Prem ane kabra books and stories free download online pdf in Gujarati

પ્રેમ અને કબ્ર

હે કબ્ર !!!

આમ શા માટે હસી રહી છે. તને આનંદ આવી રહ્યો છે એક માણસ ને સમાવી ને.
' યાદ રાખ તું કબ્ર છે. '
તું માણસ નથી :
તને કોઈ યાદ નથી કરતું કરે છે તો તે જેને તારા મા સમાયેલા ને.
એક શરીર ને......

કબ્ર માંથી અવાજ આવ્યો... 
હે નેક માણસ...હું કબ્ર નહીં પણ એક પ્રેમી ની આત્મા છું. 

હે આત્મા તારું હસવાનું કારણ બતાવ ??? 

આમ હસ નહીં નહીંતર તું સુખમાં છે જાણી ને તારી ઉપર ફૂલ પણ કોઈ અર્પણ નહીં કરે. 

"કબ્ર માં રહેલી આત્મા ખૂબ હસી ને બોલી 
સંભાળ નેક માણસ મારું હસવા નું કારણ તને બતાવું છું. "

હું એક હોશિયાર અને બહાદુર કૉલેજ સ્ટુડન્ટ હતો. મારું લક્ષ એકજ હતું કાંઈક કરવાનું કાંઈક બનાવનું... હું ફક્ત મારા કરિયર પર ફોકસ કરતો. 

ન હતી મારે કોઈ ગર્લફ્રેંડ કે ન ખરાબ સંગત વાળા મારા દોસ્ત, હતો એક ખાસ દોસ્ત નિલેશ. જે મારી સુખ દુખ ની વાતો સાંભળ નારો. અમે સાથે રહેતા, સાથે કૉલેજ કરતા. મારી હર વાત નો વાકેફ આ મારો દોસ્ત નિલેશ હતો. તને એક ગર્લફ્રેંડ હતી એટલે તે અવાર નવાર મને કહેતો યાર તું એક ગર્લફ્રેંડ બનાવ... હું તને ના કહેતો.

એક દિવસ હું એકલો કૉલેજ તરફ જઈ રહ્યો હતો. નિલેશ આજે બહાર ગયો હતો. હું ગેટ પાસે પહોંચ્યો ત્યારે એક બુરખા વાળી છોકરી મારી સાથે ટક્કરાણી. હું અને મારી હાથમાં રહેલી બૂક નીચે જમીન મા પડી ગઈ. પેલા તો તેને મારી બૂક ભેગી કરી પછી મને ઊભો કરવા હાથ લંબાવ્યો. હું હાથ પકડી ઊભો થયો.

શું કોમળ હાથ હતા લાગ્યું કોઈ અપ્સરા એ મને પંંપાળતી હોય. પછી મેં તેને સામે જોયું. શું તેની આંખો હતી જાણે કે અમૃત ના કિરણો નો વરસાદ થઈ રહ્યો. થોડી વાર બસ તે આખો ને નિહાળી રહ્યો. તે ધીમા અવાજે બોલી.
'કઈ વાગ્યું તો નથી '
Sorry......

મારું ધ્યાન ક્યાં ભટકવું હતું તે મને ખબર ન હતી. બસ તેની આંખો સામે હોય તેઓ અહેસાસ હતો. તે ત્યાં થી નીકાળી ગઈ પણ હું ત્યાં જ ઊભો રહ્યો એવું લાગી રહ્યું હતું કે તે હજી મારી સામે છે. હોશ માંથી બહાર આવી કૉલેજમાં પ્રવેશ કર્યો.

બીજે દિવસે મેં બધી ગઈ કાલ ની વાતો મેં નિલેશ ને કહી. નિલેશ ને ખુબ આનંદ થયો.. હાસ હવે તો આને લવ ની ફીલિંગ તો થઈ. આ સાંભળીને મને પણ લવ નો અહેસાસ થયો. હું તેના પ્રત્યે ફીલ કરી રહ્યો હોય તેવું લાગ્યું. નિલેશ મને હિંમત આપી તું તેને દિલની વાત કરવા ની.

હું રાહ જોવા લાગ્યો તેની. હે એકલી ધીરે ધીરે આવી રહી હતી. તે મારી નજીક આવી. તે ને રોકી ને મેં મારો પ્યાર નો એકરાર કર્યો.
"હે બુરખા વારી તું તારો બુરખો હટાવ મારે તારો સહેરો જોવો છે "
 હું આજ તને મારા પ્યાર નોં એકરાર કરું છું.

તે બોલ્યા વગર જતી રહી.

બીજો દિવસ થયો હું પાછો રાહ જોઈ રહ્યો. તે ફરી આવી. મેં ફરી એકવાર પ્યાર નોં એકરાર કર્યો. 
"હે બુરખા વારી તું તારો બુરખો હટાવ મારે તારો સહેરો જોવો છે "
હું આજ તને મારા પ્યાર નોં એકરાર કરું છું.

તું મારો પ્યાર નહીં કબૂલ કરે તો હું પાણી છોડી દઈશ.

ફરી તે બોલ્યા વગર જતી રહી.

ત્રીજો દિવસ થયો હું પાછો રાહ જોઈ રહ્યો. તે ફરી આવી. મેં ફરી એકવાર પ્યાર નોં એકરાર કર્યો.

"હે બુરખા વારી તું તારો બુરખો હટાવ મારે તારો સહેરો જોવો છે "
હું આજ તને મારા પ્યાર નોં એકરાર કરું છું.

તું મારો પ્યાર નહીં કબૂલ કરે તો હું ખાવાનું છોડી દઈશ.

તે ફરી તે બોલ્યા વગર જતી રહી.

ચોથો દિવસ થયો

હું પાછો રાહ જોઈ રહ્યો. તે ફરી આવી. મેં ફરી એકવાર પ્યાર નોં એકરાર કર્યો.

"હે બુરખા વારી તું તારો બુરખો હટાવ મારે તારો સહેરો જોવો છે "
હું આજ તને મારા પ્યાર નોં એકરાર કરું છું.

તું મારો પ્યાર નહીં કબૂલ કરે તો હું જીવવા નું છોડી દઈશ.

તે ફરી તે બોલ્યા વગર જતી રહી.

પાંચ મોં દિવસ થયો, તે બુરખા વાળી ત્યાં આવી પણ ત્યાં હું ન હતો. તેણે આજુ બાજુ જોયું પણ હું મળ્યો નહી. એટલે તેને મારો મિત્ર નિલેશ ને કહ્યું.

એ મારો દોસ્ત હજી તારી રાહ જોઈ રહ્યો છે ફરક એટલો છે કે તે અહીં આવી શકે તેમ નથી. આ સાંભળી ને બુરખા વાળી ને પ્યાર નોં અહેસાસ થયો. તે ને મળવા બાવળી થઈ.
ક્યાં છે તે ???? 

જા એલા કબ્રસ્તાન ના હજી તારી રાહ જોઈ રહ્યો છે. તેણે દોટ મુકી. 
કબ્ર પાસે આવી બોલી. 

" હે સહેજાદે " જાગ હું તારો પ્રેમ એકરાર કબૂલ કરવા આવી છે. ને તું સૂઈ ગયો.??? 
લે જો મેં મારો બુરખો ઉતાર્યો છે. તું મારો ચહેરો જો... તે ખૂબ રડવા લાગી. તેના આંસુ કબ્ર પર પડ્યા. ને.... 

કબ્ર માંથી મારો અવાજ આવ્યો. 
હે "સહેજાદી" હવે મોડું થઈ ગયું છે જ્યારે હું તારો ચહેરો જોવો હતો ત્યારે જોઈ ન શક્યો ને હવે તું તારો ચહેરો બતાવે છે તો હું જોઈ નથી શકતો. 

હે કુદરત આવું કોઈ ઉપર ન કરતો. તું જા હું કાયમ તને યાદ કરી હસતો રહીશ. 

હે નેક દિલ માણસ એટલે હું હસતો હતો. 

હે કબ્ર માં રહેનાર. મારા લાખ લાખ વંદન........ 

જીત ગજ્જર