sharam ek bandharan books and stories free download online pdf in Gujarati

શરમ એક બંધારણ

છોડો ને મારે રમવું છે,મને રમવા દો કેમ તમે મને રોકો છો,?મને રમવાનું મન થાય છે .અહહ અહહ રમવું છું,!સવાર ના પાંચ વાગ્યા ના સુમારે ઊંઘની ચરમ સીમાએ પહોંચેલી શીતલ ઊંઘ માં બબળતી હતી. ત્યાં તેના સાસુ વિમલા બહેન આવ્યા અને જોર થી ચિખ્યા. શીતલ....સવાર ના પાંચ વાગ્યા છે ને આ શું! તું ઊંઘ માં બબળે છે.ઉભી થા તને શરમ નથી આવતી,ભર નીંદર માં ઘેરાયેલી શીતલ જ્યાં શરમ શબ્દ સાંભળ્યો ત્યાં એકદમ બેઠી થઇ ગઈ,જાણે કે કોઈએ એને મોત ની સજા સંભળાવી હોઈ ને એવો અહેસાસ થયો,!શીતલ એક શ્વાસે પલંગ પર થી ઉતરી ગઈ અને રસોડા તરફ દોળી ગઈ ! સાસુ વિમલા બહેન વિચાર માં પડી ગયા.. આ નવી વહુ ને અચાનક શું થયું,, કેમ એ ઊંઘ માં બોલે છે,બે ઘડી તો વિમલા બહેન વિચાર તો કર્યો પણ, પછી ભૂલી ગયા અને રોજિંદા કામ માં લાગી ગયા.
શીતલ ના લગ્ન કર્યા ને છ મહિના થયા હશે,! પણ જાણે એને લગ્ન નો કોઈ અહેસાસ જ નહતો, એ તો બસ પોતાની ધૂન માં રહેતી.લાગે કે જાણે એ કૈક શોધી રહી છે, પણ મળતું નથી,! હંમેશા ગુમનામ જ રહેતી પતિ વિજય એને વારંવાર કહેતો કે શું ચિંતા માં છે , કેમ આમ રહે છે. પણ શીતલ એનો કોઈ જવાબ નહતી આપવા માંગતી ! વિજય ને લાગતું કે શીતલ આ લગ્ન થી ખુશ નથી,વિજયે એક દિવસ સમય લઇ ને શીતલ ને પાસે બેસાડી ને વાત કરી!

જો શીતલ આપણા લગ્નના છ મહિના થયા છે, તું જ્યાર થી આ ઘર માં આવીછે , બસ ગુમસુમ જ રહે છે, કેમ આવું કરે છે ? શું તને આ લગ્ન મંજુર નથી? તારી ઈચ્છા ની વિરુદ્ધ આ લગ્ન થયા છે ? વિજય ના શબ્દો સાંભળી શીતલ રડવા લાગી, અને વિજય ની આગોશ માં ઢળી પડી .. વિજય આ જોઈ અચંભીત થઇ ગયો,તેણે શીતલ ને સમજાવતા કહ્યું !!અરે શું થયું કેમ રડવા લાગી મારા શબ્દો થી કઈ ખોટું લાગ્યું.. લે પાણી પી.. વિજયે શીતલ ને પાણી આપ્યું અને શાંત પાડી, પછી કહયુ કે બોલ હવે , શું છે ચિંતા?ત્યારે શીતલે વાત કરી,વિજય હું નાનપણ થી રમવા કુંદવા ની શોખીન છું,મને ફરવા નો શોખ છે પણ મારી ઈચ્છા મારી મરજી મુજબ ની હતીજ નહિ . હું જ્યારે જયારે ,હરવા ફરવા નું વિચારું ગલી ના છોકરા અને છોકરીયો સાથે હસી મજાક કરું ત્યાં તો પાછળ થી અવાજ આવે કે. એય શીતલ શરમ નથી આવતી, તું કઈ નાની છે ! છોકરી ની જાત છે કાલ સવારે તારા લગ્ન કરવા પડશે ! તને કોઈ જોવા આવશે તો અમે શું જવાબ આપશું,! આમ કહી ને લોકો મને વઢતા, અને મારી મોજ મસ્તી ને છીન ભિન્ન કરી નાખતા. મારી શેરી ના તમામ છોકરા ઓ છોકરીયો ને રમતા જોઈ મને પણ રમવા નું મન થાય,! પણ શરમ ની ચિત્કાર મારા કાને સંભળાતી ને હું ઉદાસ થઇ જતી, અને મારી ઈચ્છા ઓ ને મારી ને રહેતી. આજ ના યુગ માં છોકરા છોકરી એક સમાન છે , છતાંય અમે છોકરીયો ને ફક્ત અને ફક્ત લગ્ન ની બીક માં રમવા નહતું મળતું,આજે જયારે આપણા લગ્ન થયા છે ને છતાંય મને એક જ સવાલ સામે મળે છે,કે શરમ નથી આવતી... આ એક શબ્દ મને જીવન વિહોણી કરી નાખે છે મને ક્યાંય ચેન નથી પળતું, હંમેશા એક અહેસાસ મન માં થાય છે કે કાશ હું આ દુનિયા માં આવીજ ના હોત..

વિજયે શીતલ ની વાત સાંભળી ને કહ્યું..! જો શીતલ, તું મુંજાઈશ નહિ આતો સમાજ નું બંધારણ છે,જેને અમુક લોકો માને છે અને અમુક લોકો નથી માનતા. જેમ તારા માઁ બાપ ને થયું કે તું હરદમ હસ્તી બોલતી રહીશ તો કદાચ લોકો ને લાગે કે તું પાગલ હશે અને તારા લગન નહીં થાય ,એની બીક માં તારા માઁ બાપ તને શરમ માં રહેવાનું કહ્યું હશે.. તું ચિંતા ના કરીશ હવે બધું ઠીક થઇ જશે, તારે જે જોઈએ એ તું મારી પાસે માંગી લેજે ,હું તને આપીશ ઠીક છે! ચાલ હસતો.. વિજય ની વાત સાંભળી શીતલ ને થોડો રાહત નો આનંદ થયો શીતલ ને થયું કે હવે હું મારી મરજી ની જિંદગી જીવી શકીશ.

શીતલ હસ્તી ગાતિ પોતાની મસ્તી માં રહેવા લાગી ,અને થયું કે આ શરમ ના બંધારણ થી વિજય એ મુક્તિ અપાવી છે ,હવે હું મારી જિંદગી શાન થી જીવીશ.
પણ કહેવાય છે ને કે શરમ તો સ્ત્રી નું ઘરેણુ છે,જે હરદમ સ્ત્રી ના ચહેરા ઉપર રાખેલું હોઈ છે. જે પિયરયા થકી કે સાસરિયાં થકી સ્ત્રી ને ઓઢવું જ પડે છે,શીતલ ને પોતાની મસ્તી થોડાક દિવસ ની મહેમાન હતી એમ કહીયે તો ચાલે. જે સુખ ની અનુભૂતિ સ્ત્રી ને પિયર માં થાય છે એ સુખ નાતો એને પિયર માં મળ્યું ના સાસરિયાં માં ,શીતલ ની સાસુ વિમલા બહેન સ્વભાવ ના કડક પણ સ્વભાવિક હતા. વિમલા બહેન શીતલ ને રાખે સારું, પણ શીતલ ને તો હરવા ફરવા નું મસ્તી કરવાનું ગમતું, જોકે તે ફકત સપનું જ હતું. વિમલા બહેન શીતલ ને દીકરી ની જેમજ રાખતા અને કહેતા મર્યાદા માં રહેવું લોકો ની વાત નો જવાબ સમય પૂર્વક આપવો! વ્યવહાર સંબંધ જોઈ ને રાખવો,! આવી બધી વાત થી ચેતાવતા.
પણ શીતલ ને તો આ બધું જાણે કેદખાના જેવું લાગતું એમ કહો જે વસ્તુ ની જરૂર હતી એજ વસ્તુ નો ભાવ મોંઘો હતો એવું લાગતું. અને શીતલ પછી ઉદાસી ની ચાદર ઓઢી ને રડવા લાગી,હવે તો શીતલ ને લાગતું કે જીવન તો બસ બૌજ ની પોટલી થઇ ગયું છે. હવે એને ના છુટકે ઉપાડી ને ફરવું જ રહ્યું!
શીતલ ની ઉદાસી ની વાત વિજય ને ખબર પડી કે શીતલ પાછી જૂની વાતો અને વિચારો માં પડી ગઈ છે ,આ બધું જોઈ વિજય ને બૌ દુઃખ થતું અને વિચાર આવતો કે ક્યાંક આ બધી વેદના સહેતી મારી શીતલ ને ખોઈ ના બેસું,!,શીતલ ની ઉદાસી એ વિજય ને વિચાર માં મૂકી દીધો. વિજય કામ ઓછું અને વિચાર વધુ કરતો,આ જોઈ ને વિમલા બહેન ને શક થયો કે જરૂર કૈક વાત છે. વિમલા બહેને શીતલ વહુ ને કહ્યું કે શીતલ. આમાઈ તો, આ આજ કાલ વિજય કેમ ગુમસુમ રહે છે? શું તમારી વચ્ચે કોઈ ઝગડો થયો છે. વિમલા બહેન ની આ વાત સાંભળી શીતલ મુંજવણ માં આવી ગઈ તેણે વિમલા બહેન ને કહ્યું... ના માઁ એવું કઇ નથી થયું, એમ કહી અને પોતાના રૂમ માં ચાલી ગઈ,જયારે વિજય કામ પર થી ઘરે પાછો આવ્યો ત્યારે શીતલે વિજય ને વાત કરી કે, માઁ એ મને પૂછ્યું કે વિજય કેમ ઉદાસ રહે છે,!
વિજય કેમ તમે ઉદાસ રહો છો,? શું કામ માં કોઈ તકલીફ છે,? ત્યારે વિજયે શીતલ ને વાત કરી કે હું તારી ઉદાસી થી ઉદાસ છું ,!હું તારી મુંજવણ ને દૂર નથી કરી શકતો,અને મન માં વિચાર આવે છે કે ક્યાંક હું તને ખોઈ ના બેસું.
એટલું સાંભળતા શીતલ વિજય ની બાહો માં સમાય ગઈ અને કહ્યું!! ના વિજય એવું ના વિચારો હું તમને નહિ છોડું,જે થઇ ગયું એ થઇ ગયું શાયદ મારા નશીબ માં હરવા ફરવા નું કે મસ્તી કરવા નું નહિ લખાયું હોઈ. પણ એથી વિશેષ તમારો પ્રેમ તો છે ને, કોઈ વાંધો નહિ સમય કયારેક આપણો પણ આવશે પહેલા હું એકલી રમવા નું વિચાર તી હતી હવે આપણે બન્ને સાથે મળી ને રમશુ.
શીતલ ની આવી વાત સાંભળી ને વિજય ની જાન માં જાન આવી,વિજયે શીતલ ને બાહો માં લઇ ને ચક્કરડી ફરવા લાગ્યો અને ઊંચા અવાજ બોલ્યો.. શીતલ,,,,,i love u,અને શીતલે શરમાતા વિજય ને ધક્કો માર્યો,અને પાછળ ફરી ગઈ. આ જોઈ વિજયે કહ્યું!!જોયું ને શીતલ,જે શબ્દ થી તું રડવા લાગતી અને મૂંઝવણ માં રહેતી ! આજ એજ શબ્દ "શરમ" એ તને મારી બાહો માં લાવી દીધી,અને તને ખુશી નો અહેસાસ કરાવ્યો,! અરે ગાંડી શરમ તો તમ સ્ત્રી નું ઘરેણુ છે,જો એ ઉતરી જશે તો અમારા જેવા પતિ કરમાઈ જશે,તું આને જાળવી રાખજે, પણ મારા માટે,બાકી કોઈ બીજું ટેંટે કરે તો જવાબ આપજે હો.,..,.,,.,.

(આ વાર્તા માં મેં સ્ત્રી વિષે જે લખ્યું છે એ હકીકત છે દરેક સ્ત્રી નો અધિકાર છે પોતાની ઈચ્છા અનુશાર જિંદગી જીવવા નો પણ એટલી જ મહત્વ ની છે શરમ"જેને જાળવી રાખવા નો પણ હક સ્ત્રી ને જ છે,તમારી શરમ માં પરિવાર ની લાજ છુપાયેલી હોઈ છે જે ભાગ્યેજ કોઈક ને મળે છે,)

? ........દિનેશ પરમાર.....પ્રતીક..?