જિંદગીનો વાસ્તવિક પરિચય - ૩

જિંદગીનો વાસ્તવિક પરિચય
ભાગ-૩
ગમંડ

રામપુર નામનું એક ગામ હતું આ ગામમાં બધાજ લોકો હળીમળીને રેહતા હતા.ગામના બધાજ લોકો ખેતી સાથે સંકળાયેલા હતા. આ ખેતી જ તેમની રોજીરોટી હતી આ ગામમાં બે ધનવાન શેઠ હતા અને  બન્ને ભાઈઓ હતા પરંતુ બંને ભાઈયો માં જમીન આસમાન નો ફરક હતો. એક શેઠ નું નામ હતું ચામુર અને બીજાનુ નામ હતું ભગીરથ  ચામુર સ્વભાવે શાંત દયાવાન અને હોશિયાર હતો અને  હંમેશા ગામલોકોની મદદ કરવા માટે તૈયાર રેહતો હતો. જ્યારે ભગીરથ સ્વભાવે લાલચુ અને કપટી હતો તે હંમેશા પોતાના પૈસા કઈ રીતે વધુ કરવા તે જ વિચારતો અને ગામના ગરીબ ખેડૂતો ને પૈસા વ્યાજે આપીને વ્યાજ ચૂકવવા ની તારીખ પહેલા જ વસૂલી કરતો અને વ્યાજ લેતો ત્યારે  હિસાબમાં ગોટાળા કરતો હતો અને ગામ લોકો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલ કરતો હતો. અને તેને આ વાત પર ખૂબ જ ગમંડ કે તે ચામુર કરતાં અત્યધિક ધનવાન હતો થોડાક વર્ષો બાદ ગામમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ દુકાળ પડવા માંડયો ખેતીના પાક સુકાવવા માંડ્યા અને ખેડૂતો નિરાધાર થઈ ગયા કેમ કે તેમની રોજીરોટી છે છીન વાઈ ગઈ હતી તે સમયે આ ખેડૂત લોકો પોતપોતાના શેઠ પાસે ગયા તો તેમાંથી માત્ર ચામુંર જ મદદ કરવા માટે તૈયાર થયો અને ભગીરથ કટોકટીની સમયે ખેડૂતો પાસેથી પોતાના ઉછીના આપેલા પૈસા લેવા માટે દબાણ કરવા માંડ્યો. ખેડૂતો આજીજી કરવા માંડ્યા પણ ભગીરથ માન્યો નહીં છેવટે તેઓ ચામુર પાસે ગયા અને ચામુરે તેમની મદદ કરી અને ભગીરથ પાસેથી વ્યાજે લીધેલા નાણા ચૂકવવામાં મદદ કરી અને આ ખેડૂતો ભગીરથ નો સાથ છોડી ચામુર ના શરણે આવ્યા અને આમ ભગીરથ એકલો પડી ગયો સમય જતા ખેડૂતોની સ્થિતિ સુધારવા મંડી અને રામપુરમાં ફરીથી ખુશીઓ આવી ગઈ. થોડાક સમય બાદ ભગીરથ બીમાર પડ્યો અને આ બીમારીમાં તે થોડોક જ સમય જીવી શકે તેમ હતો આ વાતની જ્યારે ખબર ચમુરને પડી તો તે તેની ખબર કાઢવા તેના ઘરે ગયો પરંતુ ક્રોધે ભરાયેલા ભગીરથે તેને અપશબ્દો બોલી તેનું અપમાન કર્યું બિચારો ચામુર બેહરા બનીને સાંભળી રહ્યો અને પછી તે પોતાના ઘરે ચાલ્યો ગયો. પછી તેને પોતાના ઘરે જઈને બધી વાત તેની પત્નીને કહી ત્યારબાદ થોડાક વર્ષો પછી ભગીરથ મોતના અંતિમ છેડે આવ્યો અને થોડાક સમય પછી જ્યારે ફરીવાર ચામુર ભગીરથના ઘરે ગયો તેણે ગમંડમાં ફરીવાર ચામુરને ધુધકર્યો અને છેવટે તેને તડપી તડપી ને મરવું પડ્યું અને તેને ગમંડમાં ના તો ચામુરની વાત સાંભળી અને તે પોતાના ગમંડના લીધે હકીકત જાણ્યા વગર જ મૃત્યુ પામ્યો. અને વાત એ હતી કે બિચારો ચામુર પોતાની અડધી મિલકત ભગીરથ ને આપવા માટે આવ્યો હતો અને તેને લાગતું હતું કે કદાચ ફરી વખત તે બે ભાઈઓ ને એક થવા મોકો મળે. પરંતુ તે શક્ય ન બન્યું ભગીરથ ના ગમંડી સ્વભાવને લીધે

 બોધ: ગમંડ હંમેશા ઝઘડાનું મૂળ કારણ છે તો ગમંડ ને હમેશાં પોતાના પર હમી ન થવા દેવું કેમ કે ગમંડના લીધે આપણે જીવનમાં ઘણું બધું ગુમાવવું પડે છે કદાચ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે તો સમયે દરેક વખતે તક મળે તો ગમંડ ને બાજુમાં મૂકી હમેશાં વિચાર કરી નિર્ણય લેવો જેથી દરેક વખતે પસ્તાવવું ન પડે. અને હંમેશા વ્યક્તિએ બીજા વ્યક્તિની વાત સાંભળવી જોઈએ અને પછી નિર્ણય લેવો જોઇએ શું ખબર કદાચ સાંભળેલી વાત પણ કામની હોય અને કદાચ આપણો ખોટો નિર્ણય આપણા જ પતનનું કારણ ના બને.

***

Rate & Review

Verified icon

Jignesh Patel 3 months ago

Verified icon

Rohit A Pathak 4 months ago

Verified icon

Satya su che te janvu joye pachi bhale e vat hoi salah hoi vichar hoi game te hoi ..

Verified icon

Saroj Bhagat 4 months ago

Verified icon

Dimpal Kerai 4 months ago