Puraskaar books and stories free download online pdf in Gujarati

પુરસ્કાર

" પુરસ્કાર " " પુરસ્કાર " .......... વ્હાલા વિદ્યાર્થીઓ, આજે આપણા ધોરણ ૯ ના ક્લાસમાં આપણાં સ્કુલ ના આચાર્ય શ્રી આવેલા છે.આજ થી છ મહિના પહેલા આચાર્ય શ્રી ની સુચના થી ધોરણ નવ ના આપણા ક્લાસમાં જે હોનહાર અને હોશિયાર , શાંત વિદ્યાર્થી હોય તેવા બે નામો ની માહિતી આપવા માટે જણાવેલું હતું.તેથી મેં બીજા સાહેબો સાથે ચર્ચા વિચારણા કરી નક્કી કર્યું કે ગુણવત્તા ના ધોરણે આવા બે વિદ્યાર્થીઓ પસંદ કરવા.હવે એ આજ નો દિવસ આવી ગયો છે.પહેલા આપણે આપણા આચાર્ય શ્રી નું સન્માન કરીશું." આ સાંભળી ને ક્લાસ ના વિદ્યાર્થીઓ એ તાલીઓ થી આ જાહેરાત ને વધાવી લીધી.... ક્લાસ ટીચરે આચાર્ય શ્રી ને ફુલહાર પહેરાવી સન્માન કર્યું.પછી..... ક્લાસ ટીચર બોલ્યા," આપણા ક્લાસ ના મોનીટર ,અન્ય વિદ્યાર્થીઓ તેમજ બીજા શિક્ષકો નો અભિપ્રાય લઈ ને આજે આપણા ક્લાસ ના બે વિદ્યાર્થીઓ ના નામ ની પસંદગી થઈ છે . હવે આપણા આચાર્ય એ બે નામ જાહેર કરશે અને તેમને એક ગીફ્ટ, પુરસ્કાર આપવામાં આવશે."... ક્લાસ ના બધા વિદ્યાર્થીઓ એ આ સાંભળી ને તાલીઓ પાડી.... અને દરેક વિદ્યાર્થી ના મુખ પર પોતાનું નામ જાહેર કરશે કે કેમ?? તે આતુરતા જોવા મલતી હતી.. વિદ્યાર્થીઓ એકબીજા સાથે કોણ હશે તેનું અનુમાન કરવા લાગ્યા.ક્લાસ માં અવાજ વધુ થવા થી ક્લાસ ટીચરે વિદ્યાર્થીઓ ને શાંત રહેવા જણાવ્યું.. અને.... ક્લાસ ટીચરે આચાર્ય ને એક કવર આપ્યું જેમાં બે નામ લખેલો કાગળ હતો...... અને આચાર્ય બોલ્યા," વ્હાલા વિદ્યાર્થીઓ, આજે આપણી શાળામાં આ એક પ્રયોગ રૂપે ધોરણ નવ ના ક્લાસ ને પસંદ કરવામાં આવ્યો છે.જે હોશિયાર, હોનહાર અને શાંત , સ્વભાવ વાળો વિદ્યાર્થી હોય તેવા બે નામો પસંદ કરવામાં આવનાર છે...આ પ્રયોગ થી વિદ્યાર્થીઓને ના સ્વ વિકાસ અને શિસ્ત માં સુધારો આવશે.".. આ સાંભળી ને વિદ્યાર્થીઓ ખુશ થયા... અને બધા ની આતુરતા નો હવે અંત આવવાનો હતો. આચાર્ય બોલ્યા," જે બે નામ શિક્ષકો અને વર્ગ શિક્ષક ની સહમતી થી પસંદ થયા છે તેમાં બીજા ક્રમાંકે નામ છે બલરામ અગ્રવાલ." બલરામ નું નામ આવતાં ખુશ થઈ ને બલરામ આચાર્ય પાસે આવી ને વંદન કર્યા.અને આચાર્યે એને પુરસ્કાર રૂપે પાર્કર પેન નો સેટ આપ્યો.આ સાથે ક્લાસ ના વિદ્યાર્થીઓ એ તાલીઓ પાડી ને ખુશી વ્યક્ત કરી......" અને પ્રથમ ક્રમાંકે પસંદગી પામે છે..આ ક્લાસ નો ..અશોક જોષી..." આચાર્ય ખુશ થઈ ને બોલ્યા...આ સાંભળી ને વિદ્યાર્થીઓ એ તાલીઓ ના ગડગડાટ કરી આ પસંદગી ને વધાવી લીધી....બધા વિદ્યાર્થીઓ ની નજર હવે અશોક જોષી તરફ ગઈ.અશોક નું મુખ ગમગીન હતું ...તે ધીમે ધીમે આચાર્ય પાસે આવ્યો.અને વર્ગ શિક્ષક અને આચાર્ય ને વંદન કર્યા...આચાર્ય અશોક જોષી ને જોઈ ને ગમગીન થયા.. કારણકે અશોક જોષી ના માથું બોડા જેવું લાગતું હતું.થોડા થોડા ઝીણા વાળ હતા. આચાર્યે વર્ગ શિક્ષક ને કારણ પુછ્યું.વર્ગ શિક્ષકે કહ્યું.આજ થી એક મહિના પહેલાં નવરાત્રી માં અશોક ના ઘર માં ઈલેક્ટ્રીક શોટ સર્કીટ થવા થી તેઓ જે ભાડે ના મકાન માં રહેતા હતા તેમાં આગ લાગી.અને આ આગ માં અશોક ના માતાજી નું કરૂણ મૃત્યુ થયું..આ આગ માં ઘર ની બધી સર સામગ્રી સળગી ગઈ હતી.".. આ સાંભળી ને આચાર્ય ના આંખ માં થી આંસુ આવી ગયાં.. અને અશોક જોષી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.. આચાર્યે તેને માંડ માંડ શાંત રાખી ને.. શાળા તરફથી જરૂરી બધા પુસ્તકો અને અભ્યાસ ને લગતી તમામ મદદો કરવાની બાંહેધરી આપી... અને આચાર્યે અશોક ને તેનો પુરસ્કાર પાર્કર પેન નો સેટ આપ્યો.....ક્લાસ માં બેસેલા તમામે તાલીઓ થી અશોક નું સન્માન કર્યું.......@ કૌશિક દવે