The Tea House - 6 books and stories free download online pdf in Gujarati

ધી ટી હાઉસ - 6

"મેપા કાકા! ફરીવાર તેની આત્માને કેદ કરી શકાય? એક વખત ફરી પ્રયાસ કરી અને, જોઈ લેવામાં શું ખોટું છે?" સુનિલ એ કહ્યું.



"દીકરા! હવે કદાચ, એ પણ શક્ય નથી. એક વખત આ પ્રયાસ કરી જોયો. એ પ્રયાસ માં અમે સફળ પણ થયા. અને તેની આત્મા ફરી મુક્ત થઈ ગઈ. પરંતુ, બીજી વખત? ના આ વખત તેની આત્મા ચેતી ગઈ હશે. તેની શક્તિઓમાં પણ વધારો થઈ ગયો હશે. પરંતુ, પ્રયાસ કરી જોવામાય શું ખોટું? આજે રાત્રે જ પ્રયાસ કરી જોઈએ. કદાચ, સફળતા મળે. પરંતુ, નિષ્ફળતા મળે તેવા આસાર વધારે છે." મેપા ભગત એ કહ્યું.

આમ, આ ચર્ચા બાદ સુનિલ તેના ઘેર પહોંચે છે. સુનિલ! અઢાર વર્ષ ની ઉંમર છે. હમણાં જ બારમું પાસ કર્યું છે. સુનિલ લપલપીયા તરીકે પ્રખ્યાત છે. કારણ કે, તેની જીભળી મોની અંદર જ રહેતી નથી. આખો દિવસ કંઈક ને કંઈક બોલ્યા જ કરે. કહેવાનો લપલપીયો પરંતુ, બુદ્ધિ અને પ્રતિભા કોઈ અનુભવી વ્યક્તિ થી ઓછી નહોતી. જાશુશી અને હોરર પ્રકારની ફિલ્મો જોયા કરતો. અને તેની અસર તેના દિમાગ પર જોવા મળતી જ. તેના, આ ખુરાફાતી દિમાગમાં કંઈક ચાલી રહ્યું હતું. શું ચાલી રહ્યું હતું? એ વિશે તોહ, એને ખબર. રાત્રી નો સમય થયો. મેપા ભગત એ સુનિલ ને, સાથે આવવાની ના પાડી હતી. પરંતુ, એ જ તોહ સુનિલ વિચારી રહ્યો હતો. તેણે ત્યાં લપાઈ ને જવાનું વિચાર કર્યું હતું. તેને કોઈ જ ન જોઈ શકે, એ રીતે ત્યાં જંગલમાં લપાઈ ગયો. ત્યાં આત્મા ને કેદ કરવાની વિધિ માટે, મેપા ભગત કેટલાક તાંત્રિકો સાથે, જંગલમાં જઈ પહોંચ્યા. લાલ અને સફેદ રંગ વડે કંઈક, વિચિત્ર પ્રકારનું ચિત્ર બનાવ્યું. અને એ ચિત્ર ની વરચે કેટલીક ખોપડીઓ અને, કેટલાક હાડકાઓ મુક્યા. અને ત્યારબાદ મંત્રોચ્ચાર કરવા લાગ્યા. સુનિલ મનોમન વિચારવા લાગ્યો કે, ' આ તોહ, બિલકુલ હિંદી ફિલ્મો જેવું છે. કંઈજ ફરક નથી. હકીકત માં પણ આમજ, આત્માઓ આવતી હશે? જોઈએ તોહ ખરા કે, શું થાય છે?'



" અરે, મેપા ભાઉ! ઈ કા? યહ બરચા કૌન હૈ?" ત્યાં બેઠેલા એક તાંત્રિક એ પ્રશ્ન કર્યો.


"અરે! ઈ તોહ, સુનિલવા હૈ! પરંતુ, યહ ઈધર ક્યાં કર રહા હૈ? લગતા હૈ ઉસે પતા નહીં હૈ કી, હમને ઉસે દેખ લિયા હૈ. અબ, યહ ઈધર હૈ તોહ, બહુત બડી મુસીબત હૈ સર પે. કહીં ઈસ કે શરીર પર આત્મા કબ્જા ન કર લે. ઉસકો યહી બુલા લેતા હું. એ સુનિલ! અહીંયા આય."


સુનિલ ભગત કાકા ના આ શબ્દો બાદ, થોડો ડરી ગયો. તે મનોમન વિચારવા લાગ્યો કે, 'મેપા કાકા જોઈ ગયા. હવે? કંઈ કહેશે તોહ, નહીં ને?'

"હા, ભગત કાકા! આવું છું." સુનિલ એ કહ્યું.



"તને અહીં આવવાની ના પાડી હતી ને? હવે, અમને તારો ખ્યાલ રાખવો પડશે. જો, આ આત્માએ તારા શરીર પર કબજો કરી લીધો તોહ, તેને રોકવી મુશ્કેલ થઈ પડશે. આ બાળકો ની રમત નથી. હવે, અહીં જ બેશી રે. અને જરાય ડગતો નહીં."

આમ, સુનિલ ને સમજાવ્યા બાદ, બધાય મંત્રોચ્ચાર કરવા લાગ્યા. અચાનક, લખા ની આત્મા આવી પહોંચી. પાસે નો એક મોટો વૃક્ષ નીચે ધરાસાઈ થઈ ગયો. ત્યાં બેઠેલા તમામ લોકો થોડા ડરી ગયા.

"ઈસકા અંજામ બુરા હોગા. તુજે તોહ, છોડુંગા નહીં."ત્યાં બેઠેલા એક તાંત્રિક એ કહ્યું.

અને ત્યારે જ લખા ની આત્મા એ, તાંત્રિક પર વાર કર્યો. તેના હાથમાં રહેલો એ લોખંડ નો હથિયાર, તેના ગળા ની અંદર ખૂંચી ગયો. અને એ તાંત્રિક ત્યાં જ, મૃત્યુ પામ્યો. ત્યાં આસપાસ ઊભેલા તાંત્રિકો ભાગી નીકળ્યા. સુનિલ ભાગવા ગયો ત્યારે વરચે પથ્થર આવતા, ત્યાં જ પડી ગયો. મેપા ભગત આ બધું જોઈ જ રહ્યાં. તેઓ, સુનિલ ની મદદ કરે એ પહેલાં, લખા ની આત્માએ સુનિલના શરીર ને વશમાં કરી લીધો. આમ, હવે આ આત્મા ને એક શરીર મળ્યો હતો. મેપા ભગત એ ભાગવા નો પ્રયત્ન કર્યો. પરંતુ, એ આત્માએ ત્યાં પડેલા એક અણીદાર લાકડા વડે, મેપા ભગત પર વાર કર્યો. અને મેપા ભગત ત્યાં જ મૃત્યુ પામ્યા. એક જીવતા જાગતા માનવીના શરીર વડે, એક આત્મા કંઈ પણ કરી શકે. શું થવાનું છે આગળ? એ બધું જ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ