Lagani ni suvas - 26 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 26


મીરાં ચાર વાઢતી હતીને આર્યન ત્યાં આજુબાજુ ખેતરમાં ફરતો હતો..થોડીજ વારમાં મીરાંએ ચારવાઢી અને પોટલી બાંધી અને આર્યનને ઉપડાવવાનું કહ્યું.આર્યન એને ઉપડાવવા ગયો અને પાછી બન્નેની નજરો મળી... મીરાંની આંખો ઢળી ગઈ.... બન્ને પાછા ઘર તરફ ચાલવા લાગ્યા...
રસ્તામાંથી મીરાંએ થોડી ફોદ કંકોળા વેલા માંથી વીણી લીધા.. પાછી પોટલી આર્યને એના માંથે ઉપડાવી કંકોળાને ફોદ મીરાંએ પાલવે બાંધી લીધા બન્ને પાછા ઘર તરફ ચાલવા લાગ્યા..
ઘરે પહોંચી મીરાં રસોઈમાં પરોવાઈ પણ મનમાં આર્યન જ રમતો હતો એની આંખો એનો સ્પર્શ... એની અમૂક વાતો બસ મીરાં એ જ વિચારતી હતી.. આર્યન બેઠો બેઠો ફોનમાં ટાઈમ પાસ કરતો હતો...
જમી કામ પતાવી બપોરે બધા મેળામાં ગયા... મેળામાં ખૂબ લોકો આવ્યા હતાં.... અવનવી રમતો.... ખાવા પીવાની રેકળીઓ.... વસ્તુઓના ઠાઠ બધુ જ મન ભરી જોવાય એવું હતું. મેળામાં ભૂરી સાથે મીરાં આગળ ચાલતી હતી અને પાછળ આર્યન અને મયુર બન્ને ચાલતા હતાં. આર્યન વારે વારે મીરાંની કમ્મર અને પીઠ જોતો કેમકે મીરાં એ બધાથી અલગ રીતે ઓઢણી ઓઢી અને એ ભાગ જાણી જોઈ છુપાવ્યા હોય એમ એને લાગ્યું..
મીરાંને ચકડોળમાં બેસવાનો ખૂબ શોખ હતો. મયુર અને ભૂરી ચકડોળમાં બેસવાથી ડરતા હતાં. એટલે પાછા બન્ને એક સાથે ચકડોળમાં ગોઠવાયા. ચકડોળ ફર્યુ..... ધીમે ધીમે એની ઝડપ વધી... મીરાંએ આર્યનનો હાથ એક દમ ટાઈટ પકડી બેસી ગઈ અને આંખો બંધ કરી દિધી... આર્યન એની ખૂબ જ નજીક હતો... મીરાં આવી જ રીતે હાથ પકડી રાખે તો કેવું સારુ... એવો એને વિચાર એક પલ માટે આવ્યો.... પાછો એ પોતાનાંથી આવુ તો ન વિચારાય એમ વિચારી પાછો એને જોવા લાગ્યો ..... એટલામાં ચકડોળ ધીમુ પડ્યું.... મીરાંએ આંખો ખોલી આર્યનનો હાથ છોડ્યો.....
આર્યને એની ઉડાવતા કહ્યું... " આટલી ફાટે છે... તો કેમ બેસે છે.... "
" અરે... ફાટતી નથી પણ આંખો બંધ કરીએ પછી ચકડોળફરે એટલે પેટમાં ગલ ગલીયાં થાય એ મજા આવે... "
" ઓ.... એવું પાછુ..."
બન્ને હશી પડ્યા..... મેળામાં આમતેમ લટારો મારી સાંજે ઘરે ગયાં..... જમી પરવારી મીરાં રાતે ગરબા માટે તૈયાર થતી હતી... અચાનક ત્યાં આર્યન આવી ગયો.. બન્નેની નજરો અરીસામાં મળી બન્ને શરમાઈ ગયા... કંઈક તો બન્ને ને ગમતું હતું પણ શું એ ખબર ન્હોતી.... રાતે રાસગરબાની રમઝટ જામી.... એમાય મીરાંની જોડી આર્યન જ બન્યો હતો વારેવારે સામે આવવુ નજરોથી નજરો મલવી એનાથી બન્ને ના હ્રદયમાં કંઈક ભાવો રમતા હતાં પણ એ બન્ને સમજી શકે એમ ન્હોતા...એમાય નવરાત્રીના એ દિલ ઢંઢોળી પ્રેમ જગાડે એવાં લોક ગીતો બન્નેને વધુ તડપ જગાવતા હતાં જાણે બન્નેમાં કંઈક ખૂટે છે....
આશરે રાતે એક વાગ્યો ને રાસ ગરબા પત્યા... બધા દર્શન કરી ઘરે પાછા જઈ રહ્યા હતાં.... પણ મીરાં દેખાતી ન્હોતી..... ભૂરી ,મયુર ..આર્યન એને આજુ બાજુ શોધતા હતાં.... પણ અચાનક ક્યાં ગઈ.... એ ના સમજાયું.... આર્યન રઘવાયો થ્યો..
" ભાઈ મારી જ ભૂલ છે.... હાલ સુધી જોડે હતી ખબર નઈ ક્યાં ગઈ..."
"ચતુર..... તો નઈ.... " ભૂરી બોલી પડી..
" એના સિવાય તો કોણ હોય..... જો મીરાં જોડે કંઈ નઈ થ્યું હોય તો એ આપણને શોધી ઘરે જઈ ફોન કરશે... આપણે પાછા આવીશું.... ત્યાં સુધી એને શોધીએ..." મયુરે વિચારી કહ્યું..
" હા, ભાઈ પણ એને શોધી શું ક્યાં..."આર્યન હજી ગુસ્સામાં જ હતો...
" ગામની આજુ બાજુ બે જ જગ્યા છે. જ્યાં કોઈ આવી રીતે જઈ શકે..... ગામમાં તો ચતુર ની તાકાત નઈ કે મીરાં ને સંતાડી શકે...." ભૂરી એ જણાવ્યું...
" કઈ જગ્યા જલ્દિ બોલ ...." મયુરે ઉતાવળ કરતા કહ્યું..
" એક તો ગામની બહાર જૂની દૂધની ડેરી .... બીજુ વાવ...."
" કેટલી દૂર છે...અહીં થી....?" આર્યન બોલ્યો..
" દૂધની ડેરી એ ખંડેર છે.... એ જ રસ્તામાં આગળ વાવ છે...ચાલીને જઈએ તો પંદર મિનિટ થશે....થોડી ઝડપ રાખીએ તો.... "
" તો જઈએ... રાહ કોની જોવાની... " મયુર બોલ્યો..
ત્રણે ચિંતામાં અને ગુસ્સાના ભાવ માં ચાલ્યા... આગળ ભૂરી પાછળ આર્યન ને મયુર..... થોડીવારમાં .. દૂધની ડેરી.. વાવ બધુ જ તપાસી વળ્યા... પણ કોઈ દેખાયું નઈ.... ત્રણ કલાક શોધી વળ્યા... પણ મીરાં નો કોઈ પત્તો ન્હોતો....
" ભાઈ હોઈ શકે એને ખબર હોય કે આપણે અહીં આવીશું એટલે એણે જાણી જોઈ આપણે શક ન કરીએ એવી જગ્યાએ મીરાંને રાખી હોય..." આર્યને વિચારતા કહ્યું
" સાચી વાત આમે એ ડર પોક છે એ મીરાંને ડરાવે છે... બાકી કઈ કરે એમ નથી.. એ ગુનામાં આવે અથવા એનો ગુનો પકડાય એવું એ નઈ કરે... " ભૂરીએ કિધું.
" ભાઈ તમે અને ભૂરી હોસ્પિટલ સ્કૂલ અને બીજા સરકારી મકાનો જોઈ આવો હું ઘેર જઈ તપાસ કરું અને મીરાં છતાંયે ન મળે તો.... પોલીસને જાણ કરીશું... " કહી આર્યન ઘરે જવા નીકળ્યો...
ક્રમશ: