Malelo prem (End) in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | મળેલો પ્રેમ - અંત

મળેલો પ્રેમ - અંત

મેંન હાઈવે પર રાહુલ તેની બાઈક, એક સો વિસ કિમિ ની ઝડપે ચલાવી રહ્યો હતો. પાછળ સફેદ રંગ ની એક સ્વિફ્ટ તેમનો પીછો કરી રહી હતી. રાહુલ ઓવરટેક પર ઓવેરટેક કરી રહ્યો હતો. કાર ની ઝડપ પણ વધી રહી હતી. રાહુલ એ ફરી લીવર ઘુમાવ્યો. એક સો ને ચાળીશ ની ઝડપે બાઈક જઈ રહી હતી. આંખો માંથી પણી વહી રહ્યા હતા. પાછળ આવી રહેલી કાર પણ, તેના જોરમાં હતી. આ ચેસ એક ગામમાં જઈ પહોંચી. રાહુલ બાઈક ને છેક, પહાડો સુંધી લઈ ગયો. રાહુલ ની સ્પીડ ધીમી થવાનું નામ નહોતી લઈ રહી. અંતે એક ખાઈ આવતા ની સાથે જ, મહામહેનતે રાહુલ એ બાઈક રોકી. પાછળ આવી રહેલી કાર પણ ઉભી રહી. હવે, રાહુલ ની સામે તેના જીવના દુશ્મનો ઉભા હતા.

"કહ્યું હતું ને? કે, મારી છોકરી ની આસપાસ પણ ન દેખાતો! અંજામ બહુત બુરા હોગા. પરંતુ, તને સમજાય જ ક્યાં છે? તારે તોહ, ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન કરવા હતા. તને શું લાગ્યું? હું માની જઈશ? તને શું લાગ્યું? હું તને છોડી દઈશ? તને શું લાગ્યું? ચલ રહેવા દે. ફરીવાર તક આપું છું. તું પણ મને જીંદગીભર યાદ કરીશ. એય! આ શ્રુતિ નું તા કંઈક કરવું પડશે."


"કેમ? ડરી ગયા? આ તમારી તક, તમારી પાસે જ રાખજો! હજું અમે હાર્યા નથી. તમે પણ જીત્યા નથી. આ રમત આમ જ ચાલતી રહેશે. પરંતુ, ફર્ક એટલો હશે કે, આ રમતમાં હવે હું નહીં હોઉં."

"રાહુલ! આ તું શું બોલી રહ્યો છે?" શ્રુતિ એ પ્રશ્ન કર્યો.

"હા સાચું જ કહું છું. આ લડાઈમાં આપણે હાર્યા નથી. પરંતુ, તું જીવે! તું તારી જીંદગી માળી શકે! માટે જ હું મોત ને ભેટવા જઈ રહ્યો છું. હું કંઈ હારી નથી જવાનો. મારી લીધે તું તારી જીંદગી ન બગાડ. તને મારાથીય સારો મળી જશે."

"રાહુલ! ના હું પણ તારી સાથે જ આવીશ. આ દુનિયામાં તારા વગર હું કેમ જીવી શકું? મરીશું તો ભેગા જ. અરે, પ્રેમ પણ સાથે જ કર્યો છે. તોહ, સાથે જ મરવાનું છે.""એય! આ શું? મરવું છે! મરવું છે! ની ધૂન કરી રહ્યા છો? રાહુલ ભલે ને જતો. પરંતુ, શ્રુતિ! બેટા! તારે? તારે શા માટે જવું છે? એ ભલે ને જતો. પરંતુ, આ લગ્ન માટે ની પરવાનગી હું નહીં આપું. એય! વિક્રમ જરા પકડી લાય શ્રુતિ ને."

આમ, કહી સરપંચ કારમાં બેસી ગયા. અને આ તરફ વિક્રમ શ્રુતિ તરફ આગળ વધી રહ્યો હતો. રાહુલના પિતા આ પરિસ્થિતિ સમજી ચુક્યા હતા. તેમને પસ્તાવો થઈ રહ્યો હતો. પરંતુ, હવે ઘણો લેટ થઈ ગયો હતો.

"રાહુલ! આ સમાજ આપણે જીવતા જીવવા નહીં દે. પરંતુ, સાથે મરી તોહ, શકીએ ને? તને મારી કશમ છે. ચાલ, આપણી એક નવી જ દુનિયા વસાવીએ."

આમ, વિક્રમ શ્રુતિ ને પકડે! એ પહેલાં જ બંને ખાઈમાં કુદી ગયા. રાહુલના પિતા, વિક્રમ, સરપંચ અને રાહુલના કાકા. આ લોકો આ દ્રશ્ય જોઈ જ રહ્યા. તેમની આંખો માં ડર દેખાઈ રહ્યો હતો. તેમની આંખો માં ઉદાસી દેખાઈ રહી હતી. તેમના મનમાં ક્યાંક પસ્તાવો છુપાયેલો હતો. આ સમાજ ની ઊંચ-નીચ ને કારણે બે પ્રેમીઓ મળી ન શક્યા. પરંતુ, બંને પ્રેમી ખરેખર તો મળ્યા જ હતા. કદાચ, આ વાત આ બંને પરિવાર જાણતા નહોતા. કદાચ આ વાત સમાજ ને જાણવી જોઈએ. પરંતુ, ઈટ્સ ટુ લેટ નાઉ. સરપંચ એકલા પડી ગયા. અંતે તેમણે તેમની ભૂલ સમજી. આવું બીજા કોઈ સાથે ન થાય, એ માટે સરપંચ એ નવી સંસ્થા ખોલી હતી. આ સંસ્થા બે પરિવારોને સાથે લાવી અને, તેમને આ વિશે સમજણ આપે છે, જાણકારી આપે છે, પ્રેમ નું મહત્વ સમજાવે છે. અને આ સંસ્થા આજ સુધી માં, હજારો પ્રેમીઓ ને સાથે લાવી હતી. અને માટે જ આ સંસ્થા નું નામ મળેલા પ્રેમ! રાખવામાં આવ્યું હતું.

"ઓહ, આણદા ભાઈ! આવો.. આવો.. શું કહો છો? આજે, એક વર્ષ થયો. બંને પ્રેમીઓ મળ્યા. બસ આજે કેક કટિંગ કરીએ. ગામ જમળવાર રાખીએ. કારણ કે, જીવતે જો આ કર્યું હોત તોહ, કદાચ મારી દીકરી આજે મારી સાથે હોત. પરંતુ, એના ગયા બાદ, મને પ્રેમનું મહત્વ સમજાયું. બસ! તેમની આત્માઓ ને ખુશી મળે. માટે જ, મળેલા પ્રેમ! સંસ્થા ખોલી છે."


આ તરફ કાનજી તેના મિત્રને યાદ કરી રહ્યો હતો. મનોમન વિચારી રહ્યો હતો કે, 'ક્યાં મારો એ નટખટ મિત્ર? અને ક્યાં આ સમજદાર યુવાન? બંનેએ દોસ્તી એટલી જ નિભાવી. પરંતુ, આ યુવાન પ્રેમીઓ માટે એક ઉદાહરણ બની ગયો. પ્રેમ હોય તો આવો. શ્રુતિ એ કંઈ કમ નહોતી. એણે પણ રાહુલનો સાથ ન છોડ્યો. અને હા! એ ઘટના પહેલા જે પ્રોમિશ કર્યો હતો. રાહુલીયા! તું બેસ્ટ છે યાર! યુ નો વોટ? તે મારો લવ શોધી કાઢ્યો. વિધિ ને મનાવી અને મારો પ્રેમ પુર્ણ થયો. યાર યુ આર ગ્રેટ! આજે મારી બધી જ ઈંગ્લીશ કાઢી નાખું. બિકોઝ આઈ લવ ઈંગ્લીશ. બટ એના કરતા પણ વધારે તને. આ લાગણીઓને જોખી ન શકાય. પરંતુ, મિસ યુ યાર!"

આમ, રાહુલ ને યાદ કર્યા બાદ, કાનજી ની આંખોમાં આંશુ હતા. અને એ લુંછવા માટે, તેની સાથે વિધિ હતી. બે પ્રેમ મળી ગયા હતા. ભલે, બીજી દુનિયામાં પરંતુ, મળ્યા હતા.

ક્રમશઃ