The Ooty.... - 10 books and stories free download online pdf in Gujarati

ધ ઊટી.... - 10

10.



(અખિલેશ ઊટીમાં ધ સીટી પ્લેસ હોટલમાં રોકાય છે, અને બપોરનો લંચ પણ ત્યાં જ કરી લે છે, અને ત્યારબાદ તે પોતાની કંપનીનાં અન્ય કર્મચારીઓ તે જ હોટલના હોલમાં આવતીકાલની "મેગા-ઈ" સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટની પૂર્વતૈયારીઓ અને અરેન્જમેન્ટ કરી રહ્યાં હતાં, ત્યાં ઓબસર્વેશન કરવાં માટે જાય છે, જેથી કરીને આવતી કાલે સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટમાં કોઈ તકલીફ ના પડે, અને આ ઇવેન્ટમાં ગ્રાન્ડ સક્સેસ મળે, ત્યારબાદ અખિલેશ પોતાના રૂમમાં પાછો આવે છે, અને પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરે છે, ત્યારે સાંજનાં 5 વાગ્યાં હતાં.)

આથી અખિલેશ મનમાં કંઈક વિચારવા લાગે છે, અને પોતાના મનમાં કંઈક સૂઝયું હોય તેમ, પોતાનાં પેન્ટમાં ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢે છે, અને કોન્ટેક લિસ્ટ ખોલી, ડ્રાઇવર હનીફને કોલ કરે છે…

"હેલો ! ગુડ ઇવનિંગ સર…!" - હનીફ કોલ રિસીવ કર્યો.

"ગુડ ઇવનિંગ…!"

"બોલો ! સાહેબ !"

"હનીફ ! કાલે જ્યારે આપણે ઊટી આવી રહ્યાં હતાં, ત્યારે તે ઊટીની સુંદરતા અને સ્થળોના એટલાં વખાણ કર્યા કે હવે હું મારી જાતને રોકી નહીં શકતો…!" - અખિલેશ આનંદ સાથે બોલ્યો.

"હા ! સાહેબ ! હું સાચું જ કહું છું…પરંતુ જ્યાં સુધી તમે તમારી સગી આંખે નહીં જોશો, ત્યાંસુધી તમને મારી વાત પર વિશ્વાસ નહીં આવે મને એવું લાગે છે…!" - હનીફ અખિલેશને સમજાવતાં બોલ્યો.

"હા ! એક્ઝેટલી ! હું એ જ કહેવા માગું છું….!"

"સાહેબ ! મને કંઈ સમજાણું નહીં…!" - હનીફ મૂંઝાતા અવાજે બોલ્યો.

"હનીફ ! કાલે તે મને પેલી ટ્રેન વિશે કંઈક જણાવ્યું હતું...શું નામ...હતું….??"

"નીલગીરી માઉન્ટેઈન ટ્રેન કે જેને ટોય ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે."

"હા ! બસ એ જ….!" - એક નાનું બાળક જેવી રીતે ખુશ થાય તેવી રીતે અખિલેશ ખુશ થતાં બોલ્યો.

"તો ! બોલો સાહેબ ! ક્યારે જવું છે..? તમે કહેશો ત્યારે હું તમને ત્યાં લઈ જઈશ...!"

"હા ! તો મારે અત્યારે જ જાવું છું, કારણ કે મારે આવતીકાલની ઇવેન્ટની બધી જ તૈયારી થઈ ગઈ છે, અને હું અત્યારે હાલ ટોટલી ફ્રી જ છું, મારે આજે જે કંઈ કામ હતું એ મેં ફિનિશ કરી નાખ્યું છે, માટે હું વિચારું છું કે આજે જ આ ટોય ટ્રેનની મુલાકાત લઈ લઈએ, પછી મને સમય મળે કે ના મળે…! નહીં તો મને મનમાં ટોય ટ્રેનની મુલાકાત ન લેવાનો અફસોસ કાયમિક માટે રહી જશે..! તો શું અત્યારે એ ટ્રેનની મુલાકાત શક્ય છે…?" - અખિલેશે પોતાના મનની ઈચ્છા જણાવતા કહ્યું.

"સાહેબ ! સામાન્ય રીતે જો તમે સવારનાં 10 વાગ્યે ફ્રી હો તો એ સમય વધુ અનુકૂળ રહેશે, તેમ છતાંપણ જો તમારે અત્યારે જ એ ટોય ટ્રેનીની મુલાકાત લેવી હોય તો એક રસ્તો છે….!" - હનીફે જવાબ આપતાં કહ્યું.

"કયો ? રસ્તો છે ? હનીફ …?" - અખિલેશે આતુરતાપૂર્વક પૂછ્યું.

"સાહેબ ! એ ટ્રેન સાંજે ઉડગમંડલ્મ રેલવેસ્ટેશને બરાબર 6 વાગ્યે આવે છે, અને તે પછી કુનૂર રેલવેસ્ટેશને જવા માટે રવાનાં થાય છે...અને ઉડગમંડલ્મ રેલવેસ્ટેશન ઊટીથી માત્ર 1 જ કિ. મી દૂર છે, અને હાલમાં સાંજનાં 5 વાગી ચૂક્યાં છે, તો આપણી પાસે હજુપણ સમય છે, ઉડગમંડલ્મ રેલવેસ્ટેશને પહોંચવા માટે, જો તમે કહો તો હું તમને હોટલ પર પીક-અપ કરવા માટે આવી જાવ…?"

"હા ! ચોક્કસ ! કેમ નહીં….અત્યારે જ આવ…!" - અખિલેશ ખુશ થતાં બોલ્યો.

"પણ…??"

"પણ… પણ...શું હનીફ..?"

"સાહેબ ! કદાચ તમને હાલ એ ટ્રેનની ફર્સ્ટક્લાસની ટીકીટ નહીં મળે...કારણ કે હાલમાં ફર્સ્ટક્લાસની ટીકીટ બુક થઈ ગઈ હશે…!"

"અરે ! હનીફ ! કંઈ, વાંધો નહીં...હું એ ટ્રેનનાં જનરલ ડબ્બામાં મુસાફરી કરીશ...પણ મુસાફરી કરીશ ખરો...એ નક્કી છે.." - અખિલેશ મક્કમ ઇરાદા સાથે બોલ્યો.

"સારું! સાહેબ ! તો તમે ફ્રેશ થઈને તૈયાર થઈ જાવ ! હું 10 જ મિનિટમાં હોટલે પહોંચું છું…!" - હનીફ બોલ્યો.

"ઓકે ! આવ..!" - પોતાની જીત થઈ હોય તેવી રીતે અખિલેશ રાજી થતાં બોલ્યો.

ત્યારબાદ 10 મિનિટમાં ડ્રાઈવર હનીફ હોટલ પર પહોંચે છે, અને અખિલેશ પણ ટોય ટ્રેન (નીલગીરી માઉન્ટેઈન ટ્રેનની) મુસાફરી કરવા માટે આતુર હતો, આથી હનીફ હોટલ પર પહોંચ્યો ત્યારે અખિલેશ અગાવથી જ તૈયાર થઈને, હોટલનાં રિસેપશન કાઉન્ટરની સામે સોફા પર બેસેલ હતો, અને ત્યારબાદ હનીફ અખિલેશને ઉડગમંડલ્મ રેલવેસ્ટેશને લઈ જાય છે, અને જણાવે છે કે….

"સાહેબ ! આ ટ્રેન તમને કુનૂર ઉતારશે, જયાં આ ટ્રેનને પહોંચતા એક કે દોઢ કલાક જેવો સમય થઇ જશે, અને તમે જ્યારે કુનુર પહોંચો ત્યારે મને કોલ કરજો, હું ત્યાં કુનૂર રેલવે સ્ટેશને તમારી રાહ જોઈ રહયો હોઇશ, ત્યાંથી આપણને પાછા કાર દ્વારા ઊટી આવીશું…!"

"ઓકે..!" - આટલું બોલી અખિલેશ ઉડગમંડલ્મ રેલવેસ્ટેશને ઉતરે છે, અને ત્યારબાદ, અખિલેશ એક સામાન્ય માણસની જેમ ટીકીટ બારીએ જનરલ ડબ્બાની ટીકીટ લે છે, અને પેલી ટોય ટ્રેન તરફ પોતાનાં પગલાં માંડે છે.

અખિલેશનાં મનમાં એક અલગ પ્રકારનો જ આનંદ થઈ રહ્યો હતો, કારણ કે આજે તેની ટોય ટ્રેન કે નિલિગીરી માઉન્ટેઈન ટ્રેન જોવાનું અને તેમાં મુસાફરી કરવાની ઈચ્છા પૂરી થવા જઈ રહી હતી, અખિલેશે હાથમાં ટોય ટ્રેનનાં જનરલ ડબ્બાની ટીકીટ લઈને ટોય ટ્રેન તરફ ચાલી રહ્યો હતો, એવામાં તેના કાને આ ટ્રેનની વિસલનો અવાજ સંભળાયો, આથી અખિલેશ ઝડપથી ચાલીને જનરલ ડબ્બામાં ચડ્યો. જનરલ ડબ્બામાં સીટ ખાલી ન હોવાને લીધે અખિલેશ ટ્રેનનાં દરવાજાની નજીક જ ટેકો દઈને ઉભો રહ્યો, ટ્રેને ફરી એક વિસલ વગાડી અને ધીમે-ધીમે સ્પીડ પકડી.

અખિલેશને ટ્રેનમાં બેસવા માટે સીટ ના મળી હોવા છતાંપણ અખિલેશ મનોમન તો ખુબ જ ખુશ થઈ રહ્યો હતો, અખિલેશ જાણે પોતાનો હોદ્દો, મોભો, માન, રૂઆબ વગેરે ભૂલીને નાના બાળકની જેમ મુકતમને આ ટોય ટ્રેનનો આનંદ જ લૂંટી લેવા માંગતો હોય તેવું લાગી રહ્યું હતું.
ધીમે -ધીમે ટ્રેનની ઝડપમાં વધારો થયો, અને ટ્રેન પાટા પર વધુ ઝડપથી દોડવા લાગી, અખિલેશ દરવાજાની નજીક જ ટેકો દઈને ઉભો હતો, બહારના કુદરતી સૌંદર્યને માણવા લાવ્યો, આ ટોય ટ્રેન બ્રિટિશ લોકો દ્વારા 1899 શરૂ કરવામાં આવેલ હતી, જે હાલમાં પણ કાર્યરત છે, જે નીલગીરી પર્વતમાળા માંથી પસાર થાય છે, આ ટ્રેન અલગ - અલગ 15 ટનેલ અને 250 જેટલાં બ્રિજ પરથી પસાર થાય છે, આ ટ્રેનને 2005માં UNESCO દ્વારા વર્લ્ડ હેરીટેઝ સાઇટ તરીકેનું બિરુદ આપવામાં આવેલ છે.

ધીમે-ધીમે ટ્રેન આગળ વધવા લાગી, આ ટ્રેનમાં બેસેલા હોય તો એક સમય એવું લાગે કે આપણે જાણે આકાશમાં ઉડી રહ્યાં હોય, એટલી ઊંચી -ઉંચી ટેકરીઓ માંથી આ ટ્રેન પસાર થાય છે, આજુબાજુમાં ગાઢ ઘનઘોર લીલાંછમ જંગલ જોઈને અખિલેશની આંખોમાં એક પ્રકારની તાજગી છવાઈ ગઈ, રસ્તામાં આવતાં ધોધ પણ જાણે કુદરતનાં ગુણગાન ગાવામાં વ્યસ્ત હોય એવું લાગતું હતું, રસ્તામાં આવી રહેલ ઊંડી -ઊંડી ખીણો કુતૂહલતાની સાથે સાથે થોડોક ડર પણ પમાડે તેવી હતી, જ્યારે આ ટ્રેન ટનેલમાંથી પસાર થાય, ત્યારે તો સારા - સારા હિંમતવાન મર્દમુછાળા પહેવાનનો પણ થોડીવાર શ્વાસ થંભવીને હૃદયના ધબકારા વધારી દે તેવું ઘનઘોર અંધારૂ જ હોય છે, જ્યાં ભાગ્યે જ કોઈક એકાદ બલ્બ નાખેલ હોય, જયારે આ ટ્રેન બ્રિજ પરથી પસાર થાય ત્યારે જાણે નીચે રહેલી નદી કે ખીણની એકદમ ઉપરથી પસાર થઈ રહ્યાં હોય તેવું લાગે, આ સાથે જ ટ્રેનમાં રહેલાં લોકોની ચિચિયારીઓ જાણે થોડા સમય માટે રૂવાટાં ઉભા કરી છે તેવી હોય છે.

લગભગ આ ટોય ટ્રેન 8 કિ. મી જેટલું એટલે અડધી કલાક ચાલી હશે, એટલીવારમાં ટ્રેન ધીમી પડી, અખિલેશે કયું રેલવેસ્ટેશન આવ્યું, તે જાણવા માટે ડોકુ બહાર કાઢ્યું, તેની નજર પ્લેટફોર્મની આગળ પીળા રંગના બોર્ડ પર પડી...તેના પર લખેલ હતું….લવડેલ… આથી અખિલેશ વિચારવા લાગ્યો કે આ તે વળી ગામનું કેવું નામ….લવડેલ….??

ટોય ટ્રેન લવડેલ રેલવેસ્ટેશન પર પાંચ મિનિટ ઉભી રહી, ત્યારબાદ ટ્રેને એક વિસલ વગાડી, અને ટ્રેન ધીમે - ધીમે ચાલુ થઈ, એવામાં અખિલેશનું ધ્યાન પ્લેટફોર્મ પર ગયું, તો એક સુંદર યુવતી પ્લેટફોર્મ પરથી હરણીની માફક દોડતી - દોડતી આવી રહી હતી, આ જોઈ અખિલેશે ટ્રેનના દરવાજા પર રહેલ હેન્ડલની પકડ મજબૂત કરી અને દોડીને આવતી પેલી યુવતીને મદદ કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો, અને પેલી યુવતી અખિલેશનો હાથ પકડીને ટ્રેનમાં ચડી ગઈ…"

આ યુવતીને જોઈ લાઈફમાં પહેલીવાર અખિલેશનું હૃદય જોર-જોરથી ધબકવા લાગ્યું, અખિલેશે એકીટશે પેલી યુવતીને નિહાળી રહ્યો હતો, એ યુવતી એટલી સુંદર હતી કે માનો કે સ્વર્ગલોકો માંથી કોઈ અપ્સરા લવડેલ રેલવેસ્ટેશન પર ભૂલી પડી હોય, એકદમ ભરાવદાર અને આકર્ષક ઘાટીલું શરીર, ચાંદનીની રોશની જેવો તેજ ધરાવતો તેનો ચહેરો, અખિલેશને પોતાની પ્રત્યે આકર્ષિત કરી રહ્યો હતો, હવામાં ઉડતાં તેનાં રેશમી વાળ, અને વાળમાં ગોલ્ડન કલરની હાઇલાઇટ જાણે તેના વાળની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું….પિંક રંગનું ટીશર્ટ અને તેના ટીશર્ટ માંથી તેની માદકતાની ચાડી ખાતો ઘાટીલો છાતીનો ભાગ, તેણે પહેરેલ જીન્સનાં શોર્ટ માંથી દેખાય રહેલા તેનાં આકર્ષક પગ અને દળદાર સાથળનો ભાગ વગેરે અખિલેશને હાલમાં મોહિત કે આકર્ષિત કરી રહ્યું હતું, તેની હરણ જેવી આંખો જાણે ઘાયલ કરવાં તતપર હોય તેવું લાગી રહ્યું હતું, તેના ગુલાબની પાંખડી જેવા સુંદર હોઢ, ભલભલાને મંત્રમુગ્ધ કરી દે તેવા હતાં, તેના ભરાવદાર ગાલ તેના ચહેરાની રોનકમાં વધારો કરી રહ્યાં હતાં….

જેને જોઈને અખિલેશનાં મનમાં 1942 અ લવ સ્ટોરીનું અનિલકપુર વાળું પેલું સોન્ગ યાદ આવી ગયું…

"એક લડકી કો દેખા તો એસા લગા,
એક લડકી કો દેખા તો એસા લગા…

જેસે ખીલતા ગુલાબ,
જેસે શાયર કા ખ્વાબ,
જેસે ઉજલી કિરણ,
જેસે વનમે હિરણ,
જેસે ચાંદની રાત,
જેસે નર્મી કી બાત,
મંદિરમે હો જેસે જલતા દિયા….

હો…
એક લડકી કો દેખા તો એસા લગા,
એક લડકી કો દેખા તો એસા લગા…"

"હેલો ! મારો હાથ છોડો હવે….!" - પેલી યુવતીએ અખિલેશને આ સપનાઓમાં અધવચ્ચે અટકાવતાં બોલી.

"ઓહ ! સોરી…! બાય ધ વે...માય નેમ ઇસ અખિલેશ…!"

"ઓકે ! માય નેમ ઇસ શ્રેયા….!" - પોતાનો હાથ છોડાવતા શ્રેયા બોલી.

શ્રેયા દ્વારા બોલાયેલા શબ્દોમાં એવી મીઠાસ હતી કે તે એકલવ્યના તીરની માફફ અખિલેશનાં હૃદયને ઘાયલ કરી ગયાં, ત્યારબાદ અખિલેશે શ્રેયા સાથે વાત કરવા માટે ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ શબ્દો હોઠ સુધી પહોંચી જ ના શક્યા, અખિલેશ એકદમ નિ:શબ્દ બનીને એક મૂર્તિની માફક જ ઉભો રહ્યો, અખિલેશને હવે બહારનું કુદરતી સૌંદર્ય શ્રેયાની સુંદરતા જોયા પછી ફિક્કું લાગવા માંડ્યું હતું, કેવી રીતે વાત શરૂ કરવી…? શું વાત કરવી…? શું મારે પહેલા વાત શરૂ કરવી જોઈએ…? જો હું સામે ચાલીને વાત શરૂ કરીશ તો શ્રેયા મારા વિશે કેવું અને શું વિચારશે…? - આવા અનેક વિચારો અખિલેશને શ્રેયા સાથે વાત કરતાં રોકી રહ્યાં હતાં,

થોડા સમય બાદ અખિલેશે અંતે હિંમત કરીને વાત કરવા માટે શ્રેયા તરફ જોયું...અને હિંમત કરીને બોલવા ગયો…..પરંતુ એટલીવારમાં જ શ્રેયાને જે રેલવેસ્ટેશને ઉતારવાનું હતું એ રેલવેસ્ટેશન આવી ગયું….જેવી રીતે ક્રિકેટ વર્લ્ડકપ માત્ર એક રનથી હાર્યાનો અફસોસ થાય, જેવી રીતે રેસ પુરી થવામાં આવી હોય અને વિજય રેખાથી માત્ર એકાદ - બે સે.મી દૂર રહી જવાનો જેવો અફસોસ થાય તેવો અફસોસ હાલ અખિલેશને થઈ રહ્યો હતો, એટલીવારમાં તો શ્રેયા ટ્રેનના ડબ્બામાંથી નીચે ઉતરી ગઈ….અને જ્યાંસુધી શ્રેયા દેખાતી બંદ ના થઇ ત્યાં સુધી અખિલેશની આંખો માત્રને માત્ર શ્રેયાને હતાશા, નિરાશા અને અફસોસ સાથે નિહાળતી રહી….!

ત્યારબાદ અખિલેશ શ્રેયા વિશે વિચારવામાં એટલો ધ્યાનમગ્ન થઈ ગયો, એટલી હદે વિચારોની વમળોમાં લપેટાય ગયો, કે ક્યારે કુનૂર રેલવેસ્ટેશન આવી ગયો, તે ખ્યાલ ના રહ્યો, અખિલેશ મનમાં વિચારી રહ્યો હતો કે પોતાને આજે ટોયટ્રેનની ફર્સ્ટ કલાસની ટીકીટ ના મળવા પાછળ પણ કુદરતનો જ કોઈ સંકેત હોય, કુદરત પણ જાણે તે બનેવને કોઈને કોઈ રીતે મળાવવા માંગતું હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો..

અખિલેશ જ્યારે કુનુર રેલવેસ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો, એવામાં હનીફનો ફોન આવ્યો, અને પોતે કાર લઈને કુંનૂર રેલવેસ્ટેશનની બહાર ઉભો છે, તેવું અખિલેશને જણાવ્યું, ત્યારબાદ અખિલેશ કાર સુધી પહોંચે છે, જ્યારે પોતે કારમાં બેસે છે ત્યારે પણ તે શ્રેયા વિશે જ વિચાર કરતો હતો.

"સાહેબ ! ટોયટ્રેનમાં મુસાફરી કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો…? મજા આવી તમને એમાં મુસાફરી કરવાની….? તમે ટોયટ્રેનનાં રસ્તામાં આવતા કુદરતી સૌંદર્ય કે સુંદરતાને માણી…?" - આવા ઘણાં પ્રશ્નો એક સાથે હનીફ અખિલેશને પૂછ્યા.

"અરે ! યાર ! શું ? વાત કરું તને કદાચ મારી લાઈફની આ સૌથી રોમાંચક અને યાદગાર મુસાફરી હશે… આવી મજા અને આનંદ તો ફલાઈટમાં હજારો રૂપિયા આપવા છતાંપણ ના મળે…"

"સાહેબ ! એક વાત પૂછું…??"- હનીફ અખિલેશેની સામે જોઈને બોલ્યો.

"હા"

"સાહેબ ! મેં તમને જ્યારે મારી કારમાંથી ઉડગમંડલ્મ રેલવેસ્ટેશને ઉતર્યા હતા ત્યારે અને અત્યારે તમારા હાવભાવમાં ઘણો બદલાવ મને જોવા મળે છે….થાકી ગયાં છો...તમે ટ્રાવેલિંગ કરીને….?" - હનીફ પોતાની શંકા સ્પષ્ટ કરતાં પૂછયુ.

"ના ! એવું કંઈ નથી….આ હતાશા અને નિરાશા સાથેનો આનંદ છે...તને નહીં સમજાય.. !" - પોતાની વાત છુપાવતા અખિલેશ બોલ્યો.

"ઓકે ! સાહેબ ! ઓવરઓલ તો તમને મજા આવીને…?"

"હા ! સો ટકા….મને મજા આવી…"

ત્યારબાદ અખિલેશ પોતાનો ચહેરો કારની બહારની તરફ ફેરવી નાખ્યો, જેથી કરીને હનીફ અખિલેશનાં ચહેરા પર બદલાયેલા હાવભાવ જોઈ ના શકે….હનિફે પણ પોતાનું બધુ જ ધ્યાન હવે કાર ચલાવવામાં લગાવી દીધું…..એકાદ કલાકમાં તેઓ પોતાની હોટલ "ધ સીટી પેલેસે" પહોંચી ગયાં, અને હનીફ પણ અખિલેશને હોટલની બહાર ઉતારીને પોતાના ઘરે જવા માટે રવાનાં થઈ ગયો.

હોટલ પર પહોંચીને અખિલેશ ડિનર કરીને ફ્રેશ થઈને આવતી કાલની ઇવેન્ટની તૈયારી કરવા લાગ્યો, આખા દિવસનું કામ, ટ્રાવેલિંગ, દોડાદોડી...વગેરેને લીધે અખિલેશ થાકેલ હોવાને કારણે એકાદ કલાકમાં પોતાનું કામ પતાવીને બેડ પર સુવા માટે લાંબો થયો, પરંતુ તેના મનમાં કોઈ એક ખૂણામાં હાલમાં પણ શ્રેયાના જ વિચારો આવી રહ્યાં હતાં, પોતાના હૃદયના ધબકારા પણ હવે અખિલેશને પેલી ટોયટ્રેનનાં અવાજ સમાન લાગી રહ્યાં હતાં, ટોય ટ્રેન રેલવેનાં પાટ્ટા પરથી તો પસાર થઈ જ હતી, પરંતુ સાથો-સાથ પોતાનાં હૃદય પરથી પણ પસાર થઈ હોય તેવું અખિલેશને લાગી રહ્યું હતું…..આ બધું વિચારતા - વિચારતાં જ અખિલેશને ગાઢ ઊંઘ આવી ગઈ…!





ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com