પ્રેમકુંજ - (ભાગ-૩૯)

કુંજને ક્યાં ખબર છે,કે હું અત્યારે લાલજીની દુકાન પર છું,કુંજ આજ સુધી ત્યાં બેસીને મારી વાટ પણ ન જોઈ શકે.રિયા ફરી નીચે તે જ જગ્યા પર બેસી ગઈ.

************

કુંજ હું આજ પણ તને એટલો જ પ્રેમ કરું છું,કુંજ તું મારી સાથે આવું વર્તન ન કર.મારી ભૂલ ન હતી.મને ત્યાં ધકેલવામાં આવી હતી.તું સમજવાની મને કોશિશ તો કર.

નહિ રિયા કોઈ રેડ લાઈટ એરિયામાં ગયેલી સ્ત્રીને હું કેમ મારી પત્ની બનાવું.તું પાગલ છે.તું રસ્તે જતી હશે અને લોકો તને જોઈને શું બોલશે તને ખબર છે?

હા,કુંજ મને ખબર છે,હું તે સહન કરી શકીશ.મારામાં હજુ પણ એ સહન કરવાની શક્તિ છે,મને તે લોકોથી કોઈ પ્રોબ્લમ નહી હોઈ.તે મને ગમે તે કહેશે પણ હું તેની સામે નજર પણ નહીં કરું.

રિયા તું તે વ્યક્તિને સહન કરી શકે પણ હું કેવી રીતે સહન કરી શકું.તને કોઈ રસ્તા પર જ એ રીતે બોલાવે તો.નહિ રિયા તું મને તારી સાથે લગ્ન કરવા દબાણ ન કર.હું તારી સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાવ.

કુંજ તું પહેલા તો મને ખુબ પ્રેમ કરતો હતો.આજ તું આવું કેમ બોલી રહ્યો છે.હું આજ પણ તને ખૂબ પ્રેમ કરું છું.નહીં, કુંજ હું તને નહિ છોડી શકું.તારો સ્પર્શ તારી દરેક યાદ મારી નસે નસમાં છે,હું તને નહીં ભૂલી શકું કુંજ.

નહીં રિયા પહેલાની વાત અલગ છે.તું પેહલા હતી એ રિયા હવે તું નથી રહી.તું એક રેડલાઈટ એરિયાની રિયા બની ગઈ છો.તું સમજવાની કોશીશ તો કર.
લોકો મને શું કેહશે કે તે આવી છોકરી સાથે લગ્ન કરીયા.

કુંજ તું મારી સામે એકવાર તો જો.મારી આંખ સામે એકવાર તો તું આંખ મિલાવ.હું આજ પણ તને એટલો જ પ્રેમ કરું છું.જેટલો હું તને પેહલા કરતી હતી.

રિયા હું પણ તને એટલો પ્રેમ કરું છું.જેટલો હું તને પેહલા કરતો હતો.મને તારા પર જરા પણ નફરત નથી.પણ તું એક વેશ્યા બની મારી સામે આવીને તું મને લગ્ન કરવાનું કહે તે મને મંજુર નથી.

કુંજ તું ઉભો તો રહે..!!!પ્લીઝ કુંજ તું મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કર.હું તે જગ્યા પર ક્યાં જવા માંગતી હતી.આ લોકો એ મને ત્યાં મેકલી.
કુંજ હું તો હંમેશા માટે તારી બનાવ માંગતી હતી.

મને સ્પર્શ કરવાની કોશિશ નહીં કર રિયા મારાથી દૂર જ રહે.રિયાને ધક્કો મારી કુંજે નીચે પાડી દીધી.રિયા
નીચે પડતા જ અચાનક રિયાની આંખ ખુલી રીયા સપનું જોઈ રહી હતી.નહીં કુંજ તું સપનામાં પણ મારી સાથે આવું વર્તન ન કરી શકે.કુંજ હું તને ખૂબ જ પ્રેમ કરું છું,આજ પણ.

રિયા ફરી ઉભી થઇ તે વ્યક્તિ હજુ ત્યાં જ બેઠો હતો.વરસાદ મુશળધાર હજુ પણ પડી રહ્યો હતો.
રિયાને થયું ગમે તે વ્યકતિ હોઈ મારે તે વ્યક્તિની મદદ કરવી જોઈએ આવા મુશળધાર વરસાદમાં તે ક્યાં સુધી ત્યાં બેસી રહે.તે વરસતા વરસાદમાં જલ્દી નીચે ગઈ.

તે થોડીવારમાં જ તે વ્યક્તિ પાસે પહોંચી ગઈ.જોયુ તો તે કુંજ જ હતો.રિયાને વિશ્વાસ નોહતો આવી રહ્યો.કુંજ બેભાન અવસ્થામાં હતો.રિયા એ જોયું કે તેના માથા પરથી લોહી જઈ રહ્યું છે.રિયા થોડીવાર તો ડરી ગઈ.શું થયું હશે કુંજ ને?

રિયા થોડીવાર તો કુંજની હાલત જોઈને રડાવ લાગી.મને પહેલા અહીં આવાનો વિચાર કેમ ન આવીયો.રિયા જલ્દી તેની ચુંદડી કુંજના માથા પર વિટી.રિયાએ ઘણા સમય પછી કુંજને સ્પર્શ કર્યો.તે આજ કુંજને સ્પર્શ કરતા ડરી રહી હતી.

રિયાનો સ્પર્શ થતા જ અચાનક કુંજની આંખો ખુલી ગઈ.તે રિયાની સામે જોઈ રહ્યો.કુંજને વિશ્વાસ નોહતો આવી રહ્યો કે મારી સામે રિયા ઉભી છે.બંને એકબીજાની સામ સામું જોઈ રહ્યા.એકબીજાના ચહેરા પર ખુશી દેખાય રહી હતી.બંને વરસતા વરસાદમાં એકબીજાને ભેટી પડ્યા.બંનેના આંખમાંથી પ્રેમના ધરધર આંસુ પડી રહ્યા હતા.

કુંજ મને માફ કરી દે..!!

કુંજ મને માફ કરી દે..!!

બસ રિયા..!!હું બધું જ જાણું છું.તારે એક શબ્દ પણ બોલવાની જરૂર નથી.તારી સાથે શું થયુ છે તે,હું તને શોધતો શોધતો રાજસ્થાન સુધી પોહચી ગયો હતો
રિયા.રિયાના આંખમાંથી ફરી ધરધર અશ્રુ પડવા લાગીયા.

મને ખબર હતી કુંજ કે તું મારી પાછળ પાછળ મને શોધતો શોધતો આવીશ જ.હું તારી રાહ જોઈ રહી હતી.પણ,મને મોકો મળતા જ હું ત્યાંથી નીકળી ગઈ. વરસતા વરસાદમાં કુંજ પર રિયા એ ચુંબનનો વરસાદ વરસાવી દીધો.

કુંજ તું જાણે છે કે હું એવી જગ્યા પરથી અત્યારે આવું છું.ત્યાંથી આવ્યા પછી કોઈ પણ સ્ત્રીની જિંદગી બરબાદ થઈ જાય.કુંજ હું તને ખૂબ પ્રેમ કરું છું,અને કરતી પણ રશ.પણ તું કોઈ બીજી સારી છોકરી ગોતી લગ્ન કરી લે.હું તારી જિંદગી હવે બરબાદ કરવા નથી માંગતી.

શા માટે રિયા..!!!હું લગ્ન કરીશ તો તારી સાથે જ.પ્રેમને સેક્સ સાથે કોઈ લેવા દેવા નથી રિયા.અને તું 
તારા થકી ત્યાં નથી ગઈ.બીજા લોકો એ તને ત્યાં ધકેલી દીધી હતી.માટે હું લગ્ન કરીશ તો રિયા તારી સાથે જ.મને કોઈ પ્રોબલ્મ નથી.

યાદ છે,રિયા તને આપડી પહેલી મુલાકાત આજ રીતે આજ જગ્યા પર વરસતા વરસાદમાં થઈ હતી.આજ ફરી આપણે બંને વરસતા વરસાદમાં એ જ જગ્યા પર ભેગા થયા છીએ.જે રીતે પહેલા આપણે ભેગા થયા હતા.તો ચાલને રીયા ભુતકાળને ભૂલી વર્તમાનમાં નવી જિંદગીની અહીંથી ફરી શરૂવાત કરીએ.

ફરી કુંજને રિયા ભેટી પડી કુંજ આઈ લવ યુ..!!!
રિયા આ લવ યુ ટુ..!! રિયા મને પ્રોમિસ કર કે આજ
પછી તું મારથી ક્યારેય દૂર નહીં જા.

પ્રોમિસ કુંજ હું હંમેશા તારા દિલની નજીક રશ.અને જીવન ભર તારો ખ્યાલ રાખીશ.રિયા ઉપર આકાશ તરફ નજર કરીને ઈશ્વરનો આભાર માની રહી હતી.

"ભલે તું મને થોડોક જ પ્રેમ આપી શકે,કુંજ એમાં શું  થયું ?મારા માટે એ ઘણું છે. 

પણ,હું તો હવે એટલું જ ઇચ્છું છું કે આંખ તારી હોય કે મારી,બસ એમા હવે આંસુ નહીં હોવા જોઈએ.

હા,રિયા..!!!!હું પણ તને જીવન ભર ખૂબ પ્રેમ કરીશ.
હું અહી જ વરસતા વરસાદમાં તને મારી જીવનસાથી બનાવા માંગુ છું.કુંજે તેના માથા પરથી ટપકતા લોહી માંથી થોડું લોહી લઈ રિયાને સિંદૂર લગાવી દીધું.

રિયા મારી હજી એક ઇચ્છા છે,એ પણ તું આજ પુરી કરી દે,હું બહુ જાગ્યો છું,તારી યાદમાં રિયા.આ વરસતા વરસાદમાં તારા ખોળામા માથું રાખી એક મિઠી ઉંઘ કરવા દે.

***************સમાપ્ત*****************

***************સમાપ્ત*****************

તમને બધાને આ પ્રેમકહાની કેવી લાગી તે મને જરૂર થી કેજો,તમારા રીવ્યુ થકી જ મને ફરી બીજી વાર્તા લખવાની ઇચ્છા થશે.

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***