Revenge - 20 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 20

પ્રકરણ - 20

રીવેન્જ

અન્યા અને રાજવીર રોમેરોનાં સ્ટુડીયોમાંથી બાઇક પર નીકળ્યાં અને આગળ સેમ લોકો નીકળી ગયેલાં. અન્યા રાજવીરને વળગી ગઇ અને રાજવીરે એની કવાસાકી હવામાં જાણે ઉડાવી એ ઝૂઉઉમ કરતી 40 થી ક્યારે 120 કિ.ની. સ્પીડ પર આવી ગઇ અને અન્યા રાજવીરને મારાં રાજા... કહી એક્ષાઇટમેન્ટ સાથે વળગી ગઇ. અન્યાએ રાજવીરને પ્રેમથી કાન પાસે ચહેરો લાવી રાજવીરને કીસ કરતાં કહ્યું "હેય રાજ ઘરે નથી જવું ક્યાંક લઇ જાને બહાર આજે મારાં તરફથી પાર્ટી પ્લીઝ.

રાજવીરે કહ્યું "મારું અને તારું શું ? લેટ્સ ગો.... પણ ક્યાં જવું છે ? એમ પૂછતાં બાઇક થોડી ધીમી કરી... અન્યાએ કહ્યું રાજ ચાલ આજે કુદરતનાં સાંનિધ્યમાં જઇએ. રાજવીરે કહ્યું કેવા કેવા અઘરાં શબ્દો વાપરે છે સાંનિધ્યમાં જઇએ. એમ કહી હસવા લાગ્યો અન્યાએ હસતાં હસતાં કહ્યું" આ મારી માસીનો પ્રતાપ છે એણે મને ભાષા અને વ્યાકરણ બરાબર ભણાવ્યું છે એટલે શબ્દ ભંડોળ ખૂબ છે. શબ્દ ભંડોળ સાંભળીને રાજવીરે કહ્યું "બહુ ના બોલીશ હું સમજી ગયો. અન્યા ખૂબ હસવા લાગી.

રાજવીરે કહ્યું ચાલ જૂહુનાં બીચ પર છેક એન્ડ તરફ જઇએ ત્યાં શાંતિથી રેતીમાં લંબાવીશું અને વાતો કરીશું અને આ બાઇકમાં ફાઇલ છે એનો અભ્યાસ કરીશું અન્યાએ ગુસ્સે થતાં કહ્યું " અરે ફાઇલ બાઇલ ગઇ ભાડમાં આપણે શાંતિથી વાતો કરીશું તું પણ સાવ બોચીયો જ છે હવે સહિ પણ થઇ ગઇ કરીને ડોક્યુમેન્ટ અપાઇ ગયાં પૈસા લઇ લીધાં છે તું જ સાંતિથી બહુ વાંચી અભ્યાસ કરીને કહેજે આપણે તો આપણી પળો માણવાં જઇએ છીએ ના કોઇ બીજી ઉત્તેજના ના કોઇ ભોગ બસ એકમેકની બાહોમાં પરોવાઇને વાતો કરીશું, પ્રેમ કરીશું.

રાજવીરે જૂહૂ તરફ બાઇક લીધી અને ફરીથી અન્યાને સ્વર્ગ વિહાર કરાવી બીચ પર લઇ આવ્યો. રાજવીરે બાઇક પબ્લીક થી દૂર એકાંત તરફ બાઇક દોડાવી અને ખૂબ રેતીવાળો ભાગ આવ્યો એણે એક કોર્પોરેશનની ઓફીસ જેવું જૂનું બાંધકામ હતું ત્યાં કોઇ નહોતું ત્યાં બાઇક પાર્ક કરી. બંન્ને જણાં ચાલતાં ચાલતાં બીચ તરફ આવ્યાં. ત્યાં બાજુમાં બીચ અને રોડ વચ્ચે એક બાર જોયો સાદો. રાજવીરે કહ્યું અન્યા બીયર ટીન્સ લઇને જઇએ બીચ તરફ.......

અન્યાએ સંમતિમાંથી ડોકુ ધુણાવ્યું અને એ એક સાઇડમાં ઉભી રહી અને રાજવીર કાઉન્ટર પર જઇને ટીનનું પેક જ લઇ આવ્યો અને અન્યાની પાસે આવી કહ્યું "ચાલ સ્વીટ લવ એમ કહીને અન્યાને લઇને આગળ વધવા લાગ્યો. આગળ જતાં સરસ એકાંત આવ્યું ત્યાં જૂના ખજૂરી જેવા ઝાડ નજીક એ લોકોએ જગ્યા પસંદ કરીને ત્યાં બેસી ગયાં.

રાજવીરે લાંબા થઇને સીધુ અન્યાને હાથ પહોળાં કરીને બોલાવી અન્યા પણ તુરંતજ રાજવીર પર જ લંબાવ્યું અને રાજવીરે એને સીધી બાહોમાં ઝીલી લીધી. અન્યાએ કહ્યું ભાર વેઠાશેને ? રાજવીરે કહ્યું "અરે તું તો ફૂલ જેવી નાજુક છે તારું અંગ અંગ મહેકે છે તારો ચહેરો ચાંદથી વધુ રૂપાળો છે તારાં હોઠ અપસરાને શરમાવે એવા મોહક છે તું આખીને આખી એક ખૂબસૂરત પેકેજ છે.... અને એ પેકેજ આજે... એમ બોલતો અટક્યો.

અન્યાએ કહ્યું "એય મારાં કવિરાજ શું વાત છે આજે તો મારાં રૂપ પર તને કવિ તા સ્ફુરવા માંડીને આવુ તારું રૂપ પણ હું આજે પહેલીવાર જોઉ છું પણ તું કેમ અટકયો ? તેં શું કરું આ આખું ખૂબસૂરત પેકેજ આજે ?... શું શું કહેવા ગયો બોલને કેમ અટક્યો ?

રાજવીરે કહ્યું "કંઇ નહીં મારી ડોલ અત્યારે મસ્ત મસ્ત મૂડ જ માણીએ ક્યારેક પેકેજની વાત એમ કહીને બાહોમાં પડેલી માશુકાને પ્રેમથી ચૂમી લીધી. અન્યાએ કહ્યું "એય રાજ છોડને બધી વાત બસ તારી સાથે આવી એકાંતની પળો માણંવી છે ખૂબ માણવી છે. રાજવીરે કહ્યું "હાં જાન પછી તો તું એવી ફેમસ થઇ જઇશ કે... તું આમ ખૂલ્લામાં પબ્લીકમાં ફરી નહીં શકે આવી પળ માણવાં ખબર નહીં આપણે ક્યાં ક્યાં જવું પડશે અને મીડીયાની હેડલાઇન થઇ જશે.

અન્યાએ કહ્યું "રાજ સાચી વાત કહું આવાં બધાં વિચાર મને તારી પાછળ બાઇકપર બેસતાં જ આવેલાં એટલે જ કોઇ બાર રેસ્ટોરન્ટમાં ન હોતું જવું બસ આમ જ બેસવું હતું હવે મને આ સ્થિતિ જે હવે ઉભી થઇ છે એમાંથી અંદરને અંદર ડર લાગવા માંડ્યો છે કે મેં મારું સ્વતંત્ર જીવન જાણે કોઇનાં હાથમાં સોંપી દીધું છે. સાચું કર્યું કે ખોટું ? હવે જીવન જાણે જીવવા જ નહીં રહે.

અન્યાં રાજવીર ઉપર જઆખી લાંબી થઇ ગઇ અને રાજવીરનાં ચહેરાંની સામે જ ચહેરો રાખીને વાતો કરવા લાગી રાજ મને સાચેજ હવે ડર લાગે છે મને થાય છે મેં કોઇ ગંભીર ભૂલ કરી દીધી છે કેવા અજાણ્યા અને ખતરનાક માણસો સાથે કામ કરવું પડશે ક્રીએશન -ગ્લેમર-કીર્તી કલદાર બધાનાં નામે મારે... ઓ રાજ તેં મને રોકી કેમ નહીં ? આઇ એમ સોરી રાજ મને થાય છે હું ચેક કોન્ટ્રાક્ટ બધુ પાછું આપી ડીલ કેન્સલ કરું એમ કહીને રાજનાં ગળે વળગીને ધુસકે ધુસકે રડવાનું ચાલુ કર્યું.

રાજવીરે પહેલા એને બોલવા દીધી પછી સાંત્વનાં આવી અને કહ્યું "એય અન્યા આમ રડ નહીં તું તો ખૂબ બ્રેવ બહાદુર છે હું તારાં સાથમાં પડછાયો થઇને રહીશ. પાપા આટલા મોટાં અમલદાર છે અને તારી ઇચ્છા હતી પૂરી કરી... તું એટલી બધી સુંદર અને ટેલેન્ટેડ છે કે તું ઘારે એ કરી શકીશ મેળવી શકીશ. હવે આવાં વિચાર કરીને ઓછું લાવ નહીં આપણે હજી કોન્ટ્રાકટ વાંચતો નથી હું તને કહેવા ગયો એ સમયે પણ મને સાંભળ્યા વિનાં જ તે ઉત્સાહ ઉતેજતામાં સહી કરીને ડોક્યુમેન્ટ આપી દીધાં. એ લોકો પણ કાચી માટીનાં નહીં હોય તને બધી જ રીતે બંધનમાં લઇને આવાં રૂપિયા આપ્યા હશે હજીતો વાંચ્યા પછી ખબર પડશે કે એલોકેએ લીગલી કેવી કેવી તરકીબો અજમાવી છે. ઠીક છે પણ હવે પસ્તાવો કરવાનો અર્થ નથી.

હું તારા સાથનાં છું બધી જ રીતે ચિંતાના કર અને આપણએ પળ માણવાં આવ્યાં છીએ રોદણાં રડવા નહીં તારી સક્સેસમાં મારી ખુશી છે એમ કહીને અન્યાને હોઠ પર ચૂસ્ત ચુંબન આપી દીધુ અન્યા પણ રાજવીરને કીસ કરતી વળગી ગઇ.

રાજવીરે અન્યાને કહ્યું એય મારી હીરોઇન હવે આ ટીનને ખોલવા દે ઉભી થા તો ખોલી શકું અન્યાએ કહ્યું હું તો તને નહીં છોડું તારે ટીનને ખોલુવં હોય ખોલ. અચાનક રાજવીર જોરથી હસી પડ્યો પણ કંઇ બોલ્યો નહીં.. અન્યાએ ક્યું કેમ હસ્યો કહીને રાજે કહ્યું કંઇ નહીં. અન્યાએ કહ્યું ના કહેને પ્લીઝ.

રાજવીરે કહ્યું કશું બોલીને હું તો ઉભી નહીં થઉ તારે ટીન ખોલવું હોય તો ખોલ. મને ગંદો પણ મીઠો વિચાર આવ્યો કે તું આમ.. અવસ્થામાં હોય તો હું કેવી રીતે ખોલું ? અને ફરીથી જોરથી હસી પડ્યો. અન્યાએ કહ્યું "જાને સાલો સાવ જ ગંદો છે વાંદરો જ છે બધામાં આવાં જ અર્થ કાઢે. રાજવીર ફરીથી અન્યાને વળગ્યો અને એનાં બૂબસનો પંપાળીને મીઠીં ચૂમીઓ લીધી. અન્યાએ કહ્યું "વધારે મને ના છછેડીશ પછી તને ખબર છે ને કે કાબૂમાં નહી આવુ પછી આ ગમે તેવી પબ્લીક પ્લેસ હોય. રાજવીરે તોફાની આંખો કરતાં કહ્યું તારી મરજી મને કોઇ વાંધો નથી આવીજા ચલ....

અન્યાએ કહ્યું સાવ શરમ વિનાનો જ છે તું જા મને ખબર હતી કે તું આવો જ જવાબ આપીશ પણ મને તો શરમ છે હા આપણાં વાતાવરણમાં શરમ તને આવે એની શરમ હું છોડી શકું છું એમ કહીને હસવા લાગી.

રાજવીરે ટીન લીંધા બંન્ને ટીન તોડી એને ચૂમીને સ્થાને પાછી પોતાનાં ખોળામાં બેસાડી અને હાથમાં રાખી બીયર અને હાથને આંટી મારીને બન્ને એ એકબીજાને બીયર પીવરાવી.

થોડો સમય બંન્ને જણાં બીયર પીતા રહ્યાં અને ત્યાંજ અન્યાનાં મોબાઇલ પર સેમનો ફોન આવ્યો ? ક્યાં છું. અન્યા ? અન્યાએ કહ્યું "પાપા હું અને રાજ બીચ પર છીએ અને પેલાં પેપર્સ જોતાં જોતાં વાતો કરીએ છીએ હમણાં ઘરેજ આવીએ છીએ એમ કહી રાજ સામે જોઇ આંખ મારી... સેમે કહ્યું ઓકે એમ કહીને ફોન મૂક્યો.

રાજવીરે કહ્યું "અનુ એકવાત કહું હેવથી નિયમ કર કે તું જ્યાં હોય જેવી રીતે હોય જે કામમાં હોય મારી પાસે હોય તોય બધીજ વાત સાચી જ તારે પરેન્ટસને અને મને કહેવાની હવે કોઇ જૂઠ નહીં પ્લીઝ નહીંતર કોઇવાર મોટી મુશ્કેલીમાં ફસાઇ જઇશ પ્રોમીસ મી કે મજાકમાં પણ ખોટો જવાબ નહીં આપે ભલે ગમે તેવી સ્થિતિ હોય. અન્યાએ રાજની આંખોમાં ભરેલી આંખે જોઇને કહ્યું "પ્રોમીસ માય લવ મારાં રાજ.... અને આંખમાંથી આસું ખરી પડ્યાં. અન્યા બોલી તારી વાત સાવ સાચી છે પ્રોમીસ.

અને ત્યાં રાજવીરનો ફોન રણક્યો "એણે સ્ક્રીનમાં જોયું પાપા છે તરતજ ઉપાડી કહ્યું "યસ પાપા" બેટા મને બેચેની જેવું લાગે છે પ્લીઝ ઘરે આવે છે ? રાજવીરે બીયર કેન ફેંકીને કહ્યું તરત જ આવું પાપા કહીને ફોન બંધ કરી અન્યાને કહ્યું પાપાની તબીયત ઠીક નથી ચાલ ઘરે જવું પડશે તરત. અન્યાએ કહ્યું ચાલ.

પ્રકરણ -20 સમાપ્ત.