Prem ke Pratishodh - 29 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 29

પ્રેમ કે પ્રતિશોધ-29



(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈને ફોન દ્વારા જાણવા મળે છે કે પ્રેમનો એક્સિડેન્ટ થયો છે અને તેઓ તુરંત જ ત્યાં દોડી જાય છે..)

હવે આગળ.......


“હું ત્યાં પહોંચ્યો ત્યારે રોડ પર એક બાજુ એમ્બ્યુલન્સ ઉભી હતી અને તેની બાજુમાં એક પોલીસ જીપ. હું ત્યાં પહોંચ્યો ત્યારે એ લોકોએ પ્રેમને એટલે કે એની દેડબોડીને કારમાંથી કાઢીને સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સમાં.... પણ હું તો સીધો ઇન્સ.દિલીપ પાસે દોડી ગયો અને હાંફતા સ્વરે પૂછ્યું,“ઇન્સપેક્ટર, પ્રેમ...?"
ઈન્સ. દિલીપે એમ્બ્યુલન્સની અંદર સ્ટ્રેચર તરફ સંકેત કર્યો. સ્ટ્રેચરમાં પ્રેમ હતો અને ઉપર સફેદ વસ્ત્ર ઓઢાડેલું. મારી સાથે ઇન્સ. દિલીપ પણ એમ્બ્યુલન્સ અંદર જઈ પ્રેમના મુખ પરથી સફેદ વસ્ત્ર ઊંચક્યું, હું મારી બધી હિંમત એકઠી કરીને માત્ર એક વખત એ બાજુ જોઈ શક્યો....... મારી સ્થિતિ જોઈને ઇન્સપેક્ટર સમજી ગયા કે વધારે સમય હું આ દ્રશ્ય સહન શકું તેવી સ્થિતિમાં નહોતો. કેમ કે એક્સિડેન્ટમાં પ્રેમના ચહેરા અને ગળા પર નાના નાના તીક્ષ્ણ કાચના ટુકડા ખુંપી ગયા હતા. ચેહરો પણ સ્પષ્ટ નહોતો જોઈ શકાતો. હજી પણ મને પ્રેમનો એ લોહીથી ખરડાયેલો ચહેરો......"

અર્જુને રાજેશભાઈને સાંત્વના આપતાં કહ્યું,“રાજેશભાઈ, અમારા કારણે તમને તકલીફ થઈ એ બદલ માફી ચાહું છું."
લગભગ પાંચ-સાત મિનિટ માટે આખા હોલમાં જાણે કોઈ હાજર જ ન હોઈ એમ મૌન ફરી વળ્યું.
રાજેશભાઈ સ્વસ્થ થયા એટલે અર્જુને કહ્યું,“ તમને તકલીફ આપવાનો અમારો કોઈ ઈરાદો નહોતો પણ અમારી ફરજ મુજબ અમારે ચાલવું જ પડે!, જો જરૂર પડી તો બીજીવાર તકલીફ આપશું"
સ્વસ્થ થતા રાજેશભાઈએ કહ્યું,“ઓફિસર, જેમના મર્ડર થયા એ પણ મારા જેવા કોઈ દુઃખી પિતાના સંતાનો જ હશે, માટે મારાથી બનતી હેલ્પ કરીશ"
“આભાર રાજેશભાઈ" આટલું કહી અર્જુન સાથી કોન્સ્ટેબલો સાથે રાજેસભાઈની વિદાય લીધી.

ગેટ બાજુ ચાલતાં ચાલતાં અર્જુને બંને કોન્સ્ટેબલને પૂછ્યું,“તો તમે આ એક્સિડેન્ટ વિશે કઈ જણાવ્યું નહીં?"
રામસિંગે જવાબ આપતાં કહ્યું,“ સર, હજી ચાર મહિના પહેલા જ અહીં મહેસાણામાં અમારી બદલી થઈ છે. એટલે એ પહેલાના બનાવો વિશે તો અમને કોઈ જાણકારી ન જ હોઈ, અને દિલીપ સરને તમે રાજેશભાઈને મળવા બાબતે વાત કરી હતી એટલે કદાચ એમણે એમ વિચાર્યું હશે કે તમારે રાજેસભાઈનું જ કંઈક કામ હશે...."
“ચાલો, પહેલા તો આ એક્સિડેન્ટ કેસની માહિતી દિલીપ પાસેથી જ સાચી અને સચોટ મળશે એટલે તેમની મુલાકાત..."અર્જુન હજી એની વાત પૂર્ણ કરે તે પહેલાં રમેશે તેની વાત પરથી તારણ કાઢતો હોઈ તેમ પૂછ્યું,“સચોટ માહિતી એટલે સર, તમારા મતે રાજેશભાઈ એ જે માહિતી આપી તે...."
“હમ્મ રમેશ, કેમ કે રાજેશભાઈએ જે કહ્યું તે બધું સાચું પણ હોઈ શકે અને ખોટું પણ, અને ઇન્સ. દિલીપ પાસે યોગ્ય પુરાવા સહિતની સંપૂર્ણ માહિતી હશે, જેથી આપણે એક્સેટલી ખબર પડશે કે રાજેસભાઈ સાચું જ કહેતાં હતા કે...."
“સર, એક પ્રશ્ન બીજો કે તમે એવું શા માટે વિચારો છો કે રાજેશભાઈ આપણી પાસે ખોટું પણ બોલી શકે?"રામસિંગે પૂછ્યું.
રમેશે પ્રત્યુત્તર આપતાં કહ્યું,“અરે ભાઈ, જ્યાં સુધી ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિના બયાન પર આંખ બંધ કરીને ભરોસો થોડો કરાય!"
ત્યાંથી નીકળી સીધા તેઓ મહેસાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા. અર્જુન અને રમેશ બંને ઇન્સ.દિલીપની કેબીન તરફ ગયા જ્યારે રામસિંગ રાબેતા મુજબ પોતાના કાર્યમાં જોડાઈ ગયા અને સમશેર જાણતો જ હતો કે દિલીપસાહેબ અર્જુન માટે ચા-નાસ્તાનો ઑર્ડર આપશે એટલે પહેલાથી જ એક સાથી કોન્સ્ટેબલને એ વ્યવસ્થા માટે મોકલી દીધો.
અર્જુને કેબિનમાં થોડી અનૌઉપચારિક વાતો કરી મુદ્દાની વાત પર આવતાં કહ્યું,“ઇન્સ. રાજેસભાઈનો પુત્ર પ્રેમ, જેનું એક્સિડેન્ટ થયું હતું. એ વિશેની......"
અર્જુન પોતાનો વાક્ય પૂર્ણ કરે તે પહેલાં દિલીપે રામસિંગને બોલાવી રેકોર્ડ્સમાંથી એક્સિડેન્ટ કેસની ફાઈલોમાંથી ફાઈલ નંબર B05/19 લાવવા કહ્યું.
લગભગ પાંચેક મિનિટમાં તો ફાઈલ ટેબલ પર હાજર હતી. કારણ કે પ્રેમનો કેસ છ મહિના પહેલાનો જ હોવાથી અને ફાઈલ નંબર પરથી ફાઈલ શોધવામાં તો વધારે સમય ન જ લાગે!.
અર્જુનને ફાઈલ આપતાં દિલીપે કહ્યું,“ આ એક ડ્રિન્ક એન્ડ દ્રાઈવ કેસ હતો. અને ......"
દિલીપ આગળ કઈ બોલે તે પહેલાં રામસિંગ ચાના કપ સાથે અંદર પ્રવેશ્યો. એટલે દિલીપે સસ્મિત કહ્યું,“ પહેલા ચા પાણી, પછી બધી ડિટેઇલ્ડ વાત કરીએ."
અર્જુને કહ્યું,“દિલીપ, મારા માટે એક-એક મિનિટ કિંમતી છે. ત્રણ મર્ડર થઈ ગયા છે અને હજી એ કિલર જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી...."
“ok ok, તો વાત એમ હતી કે હું મારી ટિમ સાથે રાત્રે 1 વાગ્યાની આજુબાજુ પેટ્રોલિંગ કરવા નીકળેલો, જે અમારું રોજ રાત્રીનું કામ છે. લગભગ 12 થી 1 વચ્ચે અમે ચાર-પાંચ ટિમમાં વિભાજીત થઈને આખા સીટીના મેઈન રોડ પર પેટ્રોલિંગ કરવું એવું એ.સી.પી. સાહેબનો ઓર્ડર હતો..
આમ જ તે દિવસે અમે 1 વાગ્યે ગ્રીન વીલા હોટેલથી દોઢ-બે કિલોમીટર આગળ પહોંચ્યા ત્યારે ગાડીની હેડલાઈટના પ્રકાશથી રોડની નીચેની બાજુ એક સાઈડમાં પ્રેમની જે કાર હતી એની બેકસાઈડનું રેડિયમના રીફલેક્શનના કારણે તો અમારી ત્યાં લગભગ સો મીટર દૂરથી જ નજર પડી. આગળ જતાં રોડ પર લોહીના ડાઘ અને કાચના વેરાયેલાં ટુકડા જોઈને જ ખબર તો પડી જ ગઈ કે એક્સિડેન્ટ થયું છે. અમે અમારી જીપ સાઈડમાં પાર્ક કરી સૌ પ્રથમ તો કાર પાસે ગયા અને કારની સ્થિતિ જોઈને જ ખબર પડી ગઈ કે આ કાર ચાલક જીવિત હશે જ નહીં. આખી કારને જાણે કોઈ મોટી પીલિંગ મશીનમાં નાખીને કચળવામાં આવી હોઈ એવી સ્થિતિમાં હતી. કારના ચારેય ટાયર ઉપરની દિશામાં હતા. અને કારની ઉપરની સાઈડ એટલે કે બોનેટ અને ઉપરનો ભાગ તો ભાંગીને ભુક્કો થઈ ગયેલો. અમે નજીક જઈ જોયું તો દ્રાઇવિંગ સીટ પર એક યુવાન જેના કાર ઉલ્ટી થવાથી એમ જ પગ ઉપર અને માથું નીચે એવી રીતે સિતમાંથી નીકળી જ ન શક્યો હોઈ તેમ ફસાયેલો હતો. અમે તેને બહાર કાઢી નબ્સ ચેક કરી એટલે મારા અનુમાન મુજબ જ માત્ર એક નિર્જીવ લાશ હતી.
પહેલા મેં એમ્બ્યુલન્સ માટે કોલ કર્યો પછી આગળની નંબર પ્લેટ તો ઉડીને ક્યાં ગઈ હશે, એટલે બેક સાઈડની નંબર પ્લેટમાંથી કારની માહિતી મેળવવા આર.ટી.ઓ ઓફિસમાં કોલ કર્યો ત્યારે જાણવાં મળ્યું કે આ કાર તો પ્રખ્યાત ટેક્સટાઇલ બિઝનેસમેન રાજેશભાઈની છે. એટલે એમનો નંબર જોડ્યો અને એમને ઘટના સ્થળે બોલાવ્યા."
“ઇન્સ્પેક્ટર, મતલબ કે એક્સિડેન્ટ સાઇટ પર સૌ પ્રથમ તમે જ પહોંચ્યા હતા એમ ને?"અર્જુને વચ્ચે પ્રશ્ન પૂછ્યો.
“હા, ત્યારબાદ રોડ પર ટાયરના નિશાન તેમજ જે બ્લડ પડેલું હતું એ જોયું.... એના ઉપરથી કહી શકાય કે ગાડીની જોરદાર બ્રેક મારવામાં આવી હશે તેમજ બ્રેક મારવાના કારણે જ કાર ફંગોળાઈ હશે અને રોડ પર બ્લડ હતું તે કાર ચાલકનું હતું. જે કાચ વાગવાથી નીકળ્યું હતું."
“તો તમે લાશનું પોસ્ટમોર્ટમ કર્યું હતું?"
“ના, કારણ કે લાશની ઓળખ તો થઈ ગઈ હતી અને રાજેશભાઈએ જ કહ્યું કે મારા દીકરાનું પોસ્ટ મોર્ટમ કરવાની જરૂર નથી. અને હું એની એની સ્વીકૃતિ નહીં આપીશ"
“તો પણ તમારી ફરજ હતી ઓફિસર કે એક વખત....."અર્જુન આટલું બોલી અટકી ગયો.
“તમારી વાત યોગ્ય જ છે. પણ રાજેશભાઈ એ એ.સી.પી. સાહેબ જોડે વાત કરી લીધી હતી. છતાં પણ મેં તેમને કહ્યું કે એક્સિડેન્ટનું ચોક્કસ કારણ જાણવાં માટે અમારે પી.એમ. રીપોર્ટ તો તૈયાર કરવી જ પડશે....અને તમારા માટે પણ એ જાણવું તો જરૂરી જ છે કે પ્રેમનું એક્સિડેન્ટ કેવી રીતે અથવા ક્યાં કારણો સર થયું?"
“ત્યારે રાજેશભાઈએ શું જવાબ આપ્યો?"અત્યાર સુધી શાંતીથી ઇન્સ.ની વાત સાંભળી રહેલા રમેશે પૂછ્યું.
“એમણે કહ્યું કે ઓફિસર બેશક તમે પી.એમ રીપોર્ટ તૈયાર કરી શકો પણ એનાથી એક્સિડેન્ટ કેમ થયું એ જાણવાં મળશે?"
“એટલે મેં પણ એમને જે પી.એમ.રિપોર્ટની સંભાવનાઓ હતી તે જણાવી કે ક્યાં કારણો સર મૃત્યુ થયું, એક્સિડેન્ટ પહેલા જો કોઈ શારીરિક ઈજા કે એવું કંઈ હશે તો પણ જાણવા મળશે, ચોક્કસ સમય વગેરે....એટલે રાજેશભાઈ અંતે માની તો ગયા. અને અમે એમ્બ્યુલેન્સને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ મોકલી."
અને એ.સી.પી. સાહેબનો ઓર્ડર હોવાથી બે કલાકમાં તો ડેડબોડી રાજેશભાઈને સુપ્રત કરવામાં આવી અને પછી તેમણે પ્રેમનો વિધિગત અંતિમ સંસ્કાર કર્યો જેમાં એ.સી.પી સાહેબ અને હું પણ ત્યાં જ હાજર હતા.
“તો આ પ્રેમની પી.એમ રિપોર્ટ છે..." અર્જુને ફાઈલમાં જોતા કહ્યું.
“હમ્મ"દિલીપે હકારમાં માંથી ધુણવ્યું.
“આ રિપોર્ટ મુજબ, બ્રેઇન હેમરેજના કારણે અવસાન થયું. અને મૃત્યુ પહેલા મોટી માત્રામાં આલ્કોહોલનું સેવન કરેલું હતું."
“એનો મતલબ દ્રાઇવિંગ પરથી કન્ટ્રોલ ગુમાવ્યું હોવાથી એક્સિડેન્ટ થયું હશે."રમેશે પોતાનો તર્ક રજૂ કર્યો.
અર્જુને દિલીપને ઉદ્દેશીને પૂછ્યું,“તમે તપાસ કરી હતી કે પ્રેમ ક્યાં ગયો હતો કે ક્યાંથી આવતો હતો વગેરે....?"
“રાજેસભાઈના જણાવ્યા મુજબ પ્રેમ એક ફ્રેન્ડની પાર્ટીમાં ગયો હતો. એના ફ્રેન્ડનો કોન્ટેકટ કર્યો ત્યાંથી જાણવાં મળ્યું કે પ્રેમ મોડી રાત્રે 12 વાગ્યે ત્યાંથી નીકળ્યો હતો. અને પ્રેમ ખૂબ નશામાં હોવાથી તેના મિત્રએ દ્રાઈવ ન કરવા માટે પણ સૂચવ્યું હતું. છતાં પ્રેમ ત્યાંથી નશામાં ધૂત થઈને કાર લઈને નીકળી ગયો હતો."
થોડીવાર વિચારી અર્જુને અચાનક પૂછ્યું,“આ રાજેશભાઈ કોઈ ગેરકાનૂની કામ કરી શકે કે નહીં?"
“કેમ?, તમને એવો પ્રશ્ન થયો?"દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.
“માત્ર જાણકારી માટે પૂછ્યું."અર્જુને કહ્યું.
“મારી પાસે જે માહિતી છે તે મુજબ તો તેઓ બહુ ઈજ્જતદાર અને ઉદાર વ્યક્તિત્વ ધરાવતા માણસ છે. અને ક્યારેય એમના વિરુદ્ધ કોઈ ફરિયાદ પણ નથી આવી કે કોઈ કેસમાં એમનું નામ માત્ર પણ નથી ઉછલ્યું, એટલે એમના વિશે વધારે તો કઈ કહી ના શકાય."
અર્જુને ખુરશીમાંથી ઊભા થતા કહ્યું,“ok, ધન્યવાદ ઓફિસર તમને મળીને આનંદ થયો. જો કામ પડશે તો બીજીવાર મુલાકાત લેશું."
દિલીપે કહ્યું,“મને પણ, કોઈપણ કામ હોય મને ડાયરેકટ કોલ કરજો હું મારાથી બનતી સહાય કરીશ."
બંનેએ એકબીજાના કોન્ટેકટ નંબર આદાન-પ્રદાન કર્યા.
અર્જુન અને રમેશે ત્યાંથી વિદાય લીધી અને પરત અમદાવાદ બાજુ પ્રયાણ કર્યું.
*******
આ બાજુ રાજેશભાઈએ પોતાના રૂમમાં જઈ, એક સિગારેટ સળગાવી તેંના કસ ખેંચવા લાગ્યા, તેમના ચહેરા પર થોડી ચિંતાનો ભાવ ઉપસી આવ્યો તેમણે મોબાઈલ લઈ એક નંબર ડાઈલ કર્યો. સામેથી કોલ રિસીવ થતા જ રાજેશભાઈ એ કહ્યું,“ ક્યાં છો? આજે ઇન્સપેક્ટર અર્જુન આવ્યો હતો."

સામેના વ્યક્તિની વાત પૂર્ણ થતાં ફરી રાજેશભાઈએ કહ્યું,“મેં પહેલા જ કહ્યું હતું. એક દિવસ આ પ્રોબ્લેમ થશે, અને આ અર્જુન વધારે પડતો જ ચાલક છે. એટલે એની સાવચેતી રાખવી."
સામેના વ્યક્તિએ કઈક જવાબ આપ્યો જેનાથી રાજેસભાઈની ચિંતા થોડીક હળવી થઈ એવું લાગ્યું. અને કહ્યું,“હવે મને આ નંબર પરથી કોલ નઈ કરવાનો, નાહકનો હું પણ ફસાઈ જઈશ, જો અગત્યનું કામ હોય તો p.c.o બુથ પરથી વાત કરી લેજે."
આટલું કહી રાજેશભાઈએ કોલ વિચ્છેદ કર્યો. અને સિગારેટના લાંબા કસ ખેંચતા કઈક મનોમંથન કરી રહ્યા....



(ક્રમશઃ)

આપનો અભિપ્રાય અચૂક આપશો.
આભાર.
વિજય શિહોરા-6353553470