્લફ્રેન્ડ
પણ મારા સપના માં આવતી રાજકુમારી ,કોઈ પાપા ની પરી નથી પણ એક દીકરીની મા હતી.એ મારાથી દસ વર્ષ મોટી હતી ,
એક નજરમાં ગમી જાય એવી હતી મારી પ્રિયતમા,
પાતળો બાંધો અને ઘુંઘરાળા વાળ ધરાવતી સોનાક્ષી ,મારા જ ગલીમાં રહેતી હતી.
નામ સોનાક્ષી પણ મારા માટે તો એ મારી સોના હતી,
મારું રોજ નું એક જ કામ, સોના એની daughter ને સ્કૂલ ની બસ સ્ટોપ પર મૂકવા આવે અને હુ એને જોવું.
આમ ને આમ તેને જોવા માં દિવસો વીત્યા ,મહિના વીત્યા અને વર્ષો પણ વીતવા લાગ્યા.
મારો પ્રેમ ઉંમરની સાથે વધવા લાગ્યો,
મારા એક તરફા પ્રેમ ની,મારી સોના ને જાણ પણ નતી.
હવે મને રાહ હતી કે ક્યારે હાથ લંબાવે,ને મારી સાથે દોસ્તી કરે.
આજે હું પ્રોફેસર છું કોલેજ નો, ને સાથે સાથે ઘર માં ટ્યુશન પણ ચાલુ કરી દીધા.
મારી સોના ને નજર સામે જોવું એજ મારા જીવન નો મકસદ હતો.
28 વર્ષ નો થયો પણ લગ્ન ની કોઈ તૈયારી નથી.
બચેલા સમય નો સદુપયોગ કર્યો,ને ક્લાસિસ ચાલુ કરવાનું વિચાર્યું.
મારા ક્લાસીસ ના ટેમ્પ્લેટ છપાવ્યા ને ઘરે ઘરે પોહચડ્યા.
મારું પેમ્પ્લેટ પણ ઉતાવળું હતું, હું મારી સોના ના ઘરે નથી ગયો ને એ સોના ના ઘરે પહોંચી ગયુ.
સોનાની ડોટર મારા ક્લાસીસ માં જોઈન થઈ ગઈ.
daughter ની સ્ટડી ની ચર્ચા માટે ,મારી સોના નો કોન્ટેક નંબર પણ મળી ગયો.દોસ્તી માટે હાથ નો સ્પર્શ તો ના મળ્યો,પણ દોસ્તી નો સંદેશ મળી ગયો.
મારી ઈચ્છા ખાલી એટલી જ હતી કે એકવાર હું સોના ને પાસે બેસાડી બસ જોયા કરૂ.પણ મારી હિંમત જ નાં થઈ તેને વાત કરવાની.
અમે એક વર્ષ થી ખાલી નોર્મલ મેસેજ થી જ વાત કરી,સોના ને મારી કંપની ગમતી હતી,પણ એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે જ.
સોના નું ઘર બદલી થાય છે, બીજા સિટી મા તે લોકા રહેવા જતા રહે છે,જેને રોજ જોવાની આદત હતી એ આદત હવે મને હેરાન કરવા લાગી.દીકરી ના ક્લાસિસ મારે ત્યાં બંધ થઇ ગયા હોવા થી, તે હવે મારી સાથે વાત નહોતી કરતી.
મારી સોના મારી કમજોરી બનવા લાગી,મારું ભણાવવા માંથી મન ઉતારવા લાગ્યું.ક્લાસિસ પણ બીજા ને ચલાવવા આપી દીધા,પ્રોફેસર ની નોકરી માંથી રાજીનામુ આપી દીધુ.
આ બધું 2 વર્ષ મા ખતમ કરી દીધું પણ પ્રેમ માં ઉણપ પણ ના આવા દીધી,હું ખરાબ સંગત માં લાગી ગયો.
એકવાર મારી સિટી માં મે મારી સોના ને જોઈ,મારી ખુશી નો કોઈ અંદાઝ ના લગાવી શકે ,2 વર્ષે જોઈ હતી મારી સોના ને.
હું એની પાસે ગયો ને એના ખબર અંતર પૂછ્યા,એને પણ મને પોતાનો ખ્યાલ રાખજે એમ કહી વિદાય લીધી.
આજે મે વિચાર્યું કે એને હું હવે ક્યારેક ક્યારેક કોલ કરી લઈશ,ભલે એ વાત ના કરે,એનો અવાજ સાંભળી મારી બાકી ની ઝીંદગી પુરી કરી લઈશ.
થોડા દિવસ વીત્યા,મે સોના ને કોલ કર્યો,તેને wrong no.કહી કોલ cut કરી દિધો.
ફરી કોલ કર્યો તો મારી સોના એ મને દૂર રહેવાનું કહી દીધું,મે ફક્ત વાતો ચાલુ રાખશું એમ કીધું તો એને કોલ કાપી દિધો ને મને બ્લોક કરી દિધો કોન્ટેક્ટ લીસ્ટ માંથી.
મારું જીવન એની યાદ માં દેવદાસ બની ગયું છે,ખરાબ લત ના લીધે મારી ઘણી બીમારીએ ઘર કરી લીધું હતું.
મારે ,મારી સોના ને એટલું જ કહેવું છે,મારા દિલ માં ફક્ત તારું જ સ્થાન .. તું નફરત કરીશ..છતાં મારા ચાહત ને કાબિલ રહીશ.
I love u my sona..
_mohini