College Girl - 9 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | કોલેજગર્લ - ભાગ-9

કોલેજગર્લ - ભાગ-9

ભાગ 9 શરૂ....


“એમાં એવું છે ને ડોકટર સાહેબ ઘણા લોકો પોતાના કામ ને અને પોતાની જવાબદારીઓને અધૂરા છોડી દેતા હોય છે અને તેને પૂરું કરવા આ કેસ રિપોપન કરવો ફરજીયાત હતો” ઇન્સ્પેકટર અક્ષયે ડો.શર્માને કહ્યું.

“અરે!!ખૂબ જ સરસ વાત કહેવાય,તમે ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છાઓ ઇન્સ્પેકટર સાહેબ અમારી પાછી કપિ જરૂર પડે તો યાદ કરી લેજો પોસ્ટમાર્ટમ રિપોર્ટ ની કોપી આગળ ડેસ્ક ઉપર રિસેપ્સનિસ્ટ આપી દેશે ધન્યવાદ.” ડો.પ્રદીપ શર્માએ ઇન્સ્પેકટર અક્ષયને કહ્યું.

હવે ડો.પ્રદીપ શર્મા સાથે વાત કરીને ડોકટર ના હાવ ભાવ ઉપરથી અક્ષયને શક જાય છે કે આ ડોકટર કાંઈક તો છુપાવવાની કોશિશ કરે છે અને ઇન્સ્પેકટર અક્ષયનો ફેસબૂક ફ્રેન્ડ રોહિત આ હોસ્પિટલ માં છેલ્લા 10 વર્ષ થી કામ કરતો હોય છે હવે ઇન્સ્પેકટર અક્ષય રોહિતને મળવાનું કહે છે અને બન્ને મળે છે.રોહિત તો એ વાત થી જ ખુશ હોય છે કે એક બહાદુર ગોલ્ડ મેડાલીસ્ટ ઇન્સ્પેકટર સામેથી રોહિતને મળવા આવે છે.બન્ને લોકો મળે છે.

“હાઇ રોહિત આઈ એમ ઇન્સ્પેકટર અક્ષય”

“અરે સર હું તમારો ખૂબ જ મોટો ફેન છું સર આજે તમે મને સામેથી મળવા બોલાવ્યો તેની પાછળનું કોઈ ખાસ કારણ?” રોહિતે અક્ષયને કહ્યું.

“હા રોહિત તમારા ડોકટર પ્રદીપ શર્મા ના કેરેકટર વિશે મને થોડુંક જણાવીશ.?”ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

“અમારા ડોકટર સાહેબ છે તો ડોકટર પણ તેઓ ના સમયે જ તે આવે છે અને જાય છે તેની સિવાય રાતે કોઈ ઇમરજન્સી કેસ આવી જાય તો પણ તે હોસ્પિટલ નથી આવતા.અને મને જ્યાં સુધી ખબર છે અમારા ડોકટર સાહેબ ને પેશન્ટ ના રોગમાં નહિ પણ તેની પાસેથી આવતા પૈસામાં વધારે રસ છે.” રોહિતે અક્ષયને કહ્યું.

“ઓહો! અને હમણાં 6 મહિના પહેલા જ કોઈ રાધિકા નામની 21 વર્ષ ની છોકરીની બોડી આવેલી તમારે ત્યાં પોસ્ટમાર્ટમ માટે?” ઇન્સ્પેકટર અક્ષયે રોહિત ને પૂછ્યું.

“સર એની તો મને જાણ નથી કારણ કે સર મારું કામ માત્ર ને માત્ર અમારી હોસ્પિટલ નો મેડિકલ માં દવા આપવાનું છે.” રોહિત બોલ્યો.

“તો શું તું મને આ રાધિકા ની પોસ્ટમાર્ટમ ની ઓરીજીનલ ફાઇલ નો ફોટો મને Whstapp પર મોકલાવી શકે? કારણ કે આજે હું ડોકટર ને મળ્યો પણ તેને મને રિપોર્ટ ની કોપી આપી અને મને તેમાં થોડોક ડાઉટ છે.” ઇન્સ્પેકટર અક્ષય બોલ્યા.

“હા સાહેબ આ કામ થઈ તો શકે પણ ઘણું રિસ્કી છે” રોહિત ગભરાઈને બોલ્યો.

“આ લે ₹5000 હવે” ઇન્સ્પેકટર અક્ષએ રોહિત ને કહ્યું.

“અરે ના ના સર!મારે આ પૈસા નથી જોતા રહેવા દો” રોહિત બોલ્યો.

“અરે ના ના તું આ પૈસા રાખ મારા તરફથી મારુ કામ કરવા બદલ ની નાનકડી ભેટ!” ઇન્સ્પેકટર અક્ષએ રોહિત ને કહ્યું.

“સર!હું તમને આજે રાત્રે જ રાધિકાવાળી પોસ્ટમાર્ટમ ની ફાઇલ ના ઓરીજીનલ ફોટા મોકલાવી દઈશ.

અને પછી ત્યાંથી રોહિત અને ઇન્સ્પેકટર અક્ષય બન્ને પોતપોતાના સ્થાને નીકળી જાય છે.હવે રોહિત તેનું કામ કરવાનો હોય છે પણ ઇન્સ્પેકટર અક્ષય પણ આ કેસ સોલ્વ કરવામાં લાગેલા હોવાથી રાત્રે હવે તે સર્ચ કરે છે વિહાન વિશે? અને સર્ચ કરતા ખબર પડે છે કે વિહાન ત્યાંના MLA નો છોકરો છે.ઇન્સ્પેકટર અક્ષય હવે સોસીયલ મીડિયા પર વિહાન ને ગોતે છે અને ત્યાંથી તેને વિહાન ના બધી છોકરીઓ સાથેના વિડિઓ અને ફોટાઓ મળે છે સાથે ડ્રગ્સ અને દારૂ પિતા ફોટાઓ પણ વિહાન ના તેને સોસીયલ મીડિયા પર મળે છે એ બધા ફોટાને તે સેવ કરી લે છે અને આ જોઈને તેમના મનમાં વિહાન વિશે એકદમ નેગીટિવ વિચારો આવવા લાગે છે અને આ વિહાન નો પણ આ કેસ માં હાથ છે કે નહીં તે સાબિત કરવામાં લાગી જાય છે.એટલામાં તે જ રાત્રે રોહિત ઇન્સ્પેકટર અક્ષયને રાધિકા ના પોસ્ટમાર્ટમ ની આખી ઓરીજીનલ ફાઇલ સેન્ડ કરી દે છે અને ઓરીજીનલ ફાઇલ જોતા ઇન્સ્પેકટર અક્ષય એકદમ હક્કો બક્કો રહી જાય છે.ઓરીજીનલ ફાઈલમાં રાધિકા એ આત્મહત્યા નહિ પણ તેની સાથે સામુહિક રીતે 6 થી 7 વાર એકીધારો રેપ થયેલો હતો.અને આ જોઈને ઇન્સ્પેકટર અક્ષય અંદરથી હલી જાય છે.હવે ઇન્સ્પેકટર અક્ષય સવારે આ સબૂત સાથે ડોકટર ને પકડવા જવાનું વિચારે છે અને રાત્રે સુઈ જાય છે.સ્વર ના 7 વાગ્યા હોય છે ને ઇન્સ્પેકટર અક્ષય જેવુ Tv માં ન્યૂઝ મૂકે છે ન્યૂઝ હોય આવતી હોય છે કે” આ વિસ્તારની નામી હોસ્પિટલ એન્જલ ના ડોકટર પ્રદીપ શર્મા સવારે ટ્રક સાથે એક્સીડેન્ટ થતા ખરાબ મોત માર્યા ગયા.અને આ સાંભળીને ઇન્સ્પેકટર અક્ષય એકદમ હતાશ થઈ જાય છે તેના હાથમાંથી આ સબૂત પણ જતું રહે છે.હવે માત્ર ને માત્ર બાકી રહેતો હોય છે વિહાન!


ભાગ 9 પૂર્ણ....


હવે ઇન્સ્પેકટર અક્ષયને હકીકતની ખબર પડી ગઈ હોય છે તેને પોસ્ટ માર્ટમ નો સાચો રિપોર્ટ મળી ગયો હોય છે હવે આ રાધી મર્ડર કેસ નો ગુનેગાર વિહાન જ બાકી રહેતો હોય છે હવે શું ઇન્સ્પેકટર અક્ષય આ વિહાન ને રાધી થી બચાવી શકશે? રાધી સાથે એ રાત્રે શું થયું તેની પૂરો જાણ ઇ સ્પેક્ટર અક્ષયને થઈ શકશે? શું ઇન્સ્પેકટર અક્ષય આ ટ્રિપલ મર્ડર નો કોયડો ઉકેલી શકશે આ જાણવા વાંચતા રહો"કોલેજગર્લ-રહસ્ય મોતનું"


Rate & Review

Ashok Prajapati

Ashok Prajapati 3 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Deepa Modi

Deepa Modi 2 years ago

ખૂબ જ ભૂલો છે' અને પેલા વોચમેન ગાર્ડે 21 વર્ષ પહેલાં ની વાત કરી તે શું છે????

Preeti Shah

Preeti Shah 2 years ago

Hardas

Hardas 2 years ago