Lukho prem in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | લુખો પ્રેમ 

Featured Books
Categories
Share

લુખો પ્રેમ 

સુપર માર્કેટ માં આવેલો હરેશભાઈ નો જવેલર્સ નો શો રૂમ શહેર માં ખૂબ પ્રચલિત અને નામચીન હતો. ખૂબ કાળજી રાખતા ગ્રાહકો પ્રત્યે હરેશભાઈ. તેની મીઠી બોલી અને આદરભાવ થી ગ્રાહક ક્યારેય પાછો ન જતો. શો રૂમ સારો સાલે ઘર પણ સારું દુઃખ એક વાતનું હતું તેનો નીકમો દિકરો સમીર નું. કોલેજ તો પૂરી કરી હતી પણ પપ્પા નો શો રૂમ સંભાળવા તેને મજા ન આવતી અને બહુ હરેશભાઈ બહું ફોર્સ કરે તો આવે પણ તેના વર્તન થી ગ્રાહક જતાં રહેતા એટલે હરેશભાઈ નાલાયક કહી ઠપકો આપતા. સમીર નારાજ થઈ ત્યાં થી નીકાળી જતો.

સમીર નું આવું વર્તન થી હરેશભાઈ તેને ફૂટી કોડી પણ આપતા નહી એટલે ભાઈ લુખો રહેતો તો ક્યારેક દોસ્ત પાસે થી પૈસા મળી જાય તો મોજ મસ્તી માં પૂરા કરી નાખતો પણ આખરે તો તે લુખો રહેતો. હવે તે નવી જોબ કરવા જોબ ગોતી રહ્યો હતો.

સવારે બાઇક લઇ જઇ રહ્યો હતો ત્યાં બાઇક માં પેટ્રોલ ખત્મ થઈ ગયું. સાઈડ માં બાઇક પાર્ક કરી બાઇક પર બેસી ફ્રેન્ડ ને પૈસા માટે ફોન કરવા લાગ્યો. ત્યા તેની નજર રોડ પર પડી એક સો રૂપિયા ની નોટ નજરે પડી. તે લેવા ગયો ત્યાં એક છોકરી પણ તેને સો ની નોટ લીધી પણ બંનેએ સાથે નોટ ઉપાડી. પેલા રક જક કરી પણ નોટ બીજાની હતી. એક સાથે જોઈ અને સાથે ઉઠાવી એટલે નકકી કર્યું બંને પચાસ પચાસ ભાગ કરી લે.

હવે વાપરવી કેમ તે વાત કરવા લાગ્યા. બંને ને પૈસાની જરૂર હતી પણ ભૂખ લાગી હતી એટલે નકકી કર્યું એક એક વડાપાઉ ખાઈ. બને ખાઈ ને બાકીના પૈસાનો ભાગ પાડી જુદા પડી ગયા.

સાંજે એક ફ્રેન્ડ સાથે જોબ માટે વાત કરે છે તે સવારે આવી જજે મારી ત્યાં. સમીર ખુબ રાજી થયો ને સવાર પડે તેની રાહ જોઈ રહ્યો.

સવારે તે ફ્રેન્ડ ની મોબાઇલ શોપ માં જઈ જોબ પર લાગી જાય છે. તેનો ફ્રેન્ડ બધું સમજાવી દે છે ને પગાર પણ નક્કી કરી નાખે છે. પહેલો દિવસ સરસ રીતે પસાર કર્યો.

બીજે દિવસે સમીર મોબાઇલ શોપ પર હતો ત્યાં એક કસ્ટમર આવી ને સમીર ને કહ્યું આ ફોન અહીંથી લીધો છે હવે તે નથી સાલી રહ્યો. સમીર સામે જોયું તો તે છોકરી હતી. સમીર તેનો ફોન બાજુમાં રીપેર કરનાર ને બતાવે છે તે બે દિવસ નોં ટાઇમ કહે છે. સમીર ફોર્મ ભર્યું તેમાં તે છોકરીએ તેનું નામ માનસી લખાવયુ. પણ માનસી એ કહ્યુ હું ફોન વગર શું કરીશ. સમીર તેને સાદો ફોન આપે છે ને તેનો નંબર આપે છે. ફોન કરી ને તમારો ફોન લઈ જજો તેવું સમીર કહ્યું. માનસી ત્યાં થી નીકાળી ગઈ.

બીજે દિવસે માનસી ફોન કરી સમીર ને ફોન વીસે પૂછે છે. ત્યારે સમીર તેને પેલી મુલાકાત યાદ કરાવે છે. બંને હસે છે. ફરી વડાપાઉ સાથે ખાવાનું કહે છે. સમીર હાં પાડી કાલ નું કહે છે. થોડી વાતો કરી ફોન મૂકી દીધો.

વડાપાઉ ખાવાનો સમય થયો એટલે માનસી ને ફોન કર્યો. માનસી દસ મિનિટ મા આવી વડાપાઉ લઈ એક ગાર્ડન માં બેસી ને ખાય છે. બને લુખા હતા એટલે લુખી વાતો કરી બંને હસ્યા ને હાથ મિલાવી મિત્ર થઈ ગયા ને ફરી મળીશું નો વાયદો કરી બંને છૂટા પડ્યા.

બીજે દિવસે માનસી સમીર ને ફોન કરી પૂછે છે મારો ફોન રીપેર થઈ ગયો. સમીર હા પાડે છે. માનસી તેને કેટલા રૂપિયા થયા તે કહ્યું તો ત્રણ સો રૂપિયા થયા છે તું આવી ને લઈ જજે. તે દિવસે સાંજે પડી પણ માનસી આવી નહીં એટલે સમીર તેને વડાપાઉ ખાવા માટે બોલાવે છે. તે આવે છે ને વડાપાઉ લઈ ગાર્ડન માં બેસે છે. ત્યારે સમીર ન આવવાનું કારણ પૂછ્યું. માનસી બોલી મારી પાસે ફૂટી કોડી પણ નથી ને હું ફોન કેવી રીતે લેવા આવું. સમીર તેને કહ્યું તું લઈ જજે હું આપી દઈશ તારી પાસે થાય ત્યારે આપજે. 'આપણે બંને લુખા'. શબ્દો વાપરી ખુબ હસ્યા. માનસી એટલી હસી કે સમીર ના ગોદમાં પડી ને જોર જોર થી હસવા લાગી. સિરિયસ થઈ ગળે વળગી છૂટા પડ્યા.

પછી સમીર બીજા દિવસે માનસી નો ફોન લઈ તેના વડાપાઉ ના સમય પ્રમાણે તે ગાર્ડન માં મળ્યા. પેલા સમીર ફોન આપે છે. માનસી ખુશ થઈ ગળે વળગી થેન્ક કહી ગાલ પર કિસ કરી. સમીર પણ તેને કિસ કરી પ્યાર નો એકરાર કર્યો. બાજુ બાજુમાં બેસી સમીર વાત કરે છે. મેં જોબ છોડી દીધી છે. તારા ફોન મારાથી તૂટી ગયો હતો એટલે ફોન તો મને આપ્યો પણ રજા આપી દીધી. થોડું માનસી ને લાગ્યું. બને ગળે વળગી રહ્યા માનસી બોલી "આપણે તો લુખા ને લુખા રહ્યા "કહી હસવા લાગ્યા.

 જીત ગજ્જર