The Tea House - 11 books and stories free download online pdf in Gujarati

ધી ટી હાઉસ - 11

"સાહેબ! એ બાળક સુનિલ! એને બચાવી લો. એનું શું વાંક છે? એ તોહ,બાળબુદ્ધિ કહેવાય. તમે, એનું કંઈક કરો. કોઈ પણ રીતે એને બચાવી લો." આણદા એ કહ્યું.



"જુઓ, એને હું બચાવી લઈશ. એ ગામમાં જ હશે. એ ક્યાં જવાનો છે? અને એક આત્માને જ્યારે, શરીર મળી જાય. ત્યારે, એ આત્મા એટલી સરળતાથી એ વ્યક્તિનો પીછો નથી છોડતી. તોહ, તમે ચિંતા ન કરો. સુનિલ ને કંઈ નહીં થાય."



"સાહેબ! પરંતુ, તમને ખાતરી જ છે કે, સુનિલ ને કંઈ જ નથી થવાનું? કારણ કે, જો એ આત્મા ગામના બધાય વ્યક્તિઓની હત્યા કરી રહી છે. તોહ, સુનિલ શું ચીજ છે? એની હત્યા પણ એ કરી શકે છે. એ આત્માને એક નહીં તોહ, બીજું શરીર મળી જ જવાનું છે."




"લઘભઘ કેશોમાં જ એવું થઈ શકે છે. કારણ કે, કોઈ આત્માને જો, કોઈ શરીર એક વાર મળી જાય! તોહ, એ આત્મા એ શરીરની આદિ થઈ જાય છે. અને કોઈ પણ કિંમતે એ, શરીરને છોડતી નથી. અને તમે કહો છો ને કે, સુનિલ બાળક છે? બારમા ધોરણમાં અભ્યાસ કરે છે ને? અર્થાત, ટીનેજર છે. મારું માનવું છે કે, એ બાળકમાં સહન કરવાની શક્તિ વધારે રહેલી છે. એના અંદર કોઈ જ જાતનું ડર નહીં હોય. અને એના શરીર ને કોઈ જ જાતની તકલીફ નહીં હોય. અને એનું શરીર તંદુરસ્ત હશે. આ બધું હું એટલા માટે કહું છું. કારણ કે, મોટાભાગ ના કેશોમાં મેં એવું બનાવ જોયું છે. કે, શરીરના કારણે અંદર રહેલી આત્માને પણ તકલીફ થતી હોય છે. આમ, આવું શરીર મળવું એ આત્મા માટે મહત્વપૂર્ણ ઘટના કહેવાય કારણ કે, એ શરીર એ આત્માનું જીંદગીભરનું સાથી બની રહે છે. કદાચ, સુનિલ ની ઉંમર એની માટે તકલીફ બની રહે. કારણ કે, આત્માને તંદુરસ્ત શરીર મળી જાય! તોહ, આત્મા જેટલી શક્તિશાળી હોય! એના કરતાં પણ વધારે, શક્તિ એની અંદર ઉતપન્ન થઈ શકે છે. આ અંગે મારે જ કંઈક કરવું પડશે. હું જઈ રહ્યો છું! એ આત્માનો સામનો કરવા."



"પરંતુ, સાહેબ! એ આત્મા બેકાબુ થઈ ચૂકી છે. એને તમે, કઈ રીતે રોકી શકશો?" ભગાએ કહ્યું.



"એની ચિંતા તમે ન કરો. આ મારી કલાઈ પરનો દોરડો જોઈ રહ્યા છો? એ મારી રક્ષા કરવાનું છે. આ ઉપરવાળા ની દેન છે. આના કારણે જ, ભૂતપ્રેત ના જાળમાં ક્યારેય, ફસાયો નથી. હું આ બધાનું સમર્થન નથી કરતો. પરંતુ, આ દોરડામાં કંઈક તોહ, ખાસ વાત છે. શું છે? શું નહીં? એ હું પણ નથી જાણતો. આ દોરડો મને મારા ગુરુજી એ આપ્યો હતો. મારા ગુરુજી જ્યારે, તેમના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. ત્યારે મને આ દોરડો આપેલો. એમણે કહેલું કે, તું આગળ જતા કેટલાક ખતરાઓનો સામનો કરીશ. અને આ દોરડો તારી રક્ષા કરશે. ખરેખર ગુરુજી સાચા હતા. તમે, મારી ચિંતા ન કરો. મારું તોહ, કામ જ આ છે."


આમ, હેરી સુનિલ ની મદદ માટે નીકળી ગયા. સુનિલ ત્યાં જ, ગામના પાદરે ભટકી રહ્યો હતો. હેરી સુનિલ તરફ આગળ વધે છે. સુનિલ જાણે, હેરી ની જ રાહ જોઈ રહ્યો હતો. સુનિલની નજર હેરી સાથે મળે છે. હા... હા.... હા...હા.. સુનિલ એક ભયાનક હસી હશે છે. ખરેખર એ બધું લખાની આત્મા કરી રહી છે. હેરી સુનિલ તરફ આગળ વધે છે. જેવો હેરી તેની વિશેષ શક્તિનો ઉપયોગ કરવા જાય છે. તરત જ લખો સુનિલનું શરીર છોડી અને ભાગી નીકળે છે. સુનિલ હવે, રહ્યો નહોતો. તેની ગર્દન પર થી લોહી વહી રહ્યું હતું. તેની ગર્દન પર લખા એ વાર કર્યું હતું. સુનિલનું શરીર ત્યાં પડ્યું હતું. આત્માએ શરીર નો ઉપયોગ કર્યો. અને જ્યારે જાણ થઈ કે, હવે કંઈક ખોટું થઈ શકે છે. ત્યારે જ એ શરીર ને હાની પહોંચાડી અને જતી રહે છે. ગામમાં એક પછી એક હત્યાઓ થઈ રહી છે. હેરી સુનિલ ને ન બચાવી શક્યા. આ આત્માને કોંણ રોકવાનું છે? શું આત્મા કાબુમાં આવી જવાની છે? કે, પછી ગામનું અંત નજદીક છે?શું થવાનું છે આગળ?

ક્રમશઃ