બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૪

તે છોકરીએ ન જાન ન પહેચાન તેવી હાલતમાં સત્યમને સવાલ કર્યો હતો . સામાન્યતઃ અહીં આવતા લોકો ખુશી ખુશી પાછા જતાં હોય છે જ્યારે સત્યમનો ચહેરો વિલાઈ ગયો હતો . આથી જ તે છોકરીએ સૌજન્ય દાખવી તેને સવાલ કર્યો હતો . આવી ગંદી વસ્તીમાં માનવતાની મહેક નિહાળી સત્યમ ચકિત થઈ ગયો . 

અને પોતે લૂંટાઈ ગયો હતો . તેે વાત જાણી તે લનાએ સહાનુભૂતિ દર્શાવતા સવાલ કર્યો હતો !

' કિસને આશાને આપ કે સાથ ઐસા કિયા ? '

તેનો સવાલ સુણી સત્યમ ચોંકી ઉઠ્યો . તેણે હકારમાં મસ્તક ધુણાવ્યું .

' વહ એક હી ઇસ તાલાબ કી ગંદી મછલી હૈં જિસને સારે તાલાબ કો ગંદા કર દિયા હૈં . '

તેણે સત્યમને આશ્વસ્ત કરતાં કહ્યું હતું :

' આપ ફિકર મત કિજીયે . વહ મેરી બડી બહન હૈં . મુઝે બેહદ પ્યાર કરતી હૈં . મૈં આપકા પૈસા વાપસ દિલા દૂગી !

તેની વાત સાંભળી સત્યમને અહેસાસ થયો .

કાદવમાં કમળ ખીલે છે !

તે અજાણી છોકરીએ સત્યમને આશ્વસ્ત કર્યો હતો . તેણે એ છોકરી પર વિશ્વાસ મુક્યો . અને તેના કહેવાથી સત્યમે તેને પોતાનો સંપર્ક નંબર પણ આપ્યો હતો . છતાં તેને વિશ્વાસ નહોતો બેસતો કે તેના ગયેલા પૈસા પાછા આવી જશે . 

સત્યમે તેનો અહેસાન માની સવાલ કર્યો હતો .

' ક્યા મૈં તુમ્હારા નામ જાન શકતા હૂં ? '

' રોશની '

તેની સાથેની ક્ષણિક મુલાકાતે સત્યમની જિંદગીમાં અજવાળું પાથરી દીધું હતું .

છુટા પડતી વખતે સત્યમે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવી મ્યુઝિકાની જેમ આશીર્વાદ આપ્યા હતા : 

' થેન્ક્સ બેટા ! '

એક જમાનો વીતી ગયો હતો . તેણે આ શબ્દ સાંભળ્યો નહોતો . સત્યમના મોઢે આ શબ્દ સાંભળી તેની આંખોમાં હરખના આંસૂ આવી ગયા હતા ! 
                 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ખાઈને પણ મરવાનું છે , ના ખાઈને પણ મરવાનું છે તો પછી ખાઈને શા માટે ના મરવું ? 

ઓલ્ડ એજ ઇઝ સેકન્ડ ચાઈલ્ડહૂડ 

સત્યમના પિતાજી ઇશ્વરલાલ આ કહેતીની જીવતી જાગતી મિશાલ રૂપ હતા . તેમની સારી હરકતો સત્યમને આ વાત માનવા ઉકસાવી રહી હતી ! 

એક વૃદ્ધ વ્યક્તિને એક નાના બાળકની જેમ અધિક લાડ પ્રેમ તેમજ જતનની આવશ્યકતા હોય છે . એક બાળક અને વૃદ્ધ એક જેવા જ હોય છે . જે રીતે આપણે એક બાળકનો ખ્યાલ કરીએ છીએ , તેવી રીતે એક વૃદ્ધ વ્યક્તિની સાર સંભાળ રાખવી પડે છે .

' ધ બુક ઓફ મિરેદાદ ' માં તો સ્પષ્ટ પણે આ વાત કહેવામાં આવી હતી . બાળક જલ્દીથી મોટો થઈ થાય તેવી દરેક માતા પિતાના દિલમાં તાલાવેલી હોય છે તેનાથી પણ વધારે અધીરતા એક ખુણામાં પડેલી વૃદ્ધ બીમાર , નાપસંદ વ્યકિતના મોત માટે રાખવામાં આવે છે . 

સત્યમના પિતાજી પણ આ જ હરોળમાં શામેલ હતા . તેઓ પોતાના સ્વાભાવને કારણે ઘરવાળાની નજરમાંથી ઉતરી ગયા હતા ! આ હાલતમાં વારંવાર તેના દિમાગમાં એક ખ્યાલ જાગતો હતો .

તેઓ મરી જાય તો સારું !

ખીલતે હૈં મુસ્કુરાતે હૈં ઇસ લિયે તો વહ ફૂલ હૈં ,
જો કભી નહીં મુસ્કુરાતે વહ ફૂલ નહીં શૂળ હૈં ,

કેવલ ભાવુક કે લાગણીશીલ હોવાથી જીંદગી જીવાતી નથી હોતી ! 

સત્યમે તેના પિતાને સતત આ વાત સમજાવવાની કોશિશ કરી હતી . પણ તેઓ સતત પોતાની લાગણીના ઢોલ પીટયા કરતા હતા . 

નાનો બાળક હોય તો તેને મારીને , ધમકાવીને ઠેકાણે લાવી શકાય , પણ તડકામાં વાળ સફેદ નથી કર્યા તેવા બણગાં ફૂંકતા વૃદ્ધ લોકોને સમજાવવા જટિલ કાર્ય છે .

તેના પિતાજી અધિકતર તેમની જિંદગીમાં એકલા જ રહયા હતા . તે હાલતમાં તેઓ રસોઈ બનાવતા પણ શીખી ગયા હતા . પણ તેમની રસોઈમાં ખાસ દમ નહોતો . છતાં પરાણે તેમણે બનાવેલી રસોઈ ગળે ઉતારવી પડતી હતી . એના પિતાજી બહારનું ખાવા નહીં દેતા હતા . આ હાલતમાં સત્યમ ખૂબ જ અકળામણ અનુભવતો હતો . વાદ વિવાદ થવાની બીકે તે મૂંગો રહેતો હતો .

પણ દસેક વરસ બાદ નિરાલી પુનઃ ગર્ભવતી હતી . સત્યમ ત્રીજા બાળકની ખેવના ધરાવતો હતો . સામાન્યતઃ સુવાવડ પિયરમાં થતી હોય છે .

પહેલી સુવાવડમાં તેની સાસુ બાએ પોતાનો રિવાજ આગળ ધર્યો હતો . 

' અમારી ન્યાતિમાં પહેલી સુવાવડ સાસરામાં કરવાનો રિવાજ છે .

તેમની વાત સાંભળી સત્યમના માતા પિતાએ પહેલી સુવાવડ કરી હતી .

બીજી સુવાવડ ટાણે તેમણે પ્રસુતિ અંગે કોઈ તૈયારી બતાવી નહોતી . આ હાલતમાં કોઈ જાતનો વાદ વિવાદ ના કરતાં તેના માતા પિતાએ બીજી સુવાવડનો ભાર પણ ઉઠાવ્યો હતો .

ત્રીજી સુવાવડ વખતે તેમણે સત્યમને મહેણું મારતાં કહ્યું હતું .

' દર વર્ષે આમ કેલેન્ડર છાપતા રહેશો તો અમે કેટલી સુવાવડનો ખર્ચો ઉઠાવીશું ! 


એવું કહેતી વખતે લલિતા બહેન ભૂલી ગયા હતા . તેમણે અડધો ડઝન બાળકોને પેદા કર્યા હતા .

પછી ના જાણે શુ થયું ? ત્રીજી સુવાવડ કરવા તેઓ તૈયાર થયા હતા . શોભા બહેને શાયદ તેમને ફરજનું ભાન કરાવ્યું હતું . 

સત્યમે તેમની વાત માની લીધી હતી . પણ તેની સાસુમા તેમની વહુની માફક નિરાલીની ડિલિવરી સરકારી દવાખાનામાં કરશે તે ખ્યાલે તેણે આ વખતે પણ ડિલિવરી પોતાના ઘરે કરવાનો નિર્ણય લઈ લીધો હતો . તેણે ઓફિસમાં રજા પણ લઈ લીધી હતી . અને સમયસર સુવાવડ પણ થઈ ગઈ હતી .

લલિતા બહેન સુવાવડ બાદ દીકરીને ઘરે આવ્યા હતા . તે પણ એક મહેમાનની જેમ . તૈયાર ભાણે જમવા બેસી ગયા હતા . સત્યમના પિતાજીએ રસોઈ બનાવી હતી . તેઓ દાળ વધારવાનું ભૂલી ગયા હતા . તેઓએ ધાર્યું હોત તો ? જાતે દાળ વઘારી શક્યા હોત . પણ તેમણે મોઢું બગાડતા કહ્યું હતું .

' મને તો આવી દાળ ના ભાવે ! '

અને સત્યમ તેમને માટે બહારથી શાક લઈ આવ્યો હતો !

આ તેમની સોચ હતી , સમજ હતી . તે નિહાળી સત્યમે અચરજની લાગણી અનુભવી હતી ! 

                   ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ખાઈને પણ મરવાનું છે , ના ખાઈને પણ મરવાનું છે . તો પછી મનગમતું બઘું જ ખાઈને શા માટે ના મરવું ?

વૃદ્ધ અવસ્થા એટલે બીજું બાળપણ !

સત્યમના પિતાજી ઈશ્વર લાલ આ કથનની જીવતી જાગતી મિશાલ હતા ! 

An old age is second childhood.

તેમની પ્રત્યેક હરક્ત સત્યમને એવું માનવા પ્રેરી રહી હતી !

એક બાળક અને  વૃદ્ધ  વ્યક્તિ બે જોડિયા બાળકો જેવા હોય છે . આપણે જે રીતે એક નાના બાળકને સાચવીએ છીએ, તેનું જતન કરીએ છીએ તેનાથી અનેક ગણો એક વૃદ્ધ વ્યક્તિનો ખ્યાલ રાખવો પડે છે , તેનું જતન કરવું પડે છે .

સત્યમના પિતાજી પણ બિલકુલ આવી અવસ્થામાં આવી ગયા હતા . તેઓ પરિવારના સભ્યોની નજરમાંથી ઊતરી ગયા હતા ! સત્યમના દિમાગમાં એક જ વિચાર જાગતો હતો . ' તેઓ મરી જાય તો સારું ! '

ખીલે છે , કરમાય છે એટલે તો તે ફૂલ છે ,
જે કદી હસતાં નથી તે ફૂલ નહીં શૂળ છે ,

એક વાંચેલી વાત સત્યમે સારી રીતે પચાવી લીધી હતી !

કેવળ ભાવુકતા અને લાગણીના જોરે જિંદગી નથી ચાલી શકતી !

ઈશ્વર લાલ સદાય પોતાની લાગણીના ઢોલ પીટયા કરતા હતા .

નાના બાળકને તો વઢીને , મારીને પણ રોકી શકાય છે , પણ તડકામાં વાળ સફેદ નથી કર્યા તેવી બડાઈ હાંકનાર પિતાજીને કઈ રીતે સમજાવવા ? સત્યમ માટે આ માથાનો દુખાવો બની રહ્યો હતો .

સત્યમ તેના પિતાજી પ્રત્યે લાગણી ધરાવતો હતો , તેમને સમજવાની કોશિશ પણ કરતો હતો . પણ તેને નિષ્ફળતા જ હાથ લાગી હતી . તેઓ સદાય એકલાં જ રહ્યા હતાં  તેમને રસોઈ બનાવતા પણ આવડતું હતું .તેવું માનીને ચાલતા હતા . સત્યમને તેમના હાથની રસોઈ  ભાવતી નહોતી . દાળ , શાક કે રોટલીમાં કોઈ ભલીવાર ના રહેતો હતો . પણ તેમની જીદ આગળ સત્યમ લાચારી અનુભવતો હતો .

ઈશ્વર લાલને મુસાફરીનો ભારે શોખ હતો .  નિવૃત્તિ બાદ પણ તેઓ કોઈના કોઈ બહાને મુસાફરી કરવા નીકળી પડતા હતા ! કોઈ પણ સગા સંબંધી કે મિત્રોનું તેડું આવે એટલે  તૈયાર થઈ જતા હતા !

ચિત્ત તું શીદને ચિંતા કરે , કૃષ્ણને કરવું હોય તે કરે

એક વાર કોઈને પણ કહ્યાં વિના તેઓ મામાને ઘરે જતાં રહયા હતા .અને બે જ દિવસમાં વડોદરાથી ફોન આવ્યો હતો .

' તારા પિતાજીની તબિયત બગડી આવી છે . અમે તેમને મુકવા મુંબઇ આવી રહ્યાં છે . '

આ બહાને તેઓ પત્ની અને બાળકોને લઈ મુંબઈ આવ્યા હતા . અઠવાડિયું રોકાયા હતા . આખું મુંબઇ ફરી લીઘું હતું .બે દિવસ પોતાને ત્યાં રાખ્યાનો હિસાબ પણ કરી લીધો હતો . અને જતાં જતાં મહેણું પણ મારી ગયા હતા .

' તારા પિતાજી ને કારણે મારે કામ ધંધો મૂકી મુંબઇ દોડી આવવું પડ્યું ! '

મામાના શબ્દો સત્યમના કાળજાની આરપાર નીકળી ગયા હતા ! તે જ ઘડીએ સત્યમે આકરા થઇ પોતાના પિતાજીને સુચના આપી દીધી હતી :

' આજ પછી તમારે એકલાં કયાંય નથી જવાનું ! '

એક પળ સત્યમને ગાડી ભાડાના પૈસા મોઢા પર મારવાનું મન થઇ આવ્યું હતું . પણ કોઈ આંતરિક શક્તિએ તેને રોકી લીધો હતો . 

આજ મામાને વરસો પહેલા તેના પિતાજીએ મહિનાઓ સુધી પોતાના ઘરે રાખ્યો હતો અને તેઓ રૂણ ભૂલી ગયા હતા !!

ઈશ્વર લાલને મુસાફરીનો શોખ જરૂર હતો પણ તેઓ બસમાં મુસાફરી કરી શકતા નહોતા . કદાચ તેથી જ સત્યમે તેમને સાથે લઈ જવાનું ઉચિત ગણ્યું નહોતું ! તેના કહેવાથી તેઓ દીકરી ભાવિકાના ઘરે રહેવા તૈયાર થઈ ગયા હતા . તેથી જ સત્યમે શ્રીનાથજી તેમજ અંબાજીનો કાર્યક્રમ બનાવ્યો હતો . ઈશ્વર લાલ મોઢેથી કાંઈ બોલ્યા નહોતા .પણ તેમની બોડી લેન્ગવેજ તેમની સાથે જવાની ઈચ્છાને પ્રદર્શિત કરી રહી હતી .

નીકળતી વખતે તેમણે સત્યમની બાજુમાં બેસી વાત કરી હતી .

' કદાચ હું બહાર ગામ જઈશ ! ' 

સત્યમે તેના પિતાજીને એકલાં બહાર ન જવાની ચોખ્ખી સુચના આપી હતી . છતાં તે દિવસે ના જાણે શું થયું ? સત્યમે તેમની વાત સાંભળી કંઈ જ ના કહ્યું . તેની ચુપકીદી ઈશ્વર લાલ માટે સંમતિ બની ગઈ . ત્યારે સત્યમ એવું માનવા પ્રેરાયો હતો કે તેઓ તેમના જીગરી દોસ્તને ત્યાં જ જશે . તેણે પિતાજીના હાથમાં રોકડ રકમ પણ થમાવી દીધી હતી . 

સત્યમ તો તેના પિતાજીને સાથે લઇ જવા તૈયાર હતો . પણ તેમનો કચકચ કરવાનો સ્વભાવ આડે આવી ગયો હતો . તે ઘરની બધી જ વ્યક્તિને પોતાની મરજી પ્રમાણે ચાલવાનું દબાણ કરતા હતા . જેને કારણે ઘરમાં સદાય તંગદિલી છવાયેલ રહેતી હતી .

ઘરેથી બધા સાથે જ બહાર નીકળ્યા હતા . ઈશ્વર લાલ ભાવિકાના ઘરે જવા રવાના થયા હતા અને સત્યમેં પરિવાર સાથે બસ ડેપો ભણી પ્રયાણ કર્યું હતું !

બસ છુટવાની વાર હતી .

તેઓ સમય કરતાં વહેલાં ઘરે પહોંચી ગયા હતા !

થોડી વારમાં ખબર મળ્યા કે શ્રીનાથજી જવાની બસ મુંબઇ આવતાં રસ્તામાં જ ખોટકાઈ જતાં કેન્સલ કરવામાં આવી હતી .

સમાચાર સાંભળી બધાનું મૂડ ઓફ થઈ ગયું હતું . 

વેકેશનનો ટાઈમ હતો . ગાડીમાં વિના રિઝર્વેશન જઇ શકાય તેમ નહોતું . 

શું પિતાજીની હાય લાગી હતી ?

સંવેદનશીલ સત્યમના દિમાગમાં આ વિચાર જાગ્યો હતો .

પણ એ બધાનું નસીબ ત્યારે જોર કરી ગયું !

તેમને અંબાજી જતી ખાલી એમ્બ્યુલન્સ મળી ગઈ . તેઓ બીજે દિવસે સવારે સુખરૂપ અંબાજી પહોંચી ગયા હતા . આ તેમના જીવનની રોમાંચક સફર સાબિત થઈ હતી . રાત આખી કોઈ સુવા પામ્યું નહોતું . એમ્બ્યુલન્સવાળા માણસો પણ ભલા ભોળા હતા . તેમણે બસની ટિકિટ જેટલા જ પૈસામાં તેમને અંબાજી પહોંચાડી દીધા હતા .

કાતિલ સુસવાટા ભરી ઠંડીનું વાતાવરણ હતું .  દિનભર તેમણે બધા જ દર્શન કર્યા હતા ! ચાય નાસ્તો ,  ભોજન ઇત્યાદિ પતાવી તેઓ છેક સાંજે ગેસ્ટ હાઉસ પાછા ફર્યા હતા . નવ વાગે ઊઠીને રાત્રિનું ભોજન લેવાનું નક્કી કરી સૌ આડે પડખે થયા હતા તે છેક સવારે ઉઠવા પામ્યા હતા ! આગલી રાતનો ઉજાગરો તેમજ બર્ફીલી ઠંડીને કારણે તેઓ ઘોડા વેચીને સુઈ ગયા હતા . તેમણે જીંદગીમાં આવી ઠંડી ક્યારે જોઈ અનુભવી નહોતી .

અંબાજીથી તેઓ શ્રીનાથજી ગયા હતા . ત્યાંથી પાછા ફરતા તેમને બીજો વસમો અનુભવ થયો હતો . ત્યાંથી તેમનું અમદાવાદ સુધીનું બુકિંગ હતું . પણ ત્યાંથી બીજી
બસ મળશે તેવું કહી મધરાત્રીએ તેમને ઉદયપુર ઉતારી દીધા હતા .

ન જાણે કેમ ત્યારે સત્યમના સિકસ્થ સેન્સે તેને ચેતવી  દીધો હતો . તેને કંઈ ગરબડ હોવાનો સંદેહ જાગ્યો હતો . તેમની સાથે છેતરામણી થયાનો આભાસ થયો હતો . આજુ બાજુ અન્ય કોઈ બસ પણ નજરે પડી  નહોતી રહી . તરતમાં કોઈ બીજી બસ આવવાના પણ એંધાણ વર્તાતા નહોતા .સત્યમની હાલત દૂધથી બળેલા શખ્સ જેવી થઈ ગઈ હતી . તે છાશ પણ ફૂંકીને પી રહ્યો હતો . તે એકલવીર બની બસ કંડકટર તેમ જ ડ્રાઈવર જોડે આથડી પડ્યો હતો ..

' પહલે દૂસરા બસ મંગાઓ બાદમે તુમ્હે જાને દુગા ! '

તે બસની સામે જઇને ઊભો રહી ગયો હતો . અને અફસોસની વાત એ હતી કે બાકીના બધા જ પેસેન્જર ઉભા રહીને તમાશો જોઈ રહ્યા હતા .

સવાર સુધી અમદાવાદ જવાની કોઈ બસ નહોતી . અને બધાને રાત આખી કડકડતી ઠંડીમાં ઉદયપુર બસ સ્ટોપ પર વિતાવવી પડી હતી . શ્રીનાથજી બસ સ્ટોપ પર ટિકિટ લેતી વખતે કોઈ ચોખવટ કરવામા આવી નહોતી કે ઉદયપુરથી બસ બદલવાની છે , સવાર સુધી રાહ જોવાની છે ! શ્રીનાથજીથી આવેલી બસની ટિકીટના પૈસા પરત મળી ગયા હતા .

સત્યમનું પરિવાર એક રાત અમદાવાદ રોકાઈને મુંબઇ પાછું ફરવાનું હતું . તેઓ સત્યમના મીના ફોઈના ઘરે જવાના હતા . પણ પછી તેમણે કાર્યક્રમ બદલી નાખ્યો હતો .અને તેઓ સીધા જ મુંબઇ માટે નીકળી ગયા હતા ! તે વખતે પિતાજીના શબ્દો તેના કાનોમાં પડઘાઇ રહ્યાં હતાં !

' હું કદાચ બહારગામ જઈશ ! '

સત્યમની ધારણા જૂઠી નીવડી હતી !

દિવાળીના દિવસો હતા અને તેના પિતાજી સુરત , વડોદરા , ખંભાત થઈ અમદાવાદ પહોંચી ગયા હતા .ડોકટરની મનાઇ હોવા છતાં તેમને દરેક જગાએ ઠાંસી ઠાંસીને મીઠાઈ તેમજ ફરસાણ ખાધા હતા .

 જે દિવસે સત્યમે મુંબઇ માટે બસ પકડી તે જ વખતે તેના પિતાજી તેમના જીગરી દોસ્ત મનસુખ લાલના ઘરે વલસાડ પહોંચ્યા હતા .

નિરાલી ડોકટરના આદેશ મુજબ તેમને પ્રતિબંધિત ચીજો ખાવા આપતી નહોતી . ઈશ્વર લાલને આ વાત ખૂંચતી હતી . તેઓ એવું માનતા હતા કે વહુ તેમને ખાવાનું નથી આપતી . આ હાલતમાં તેઓ બહાર બધું જ ખાતા હતા . જીવન આખી તેમણે ખાવા બાબત શિષ્ટ પાલન કર્યું હતું , ખૂબ જ સંયમ જાળવ્યો હતો. પણ પાછલા દિવસોમાં તેઓ ખાવા પીવા બાબત કોઈ જ ધ્યાન રાખતા નહોતા . ગીતા બહેનની ચીર વિદાય બાદ તેઓ ખૂબ જ બદલાઈ ગયા હતા ! 

એક વાર તેઓ કોઈ તહેવાર નિમિતે ભાવિકાને ત્યાં ગયા હતા . ખાવા બાબત તેમણે કોઈ પરેજી ના પાળતા બધી જ ખાદ્ય ચીજો પેટ ભરીને આરોગી હતી . અને પછી ઘરે આવતા જ તેમને ઝાડા છૂટી પડયા હતા . કપડાં પણ બગાડ્યા હતા . એસિડિટને કારણે તેમને છાતીમાં પીડા થઈ રહી હતી . રાતના બે વાગ્યે તેમણે ડોકટરને બોલાવવાની જીદ પકડી હતી . આ હાલતમાં સત્યમ તેના પિતાજી પર ભડકી ગયો હતો . એમને કાગનો વાઘ કરવાની આદત હતી . એટલે તેણે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી .

ભાવિકા તેમને બઘું જ ખવડાવતી હતી . તેથી પિતાજીની નારાજગી દીકરાની વહુ પ્રતિ વધતી જતી હતી . આ વાતને લઈને ભાઈ બહેન વચ્ચે પણ તડાફડી થવા માંડી હતી . બંને વચ્ચે અબોલા પણ થઈ ગયા હતા . ભાવિકાએ પરિસ્થિતિનો ખ્યાલ ના કરતા પોતાના ભાઈ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી .

' તમે લોકો બાપને ઠીકથી ખાવાનું પણ આપતા નથી ! '

તેમના મુંબઇ પહોંચ્યાંને બીજે દિવસે જ મનસુખ અંકલનો ફોન આવ્યો હતો .:

સત્યમ ત્યારે પોતાના કામ અંગે ઘરની બહાર હતો ! 

સાંજ સુધી તેનો સંપર્ક થવા પામ્યો નહોતો .

સાંજના ઘરે પહોંચતાં જ ભાવિકાના પતિએ સમાચાર આપ્યા હતા .

' પપ્પાજી આપણને બધાને છોડીને જતાં રહ્યાં ! '

સમાચાર સાંભળી સત્યમને જબરો આંચકો લાગ્યો .

તેમને તરત જ વલસાડ જવા માટે નીકળવાનું હતું .  બે ત્રણ કલાક સુધી કોઈ ગાડી નહોતી. આ હાલતમાં તેઓ સુમો દ્વારા વલસાડ જવા રવાના થયા હતા . હાઈ વે પર મોટો ગંભીર અકસ્માત થયો હતો . જેને કારણે રસ્તો બંધ હતો . સવાર સુધી વલસાડ પહોંચવાના કોઈ ચાન્સ નહોતા .

ત્યારે સત્યમના દિમાગમાં એક જ સવાલ ઉઠી રહ્યો હતો !

                      ૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશ : )
   

 

     
***

Rate & Review

Verified icon

Purab Panchal 4 months ago

Verified icon

Rashmi 4 months ago

Verified icon

Nathabhai Fadadu 4 months ago

Verified icon

Abhishek Patalia 4 months ago