Yaadgaar Pariksha books and stories free download online pdf in Gujarati

યાદગાર પરીક્ષા

નીટ ની પરીક્ષા આવી રહી હતી પટના નાં ઘણાં વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી રહ્યા હતા. પોત પોતાનુ યોગ્ય કેન્દ્ર પણ પસંદ કર્યું. તેમાંની એક વિધાર્થીની હેત્વી ઓનલાઇન ફોર્મ ભરી રહી હતી. તે કેન્દ્ર ના નામ પર પટના ને બદલે પાટણ થઈ ગયું તે તેને ખ્યાલ ન આવ્યો. બીજી બધું સરસ રીતે ફોર્મ ભર્યું.

થોડા દિવસ પછી લેટર આવ્યું. હેત્વી લેટર ખોલી જોવે છે તો ચોકી ઉઠે છે આ શું મારું કેન્દ્ર ગુજરાત ના પાટણ શહેર માં આવ્યું છે. તે દોડતી તેના ટીચર પાસે ગઈ લેટર બતાવ્યો. ટીચર કહે છે ફોર્મ ભરવા મા ભૂલ થઈ હસે પાછળ એ વધુ લખાય ગયો હસે એટલે પટના ની જગ્યાએ પાટણ થઈ ગયું. હવે તો કાંઈ ન થાય. જો તારે પરીક્ષા દેવી હોય તો પાટણ જવું પડશે. હેત્વી નુ ફેમીલી ગુજરાત થી હતું એટલે ગુજરાત વિશે થોડી માહિતી અને થોડું ગુજરાતી ભાષા પણ આવડે. 

હેત્વી ઘરે આવી મમ્મી પપ્પાને વાત તે પણ કહે છે બેટા જો તારે પરીક્ષા આપવી હોય તો જજે પણ અમારી પાસે બહું પૈસા નથી એટલે તારે ટ્રેનમાં જવું પડશે. કોઈ સાથ દેવા વાળુ હોય તો ભલે નહીંતર તારે જાતે જવું પડશે. પપ્પા ટિકિટ ના પૈસા તો છે પણ કોઈ સાથીદાર હોય તો સારું.

બીજે દિવસે સ્કૂલ માં એનાઉન્સ થાય છે જો કોઈ વિદ્યાર્થી ને પાટણ માં નીટ ની પરીક્ષા આપવા જવાનું હોય તે મને ઑફિસ માં આવી મળે. પછી એક છોકરી ટીચર ની ઑફિસ માં જઈ કહ્યું સર મારે ભૂલ થી પટના ની જગ્યાએ પાટણ થઈ ગયું છે. ટીચર હેત્વી ઓફિસ માં બોલાવે છે. હેત્વી અને તે સ્ટુડન્ટ બંને વાત કરી પાટણ જવાનું નક્કી કર્યું. એટલે ટીચરે ઓનલાઇન ટ્રેન ટિકિટ બૂક કરાવી હેત્વી ફોન માં ટિકિટ આવી ગઈ. હેત્વી તેને કહે ટાઇમ પર સ્ટેશને પહોંચી જજે.

હેત્વી ટાઇમ સર સ્ટેશને પહોંચી ગઈ ને પેલી સ્ટુડન્ટ ની રાહ જોઈ રહી હતી. ટ્રેન આવી પણ તે ન આવી. હવે પરીક્ષા દેવા તો જવું તું હેત્વી ને એટલે અંદર પોતાની સીટ પર બેસી ગઈ. ત્યાં એક જુવાન, સુંદર, સુશીલ છોકરો આવી ને ઊભો રહ્યો. ટ્રેન ઉપડી. તેને ફોન આવ્યો હતો એટલે વાત કરી રહ્યો વાત ગુજરાતી માં કરી રહ્યો હતો. એટલે હેત્વી ને લાગ્યું છે તો ગુજરાતી.

તેણે પૂછયું અહીં કોઈ આવે છે આ સીટ રીઝર્વેશન છે. થોડી વાર હેત્વી બોલી નહીં પછી બોલી થોડી વાર માટે બેસી શકો છો. એટલે ગુજરાતી ખાલી સીટ પર બેસી ગયો. તેને કોઈ ફિક્સ સમય ન હતો એટલે તેણે ટિકિટ બૂક કરાવી ન હતી. પણ સ્ટેશન માંથી ટિકિટ લીધી હતી. 

હલ્લો હું ભાવિન તમે??
હલ્લો હું હેત્વી.

પછી ભાવિને વાત કરવાની કોશિશ કરી પણ હેત્વી જવાબ આપી નહીં એટલે ભાવિન બેગ માંથી બૂક કાઢી વાંચવા લાગ્યો. હેત્વી ને તે સ્ટુડન્ટ નો ફોન આવ્યો હું નહીં આવી શકું. મને ઘરે થી મનાઈ આવી છે. હેત્વી કહે ઓકે હું નીકળી ગઈ છું.

બપોર થતાં ભાવિન બે ડિસ જમવાનું લઈ આવ્યો. એક હેત્વી ને આપે છે. હેત્વી ના પાડે છે. પણ ભાવિન કહે છે મારું બિલ કંપની ભોગવે છે તો તું જમી લે. હેત્વી થોડુ જમે છે બાકીનું ફેંકી દે છે. ઉપર જઇ વાંચવા લાગી. ભાવિન મોબાઇલ માં મૂવી જોવા લાગ્યો. સાંજ પડી એટલે હેત્વી નીચે સીટ પર બેસી. 
હેત્વી ભાવિન ને કહ્યું તમે અહીં કેમ?
ગુજરાત મા ક્યાં રહો છો?
એટલે કે હેત્વી બધું પૂછયું.
હું ગુજરાત ના પાટણ શહેરમાં રહું છું. ત્યાં એક કંપની મા નોકરી કરું છું. પટના માં મારા શેઠ ની કંપની છે તો મારે અવાર નવાર આવવાનું થાય.
પણ તમે કઈ બાજુ જાવ છો?
હું પટના ની છું. એક ભૂલ ને કારણે નીટ ની પરીક્ષા પાટણ દેવા જઈ રહી છું.

આમ બંને વાતો કરતા સાંજ પડી. હેત્વી ને ભૂખ લાગી એટલે પર્સ ખોલી ને જુએ તો પર્સ તો ખાલી તે પર્સ માં પૈસા નાંખતા ભૂલી ગઈ હતી. એટલે ભાવિન સામુ જોયું ભાવિન સમજી ગયો ને પૂછયું શું જમીશ. તમને યોગ્ય લાગે તે લાવજો.

ભાવિન બે સોફ્ટ ડ્રિન્ક અને વેફર્સ લાવ્યો. 
હેત્વી કહ્યું રાતે મુસાફરી મા હું થોડુ ખાવ છું તને ન ફાવે તો હું બીજું લઈ આવું. હેત્વી કહ્યું આમ પણ હું બહાર ગઈ હોય ત્યારે ઉપવાસ કરું. બને સાથે નાસ્તો કર્યો. મોડે સુધી વાતો કરી મોડી રાત થઈ એટલે સૂઈ ગયા.

સવાર થયું ભાવિન વેલો જાગી ગયો હતો. હેત્વી જાગી એટલે પાણી ની બોટલ આપી પછી તેના માટે કોલ્ડ કોફી ભાવિન લાવ્યો હતો તે બંને બાજુમાં બેસીને પીધી. હવે બંને એક બીજાની વાતો ગમવા લાગી ખાસ કરીને તો હેત્વી ને. હેત્વી ભાવિન ની વાતોમાં મશગુલ થઈ જાતી. આખો દિવસ બસ વાતો કરી બપોરે જમવાનું પણ ભૂલી ગયા.

ચાર વાગ્યા ભાવિન ના ઘરે થી ફોન આવ્યો બેટા સાંજે તું આવીશ તો હું જમવાનું બનાવું. ભાવિન તેના મમ્મીને કહ્યું હું અને મારી દોસ્ત આવીએ છીએ તું બંને નું બનાવી નાંખજે. હેત્વી પૂછયું ભાવિન હું કેવી રીતે આવું. તું મારી હવે દોસ્ત છે આમ પણ તારા માટે પાટણ નવું છે તું ક્યાં રહીશ અને પાકીટ માં.... એમ બોલ્યો. હેત્વી પર્સ ખોલી હસવા લાગી.

સાંજ સમયે ટ્રેન પાટણ પહોચી. ભાવિન હેત્વી ને ઘરે લઈ ગયો. ભાવિન ના મમ્મીએ સ્વાગત કર્યું ને સારું સારું જમાંડયું. ખૂબ વાતો કરી. જાણે કે હેત્વી ઘર ની મેમ્બર હોય. ભાવિન અને હેત્વી રાતે મોડે સુધી વાતો કરી વાતો મા વાતો મા બંને એક બેડ પર સૂઈ ગયા. રાતે હેત્વી જાગી હતી પણ ભાવિન ની બાજુમાં સારું લાગ્યું એટલે સૂતી રહી.

સવારે ભાવિન જાગીને ફ્રેશ થયો. હેત્વી ને આઠ વાગ્યે ઉઠાડી સરસ મજાનો નાસ્તો કરાવ્યો ને ભાવિન પોતાની બાઇક લઇ તેને નીટ ની પરીક્ષા દેવાની હતી ત્યાં સુધી મુકી આવ્યો. ને હેત્વી ને મોબાઇલ નંબર આપ્યો પેપર પૂરું થાય એટલે ફોન કરજે.

પેપર પૂરું થયું એટલે ફોન કર્યો ભાવિન આવ્યો બંને ઘરે ગયા. સાથે જમ્યા પછી હેત્વી કહ્યું હું સાંજે નીકળુ ઘરે ચિંતા કરતા હસે. ભાવિન મજાક માં બોલ્યો તો તું જા.
હેત્વી ભાવિન ની સામે જોઈ હસી. ટિકિટ ની શું....!!!!

હેત્વી બે દિવસ રોકાઈ જા મારે પાછું પટના જવાનું છે તો સાથે જઈશું. હેત્વી તેના ઘરે ફોન કરી બધી વાત કરે છે તેને પણ ગુજરાતી સાથે વાત કરવાની મજા આવી ને કહ્યું હવે મને ચિંતા નથી મારી દીકરી ભલે રોકાઈ.

બપોર પછી હેત્વી ભાવિન આખું પાટણ બતાવે છે ને તેને એક પટોળુ ગિફ્ટ તરીકે આપ્યું. હેત્વી બહું ખુશ થઈ. હેત્વી કે મારી પાસે વીસ રૂપિયા છે તું પાણી પૂરી ખાઈશ. બને એક ડિસ માં પાણી પુરી ખાધી. સાંજે ઘરે આવ્યા મમ્મીની રસોઈ જમીને રૂમમાં વાતો કરવા લાગ્યા. હેત્વી ભાવિન ની સાવ નજીક બેઠી ધીરે ધીરે તેનું માથું ભાવિન ના ખોળામાં રાખી સૂઈ ગઈ. થોડી વાર પછી ભાવિન જગાડે છે. હેત્વી તેને પકડી સાવ અડીને સૂઈ ગઈ. ભાવિન ને સારું લાગ્યું એટલે તે પણ સુઈ ગયો.

સવારે ભાવિન હેત્વી ને બહાર ફરવા બાઇક પર લઈ ગયો. હેત્વી ભાવિન ને પકડી ને બેસી હતી. ભાવિન સમજી ગયો કે મારા પ્રત્યે ફીલ કરવા લાગી છે. એટલે રમણીય સ્થળ પાસે લઈ ગયો. હેત્વી ને ખુબ ગમ્યું. ભાવિને પૂછ્યું આ રમણીય સ્થળ તને કઈ ફીલ થાય છે. એટલે હેત્વી ભાવિન નો હાથ પકડી તેના દિલ પાસે લઈ ગઈ ને બોલી જો તારા નામ થી કેટલું થડ કે છે. ભાવિન નીચે બેસી હેત્વી હાથ પકડી પ્રપોઝ કરે છે. હેત્વી ભાવિન ની ગળે વળગી રહી. હેત્વી એ ભાવિન ને કિસ કરી. બંનેએ પ્રેમ ભરી આનંદ પળો માણી સાંજ પડી એટલે ઘરે આવ્યો.

જમવાનું ત્યાર હતું ત્રણેય જમી રહ્યા હતા ભાવિન તેના મમ્મીને તેના પ્રેમ ની વાત કરી. મમ્મીને હેત્વી ખુબ ગમી પણ જો તું તેના પાપા પાસે હાથ માંગીશ તો યોગ્ય બાકી તને સારું લાગે તે કર. હેત્વી તેની ઘરે ફોન કરી બધી વાત કરી. તેના પપ્પાએ કહ્યું તને ગમ્યું તે સાચું આમ પણ તારે તેની સાથે જીંદગી જીવવાની છે. ભાવિન ને કહે એક વાર મને મળી જાય.

તે રાતે બને એક બેડ પર બહુ મસ્તી કરી. ખૂબ વાતો કરી. બંને લગ્ન અને ભવિષ્ય વીસે પણ વાત કરતા કરતા સૂઈ ગયા.

સવાર ની ટ્રેન હતી બને ટ્રેન મા સફર કરી પટના પહોંચ્યા. હેત્વી તેનું ઘર બતાવ્યું તેના પપ્પા રાહ જોઈ રહ્યા હતા. ભાવિન પેલા તેને પગે લાગ્યો. ભાવિન થી બધા પ્રભાવિત થયા ભાવિન તેને ખૂબ ગમી ગયો. પછી ભાવિન વાત કરે છે. તમારી દીકરી સાવ મફત માં પરીક્ષા દઈ ને આવી છે. હેત્વી ખાલી પર્સ બતાવે છે બધાં હસી પડ્યા. હેત્વી નાં પપ્પા ભાવિન અને હેત્વી ને બાજુમાં બેસાડી આશીર્વાદ આપ્યા ને હેત્વી નો હાથ ભાવિન ના હાથમાં શોપ છે.
ભાવિન બધાં ની સામે હેત્વી ને આઇ લવ યુ કહ્યું. બધા ઊભા થઈ નાચવા લાગ્યા. ભાવિન હેત્વી ને ઉપાડી નાચવા લાગ્યો.

જીત ગજ્જર