The tea house - 3 books and stories free download online pdf in Gujarati

ધી ટી હાઉસ - 3

"બીજી ઘટના આજેય પણ યાદ છે. ગામ વાસીઓ આ ઘટનાઓ ના લીધે પરેશાન હતા. તેમને ડર પણ લાગી રહ્યો હતો. હવે કોનો વારો હતો? એ કોઈ પણ નહોતું જાણતું. એ દિવસે જીગર બાઈક લઈ અને ગામ તરફ આવી રહ્યો હતો. કોઈ વાદળી રંગ ની સાડી પહેરેલી યુવાન સ્ત્રી ત્યાં ઉભી હતી. કદાચ, એ કોઈ ની રાહ જોઈ રહી હતી. તેણે જીગર પાસે લિફ્ટ માંગી. જીગર જુવાન ખૂન હતો. માત્ર ત્રેવીસ નો જ હતો. માટે, તેણે આ તક છોડી નહીં. તેણે એ સ્ત્રી ને લિફ્ટ આપી. બંને ગામ સુંધી અંદર આવી ગયા હતા. ગામના પાદરે ચર્ચાઓ થઈ રહી હતી. સરપંચ એ મિટિંગ બોલાવી હતી. જીગર ને એક અજાણ સ્ત્રી સાથે જોઈ, બધા આશ્ચર્યમાં પડી ગયા. અચાનક એ સ્ત્રી ગાયબ થઈ ગઈ. આ જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને અચાનક જીગર ની બાઈકે કંટ્રોલ ખોયો. જીગર બાઈક પર થી કુદી ગયો. પરંતુ, બાઈક તેના માથા પર થી ચાલી ગઈ. માથા માં નો બધો જ પોપચો બહાર આવી ગયો હતો." ભગત એ કહ્યું.


"પરંતુ, તેણે એ સ્ત્રી ને લિફ્ટ આપી હશે એવું કેમ કહી શકાય? કદાચ, એ શહેર થી જ તેની સાથે હોય. અથવા તેની કોઈ મિત્ર હોય." સુનિલ
એ કહ્યું.


"સારો સવાલ છે. પરંતુ, એ સ્ત્રી ને લિફ્ટ આપ્યા બાદ, તેની માતા એ જીગર સાથે વાત કરી હતી. તેની માતાનો ફોન આવ્યો. જીગર એ ફોન ઉપાડ્યો. પાછળ થી એ સ્ત્રી કંઈક બોલી હતી. એ અવાજ સાંભળી, તેની માતા એ જીગર ને આ અંગે પૂછતાછ કરી. જીગર એ સ્ત્રી ને લિફ્ટ આપ્યા ની વાત કબૂલી. બંને વરચે ઝગડો થવા લાગ્યો. તેની માતા કહી રહી હતી કે, અહીં ગામમાં ઘટનાઓ બની રહી છે ને, તું અજાણ સ્ત્રી લિફ્ટ આપી રહ્યો છે? લિફ્ટની જગ્યાએ તેણે બીજો કોઈક, શબ્દ વાપર્યો હશે. પરંતુ, આ પ્રશ્નનો ઉત્તર આપતા તેણે માં ને, આ મેટરમાં નહીં પડવાની સલાહ કરી. પરંતુ, તેની માં બોલતી જ રહી. જીગર ગુસ્સામાં હતો. એ ગામ તરફ વળ્યો. ગામ વાસીઓ મિટિંગમાં હતા. અને ત્યારબાદ આ ઘટના બની. જીગર ત્યાં જ મૃત્યુ પામ્યો. અને જીગર પણ એ યોજનામાં સામેલ હતો. જીગર એ જ લખા ના, શરીરના ટુકડા કરવાની સલાહ આપી હતી."


"પરંતુ, આ ઘટનાઓ બાદ, કોઈએ લખા ને રોકવાનો પ્રયત્ન ન કર્યો?" સુનિલ એ પ્રશ્ન કર્યો.


"દીકરા! કર્યો હતો. પ્રયત્ન કર્યો હતો. અને એ થોડા સમય માટે કામ પણ આવ્યો હતો. હું અને કેટલાક સંતો સાથે જંગલમાં ગયા હતા. અમાશ ની રાત હતી. અમે, ટી હાઉસ પાસે જઈ, મંત્રોચ્ચાર કર્યા. લખા ની આત્મા વસમાં નહોતી આવી રહી. એ તાકતવર આત્મા હતી. તેની સાથે ખોટું થયું હતું. તોહ, જાહેર જ હતું કે, એ આત્મા બદલો લેવા આવી છે. અને કોઈની આત્મા ને, ઠેસ પહોંચે એટલે કામ તમામ. એ સર્વ શક્તિમાન અને ઉગ્ર બની જતી હોય છે. બે કલાક મથ્યા બાદ, અમે તેની આત્મા ને વસમાં કરી. તેને અહીંથી ચાલ્યા જવા માટે કહ્યું. તેની આત્મા ને કેદ કરવાનો વિચાર હતો. અને અમે, એ કાર્યમાં સફળ રહ્યા. એની આત્માને એક બોટલમાં કેદ કરી હતી. અને એ બોટલ પાણી માં ફેંકી દીધી હતી. પરંતુ, ખબર નહીં કઈ રીતે? પણ એ બોટલ કોઈના હાથમાં લાગી ગઈ હતી. અને એ બોટલ ખોલતા જ, તેની આત્મા મુક્ત થઈ ગઈ."


"તોહ, એ બોટલ કોણે ખોલી હતી? એ વાત આજ સુધી ખબર નથી પડી?"


"ના! હશે કોઈ. આપણાં જાનનો દુશ્મન."


"પછીની ઘટના વિશે જણાવો ભગત કાકા!"


"તોહ, થયું એમ હતું કે, આગળ સંજય ના પિતાનો વારો આવ્યો. અમે ખુશ હતા કે, અમે આત્મા ને કેદ કરી હતી. પરંતુ, એ બોટલ કોઈએ ખોલી નાખી. એ વિશે અમે નહોતા જાણતા. ભીમજી જંગલ ના રસ્તે થી આવી રહ્યો હતો. એ આ વાત થી અજાણ-" ભગત વાક્ય પૂરું કરે એ પહેલાં, જ બોલાવો આવી ગયો હતો. કોઈ સ્ત્રી નું બાળક માંદુ હતું. અને એ સ્ત્રી ભગત પાસે ઈલાજ કરાવવા આવી હતી. ભગત આયુર્વેદ જાણતા હતા. આમ, તેમણે ત્યાં થી વિદાઈ લેવા નો નિર્ણય કર્યો.


"સુનિલ! હવે, સાંજે વાત. મારા ઘરે આવજે, આપણે આ વિશે વાતો કરીશું." આમ, કહી ભગત એ વિદાઈ લીધી.

કોઈ વ્યક્તિ પર તેની જ બાઈક ચડી જાય એ શક્ય છે? કારણ કે, એ બાઈક આગળ જઈ અને રિવર્સ ફરી હતી. તેની પુરી તાકતે એ જીગરના માથા પર થી નીકળી ગઈ. અને જીગર નું માથું ફાટી ગયું. મગજ ના પોપચાં આમ તેમ ઉડ્યા. જીગર ની રાડ નીકળી ગઈ. તે ત્યાં જ મૃત્યુ પામ્યો. શું થવાનું છે આગળ? ભીમજી ભાઈ ની હત્યા કઈ રીતે થઈ હતી? આ બધું જ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ