Revenge - 17 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 17

પ્રકરણ-17

રીવેન્જ

સમય થતાં અન્યા તૈયાર થવા લાગી. આજે એણે કંઇક અનોખો છતાં સૉઉલફુલ ડ્રેસ પસંદ કર્યો. આજ સુધી કોઇ ડીઝાઇન નહીં થઇ હોય એવો ડ્રેસ એટલે ચૂઝ કરી રાખેલો. છેક ગળા સુધી ફુલ બાંય વાળો નેક ડીપ આગળ પાછળ છતાં અભદ્ર ના લાગે, કાપડ ડીઝાઇન પ્રસિધ લખનવી ચીકન એમ્બ્રોઇડરી વાહીટીશ પીંક રંગમાં અને નીચે લોંગ ફુલ લોંગ મોટાં ઘેરાવતું સ્કર્ટ એ પણ ઉપર પ્રમાણે વ્હાઇટીંશ પીક ચીકન એમ્બ્રોઇડરી નીચે બોર્ડર પર નાનાં મોટાં બુંદા એમાં આછાં લીલા રંગનાં ફૂલ ભરેલા હતાં.

અન્યાએ ગળામાં પાપાએ આપેલો ડેલીકેટ ડાયમંડની પેન્ડન્ટવાળી ચેઇન હાથમાં ડાયમંડન્ડ રીંગ્સ. પગમાં સફેદ ઊંચી હીલની સેન્ડલ હાથમાં ડાયમંડ બ્રેસ્લેટ હોઠ પર આછી ગુલાબી લીપ્સટીક અને આંખોમાં આબેહૂબ સ્પષ્ટ એનો એવું કાજલ અને અણીઓ કાઢેલી હતી. એ મીરરમાં પોતાનું ડ્રેસીંગ અને મેકઅપ ચેક કરી રહી હતી અને રૂમનો દરવાજો નોક થયો એણે કહ્યું પ્લીઝ કમ ખૂલ્લોજ છે. અને જોયું મોમ સાથે રાજવીર ઉભો હતો. મોમે કહ્યું "હું જોવાજ આવી મારી ડોલ કેવી તૈયાર થઇ છે. કોઇની નજર ના લાગે મારી ડોલને એમ કહીને અન્યાની નજર ઉતારીને બોલ્યા તમે લોકો પછી નીચે આવો કોફી તૈયાર છે. અને રાજવીર તરફ માયાળું સ્મીત આપીને નીચે ગયાં.

જેવી મોમ રૂમની બહાર નીકળી અને રાજવીર એકદમ અન્યા તરફ ઝૂક્યો અને હોઠ પર મસ્ત ચૂસ્ત ભીનું મધુર ચૂંબન લઇ લીધું બોલ્યો "મારી પ્રીન્સેસ સાચેજ તું આજે સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપ્સરા લાગે છે. હું તારો રાજા આજે મારામાં કામદેવે પ્રેવશ કર્યો છે હું "તને શું કરી નાંખું ?

અન્યાએ હસતાં હસતાં કહ્યું "કંઇ કરવાનું નથી રાજા મારો ડ્રેસ અને મેકઅપ ખરાબ થાય એટલે કાબૂ રાખજો દૂર રહેજો. રાજવીરે કહ્યું " સાચું કહું અત્યારે એવું મન થાય છે કે તને સાચેજ ચૂંથી નાંખું ફેંદી નાંખુ બેસુમાર પ્રેમ કરીને આખી લૂંટીજ લઊં.

અન્યાએ હસતાં હસતાં કહ્યું "એવાં મોકા ઘણાં આવશે ત્યારે લૂંટજે અત્યારે મને સંવારી લે સંભાળી લે મીટીંગમાં મને સમજાવી લે બસ અત્યારે તારો સાચો અને મહત્વનો રોલ ચાલુ થશે બાકી આખે આખી વન પીસ હું ફક્ત ને ફક્ત તારીજ છું. તનેજ સમર્પિત છું તારાથી જ લુંટાવા માંગુ છું.

રાજવીરે એક સોફ્ટ કીસ કરીને કહ્યું "હાં અન્યા મારી ડાર્લીંગ હું પણ તારોજ તું મારીજ હરએક પળ સ્થિતિ સંજોગો એ સારાં કે ખરાબ બસ તારાં પક્ષે તારી પડખે તને પ્રેમ કરતો રખેવાળી કરતો સરસ રીતે સફલતા મળે ખૂબ નામ કીર્તી કમાય એજ વીશ છે મારી. પૈસા પાછળ પાગલ નહીં થવાનું ખૂબ પૈસો છે આપણી પાસે પણ પૈસાથી થતી બરબાદી મેં જોઇ છે સમજી છે અને મારી માં પણ ખોઇ છે જો.... આઇ એમ સોરી એ બધી વાત પછી અન્યાને બસ તું ખૂબ સફળ થાય તારી વીશ બધી પુરી થાય એજ પ્રાર્થના.

અન્યાએ એની માંની વાત સાંભળી ચોંકી પછી બોલી તારી પાસે જાણવાની ઘણી વાતો છે જે મને ખબર નથી... પણ પછી બધીજ મને જણાવજે રાજ... લવ યું. તું છે તો બસ બધુંજ છે... અન્યાએ રાજવીરની આંખમાં આંખ પરોવીને કહ્યું... રાજવીર અને અન્યા બંન્નેની આંખમાં ઝાકળ છવાયાં અને બંન્ને હાથ પકડીને નીચે આવ્યાં.

સેમ, રુબી મીસીસ બ્રિગેન્ઝા બધા રાહ જોઇનેજ બેઠાં હતાં. અન્યાને જોઇને મીસસ બ્રિગેન્ઝા ઉભાજ થઇ ગયાં બોલી ઉઠ્યા "માય ગોડ યુ આર સો બ્યુટીફુલ માય ડાર્લીંગ અન્યા. આજે તારું રૂપ કંઇક વધુજ નીખરી ઉઠ્યું છે... લવ યુ, ગોડ બ્લેસ યું અને અન્યાએ રાજવીર તરફ આભારવશ નજર કરી... આંખોનાં ભાવથી કંઇક કીધું....

રૂબી અને સેમ પણ ખૂબ ખુશ થઇ ગયાં. સેમે કહ્યું આજની તારી બધીજ પસંદગી માર્વેલસ છે માય બેબી. અન્યાએ કહ્યું થેક્યું પાપા. રાજવીર સામે જોઇને બોલી બધીજ પસંદગીને પાપા ? સેમ સમજી ગયો એણે હસતાં હસ્તાં કહ્યું " વેરી સ્માર્ટ... યપ દીકરા બધીજ માર્વેલસ છે આઇ એમ હેપ્પી. રાજવીર અને અન્યા બંન્ને ખૂબ ખુશ થઇ ગયાં. કોફી અને બ્રેકફાસ્ટ કરીને બધાં નીકળવાની તૈયારીમાં હતાં અને અન્યાએ કહ્યું "પાપા હું અને રાજ બાઇક પર ચર્ચ જઇએ છીએ પછી ત્યાંથી નેલસનની ઓફીસ જઇએ છીએ આંટીએ ઓફીસ જોઇ છે તમે પણ ચર્ચ આવો છો ? સેમે કહ્યું, હાં બેબી અમે પણ તારી સફળતા અને સુરક્ષા માટે પ્રેયર કરીશું ત્યાંથી તમે મારી કારને ફોલો કરજો. રાજવીર કંઇક બોલવા ગયો પણ ચૂપ રહ્યો ચર્ચ પર વાત એમ કહીને બધાં નીકળ્યાં.

અન્યા રાજવીરને વેલીની જેમ વીંટળાઇ ગઇ. અને કાવાસાકીએ એવી ઉડાન ભરી જાણે સ્વર્ગમાં સફર કરી રહી. અન્યા કહ્યું "એય મારા ઉડનખટોલા શું મજા આવે છે તારી બાઇક સામે સાચેજ મર્સીડીઝ પાણી ભરે... એમ કહીને રાજવીરને વધુ ચૂસ્ત વળગી ના એનાં ડ્રેસની કાળજી લીધી નાં મેક અપની અને ખૂબ વ્હાલ કરતી રહી.

ક્યારે માહીમ ચર્ચમાં બાઇક આવી ગઇ ખબર ના પડી. અન્યાએ કહ્યું સાચેજ આવી રાઇડ ફરી કરીશું. મજા આવી ગઇ રાજવીરે ખૂબ પ્રેમથી અન્યાનાં હોઠ પાસે સ્પ્રેડ થયેલી લીપસ્ટીક સરખી કરી અને અન્યા રાજવીરની આંખોમાં એની કાળજી અને પ્રેમ જોઇ રહી અને આંખોથી પ્રેમ પીતી રહી.

એટલી વારમાં સેમ લોકો પણ આવી ગયાં. બધાંજ સાથે ચર્ચ માં ગયાં અને જીસસ પાસે પ્રેયર કરી રાજવીર અન્યા જીસસ સામે બેન્ચમાં ઉભા રહ્યાં સેમ -રૂબી-બ્રિગેન્ઝા આંટી ઉભા રહ્યા બાજુની બેંચમાં ત્યાંજ પ્રેયર પુરી થતાં અન્યાની સામે એકદમ ફ્રેડી આવી ઉભી અને અન્યાને કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન માય બ્યુટીફુલ બેબી વેલકમ ટુ અવર કેમ્પ"

અન્યા અને મીસીસ બ્રિગેન્ઝા તો સાંભળીને આશ્ચર્યમાં પડી ગયાં કે હજી મીટીંગ થઇ નથી અને આ વધામણી આપવા લાગી. અન્યાએ કહ્યું "ઓહ થેંકસ ફ્રેડી બટ ટીલ ઇટ્સ નોટ ફાઇનલ માય મીટીંગ ઇઝ જસ્ટ નોટ હેપન્ડ. આઇ વીલ ઇન્ફોર્મ યું લેટર ઓન. એમ કહીને રાજને લઇને આગળ નીકળી ગઇ.

મીસસ બિગ્રેન્છાથી ના રહેવાયું એણે કહ્યું "અરે ફ્રેડી હાઉકમ યુ કેમ ટુ નો એબાઉટ થીસ મીટીંગ એન્ડ ડીસીઝન? ફ્રેડીએ કહ્યું ઓ મીસીસ બ્રિગેન્ઝા આઇ એમ પાર્ટ ઓફ રોમેરો કેમ્પ. ઇટ્સ નર્થીગ લાઇક સરપ્રાઇઝ. એવરી બડી નોઝ એબાઉટ અન્યા. બાય ધ વે વીશ હર ગુડ લક. કહીને ચર્ચનાં પાછળનાં ભાગમાં જતી રહી.

અન્યા સીધીજ બ્રિગેન્ઝા પાસે આવીને બોલી હજી મીટીંગ બાકી અને બધાને કેવી રીતે જાણ થઇ ગઇ ? બ્રિગેન્ઝાએ કહ્યું ઇટ્ હેપન્સ ડાર્લીગ નથીંગ સરપ્રાઇઝ.

રાજવીર હવે બોલ્યો "ઠીંક છે આંટી પણ તમે મને સ્ટુડીયો ડીટેલ્સ આપો અમે સીધા ત્યાં પહોંચીએ છીએ. મિસીસ બ્રિગેન્ઝા એ બધું સમજાવ્યું અને સ્યુટીડીયોનાં મોટાં ગેટ પાસેજ વેઇટ કરવા કહ્યું અને ઊમેર્યું તમે શાંતિથી આવજો પ્હેલાં અને પહોંચીએ છીએ. બેબીને પછીથી એન્ટ્રી લેવાની છે એમ ગર્ભીત સૂચના આપી બધાં કારમાં ગોઠવાયાં અને રાજની પાછળ અન્યા.

અન્યાએ કહ્યું "રાજ પ્હેલા તારાં રાધાકીષ્નાનાં મંદિર લઇ લે ત્યાં દર્શન કરીને સ્ટુડીઓ જઇએ છીએ. રાજે અન્યાની આંખોમાં જોયું અને ખુશ થઇ ગયો. એણે કહ્યું થેંક્સ અનું. તને ખબર છે બધી કે હું ત્યાં ખૂબ જઊં છું. ખૂબ માનું છું ? અન્યાએ કહ્યું "મને બધીજ ખબર છે મારાં રાજા....

રાજવીરે બાઇક હવામાં પાછી ઉડાવી અને સ્વર્ગ વિહાર કરાવીને મંદિર લાવ્યો. બંન્ને જણાએ રાધાકિષ્ના સામે માથુ ધરતીને અડાવીને દર્શન કર્યા. રાજવીરે હાથ ફેલાવીને અન્યાની સફળતા અને સૂરક્ષા માટે આશીર્વાદ માંગ્યાં ત્યાં પહેલાં છાલવામાંથી અન્યાને ચંદનનો સાવ નાનો ચાંલ્લો કર્યો અન્યાની આંખો લાગણીભીની થઇ આજે ખબર નહીં એનામાં એવી સંવેદના જાગી ઉઠી એણે રાજવીરનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં.

રાજવીરે કહ્યું "એય એય અન્યા આ શું કરે છે ? ઇશ્વરને સમર્પિત થા હું તો એટલી લાયકાત નથી ધરાવતો. અન્યાએ આંખમાં આંસુ સાથે કીધું "હું જેવી છું એવી મને ઇશ્વરે ઘડી મારાં જીસસ હોય કે તારાં રાધાકીષ્ન નાનક બધાં એક છે અને તારામાં હું એમનું પ્રતિબિંબ જોઉં છું હું ગમે તેવી છોકરજાત કે નાસમજ દેખાતી હોઇશ પણ મને મારી મહાકાળીએ ઘણું સમજાવ્યું છે મારામાં મારી મહાકાળીનાં બધાં ગુણ છે માત્ર સુંદરતા નહીં અને તારાં આશિષ કાળજી પ્રેમની ખૂબ જરૂર છે. ખૂબ હિંમતવાન મારી જાતને બતાવું છું પણ તારી કેર-કાળજીની સતત જરૂર રહેશે અને રહેશે જ.

તું મને સંભાળી લેજે રાજ. આઇ લવ યુ અને અન્યાની આંખો ફરીથી ભરાઇ આવી. રાજવીરે અન્યાની આંખો ચૂમી લીધી અને ઇશ્વરનાં આશીર્વાદ લઇને નેલસનનાં સ્ટુડીયો પર જવા નીકળી ગયાં. થોડી પ્રેમ પળ સાથે વિહાર કરતાં પહોંચી ગયાં. સેમ લોકો આવી ગયેલાં રાહ જોતાં હતાં.

પ્રકરણ -17 સમાપ્ત