hawas nu makaan books and stories free download online pdf in Gujarati

હવસ નું મકાન

હું લગભગ 7 વર્ષ ની હતી...ઘણા વર્ષો જૂની વાત છે.
જ્યારે અમે ગામડા મા રહેતા હતા..એ જમાના મા બાળકો ને મમ્મી પપ્પા શાળા મા લેવા મૂકવાનું ભાગ્યે જ કરતા હતા. ગામડાં માં જ શાળાઓ હોય ત્યાં જ દાખલો લેતા..કોઈ ગાડીઓ નો આવતો જવરો નહોતો એ સમય માં..માટે વગર ચિંતા કર્યે,બાળકો એટલા નીકળી જતા શાળા માં જવા..અમે બધી બહેનપણીઓ એકબીજા ને બોલાવી શાળા એ જતી..શાળા આશરે અમારા ઘર થી 20 મિનિટ ની દૂરી પર હતી...ઘર અને શાળા ની વચ્ચે એક ખાલી પડેલી વર્ષો જૂનું મકાન પડેલું હતું ..એકદમ ખંડેર જોઈ લો ..એક દિવસ એ મકાન માંથી સફેદ જભો અને સફેદ ધોતી પહેરેલા લાંબા uncle મારા શાળા છૂટવાના સમયે .મને મળ્યા...મને કે *બેટા ચોકલેટ ખાઈશ...મે હા કહી ચોકલેટ લઈ લીધી...ખુશ થઈ ઘરે આવી ને મમ્મી ને જાણ કરી..મમ્મી એ મને સમજાવ્યું "બેટા એ મકાન ઘણાં વર્ષો જૂનું છે,ત્યાં બાવો રે છે...હવે થી એ બાવો પાસે થી ક્યારેય ચોકલેટ ના લેતી... કોઈ અજાણી વ્યક્તિ બોલાવે તો પાસે જવું નહિ..."મે મમ્મી ની વાત માની લીધી...થોડા દિવસ પછી પાછા એજ uncle જૂના ઘર માંથી બહાર આવ્યા અને મને ચોકલેટ ની લાલચ આપી...પણ મે મમ્મી ની વાત યાદ રાખી ત્યાંથી ભાગી ઘરે આવી ગઈ...એક દિવસ એ uncle પાસે આવ્યા અને મારી બહેનપણી ને ચોકલેટ ની લાલચ આપી ..મે મારી બહેનપણી ને તે ચોકલેટ લેવાની ના પાડી..પણ તે ના માની અને ચોકલેટ લઈ લીધી. તેને મે સમજાવ્યું કે "મારી મમ્મી કહે છે કે કોઈ અજાણ્યું માણસ હોય તો તેના થી દુર રહેવાનું અને કઈ લેવાનું પણ નહિ તેના પાસે થી"..
પણ તેને મારી વાત ની કઈ અસર નાં થઈ.. તેણે તેના ઘર માં કોઈને વાત ના કરી...એ uncle પાસે થી રોજ ચોકલેટ માંગવા લાગી...uncle બોલ્યા "ચલ અંદર મારા ઘરે....ડબ્બો ભરી ને ચોકલેટ આપું".. મે મારી બહેનપણી ને રોકી કે આ બાવો છે...તું નહિ જા એના પાસે.. તો પણ uncle સાથે જવા તે તૈયાર થઈ ગઈ ..uncle એ એને તેડી લીધી...ને મે જોયુ એ uncle અંદર મારી બહેનપણી ને લઇ ગયા ...હું ભાગતી ભાગતી ઘરે આવી ને મમ્મી ને વાત જાણ કરી...મમ્મી એ મારી બહેનપણી ની મમ્મી નાં ઘરે ગઈ ને બધી વાત કરી...બધા મળી એ જૂના મકાન પાસે ગયાં..ને ત્યાં બહાર જોયુ તો એ નાની ફૂલ બેભાન પડેલી હતી...મારી બહેનપણી બીમાર પડી ગઈ..બહુ દિવસ એ શાળા માં પણ નાં આવી...ને અજીબ વર્તન કરવા લાગી રોજ..ગામડાં મા અંધશ્રદ્ધા વધારે હતી...ભૂઆ બોલાવી તંતર મંતર કરાવ્યા ..કોઈ ઈલાજ ના થયો...તેનું બાળપણ, ભણતર,ને પૂરી જિંદગી ખરાબ થઇ ગઈ..આજે એ ફૂલ જેવી છોકરી ,પાગલ જેવું વર્તન કરે છે..જ્યારે જ્યારે હું ન્યૂઝ પેપર માં આવા સમાચાર વાંચું છું તો મારી સામે એ ઘટના આવી જાય છે... મને મોટા થયા પછી સમજાયું કે એ જૂનું મકાન નહોતું પણ એક હવસ નું મકાન હતું..

આવા મકાનો હવે શહેરો માં પણ ઘણાં જોવા મળે છે....ને કોઈ કંઈ રસ્તો પણ નથી કાઢી શકતું...ને અંદર અંદર તે વ્યક્તિ ઘૂંટાય રાખે છે...પછી ડિપ્રેશન નો ભોગ બને છે...બસ અજાણ્યા વ્યક્તિ થી સતર્ક રહો ને તમારી સુરક્ષા તમારા જ હાથ માં છે એ ધ્યાન માં રાખો... મન ને તમારા મજબૂત બનાવી બીજા ને પણ સહાય કરો...પ્રેમ માં આંધળા નાં બનો...જીવન માં ઘણું આગળ વધવાનું છે...ને ઊંચા સપના તમારા પૂરા કરો ..એમાં જ તમારું ભલું છે.

-mohini