Revenge - 23 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 23

પ્રકરણ-23

રીવેન્જ

હીંગોરીનો ફોન સાંભળીને અન્યાને આનંદ અને ગ્લાની બંન્ને લાગણી થઇ આવી. એને થયું કાલે રોમેરોનો ફોન હતો આજે સવાર સવારમાં હીંગોરીનો... મોડી રાત્રી સુધી રોકાવા કીધું એકલીને અને એ લોકો મૂકી જશે. ઠીક છે હું પાપાને વાત કરું ત્યાં જ એનાં રૂમ પર નોક થયું એણે કહ્યું ખૂલ્લૂ જ છે કોણ ? પાપા સેમ અને મોમ રૂબી હતાં. બંન્ને ખૂબ આનંદમાં હતા. સેમે આવીને અન્યાને કપાળે ચૂમીને ક્યું "ગુડ મોર્નીગ માય ચાઇલ્ડ. રૂબીએ પણ હેત કર્યું.

સેમે ક્યું હમણાં સવાર સવારમાં હીંગોરી સરનો ફોન હતો આજે તારી ગ્રાન્ડ ઇન્ટ્રો પાર્ટી છે ઇન્ડ્રસ્ટ્રીઝનાં બધાં જ જાણીતાં ઓછાં જાણીતાં બધાં જ એકટર્સ -એક્ટ્રેસ-ડાયરેક્ટર્સ-પ્રોડ્યુસર્સ અને ડીસ્ટ્રીબ્યુર્સને બોલાવ્યાં છે. એમણે બધાને ઇન્વાઇટ કરવા કહ્યું છે. અન્યા હું તો સાચું જ માની નથી શકતો કે અચાનક જ જાણે તું સેલીબ્રીટી થઇ ગઇ છે મારી દીકરી અન્યા ક્યાં ? આમ કહીને ફોન આનંદ સાથે થોડો વ્યગ્ર થઇ ગયો આંખો ભીંજાઇ ગઇ. રૂબી એ ક્યું "સેમ તમે કેમ આમ ઢીલા થાવ આપણી દીકરીતો દીકરી છે જ ભલે ગમે તેવી મોટી વ્યક્તિ બની જાય. જીસસ તારી રક્ષા કરે માયે ડોલ.

રૂબીએ ક્યું સોફીયાનો પણ ફોન હતો તારાં અંગે જાણીને ખૂબ રાજી થઇ છે એ કહે હું મુંબઇ આવીશ અન્યાની પાર્ટીમાં જે વ્હેલી ફ્લાઇટ હશે એમાં સોફીયા અને વર્ગીમાં તારો માસો પણ આવે છે. બટ આઇ એમ વેરી હેપી. અન્યાએ ક્યું "વાહ માસી આવે છે ? આઇ એમ સો હેપી. મંમા માસીને તું પાપા બધાં જ છેક આગળ બેસજો મારી નજર સામે સેમે ક્યું હાં અને બધાં સાથે જ આગળ રાજવીરને લઇને બેસીશું.

અન્યા થોડી શરમાઇ પછી ક્યું હજી એને તો કહેવાયનું પણ બાકી છે હમણાં કોલ કરુ છું સેમે સમયની નજાકત વિચારીને ક્યું ઓકે બેટા તું ફોન કોલ્સ પતાવ પછી પરવારીને નીચે આવ હમણાં મિસીસ બ્રિગેન્ઝા પણ આવે છે એમ કહી એ લોકો ગયાં.

અન્યાએ રાજવીરને ફોન કર્યો. પ્રથમ લવ યુ ડાર્લીગ ગુડ મોર્નીગ કહીને પાપાની તબીયત પૂછી. રાજે ક્યું ઓકે છે બસ રેસ્ટમાં છે. અન્યાએ આજની પાર્ટીની વાત કરી. રાજે ક્યું "યસ સ્યોર ડાર્લીંગ હું તારા ઘરે આવી જઇશ 8 વાગે સાથે જ નીકળીશું. અહીં હું મી.નટરાજનને બેસવા કહીશ. એની વે પછી કરું જાન પરવારી ફ્રેશ થઇને બાય. રાજવીરે ફોન મૂક્યો અને ઊઠીને પાપાનો રૂમમાં એમને જોવા ગયો.

**********

અન્યાનાનાં ઘરમાં તો જાણે પ્રસંગ હતો. કોલકોતાથી એની માસી સોફીયા, માસા વર્ગીની મીસીસ બ્રિગેન્ઝા એમની સાથે એમની બે સહેલી -મોમ રૂબી એની ફ્રેન્ડ, સેમ -સિદ્ધાર્થએનું ફેમીલી બધાં જ તૈયાર બેઠાં હતાં ત્યાં રાજવીર આવ્યો બાઇક પર આજે રાજવીર એકમદ ફાંકડો સુપરસ્ટાર જેવો લાગતો હતો બ્લયુ જીન્સ લાઇટ આસમાની બ્રાન્ડેડ શર્ટ ઉપરનાં બે ખૂલ્લા. લાંબા લહેરાતાં વાળ, આછી દાઢી લાંબી મૂછ અને સશક્ત જીમમાં કસાયેલું શરીર એકદમ હેન્ડસમ લાગી રહેલો બધાં એને પીક્ચરનો હીરો જ સમજી બેઠાં.

અન્યા પણ આવી એનાં રૂમમાં થી આજે અન્યાએ કંઇક અવનવી ડીઝાઇનનો ડ્રેસ પ્હેરેલો ગળાથી તે પગ સુધી સંપૂર્ણ ઢંકાયેલો ગુલાબી રેશ્મી કાપડમાંથી ખૂબ સુંદર રીતે સીવેલો ડીઝાઇનર ડ્રેસ હતો ગળામાં મોતીની માળાં એવાજ મેચીંગના ઇયર રીંગ્સ ખૂબ લાંબા લટકતાં. માફકસર એકદમ ડાર્ક લાલ લીપસ્ટીક અને આંખો અને પાંપણ પર આછા ભૂરાં રંગના મશ્કરા કરેલાં હતાં આખા બદનમાંથી સુગંધ સુગંધ આવી રહેલી જાણે સાક્ષાત ડ્રીમગર્લ ઉભી હતી એને જોઇને બધાની એક સાથે હાય નીકળી વાઉ ડાર્લીંગ બધાએ તાળીઓથી વધાવી લીધી.

અન્યાએ થેંક્સ ક્યું અને રાજવીરની પાસે જઇ ઉભી રહી બંન્ને જણાં જાણે રોમીયો જુલિઅટ, લયલા મજનું જેવી ઉત્તમ પ્રેમી યુગલ લાગી રહેલું. રાજે સેમને ક્યું "પાપા અમે લોકો બાઇક પર નીકળીએ છીએ. સેમે અન્યાને જોઇ કહ્યું" આટલી સુંદર તૈયાર થઇ છે બાઇક પર ફાવશે ? અન્યાએ જવાબ આપતાં કહયું ફાવશે જ પાપા, મારે તો ત્યાં જઇને ફરીથી તૈયાર થવાનું છે ત્યાંથી આપશે એ ડ્રેસ પહેરવાનો છે એમ કહીને મોં બગાડ્યું.

સેમે ક્યું "ઓહ ઓકે... તમે નીકળો અમે બધાં જ ત્યાં પહોચીએ છીએ ત્યાં મળીએ બાય. બેસ્ટ લક દીકરા.

રાજ અને અન્યા નીકળી ગયાં. અને બાકીનાં બધાં કારમાં ગોઠવાયાં લગભગ ચાર કારનો કાફલો નીકળ્યો.

****************

વેલકમ બેબી વેલકમ રોમેરોએ અન્યાને વેલકમ કરીને અંદર ચેમ્બર્સમાં લઇ ગયો અને બધાંજ મીડીયા કર્મી ફોટોગ્રાફર-વીડીયોગ્રાફરને ખબર પડે એ પ્હેલાં અંદર પહોંચી ગયાં. રોમેરોએ રાજને રીકવેસ્ટ કરી... "રાજ તમે એક કામ કરશો ? અમે બેબીને બધી જ સિચ્યુએશન સમજાવીએ ત્યાં સુધી બધા મીડીયાવાળા, જર્નાલીસ્ટ, મેંગેઝીનવાળા બધાં આગળની બાજુ વેઇટ કરી રહ્યાં છે અન્યાની અને અન્યાની બધી માહિતી માંગી રહ્યાં છે તમે એ બધું મેનેજ કરોને પ્લીઝ પછી સીધા આગળ સ્ટુડીયોમાં જે સેટ ઉભો કરેલો જ્યાં એસી અને બેઠકોની વ્યવસ્થા ત્યાં આવી જજો. રાજને કઇ કહેવાનો પૂછવાનો ચાન્સ જ ના આપ્યો અને રોમેરોએ ચેમ્બર બંધ કરી અન્યાને ખૂબ ગુસ્સો આવ્યો રોમેરોએ હસ્તાં હસ્તાં કીધું "સોરી બેબી પણ મીડીયાવાળાને ખાસ ઘરની વ્યક્તિજ બધી ઇન્સટમેશન આપવા માટે જોઇએ એટલે જ મેં રાજબાબુને ક્યું છે અને તું તૈયાર થઇશ ત્યાં સુધીમાં આગળ અને વીલીયમ તૈયાર કરશે. તારાં માટે ખાસ પાંચ લાખનો ડ્રેસ તૈયાર કરાવેલો છે. અન્યાએ કીધું માપ વિના ?

રોમેરોએ બંધુ હસતાં હસતાં ક્યું અમારો વીલીયમ એક વાર તને જોઇ લે પછી માપ લેવાની જરૂર ના પડે એવો હુંશિયાર છે અને રોમેરોએ બેલ દબાવ્યો અને પ્યુને આવીને અન્યાને ઠંડુ પાણી આપ્યું એસીની ચેમ્બરમાં અન્યાને પરસેવો થવા લાગ્યો આ બધો પ્હેલો અનુભવ હતો. ત્યાંજ મેકવાન-હીંગોરી અને વીલીયમ આવી ગયાં. મેકવાન અને હીંગોરીએ અન્યાને આવીને હાય ! બેબી કહીને અભિનંદન આપ્યા પછી હીંગોરીએ સ્ક્રીનમાં સ્ટેજ બતાવીને એની એન્ટ્રી કેવી રીતે થશે ? કેવી રીતે ઉભા રહેવું વિગેરે સમજાવ્યું મેકવાને અન્યાને બે ત્રણ સ્ટાઇલ બતાવીને ક્યું તારે આવી રીતે અલગ અલગ સ્ટાઇલમાં ઉભા રહેવું અને પોઝ આપવા તો સુંદરતામાં સુગંધ ભળી જશે ખૂબ જ આકર્ષક લાગીશ.

અન્યા બધુ સાંભળીને ખુશ થઇ ગઇ એણે સહકાર આપવા માંડ્યો અને બધી સીચ્યુએશન સમજી ગઇ એણે ક્યું કથ્થકની મારી મુદ્રાઓ પણ ખુબ આકર્ષક છે મને આ બધી સ્ટાઇલ ખબર છે અને હું સારામાં સારું પરફોર્મ કરીશ. ડોન્ટ વરી સર. હીંગોરી ખૂબ ખુશ થઇ ગયો ઓકે બેબી ડન્...

હીંગોરીએ વીલીયમને બોલાવી કહ્યું " અહીં આવ વીલીયમ પુરુષ હોવા છતાં એકદમ નજાકતથી સ્ત્રીની જેમ નજીક આવ્યો એની અંગ મુદ્દાઓથી જાણે સ્ત્રી હોય એવું લાગતું હતું અન્યાથી હસી જવાયું તો વીલીયમે ક્યું "એય બેબી ડોન્ટ લાફ. તું દેખાવે જે દેખાતો હોઉ પણ મારો મેકઅપ અને કપડાની ડીઝાઇન પર ઇન્ડસ્ટ્રીઝની બધી હીરોઇનો મરે છે અને હું મલ્ટીટાસ્કર છું મેકઅપ અને ફેશન કપડા ડીઝાઇનમાં મારી માસ્ટરી છે એતો તમે ધીમે ધીમે અનુભવે સમજાઇ જશે. બધાં જે રીતે વીલીયમ સાથે ખૂબ આદરથી વાત કરતાં હતાં. એનો પરથી અન્યાને સમજાઇ જ ગયું.

અન્યાએ ક્યું "આઇ એમ સોરી... બટ મારો કોઇ મજાક કરવાનો આશય નહોતો. વીલીયમે ક્યું "ઇટ્સ ઓકે બેબી મને પ્હેલીવાર કોઇપણ મળે છે મને આવો જ અનુભવ થાય ચે કાંઇ નવું નથી. બાય ધ વે આપણે ડ્રેસીંગ રૂમમાં જઇએ અને વીલીયમની સાથે અન્યા ડ્રેસીંગરૂમમાં જવા નીકળી. હીંગોરીએ ક્યું "અન્યાબેબી આપણએ હવે સ્ટેજ પર મળીએ.. એણ કહીને એણે અન્યાને મોકલી દીધી.

સ્ટુડીયોમાં ડ્રેસીંગરૂમ ખૂબ વિશાળ હતો બધીજ જાતની સામગ્રી-રંગ-મેકઅપ-પાવડર-પરફ્યૂમ-વીગ આર્ટીફીંસિયલ જવેલરી હેર-પીન્સ- નેઇલપોલીશ- લીપસ્ટીકસ-અતરો -કાંસકા-કાંટકી ન જાણે કેટલી જાતની ચીજવસ્તુઓ હતી ત્યાં બાજુમાં કપડાની અલમારીઓ હતી. કાપડ હતાં. મશીન હતાં બે હેલ્પર્સ હતાં. વીલીયમે ક્યું "બેબી તારો ડ્રેસ મેં તૈયાર કર્યો. છે તને જ્યારે પહેલીવાર તને જોઇ ત્યારે જ તું જોઇલે ફીટીંગ વગેરે એમ કહીને ચેન્જરૂમ બતાવ્યો.

અન્યા ચારે બાજુ લાગેલાં ગ્લાસ વાળા વિશાળ ચેન્જરૂમમાં ગઇ ઘરેથી પહરેલો ડ્રેસ કાઢ્યો. જાણે તન પરથી સરકી ગયો. ચારે બાજુમાં મીરરમાં એનો ગુલાબી સુંદર ચુંબકીય લચીલું શરીર જ દેખતું હતું બ્રા-પેન્ટીજ શરીર પર હતાં આખું શરીર જાણે દેવતાઇ લાગી રહેલું. બ્રા માંથી છાતીનાં ઉભાર જાણે હમણાં બહાર નીકળી આવશે એવાં ચૂસ્ત-ભરાવદાર અને ગોળાકાર હતાં. પેન્ટીમાંથી પણ જાણે યુવાની ડોકીયા કરતી હતી કામદેવનાં બાણ પણ ઓછા પડે એવી ચુંબકીય સુંદરી હતી.

ચેઇન્જરૂમમાં મીરરમાં ફીટ કરેલો કેમેરા એનું ખૂબ વફાદારીથી કામ કરી રહેલો. અન્યાનાં અંગ અંગનો વીડીયો ખૂબ બારીકાઇથી લેવાઇ રહેલો.

પ્રકરણ-23 સમાપ્ત