Mara kadjano katko books and stories free download online pdf in Gujarati

મારા કાળજાનો કટકો..

મીના ના પતિ હરીશ ને કામે થી બહાર જવાનું રહેતું... હરીશ 10 દિવસ માંથી 4 દિવસ તો બહાર જ હોય... એટલે ઘરે મીના અને તેનો દીકરો શિવ બંન્ને એકલા જ રહેતા... પણ આ વખતે ન બનવાનું બન્યું...

મીના રસોડા માં તેના અને શિવ માટે રસોઈ બનાવતી હતી... અને શિવ ને બહાર ટીવી દેખવા બેસાડ્યો હતો...

મીનાનું થોડું ધ્યાન હતું તો એટલામાં શિવ ક્યારે ટીવી દેખતા દેખતા બહાર નીકળી ગયો એ મીના ને ખબર જ ના પડી... મીના રસોઈ બનાવતા બનાવતા શિવ ને દેખવા આવી તો મીના ના પગ નીચે થી જમીન જ ખસી ગઈ... ઘરમાં બધી જ જગ્યાએ આમ તેમ શોધ્યો. ઉપર ના માળે પણ જય ને આવી. છતાં શિવ ક્યાય મળ્યો નહીં. મીના નું હૃદય બેસી ગયું... ધબકારા વધી ગયા... અને બોલી ઉઠી કે હાય!!! મારો 4 વર્ષ નો મારા કાળજા નો કટકો ક્યાં જતો રહ્યો??? ક્યાં ખોવાઈ ગયો?? શિવ જ મારૂ જીવન છે. એ નહીં મળે તો હું શું કરીશ??? તેના પપ્પા તો મને મારી જ નાખશે.


મીના શિવ ને શોધતી શોધતી બહાર આવી... ત્યાં આજુ બાજુ શોધતા મીના ની નજર મિત તરફ ગઈ... મિત દરરોજ શિવ ને રમાડવા ગાર્ડન માં લઇ જાય છે અને રોજ એક ચોકલેટ લઇ ને આપે... મિત ના કાનમાં ઈયરફોન હોય છે તો તે શિવની મમ્મી નો અવાજ સાંભળી જ નથી શકતો.



મિત રોડ ની બીજી બાજુ ઉભો હતો... અને શિવ રોડ ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યો હતો... મિત શિવ ને દરરોજ ચોકલેટ ખવડાવતો હતો. તો શિવ મિત ને દેખી ને તેની પાછળ પાછળ ચાલ્યો આવ્યો. મિત ને એ વાત નું તો કોઈ ધ્યાન જ નહીં. મિત ને બિલકુલ ખબર જ નથી કે શિવ તેની પાછળ પાછળ આવે છે. મીના શિવ ને રોડ ક્રોસ કરતા જોઈને ડઘાઈ ગઈ...


મીના શિવ તરફ આગળ વધે જ છે તો ત્યાં સામે થી ફુલ સ્પીડ માં એક ટ્રક આવતી હતી... ટ્રક ને જોઈ ને મીના ના મનમાં તો હજારો વિચારો એ સ્થાન લઇ લીધું હતું... ખોટા ખોટા વિચારો પણ આવવા લાગ્યા. મીના મિત ને બૂમો પડે છે પણ મિત ના કાનમાં ઈયરફોન હોવાથી તે કંઈજ સાંભળી શકતો જ નહોતો. મીના શું કરે કઈ સુજતુ જ નહીં... બીજી બાજુ ટ્રક ની સ્પીડ પણ વધે ને શિવ તરફ આવતી... આટલી ઠંડીમાં પણ મીના પરસેવે રેબઝેબ થઇ ગઈ...


મીના એ પોતાનું મન શાંત કર્યું અને બુદ્ધિ થી કામ કર્યું... મીના એ શિવ ને પાછળ બુમ ના પડી... અને શાંતિ થી દોડવા લાગી. કેમ કે, તેને ખબર હતી કે જો એ શિવ ને બૂમ પડશે તો શિવ દોડવા લાગશે ને ના થવાનું થઇ જશે... ક્યાંક ટ્રક નહીં તો કોઈ બીજી ગાડી થી પણ તેને ઇજા થઇ શકશે...

મીના એ બૂમ ના પડી. પણ મીના જાતે જ દોડી ને શિવ પાછળ દોડીને ઝડપથી તેડી ને જમણી તરફ પડી ગઈ... બન્ને ને થોડું વાગ્યું પણ બંન્ને ના જીવ બચી ગયા...

મીના એ શિવ ને તેડી ને ખૂબ જ શિવ પર પપ્પી નો વરસાદ કરી દીધો... અને પછી થોડું બોલી પણ ખરાબ... એક રાહત નો શ્વાસ લીધો... અને ફરીથી છાતી સરખો લગાવીને પપ્પીનો વરસાદ કર્યો... અને ભગવાન ને અંતર થી ધન્યવાદ કર્યો...

મીના એ છેવટે તેના કાળજા ના કટકા શિવ ને બચાવી લીધો... મીના નો જીવ જ શિવ માં વસે છે... અને હવે તો મીના એક મિનિટ માટે પણ શિવ ને તેની નજર સમક્ષથી દુર નથી થવા દેતી... દરરોજ ભગવાન ને અંતરથી પ્રાર્થના અને ધન્યવાદ કરે છે...