પ્રેમકુંજ - (ભાગ-૩૬)


ધીમે ધીમે કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબે ખત્રીની હવેલીમાં પ્રવેશ કર્યો.બધે જ નજર ફેરવી ઇન્સ્પેક્ટર સાહેબે તપાસ કરી પણ કોઈ આજુ બાજુમાં દેખાય રહ્યું નહતું.કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબે હવેલીના દરવાજા તરફ ગયા.

***************

ધીમે રહી ઇન્સપેક્ટર સાહેબે દરવાજો ખોલ્યો.અંદર તપાસ કરી તો કોઈ હતું નહીં.ત્યાં જ હવેલીની ઉપર થી કોઈ આવ્યુ.હાથમાં બીસ્ટોલ શરીર પર લાલ રંગનો શૂટ.તે કોઈ બીજું નહીં પણ રાજેશ ખત્રી જ હતો.

સ્વાગત છે,ઇન્સ્પેક્ટર સાહેબ તમારું ખત્રી સાહેબની હવેલીમાં.મને હતું જ કે તમે મારી હવેલી ગમે તેમ કરીને શોધી લેશો.કોઈ તો તમને એવું મળી જ જાશે કે
મારી હવેલીનું સરનામું તમને આપી દેશે.

કેમકે "શહેરમાં ઇજ્જતથી વધારે કોઈનું નામ બદનામીથી વધુ ઓળખાય છે" એટલે જ કોઈને કોઈ તો તમને મેં કરેલી બદનામી તમને મળી જ ગઈ હશે
ઇન્સ્પેક્ટર સાહેબ.

તમે મને નહીં તો મારા પરિવારને ઓળખતા જ હશો.
હું હરિસિંહ ખત્રીનો વારસદાર છું.આ હવેલી તેમણે શાંતિ માટે બનાવેલી હતી.પણ,હું અહી અશાંતિ ઉભી કરી રહ્યો હોઈ એવું તમને લાગી રહ્યું હશે.

તમારો શોખ કોઈને પ્રેમ કરવો હશે.કોઈ સાથે ફરવા જવું કે કોઈને મિત્ર બનાવવા પણ કોઈનો શોખ હોઈ શકે.પણ મારો શોખ કંઈક અલગ જ છે.એ તમે અહીં આવીને જાણી જ ગયા હશો.તમે શા માટે અહીં આવિયા છો.એ હું જાણું છું.મને જાણ થઈ ગઈ છે.

તમે રિયાને લેવા માટે આવીયા છો.અને ઇન્સ્પેક્ટર સાહેબ તમારી બગલમાં જે છોકરો ઉભો છે,તે શાયદ રિયાનો પ્રેમી છે.

વાત રિયાની કરું તો રિયા મારી પાસે અત્યારે નથી.
હું નશામાં ચકચૂર હતો,અને તે અહીંથી ભાગી ગઈ છે.મને ખબર નથી તે ક્યાં ગઇ છે.મેં આજુ બાજુ
તપાસ કરાવી પણ મને કોઈ જગ્યા પર તે જોવા ન મળી.જો રિયા અહીં હોત તો હું તેના પ્રેમીને જોઈને તરત જ તમારી પાસે મોકલી દેત.પણ અફસોસ રિયા અહીં નથી.તમે આજુ બાજુ તેને અહીં શોધી શકો છો.

નહીં તમે ખોટું બોલી રહ્યા છો,રિયા અહીં જ છે.
તમે હવેલીમાં તપાસ કરી શકો છો.હું તમને રોકીશ નહીં.મારા શોખ ખરાબ હોઈ શકે પણ,હું માણસની ઈજ્જત કરું છું,ઇન્સ્પેક્ટર સાહેબ.

કુંજ ખત્રી ખોટું નથી બોલી રહ્યો.તે સાચું કહી રહયો છે.આપણે આજુ બાજુમાં તપાસ કરવી જોઇએ.
કુંજ અને ઇન્સપેક્ટર સાહેબ ખત્રીની હવેલીમાંથી
બહાર નીકળ્યા.

પણ,સાહેબ આપણે એકવાર તો તેમની હવેલીમાં તપાસ કરવી જોઈએ કે રાજેશ ખત્રી ખોટુ તો નથી બોલી રહ્યો ને?

નહીં કુંજ તે જે બોલી રહ્યો હતો તે સત્ય બોલી રહ્યો હતો.તેને શોખ છે ,કોઈ સ્ત્રી સાથે રહેવાનો,પણ કોઈ સ્ત્રી સાથે છેતરપિંડી કરીને નહીં.અને તને કહ્યું પણ ખરું કે જો તે અહીં હોઈ તો તેના પ્રેમીને જોઈને હું રિયાને તમારી પાસે મોકલી દેત.

આજથી છ વર્ષ પહેલાં મારે રાજસ્થાનમાં બદલી થઈ હતી.ત્યારે મારા હાથમાં એકવાર આ રાજેશ ખત્રીની ફાઈલ આવી હતી.આ એ જ રાજેશ ખત્રી છે.હું તેને ઓળખું છું,પણ તે મને નથી ઓળખાતો.

તે એક રાજાની જેમ આ સદીમાં પણ જીવવા માંગે છે.તેને એક પત્ની હતી.તેનું નામ ગંગોત્રી હતું.પણ કોઈ કારણ સર તેની પત્નીનું મૃત્યુ થયું.શાયદ ફાઇલ પર કેન્સરને લીધી થયું એવું લખેલું હતું.પણ તે પછી તે એકલું જીવન જીવવા લાગીયો.પણ તેના મોજ શોખ માટે આ હવેલી તેણે રાખી હતી.આ હવેલીમાં તે સ્ત્રીઓને બોલવાતો અને તેની શારીરિક સુખની ઈચ્છાઓ તે પુરી કરતો.પણ કોઈ સ્ત્રી સાથે તે  જબરદસ્તી નોહતો કરતો મેં એવું સભાળ્યું હતુ.રિયા ની વાત જે કરી રહ્યો હતો તે મને સાચી લાગે છે.

ઓકે ઇન્સ્પેક્ટર સાહેબ તો આપણે આજુબાજુમાં તપાસ કરવી જોઈએ.અહીં કહી રિયા હોઇ તો મળી પણ જાય.

હા,કુંજ આપણે તપાસ કરવી જ પડશે.જ્યાં સુધી રિયા નહિ મળે ત્યાં સુધી.અને શાયદ એવું પણ બને કે રિયા અહીંથી નીકળી મુંબઈ પણ ચાલી ગઈ હોઈ.

સર મને તો રિયાની હવે ચિંતા થવા લાગી છે.આવા ઘનઘોર જંગલમાં રિયા એકલી કેવી રીતે મુંબઈ જઈ શકે.આ રેગીસ્તાન જેવા જંગલમાં તો મને પણ ડર લાગી રહ્યો છો.

ઇન્સ્પેક્ટર સાહેબ રિયા મળશે કે નહીં?

ઇન્સ્પેક્ટર સાહેબ રિયા મારો પહેલો પ્રેમ હતો.હું તેને ખૂબ પ્રેમ કરતો હતો.એ પણ મને ખુબ પ્રેમ કરતી હતી.અમે એકબીજાથી કયારેય દૂર થવા માંગતા ન હતા.મને રિયા પર દયા આવતી કેમકે તે એક માં-બાપ વગરની છોકરી હતી.તેનું આ દુનીયામાં કોઈ ન હતું.
બસ તે મને મન ભરીને પ્રેમ કરવા માંગતી હતી.અને હું
પણ તેને મન ભરીને પ્રેમ કરવા માંગતો હતો.

કુંજ ડાબીબાજુ કોઈ દેખાય નથી રહ્યું ને?

નહીં સર...!!!!

એક સવાલ કરું કુંજ તને?

હા,કેમ નહીં સર..!!

રિયા રેડલાઈટ એરિયામાંથી પાછી આવીને તને મળી પણ જાય ખરી,પણ એ પછી તું એની સાથે લગ્ન કરીશ કે કેમ?

સર કેમ નહીં?હું રિયાને આજ પણ એટલો જ પ્રેમ કરું છું..!!સેક્સને પ્રેમ સાથે કઈ લેવા દેવા નથી ઇન્સ્પેક્ટર સાહેબ.સેક્સ એ થોડિક ક્ષણ માટેનો આનંદ છે.પણ પ્રેમ નિરંતર છે.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

Rate & Review

Verified icon

Balkrishna patel 1 month ago

Verified icon

ATULCHADANIYA 2 months ago

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Nidhi Mehta 3 months ago

Verified icon

Daksha 3 months ago