Vampire - 4 books and stories free download online pdf in Gujarati

વેમ્પાયર - 4

"તોહ, અંકલ એ પીસાચો ને હરાવવું કોઈ સામાન્ય મનુષ્ય માટે શક્ય છે?" રાજ એ પ્રશ્ન કર્યો.

"ના! અને હા પણ. કદાચ આ પ્રશ્ન નો ઉત્તર મારી પાસે પણ નથી. કારણ કે, કોઈ સામાન્ય વ્યક્તિ ખરેખર સામાન્ય હોતો નથી. તે કુદરત ની અનોખી રચના છે. કદાચ તેની પાસે કોઈ અધભૂત શક્તિઓ પણ હોઈ શકે છે! આમ, મારી મતે એક સામન્ય વ્યક્તિ પાસે પણ અસાધારણ શક્તિઓ હોઈ શકે!" ખીમજીલાલ એ ઉત્તર આપતા કહ્યું.

"પરંતુ, અંકલ! એ ગામમાં થી કાઢી મુકેલ વ્યક્તિ એ આ પીસાચો ને બોલાવ્યા કઈ રીતે હશે? કારણ કે, પીસાચો કંઈ ઐરીગૈરી શક્તિ તો નથી ને? અને આ તેનો ઉઠાવેલો કદમ તેના પર જ ભારી પડી શકત!" નયન એ કહ્યું.


"દીકરા! તું સાચો છે. પીસાચો એટલે દુનિયાની સૌથી તાકતવર શૈતાની શક્તિઓ માની એક. તેઓ મનુષ્ય ને ક્યારે પોતાના વશ માં કરી લે એ જાણી જ ન શકાય. આમ, એ વ્યક્તિ જેનું નામ હતું બાલુ! બાલુ ના પિતા પણ આજ કાર્ય કરતા. પરંતુ, તેમણે ક્યારેય ગામ નો ખરાબ કરવાની ઇરછા રાખી નહોતી. પરંતુ, તેમનો પુત્ર બાલુ! તે અમર બનવા માંગતો હતો. માટે ગામના કેટલાક વ્યક્તિઓ ની તેણે બલી પણ ચઢાવી. તેની શક્તિઓ વધારવા પણ તે લોકો ની બલી ચઢાવતો. માટે જ તેણે ગામ થી બહાર ફેંકાયો હતો. પરંતુ, તે બચી ગયો હોવાથી તેણે ગામ વિરુદ્ધ છલ રચ્યો. આમ, તેની વિશિષ્ટ શક્તિઓ દ્વારા પીસાચો ને તેની તરફ આકર્ષયા. તેની શક્તિઓ ના બળ પર તેણે પીસાચો ને મોહિત કર્યા. અને પીસાચો ની આપસી લડાઈઓ થવાની છે. તે કારણે તેમણે કેટલાક લાખો વ્યક્તિઓ ની જરૂરત પડવાની છે. માટે તેમના વરચે એક સોદો થયો જે મેં તમને આગળ જણાવ્યું હતું. આમ, તેમણે બાલુ સાથે મળી ને તેના બધાજ કાર્યો કર્યા."


"તોહ, બાલુ આજે દુનિયાની કેટલીક તાકતો કરતા વધારે શક્તિમાન હશે?" માનશી એ પ્રશ્ન કર્યો.

"ના! એવું નથી. બાલુ માત્ર અને માત્ર એક આકર્ષક બ્લેક મેજિશિયન કહી શકાય. જે, કોઈ પણ શક્તિ ને તેની તરફ આકર્ષી શકે છે. એજ તેની ખાસિયત છે. પરંતુ, તે દુનિયાની સૌથી શક્તિશાળી શક્તિ ન કહી શકાય."


"પીસાચો પણ અંદરોઅંદર લડાઈઓ કરી રહ્યા છે. એ લડાઈઓ નું કારણ શું હશે?" રાજ એ પ્રશ્ન કર્યો.

"એ લડાઈ શા માટે લડાઈ રહી છે? સાચું શું છે? એ મને પણ ખ્યાલ નથી. પરંતુ, પીસાચો સત્તાઓ, તેમના માન, કોણ સર્વ શક્તિમાન છે? એ બધું જાણવા માટે કદાચ લડી રહ્યા હોય."

આમ, તેઓ વેતાલપુર થી પચાસ કિમિ દૂર હતા. અચાનક, એક જીવ તેમની કાર ની સામે થી હવામાં અદ્રશ્ય થઈ ગયું. એ મનુષ્ય જેવું શરીર ધરાવનાર વ્યક્તિ ગયો ક્યાં? એવો પ્રશ્નો કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓના મનમાં હતો. પરંતુ, અચાનક ગાડી ની ઉપર કોઈએ છલાંગ લગાવી. ખીમજીલાલ ને જાણ થઈ ગઈ હતી કે, આ શક્તિ બીજું કોઈ નહીં પીસાચ છે. અચાનક થી વાદળાઓ પર કંઈક લખેલું દેખાયું.

"આ શું? વાદળાઓ પર લખેલું છે કે, ડરો નહીં! અમે, તમારી મદદ માટે આવ્યા છીએ!"

"પીસાચો! આ અન્ય પ્રકારના પીસાચો છે. આ મનુષ્ય ને તેમનું ભોજન નથી બનાવતાં. પરંતુ, તેઓ આપણી મદદ કરવા શા માટે આવ્યા હશે?" માનશી એ કહ્યું.

સાંજ ના સમયે કાળા વાદળાઓ થી ઢંકાયેલા આકાશ વરચે આ પીસાચો કાર પર ચડી બેઠા. આ પીસાચો શું ખરેખર તેમની મદદ કરવા માટે આવ્યા છે? પીસાચો અંદરોઅંદર શા માટે લડી રહ્યા છે? શું આ લડાઈ ની અસર મનુષ્ય જીવન પર પડવાની છે? શું થવાનું છે આગળ? આ બધા જ પ્રશ્નો ના જવાબો મેળવવા માટે થોડા સમય ની રાહ જોવાની છે.

ક્રમશઃ