પ્રેમ કે પ્રતિશોધ - 33

પ્રેમ કે પ્રતિશોધ-33

(સિગારેટના ધુમાડા અને અંધકાર સિવાય એ ખંડમાં કઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. બંને વ્યક્તિઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી.)

“તારી મુર્ખતાના કારણે ક્યારેક હું પણ મુસીબતમાં મુકાઈ જવાનો. જો પકડાઈ ગયો હોત તો?"
થોડીવાર રૂમમાં શાંતિ પ્રસરી વળી ફરી સિગારેટને એશ-ટ્રેમાં પધરાવી તે વ્યક્તિએ કહ્યું,“હવે અહીં શુ કરવા આવ્યો છો તે બોલ, મેં તને કહ્યું હતું ને કે હું જ્યાં સુધી કઈ ના કહું ત્યાં સુધી તું કોલેજ બાજુ કે ક્યાંય પણ જતો નહીં." 
“બીજી વાર આવી ભૂલ નહીં થાય. અને સાહેબે તમને મેસેજ આપવા માટે જ મને મોકલ્યો છે કારણ કે હવે ફોન પર વાત કરવી કદાચ શક્ય નહીં બને."
“એ તો મને પણ ખબર છે કે અર્જુન ચારેતરફ નજર રાખીને બેઠો છે. મેસેજ આપવાનો હતો કઈ?"
“હા એજ કે સાહેબે કીધું છે કે હવે જે કરવું હોય તે જલ્દી કરો. નહીંતર પછી મુશ્કેલીઓ વધતી જશે. ઇન્સ. અર્જુનને ઓછો સમજવાની ભૂલ ન કરજો."
“એવા તો ઘણા અર્જુન આવે અને જાય, એ ક્યારેય આપણાં સુધી નહીં પહોંચી શકે."
“મારે હવે શું કરવાનું છે?"
“બસ, હવે બીજી વખત આમ મને પૂછ્યા વગર ત્રાટકવાનું નથી, અને જો કોઈ કામ હશે તો હું મારી રીતે કોન્ટેકટ કરી લઈશ..."
“અને સાહેબ માટે કોઈ મેસેજ આપવાનો છે." 
“હા એમને કહેજે...."
આમ લગભગ દસેક મિનીટ જેટલા સમય બાદ તે ટેક્ષીમાં હતો તે વ્યક્તિ ત્યાંથી આદેશાનુસાર ત્યાંથી રવાના થયો.
****
“આ તો બહુ ક્ષાતીર દિમાગ વાળો નીકળ્યો સર....",રમેશે કેબિનમાં પ્રવેશતાં કહ્યું.
“કેમ શુ થયું?"
“મેં ટેક્ષીના નંબર નોટ કર્યા હતા GJ01AB1232 પણ RTO ઓફિસે જઈને તેમના ડેટાબેસમાં ચેક કર્યું ત્યાતે ખબર પડી કે આ નંબર તો કોઈ મારુતી સ્વિફ્ટ કારનાં છે. અને એ કારના માલિકનું નામ છે. Mr. પ્રકાશ દવે. અને એ પ્રકાશ દવે એટલે કોલેજના લેક્ચરર. પણ એ ટેક્ષીના નંબર અને પ્રકાશ દવેની કારના નંબર એક થોડા હોઈ શકે.... એટલે કે ટેક્ષીની નંબર પ્લેટ જાણી જોઈને બદલીને નકલી લગાવવા આવી.... શું દિમાગ લગાવ્યો છે. આપણે એક કદમ આગળ વધીએ તો એ આપણાથી ચાર કદમ આગળ નીકળી જાય છે."
અર્જુને થોડીવાર વિચારીને કહ્યું,“હોશિયાર તો છે. પણ વિચારવાનું એ રહ્યું કે તેણે આ કોલેજના પ્રોફેસરની કારના નંબર જ શા માટે લગાવ્યા...."
“એતો કદાચ ખોટા નંબર લગાવવા હોઈ તો ગમે તે નંબર લગાવી શકે અને બને કે અજાણતાં જ એ નંબર અને પ્રો. પ્રકાશની કારના નંબર સાથે મેચ થઈ ગયા હોય..."રમેશે તર્ક રજૂ કરતાં કહ્યું.
અર્જુને રમેશને ટેબલના ખાનામાંથી એક પેપર અને પેન આપતાં કહ્યું,“ એક કામ કર રમેશ તું તને ઠીક લાગે એવા 10 કાર અથવા બાઈક કોઈના પણ નંબર આ પેજ પર લખ."
રમેશે પેજ હાથમાં લઈ ફટાફટ યાદ આવે એ રીતે કાર અને બાઈકના નંબર લખીને પેજ અર્જુનને પરત આપ્યું.
અર્જુને પેનથી ઉપરના પાંચ-છ નંબર ટિક કરતાં કહ્યું,“ જો જોઈએ તે પહેલાં 6 થી 7 નંબર ક્યાં લખ્યા છે."
“સમજાયું સર. તમે મને પેજ પર નંબર લખવાનું કહ્યું એટલે મારા મગજમાં પ્રથમ તો મેં સૌથી વધારે જોયેલાં નંબર જ આવ્યા, એટલે કે આપણા ડિપાર્ટમેન્ટની જીપ અને બાઈકના નંબર લખ્યા, અને પછી બાકીના ત્રણ કે ચાર જે યાદ આવ્યું એ પ્રમાણે...."
“તો એનો મતલબ કે...." અર્જુન આગળ કઈ બોલે તે પહેલાં રમેશે તેને અટકાવ્યો.
અને કહ્યું,“એનો મતલબ કે જેણે પણ પ્રો. પ્રકાશની કારના નંબરની નકલ કરી છે. તો સંભવત તેની નજર સામે એજ કાર સૌથી વધારે સમય આવી હશે..."
“એટલે કે જે પણ આ બધી પ્લાનિંગ કરે છે તે અવારનવાર કોલેજની મુલાકાત પણ લેતો હશે અથવા છુપી રીતે કોલેજમાં નજર પણ રાખતો હશે..."
“તો આપણે ત્યાં જઈને જ તપાસ અથવા પૂછતાછ કરીએ."
“ના રમેશ, આપણે શું કામ તેનાથી બે કદમ પાછળ છીએ તને ખબર છે?"
રમેશે નકારમાં માથું ધુણવ્યું.
“કેમ કે આપણી તપાસ કેટલી આગળ વધી છે એ બધી માહિતી કોઈને કોઈ રીતે તેની પાસે પહોંચી જાય છે. મતલબ કે કોઈ કોલેજનો જ વ્યક્તિ આમાં ઇનવોલ્ડ હોઈ એવુ બને. એટલે હવે આપણે કોઈને પણ આગળ શું કરવાનું છે તેની માહિતી આપ્યા વગર જ કામ કરવાનું છે."
“સર, તમારી આ ગોળ ગોળ વાત મારા ગળે નહીં ઉતરે એટલે સમજાય એ રીતે કહો ને..."
“આપણે જ્યારથી નિખિલને પ્રોટેક્શન આપ્યું છે. ત્યારબાદ કોઈ ઘટના બની નથી, આ ટેક્ષી ત્યાં આવી એ સિવાય બરાબર."
“હમ્મ..."
“તો એનો મતલબ કે આ બધી જાણકારી કોઈને કોઈ મારફતે પેલા ખૂની સુધી પહોંચી ગઈ હશે."
“હવે સમજાય ગયું."રમેશે થોડું વિચારીને કહ્યું.
“શું?"
“તમે એમ જ કહેવા માંગો છો કે તમે આ નિખિલના પ્રોટેક્શન વાળી વાત માત્ર તેના ફ્રેન્ડ સર્કલમાં જ કરી હતી. એનો મતલબ કે એના ફ્રેન્ડ સર્કલમાંથી જ કોઈ....."
“કેમ અટકી ગયો."અર્જુને કહ્યું.
“કારણ કે અત્યાર સુધી વિનય અથવા એનો કોઈ પણ ફ્રેન્ડ આ ખૂનીની મદદ કરતો હોય એવો એક પણ પુરાવો કે સાબિતી આપણે મળી નહીં.."
અર્જુન આગળ કંઈક બોલવા જતો હતો ત્યાં મોબાઈલની રિંગ વાગી ફોન હાથમાં લઈ જોયું તો દીનેશનો કોલ આવી રહ્યો હતો. દીનેશે કંઈક નવી માહિતી આપવા જ કોલ કર્યો હશે એમ વિચારી અર્જુને કોલ રિસીવ કરી સ્પીકર મોડ ઓન કર્યું.
“હેલ્લો સર."સામેથી દીનેશનો પરિચિત અવાજ સંભળાયો.
“હા, બોલ કઈ નવી માહિતી...."
“હા સર તમને વિશ્વાસ નહીં આવે એવી લિંક મળી છે."
“એતો તારા અવાજ પરથી જ ખબર પડે છે કે કંઈક મહત્વની જાણકારી હાથ લાગી છે."રમેશે વચ્ચે ટાપસી પૂરતાં કહ્યું.
“અહીં સિગ્મા વોચનું એક શોરૂમ છે. ત્યાં મેં તેમના ગ્રાહકોની લિસ્ટ ચેક કરી તો એક પરિચિત નામ સામે આવ્યું છે."
“કોણ?"રમેશે આતુરતાથી પૂછ્યું.

(ક્રમશઃ)***

Rate & Review

Verified icon

RAJENDRA 2 months ago

Verified icon

Sandip Dudani 2 months ago

Verified icon

Umesh Donga 3 months ago

Verified icon

ATULCHADANIYA 3 months ago

Verified icon

name 3 months ago