Premni Parakashta books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરાકાષ્ઠા

સુરત માં ટેક્ષટાઇલ નો માલિક વિમલ આજે તે 30 વર્ષનો થયો પણ હજુ સુધી લગ્ન કરતા ન હતા. એવું નથી કે તેને છોકરી મળી નથી પણ તે લગ્ન કરવા જ માંગતો ન હતો. તેનું કારણ તે પોતે જ જાણતો હતો. મમ્મી, પપ્પા, સગા સંબંધી એ બહુ સમજાવ્યો ત્યારે વિમલે લગ્ન માટે હા પાડી. છોકરી તમન્ના સુરત ની હતી. બહુ હોશિયાર, ગુણવાન અને દેખાવડી હતી. પહેલી નજરે ગમી જાય તેવી.

બંને પરિવારે હાઈ પ્રોફાઈલ તેમની સગાઈ કરાવી. લોકો જોઈ રહ્યા હતા કે આ સગાઈ માં આટલું તો લગ્ન મા કેવું હશે. સગાઈ પછી તમન્ના વિમલ ને રોજ ફોન કરે પણ વિમલ હું બીઝી છું પછી વાત કરું તેમ કરી તમન્ના સાથે વાત કરતો નથી. તમન્ના ને પણ લાગ્યું તે સુરત અને અમદાવાદ ની કંપની હેન્ડલ કરે તો કદાચ તેની પાસે ટાઇમ ન હોય. તમન્ના ગમે તેમ કરી અઠવાડિયે એક વાર વાત કરી લેતી. વિમલ ને કંપની માં મળવા જાય તો તે સાચે બીઝી હોય છે. એટલે ત્યાં પણ બહુ ઓછી જતી. આમ કરી લગ્ન ની તારીખ નજીક આવી.

ફરીવાર વિમલ તેના મમ્મી પપ્પાને સમજાવે છે મારે લગ્ન નથી કરવા પણ તેઓ માનવા તૈયાર ન હતા. જો ના પાડી દે તો તેમની આબરૂ પર સવાલ હતો. આખરે હાઈ પ્રોફાઈલ vip ની જેમ વિમલ અને તમન્ના લગ્ન થાય છે. તે લગ્ન સુરત માં ગુંજી ઉઠયા. બધાં ના મોઢે બસ એક જ ચર્ચા હતી કે લગ્ન તો ઘણા જોયા પણ આવા નહીં.

સુહાગ રાત હતી બધા મહેમાન જતાં રહ્યાં હતાં. રાતના અગિયાર થયા હતા. તમન્ના સજાવેલ બેડ પર બેઠી હતી અને રૂમમાં વિમલ ની રાહ જોઈ રહી હતી. બાર થયા એટલે વિમલ રૂમમાં આવ્યો તમન્ના ની સામે જોયું હું બહુ થાકી ગયો છું એમ કહી સૂઈ ગયો. હજુ તો તમન્ના કહી બોલે ત્યાં તો તે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. તમન્ના ને લાગ્યું થાક્યા હશે એટલે સૂઈ ગયા.

સવાર થઇ એટલે વિમલ તમન્ના ને જગાડી ગુડ મોર્નિંગ કહ્યું. તમન્ના એ એક સ્માઇલ આપી ગુડ મોર્નિંગ કહ્યું. બંને ના ચહેરા સવાર માં હસતાં હતાં. તમન્ના ઊઠીને તેના માટે નાસ્તો બનાવી આપ્યો. તે નાસ્તો કરી કંપની મા જતાં રહ્યાં બીજી રાત થઈ એટલે તેજ બહાનું કાઢ્યું હું થાકી ગયો છું એમ કહી સૂઈ ગયો. હવે આવું રોજ રાતે બનવા લાગ્યું. સવારે અને રાત્રે બંને એક થાળીમાં જમે. તમન્ના કઈ સમજી ન શકી એક બાજુ મને પ્રેમ કરે છે બીજી બાજુ રાત્રે ઈગનોર. તે હવે માનસિક તણાવ માં આવી ગઈ. શું કરવું કોને કહું તે સમજાતું ન હતું. એક દિવસ તમન્ના એ તેની ફ્રેન્ડ ને વાત કરી તેણે પણ કહ્યું થાકી જતો હોય તો સૂઈ જાય એમાં શું. તું ચિંતા ન કર સારા દિવસો આવી જશે. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ તે માનસિક તણાવ માં આવવા લાગી. વિમલ ના મમ્મી પપ્પા સમજી ગયા કે વહુ કોઈ કારણસર દુખી છે એટલે તે બંને ને અમદાવાદ રહેવા જવાનું કહ્યું ને ત્યાં ની કંપની સંભાળવાનું કહ્યું. બંને અમદાવાદ રહેવા જતાં રહ્યાં.

અમદાવાદ મા પણ તેજ હાલત હતી તમન્ના ની. રોજ દિવસે વિમલ નો પ્રેમ મળતો પણ રાતે ખોવાઈ જતો. થોડા દિવસ થયા એટલે તમન્ના એ સાસુ સસરા ને ફોન કરીને પૂછ્યું તમારો દિકરા મા કોઈ ખોટ છે. તે મને સુખ આપી શકતા નથી આ સંભાળી સસરા ગુસ્સે થયા ને વહુ ને કહ્યું અમને લાગે છે તારે આ લગ્ન તારી મરજી વિરુદ્ધ થયા હશે એટલે તું આવુ બોલે છે જો વધુ કઈ બોલ્યા તો આ વાત વેવાઈ સુધી પહોંચી જશે. તમન્ના એ તરત ફોન મૂક્યો. ને વિમલ ના ફ્રેન્ડ ને બધી વાત કરી પણ તેમની પાસે કોઈ જવાબ મળ્યો નહી.

આ વાત પર વિમલ સાથે ઝગડો થયો. ઝગડા એ મોટું સ્વરૂપ લીધું. પણ વિમલ પછી કઈ બોલ્યો નહીં ને માફી માંગી ત્યાં થી નીકળી ગયો. તમન્ના ને પોતાનું જીવન બરબાદ થતું હોય તેવું લાગી રહ્યું હતું. તે માનસિક રીતે ભાંગી ગઈ હતી. તેને જે હુંફ અને પ્રેમ ની જરૂર હતી તે તેને મળી રહી ન હતી. તેને લગ્ન પછી એક અરમાન હતું માં બનાવનું તે પણ તેને લાગી રહ્યું હતું કે તે પણ પૂરું નહીં થાય.

એક દિવસ તમન્ના શોપીંગ મોલ માંથી એક કાચ ની વસ્તુ લઈ બહાર નીકાળી રહી હતી. ત્યાં રાજીવ કરીને છોકરની તેની સાથે ટક્કર થાય છે ને કાચ ની વસ્તુ તુટી જાય છે. તમન્ના તેની પર ગુસ્સે થાય છે ને તે વસ્તુ પાછી મને આપવાનું કહે છે. રાજીવ મોલ જઈ તે કાચ ની વસ્તુ શોધે છે પણ તે પૂરી થઈ હોવાથી તેને મળતી નથી એટલે તમન્ના પાસે આવી માફી માંગે છે ને તેની કિંમત ના પૈસા આપે છે પણ તમન્ના તેને તે વસ્તુ જ મને આપ તેમ કહ્યું. આખરે રાજીવે કહ્યું હું તે વસ્તુ બીજે થી લઈ હું તમને આપી દઈશ. તમન્ના તેને ઘર નું એડ્રેસ આપ્યું.

બે દિવસ થયા એટલે રાજીવ કાચ ની વસ્તુ લઈ તમન્ના ની ઘરે આવ્યો. તમન્ના ઘરે એકલી હતી. તમન્ના એ તેને કોફી પીવડાવી ને તેની પાસે બેસી. 
હું તો મજાકમાં કહેતી તી ને તું રાજીવ લઈ ને આવ્યો. શું કરે છે?
હું નાની જોબ કરું છું ને ઘર ચલાઉ છું
લગ્ન થયા છે તારા
ના
ઓકે. લે આ વસ્તુ ના પૈસા ને મારું કામ હોય તો કરી આપજે.
વસ્તુ કિંમતી હતી ને પૈસા રાજીવે ઉછીના લઈ ને ખરીદી હતી એટલે પૈસા લઈ લીધા ને કહ્યું લો મેમ મારો નંબર જરૂર પડે તો ફોન કરજો. રાજીવ ત્યાં થી નીકળી ગયો.

અવારનવાર તમન્ના રાજીવ પાસે વસ્તુ મંગાવા લાગી. રાજીવ તેને ઘરે આપી જતો. તમન્ના તેને ચા કે કોફી પીવડાવતી ક્યારેક સારું ખવડાવતી. આમ તે બંને ખાસ દોસ્ત બની ગયા.

લગ્ન ને એક વર્ષ વિત્યા છતાં તમન્ના શારિરીક સુખ થી વંચિત હતી. તેની એક જ ઈચ્છા હતી માં બનાવાની. તે તો તેનો પતિ પુરો કરી શકતો ન હતો. ત્યાં અચાનક તેની ઘરે ફેમીલી ડોક્ટર કાર્ડ આપવા આવ્યા વિમલ ઘરે હતો નહીં એટલે તમન્ના તેને ચા પીવડાવી ને થોડી વાતો કરી વાતો વાતોમાં તમન્ના ડોક્ટર સાહેબ ને પૂછી લીધું કે વિમલ ને કોઈ પ્રોબ્લેમ કે બીમારી છે.
ડોક્ટર સાહેબ સમજી ગયા જો સાચું કહીશ તો તમન્ના ને દુખ થાશે પણ એક વાત ના ખુલાસા થી જે રોજ પીડાઈ છે તેમાં થી તેને કદાચ રાહત મળે. 

ડોક્ટર સાહેબ વાત કરી.
ચાર વર્ષ પહેલાં વિમલ નું એક્સિડન્ટ થયું હતું તેને ઘણી ઈજાઓ થઈ હતી. તેને મારી પાસે લાવ્યા મેં સારવાર શરૂ કરી. તેનું ચેક અપ કરતા મને જાણવા મળ્યું કે તેને પ્રાઇવેટ પાર્ટમા ગંભીર ઘાવ છે. મેં વિમલ ને પૂછયું આનું ઓપરેશન કરવું પડશે નહીંતર આગળ જતાં મુશ્કેલી થશે. જો ઓપરેશન કરીશ તો તું ક્યારેય સેક્સ માણી નહીં શકે. વિમલ ડોક્ટર સાહેબ ને કહ્યું આ વાત બહાર ન જવી જોઈએ નહિતર મુશ્કેલી થશે. પછી મેં ઓપરેશન કરી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપવો પડ્યો. આ વાત મારે તેના ફેમીલી ને કહેવી હતી પણ વિમલ ના થી હું કહી ન શક્યો જેનું પરિણામ તું ભોગવી રહી છે બેટા મને માફ કરી દે જે.

તમન્ના બધું સમજી ગઈ કે ફોલ્ટ વિમલ મા છે એટલે તે મારાથી દૂર ભાગે છે. ઘણો વિચાર કર્યો જો આ વાત ની જાણ બધા ને કરીશ તો કોઈ માનવા ત્યાર નહીં થાય ઊલટાનું મારા પર આરોપ લગાવશે. એટલે તમન્ના ચૂપ રહી ને કોઈ ને કહ્યું નહીં.

તમન્ના રાજીવ પાસે રોજ કોઈ ને કોઈ વસ્તુ મંગાવતી બદલામાં તેને થોડા પૈસા પણ આપતી આમ ફ્રેન્ડશીપ તો થઈ પણ તમન્ના તેને પ્રત્યે આકર્ષણ થયું. એક વખત રાજીવ મંગાવેલી વસ્તુ તમન્ના ની ઘરે આવ્યો તમન્ના હોટ ડ્રેસ માં હતી. તે બહુ સેક્સી લાગી રહી હતી. થોડીવાર તો રાજીવ તેને જોઈ રહ્યો પછી વસ્તુ આપી બહાર જઈ રહ્યો હતો ત્યારે તમન્ના એ તેને રોક્યો કહ્યું મારા બેડ રૂમમાં આવ મારે થોડુ તારું કામ છે. તમન્ના એ કબાટ માંથી દસ હજાર રૂપિયા રાજીવ ના હાથમાં આપ્યા કહ્યું વાપર મારી પાસે ઘણા છે. તું મારું એક કામ કર. તું મારી સાથે અંગત પળ માણ. રાજીવ ને કોઈ પહેલી આવું કહી રહ્યું હતું. તેને ગભરાટ થવા લાગ્યો. તેને પણ ફીલ થઈ રહ્યું હતું પણ તે આવું કરવા તેનું મન ના પાડી રહ્યું હતું.

તમન્ના એ તેના ગાલ પર હાથ ફેરવ્યો પછી તમન્ના કિસ કરવા જઈ રહી ત્યાં રાજીવ ઊભો થયો ને ના પાડવા લાગ્યો આ યોગ્ય નથી. હું હજી કુવારો છું. મારી અંગત પળ હું મારા જીવનસાથી સાથે વિતાવવા માંગુ છું. પણ તમન્ના તેને વધુ પૈસા ની લાલચ આપે છે ને ફક્ત એક જ વાર મારી સાથે શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરે છે. રાજીવ માની જાય છે ને બંને શારિરીક રીતે એકબીજા ને અર્પણ કરે છે. તેઓ બધી હદ વટાવી ચૂક્યા. પહેલી વાર તમન્ના ને આવું સુખ મળતા તે ખુશી અને શાંતિ નો અનુભવ કરે છે.

તમન્ના રાજીવ ને ક્યારેક ક્યારેક ઘરે બોલવા લાગી ને અંગત પળો માણતા. આમ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. રાજીવ તેની સાથે રોજ વાતો કરે તેના ઘરે મળવા જાય એટલે તમન્ના ખુશ રહેવા લાગી તેના શરીરમાં પણ ફેરફાર થવા લાગ્યો. તમન્નાને બહુ ખુશ જોઇ વિમલ ને પણ સારું લાગી રહ્યું બધું બરાબર હોય તેમ લાગી રહ્યું હતું. ચાર મહિના થયા એટલે વિમલ ને ખબર પડે છે કે તમન્ના માં બનવા જઈ રહી છે. આ વાત પર રાત્રે બહેશ થાય છે. બંને એકબીજા પર આક્ષેપો નાખે છે. ને સંબંધ મા મોટી તિરાડ પડે છે. તમન્ના ઘર છોડીને સુરત તેના મમ્મી પપ્પાને ઘરે જતી રહે છે ને બાનુ બતાવે છે મારે સારા દિવસો છે તો હું અહીં રહીશ તો મને અને આવનાર બાળક માટે સારું રહીશે. તેઓ બધા માની જાય છે ને તમન્ના ની ખુબ દેખરેખ રાખે છે ને તમન્ના એક બાળકને જન્મ આપે છે.

બાળક ના જન્મ પછી ત્રણ મહિના થયા એટલે તેના મમ્મી પપ્પા તેને સુરત મૂકી જાય છે. તમન્ના અને વિમલ વચ્ચે સમાધાન થઇ જાય છે. વિમલ બધું ભૂલી બાળકને અપનાવી લે છે. તો તમન્ના ની જે ઇચ્છા હતી તે પૂરી થતાં વિમલ ને પોતાનો માની પ્રેમ કરવા લાગે છે. બધુ હવે બરાબર ચાલી રહ્યું હતું. પતિ પત્ની ખુશી થી બાળક સાથે જીવી રહ્યા હતા.

એક દિવસ તમન્ના તેના બાળક સાથે થોડી ખરીદી કરવા બજાર ગઈ ત્યાં ખરીદી વખતે રાજીવ તેને જોઈ જાય છે. તેની પાસે આવી વાતો કરે છે પણ તમન્ના તેને ઈગનોર કરે છે. ને તમન્ના ત્યાં થી નીકાળી જાય છે. રાજીવ તેની પાછળ પાછળ તેના ઘરે આવે છે. તમન્ના સાથે વાત કરે છે તમન્નાએ તેને અહીં થી જવાનુ કહ્યુ પણ તે જતો નથી ને તેની વાત કરે છે. જો તમન્ના હું તારા બાળક નો બાપ છું એટલે મારો પણ હક બને છે અને તું તે હક છીનવી નહીં શકે. હું જાવ છું પણ તને કોર્ટ સુધી લઈ જઈશ એવી ધમકી આપતો ગયો.

રાત્રે તમન્ના તેના પતિ વિમલ ને વાત કરે છે. વિમલ તેને આશ્વાસન આપે છે તું ચિંતા ન કર હું સંભાળી લઈશ કાલે. હું કાલે મોડો જઈશ તું અત્યારે આરામથી સૂઈ જા.

સવારે વિમલ તમન્ના ને કહ્યું તું રાજીવ ને ફોન કરી અહીં બોલાવ. તમન્ના તેને ફોન કરી બોલાવે છે. રાજીવ દસ મિનિટ મા ત્યાં પહોચી જાય છે. રાજીવ તમન્ના ને પૂછે છે તે મને કેમ બોલાવ્યો. ત્યાં વિમલ સામે આવી ઊભો રહ્યો. વિમલ પૂછે છે બોલ તારે શું જોઈએ. રાજીવ તેની આગળ પાંચ લાખ રૃપિયાની માંગણી કરે છે. રાજીવ વગર વિચાર્યે તેના પાકીટ માંથી ચેક કાઢી પાંચ લાખ ની રકમ ભરી રાજીવ ના હાથમાં આપી દે છે ને એક સ્ટેમ પેપર પર લખાણ કરાવે છે કે હું બાળક પેટે પાંચ લાખ લવ છું ને આ બાળક પર મારો કોઈ અધિકાર રહેશે નહીં તેની સહી કરી રાજીવ ને ત્યાં થી જવાનું કહ્યું. ચેક લઈ રાજીવ નીકળી ગયો.

તમન્ના વિમલ સામે જોઈ રહી. તેની પાસે જઈ તેને સોરી કહી ગળે વળગી ગઈ. ને પ્રોમીસ કરે છે કે બહાર ના પુરુષ સાથે કોઈ સંબંધ નહી રાખું. વિમલ તેના માથા પર હાથ મૂકી એક કિસ કરે છે. ને એક બીજા સામ સામે મિસ યુ કહે છે.

જીત ગજ્જર