Prete samjavi preet books and stories free download online pdf in Gujarati

પ્રેતે સમજાવી પ્રીત

કૉલેજ ની ટુર બસ કાશ્મીર તરફ રવાના થઈ. બધાં સ્ટુડન્ટ્સ પોતાની સીટ પર બેસી ગયા હતા. પ્રવાસ નો ઉત્સાહ તેઓ નાં સહેરા પર જોવા મળતો હતો. બે દિવસ બસ સાલી ને આવી ગયું કાશ્મીર.

કાશ્મીરની નરમ આબોહવા, હરિયાળી, સુંદર ટેકરીઓ અને બ્યુટિફુલ ઘાસમાં પ્રકૃતિએ અદ્ભુત અને અનુપમ રંગો વિખેર્યા હતા સ્ટુડન્ટ નું મન મોહી ગયું.

ખીણોની વચ્ચે વહેતા તળાવો, જંગલો અને ફૂલો તેનો નજારો ખૂબ સરસ હતો. માર્ચ મહિનો હતો એટલે પ્રવાસ માટે યોગ્ય હતો. બરફ ની ચાદર ઓઢેલી હતી.

બધાં તે સ્થળે પહોંચી ગયા. બરફ ની ચાદર પર ખૂબ મજા કરી. જેને જે આવડે તે કોઈ ટ્રેકિંગ, રાફટીંગ, સ્કીઇંગ અને પૅરાગ્લાઈડિંગ કરવા લાગ્યા. પણ તેમાં એક હતો કેયુર જેને આ બધું આવડતું ન હતું. તે એક જગ્યાએ આ બધું જોઈ રહ્યો હતો. ત્યાં મયુરી તેની ફ્રેન્ડ તે પણ બાજુમાં બેસી.

કેયુર : હાય
મયુરી: હાય

 કેયુર : કેમ તને ટ્રેકિંગ, રાફટીંગ, સ્કીઇંગ નથી આવડતું.

મયુરી: હું તારી જેમ છું મને બહુ ડર લાગે હો.

કેયુર : તું હા કહે તો આપણે બરફ માં રમીએ, મારી પાસે ફૂટબોલ છે.

મયુરી: સાલ

બને બરફ ની સુંદર ચાદર પર ફૂટબોલ થી રમવા લાગ્યા. કેયુર ક્યારેક મયુરી ને ધક્કો મારે. તો મોકો મળે એટલે મયુરી કેયુર પછાડી દે. બને આ રમત મા ખુબ આનંદ આવી રહ્યો હતો. ફૂટબોલ નીચે મૂકી ને બરફ થી રમવા લાગ્યા.

બીજા બધા સ્ટુડન્ટ રમત મા મશગુલ હતા. સાથે ટીચર પણ આ આનંદ માણી રહ્યા હતા. બધા ખૂબ મજા માણી રહ્યા હતા.

કેયુર અને મયુરી રમતા રમતા બરફ માં સરકવા લાગ્યા. સાદ ખૂબ પાડયો પણ ત્યાં કોઈ સાંભળવા વાળુ કોઈ ન હતું. બને દૂર દૂર સુધી ઢસડાણા. માંડ માંડ એક જાડ સાથે અથડાયા ને જાડ પકડી ઊભા થયા. જ્યાં નજર કરે ત્યાં બરફ તો હતો ને નીચે ખીણ હતી.

મયુરી રડવા લાગી. હવે શું થશે, ક્યાં જઈશું, ક્યાં ગોતીશુ તેને, ડરવા લાગી. કેયુર હાથ પકડી કહ્યું તું ચિંતા ન કર આપણે ત્યાં પહોંચી જઈશું. પણ કેમ ? સાલ ચાલવા માંડી આવી જાસે. ઓકે

બને ને ખબર ન હતી કે તે બધા કઈ દિશામાં હતા, પણ તોય ચાલવા લાગ્યા. બે કલાક સુધી ચાલ્યા પણ કોઈ મળ્યું નહીં. મયુરી થાકી ગઈ. હવે મારાથી નહીં ચલાવી શકાય મને ખૂબ ગભરામણ થાય છે. બંને શું કરે કોઈ સાથે સામાન નહીં, મોબાઇલ છે પણ નેટવર્ક નહીં. ત્યાં થાક ઊતરવા પોરો ખાધો ને નીદર આવી ગઈ.

જ્યાં આંખ ખુલી તો સુરજ આથમવા લાગ્યો હતો. મયુરી ડર રહી હતી. પાછી કેયુરે હિંમત આપી ને ચાલતા થયા, થોડે દૂર ચાલ્યા ત્યાં એક જૂનું મકાન નજરે પડયું. બંને ઘર પાસે પહોંચ્યા. ઘર બહું જૂનું હતું અડધુ તો બરફ માં ઢંકાયેલું હતું. થોડો બરફ હટાવી અંદર પ્રવેશ કર્યો.

આ બાજુ બધાને ખબર પડે છે કે કેયુર અને મયુરી ગાયબ છે તેઓ એ ત્યાં નજીક માં સૈનિકો ની છાવણી મા માહિતી આપી.
સૈનિકો કહ્યું તમે બધા તમારે રહેવાની જગ્યા છે ત્યાં જાવ, અમે તેની શોધખોળ કરીશું અને જો નહીં મળે તો સવારે હેલિકોપ્ટર બોલાવી શોધખોળ કરીશું. તમે ચિંતા ન કરશો. અહીં ફરતી કોર અમારા સૈનિકો છે.

ચાર પાંચ સૈનિકો તેની શોધખોળ મા ગયા. પણ તેઓ ક્યાય નજર ન આવ્યા. સૈનિકો પાછા ફર્યા.

મકાન થોડુ સાફ કર્યું પણ ત્યાં અલગ પ્રકારની વાચ આવત હતી. એક બેડ દેખાયો તેને સાફ કરી રૂમ બંધ કરી ત્યાં બેસી ગયા. ઠંડી ધીમે ધીમે વધી રહી હતી. બને પાસે ઓઢવા નું કઈ હતું નહીં. બાજુના ઓરડા માં જઈ એક અલમારી માંથી જૂની તુટી ફાટેલી ચાદર મળી.

પથારી પર પડ્યા મયુરી ને ચાદર ઓઢાડી કેયુર ઓઢવા વગર સૂઈ ગયો. થોડી વાર પછી જોયું તો મયુરી ધ્રૂજી રહ્યો હતો. મયુરી પાસે જઈ બંને એક ચાદર માં સૂઈ ગયા.

રાત ના માંડ નવ વાગ્યા હશે , પણ જાણે રાત ના બે વાગી ગયા હોય તેવું લાગતું. હા તે પાછા એવી જગ્યા પર હતા કે એમ જ લાગે.

મોડી રાત થઈ જીણો જીણો અવાજ આવવા લાગ્યો. પછી અવાજ વધવા લાગ્યો. કેયુર આંખ ખુલી પણ ઠંડી હતી એટલે ચાદર માં અવાજ સંભળાયો. ત્યાં વાસણ ખખડવાનો અવાજ આવ્યો. કેયુર ઊભો થયો જોયું તો કોઈ હતું નહીં. પાછો બેડ પર બેસી ગયો. એક જોરદાર અવાજ આવ્યો લાગ્યું કે કોઈ મોટો બરફ ની શીલા પડી. હા તે શિલા મકાન ના દરવાજા ભટકાણી. ને મયુરી જાગી ગઈ.

શું થયું કેયુર. કોઈ પ્રોબ્લેમ છે કેમ જાગે છે આ અવાજ છેનો હતો. તું સૂઈ જા કઈ થયું નથી. બસ બરફ નો અવાજ હતો.
દરવાજા પાસે એક સફેદ પ્રકાશ દેખાયો. કેયુરે જોયું પણ દેખાયું નહીં. પ્રકાશ ખુબ વધ્યો. હવે કેયુર આંખ અંજાવા લાગી. મયુરી કેયુર પાછળ સંતાઈ ગઈ ને ધ્રૂજવા લાગી. પ્રકાશ નજીક આવવા લાગ્યો, કોઈ સફેદ સાડી પહેરી ને આવી રહી હોય તેવું લાગ્યું. ધીમો ધીમો ભયંકર અવાજ સાથે આવી રહ્યો હતો. પેલા ખૂણા માંથી કોઈ નાના બાળક ના રડવા નો અવાજ આવ્યો.

મયુરી એ ચીચ પાડી. કોણ છે, અહીં.......
કોણ..... જય માતાજી.... જય માતાજી કરવા લાગી.

કેયુર ઊભો થયો, પલંગ ની બાજુની સીટ ને તાકાત લગાવી હાથમાં લાકડું આવ્યું. સામે ઉગાવી બોલ્યો.

તમે જે હોય તે થોભી જાવ... તમને સમ આપું છું.
પ્રકાશ થોડો ઝાખો પડ્યો પેલી સ્ત્રી સામે દેખાઈ.
સફેદ સાડી પહેરીલી, હાથમાં છોકરું, વાળ છૂટા હતા, બે દાંત બહાર હતા, ઊંચાઈ લગભગ ચાર ફુટ ની.

આ સ્ત્રી જોતા જ મયુરી બેભાન થઈ ગઈ.
કેયુરે અવાજ કર્યો. કોણ છે તું ???
હું ડાકણ......
અહીં કેમ બોલ નહીંતર લાકડી મારી મારી નાંખીશ. જેમ શૂરવીર હોય તેમ સામે કેયુર પડકાર કરી રહ્યો હતો.

આ મારું ઘર છે. ડાકણ ભયંકર અવાજ થી બોલી.
હા ભલે રહ્યું તારું ઘરે તું અહીં થી જતી રહે નહિતર જોઈ આ લાકડી...

ડાકણે દૂર થી ફૂંક મારી તો લાકડી સળગવા લાગી. કેયુર તે સળગતી લાકડી તેના પર ફેંકી ડાકણ દુર ભાગી.

કેયુર સમજી ગયો કે જો અહીં સળગેલું હસે તો તે નહીં આવે. તે તરત સળગતી લાકડી પાછી હાથ માં રાખી.

કેયુરે મયુરી ને જગાડી પણ જાગી નહીં. તેને ઊંચકી દુર લઈ ગયો ને પેલો પલંગ માંથી થોડા ઘોડા લાકડા કાઢી સળગાવવા લાગ્યો. પેલી ડાકણ દુર હતી. પ્રકાશ થોડો ઓછો થયો..

કેયુર તેની સામે આખી રાત જોઈ રહ્યો ને ખબર ન રહી ઉંઘ આવી ગઈ. કેયુર ના ખોળા માં મયુરી સૂતી હતી.

અંજવાળું થયું મયુરી જાગી. જોયું તો કેયુર ના ખોળા માં સૂતી હતી. આળસ મરડી ને કેયુર ને જગાડવા લાગી. કેયુર જાગ્યો.

મયુરી કેયુર ને ગળે વળગી ગઈ.
કેયુર તારો ખૂબ ખૂબ આભાર તે મને બચાવી.
પાછી ડાકણ ને બોલાવું એવી મજાક કરી.
મયુરી : ના ના.... આવું ન કરતો.
કેયુર : તો...
મયુરી : I love you કેયુર
કેયુર: I love you to પણ કેમ???
મયુરી : તું મારો સાચો જીવન સાથી છે જેણે પોતાની જાન ની પરવા કર્યા વગર મને બચાવી.
બને બેટી પડ્યા.

મકાન બહાર નીકળ્યા મયુરી દુપટ્ટો લઈ લાકડી સાથે બાંધી ચાલવા લાગ્યા. થોડે દૂર હેલીકોપ્ટર નજર આવ્યું. સામે દુપટ્ટો થી ઇસારો કર્યો. હેલીકોપ્ટર ત્યાં આવી બંને ને બેસાડી જ્યાં કૉલેજ ના બધા હતા ત્યાં ઉતર્યા. પણ રાતે શું થયું હતું તે કોઈ ને કીધું નહીં.

બને સામે સામે હસ્યા.......

જીત ગજ્જર