Revenge PremVasna Series 2 - 32 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 32

પ્રકરણ-32

રીવેન્જ

અન્યના ઘરનો સામાન પેક થઇને કોલકત્તા માટે નીકળી ગયો ત્યાં સુધી સિધ્ધાર્થ હાજર હતો. અન્યા ક્યાંય નહોતી. રૂબી મિસિસ બ્રિગન્ઝા ને મળી આવી અને સિદ્ધાર્થ સાથે એરપોર્ટ જવા નીકળી ગઇ અન્યાએ કહ્યું હતું "મોમ આઇ એમ સોરી હું તને ડાઇરેક્ટ એરપોર્ટ મળીશ. હું શુટીંગમાં બીઝી છું.

સિધ્ધાર્થ રૂબીની એરપોર્ટની ફોર્માલીટી બતાવીને પ્લેનમાં જવા માટે સીક્યુરીટી ચેકઅપ પતાવીને બેઠી હજી અન્યા નહોતી. સિધ્ધાર્થને કામ હોવાથી બધાં કામ પતાવી રૂબીને મળીને ઓફીસ જવા નીકળી ગયો.

રૂબી વારે વારે દરવાજા તરફ નજર કરી રહી હતી એને થયું અન્યા ક્યાં અટવાઇ ? અને ત્યાંજ અન્યાએ પાછળથી બોલી "મોમ"... રૂબીએ પાછળ જોયું આશ્ચર્ય સાથે અન્યાં ત્યાંજ ઉભેલી. રૂબીએ કહ્યું "અરે તું ક્યારે આવી ? હું તો ક્યારની દરવાજા સામે જ જોઇ રહી હતી. અને તને અંદર આવવા દીધી ? મેં તો તને મળવાની આશા જ છોડી દીધી હતી વિચાર્યું હતું કે શુટીંગ પતે પછી તું થોડાં દિવસ ત્યાં કોલકત્તા જ આવી જજે.

અન્યાએ કહ્યું "મોમ કેટલું પૂછી... કેટલું કહી દીધું.. હુ પેલી બાજુ બીજા દરવાજે થી આવી રાજને ઓળખાણ છે એટલે આવવા દીધી. તું બીજી વાત છોડ.. તારું બધુ કામ બરાબર પતી ગયું ને ? સોરી મોમ હું કંઇ મદદમાં જ ના આવી શકી પણ હું કોલકત્તા જરૂર આવીશ.... એમ બોલી થોડીવાર ચુપ થઇ ગઇ. રૂબીએ જોયું અન્યાની આંખોમાં આંસુ હતાં રૂબીએ કહ્યું "માય ચાઇલ્ડ કેમ ઇમોશન થાય ? તું અહીં ક્યાં એકલી છે ? રાજ છે.. એનાં જ ભરોસે હું જઇ રહી છું. મીસીસ બ્રિગેન્ઝાને પણ કહ્યું છે તારાં સંપર્કમાં રહે..

અન્યાનાં ચહેરા પર મ્લાન સ્માઇલ આવી ગયું. એણે કહ્યું "મોમ તારો સમય થઇ ગયો છે તારે જવું પડશે. એણે મોટી હેન્ડબેગ લઇ લીધી. રૂબીની બાજુમાં બેઠેલાં રૂબી તરફ આશ્ચર્યથી જોઇ રહેલાં કે આ બાઇ કોની સાથે વાત કરે છે ? એકલી એકલી બબડે છે... ચોક્કસ કોઇને છોડીને જવું પડતું હશે એટલે માનસિક... ત્યાંજ એની હેન્ડબેગ એમજ ઊંચકાઇ બધાં આશ્ચર્યમાં પડ્યાં ત્યાંજ રૂબીએ હેન્ડબેગ લઇ લીધી. બાકીનાં પેસેન્જરને થયું નક્કી આ બાઇમાં ગરબડ છે અને બધાં એનાંથી દૂર થવા લાગ્યાં અન્યાને બાય કીડ બોલી ટેઇક કેર મોમ...પછી મળીશું.. રૂબીએ કહ્યું "લવ યુ માય ચાઇલ્ડ યુ ટેઇક કેર એન્ડ બી ઇન ટચ.. બાય.. બધાને આશ્ચર્ય થઇ રહેલું કે આ બાઇ કોને કહે છે કોને બાય કરે છે ? બધાને આશ્ચર્યમાં પાછલ મુકી રૂબી ઝડપથી પ્લેન તરફ જવા લાગી.

**************

હીંગોરી અને રોમેરો સવારે સ્ટુડીયોની ઓફીસમાં ખુબ ધૂંધવાયેલાં અને અકળામણમાં બેઠેલાં હતાં એમણે સીક્યુરીટી રણજીતસિંહને બોલાવીને પૂછ્યું "કાલે રાત્રીની તમારી ડ્યુટીમાં તમને ખબર નથી કે માઇકલ અને ફ્રેડી ક્યાં ગયાં છે ? અન્યા બેબીને તો મૂકવા કોણ ગયું ? કટેલા વાગે ગયું ?

રણજીતસિંહે કહ્યું "સર તમારાં ગયાં પછી હું ડીનર લેવા ગયેલો અને અહીં જોગીન્દરને બધુ કહીને ગયેલો હું પાછો આવ્યો ત્યારે મને જોગીએ કહ્યું કે માઇકલ નહીં પણ સલીમ અન્યાને મૂકવા ગયેલો સલીમને ડ્રાઇવ કરતો જોયેલો બાકી કંઇ ખબર નથી.

સવારથી માઇકલ અને ફ્રેડીની તપાસ ચાલુ હતી બંન્ને નાં મોબાઇલ સ્વીચ ઓફ આવતાં હતાં. કોઇ રીતે કોન્ટેક્ટ થતો નહોતો. ત્યાં હીંગોરીએ કહ્યું "નેલસન તું ટેન્શન ના લે.. હું સારી રીતે બંન્ને જણને ઓળખું છું રાત્રે ખૂબ પીધું હશે બંન્ને જણાએ સાથે ક્યાંક સૂઇ ગયાં હશે એ લોકોની આદત જ છે... છોડ 2-4 કલાક પછી વાત.

ત્યાંજ જોગીન્દર દોડતો દોડતો આવ્યો ને બોલ્યો "સર.. સર... આપણાં સ્ટુડીયોની પાછળની ટ્રેક પર રેલ્વે પોલીશને બે ડેડ બોડી મળ્યાં છે બંન્ને એટલાં છૂંદાઇ ગયાં છે કે ઓળખાતા નથી.. એનાં પર ખબર નહીં કેટલી ટ્રેઇન દોડી ગઇ હશે. હીંગોરીને ફાળ પડી અંદરથી વ્હેમ પડ્યો કે કંઇ આ માઇકલ- ફ્રેડીની લાશ નથીને ? એણે સંયમ કર્યો જોગી જે સમાચાર આવે કહેજે"

****************

ફીલમનું શુંટીગ આગળ ચાલી રહ્યું છે. અન્યા હજી સેટ પર આવી નથી. હીંગોરીની અકળામણ વધી ગઇ હતી. બપોરથી શુટીંગ ચાલુ છે રાત્રીમાં 10 વાગતા આવ્યા. અન્યાનાં નંબર સ્વીચ ઓફ આવે છે. સારું છે હજી અન્યાનો રોલ નથી આવ્યો બીજા શૂટ ચાલી રહ્યા છે. બધાં શુટ લેવાઇ ગયાં પછી હીંગોરી બોલ્યો હવે અન્યાનો જ શોટ છે અને આ છોકરી ક્યાં છે ? આટલો મોંઘો સેટ સજાવ્યો છે... અન્યાનો રોલ આવ્યો... ત્યાંજ અન્યાનો અવાજ આવ્યો. હેય આઇ એમ હીયર અને હીંગોરીનાં જીવમાં જીવ આવ્યો.

અન્યાને આવતાં જોઇ... ફીલ્મનાં કીરદાર પ્રમાણેનું જ ડ્રેસીંગ અને મેકઅપમાં તૈયાર હતી. હીંગોરીએ કહ્યું કમ ઓન બેબી યુ આર સો પંક્ચ્યુઅલ. કમ ઓન રાત્રીનાં 10 વાગી ગયાં. પણ તું તારાં સમયે આવી ગઇ. હીંગોરીને સાંભળી રોમેરોએ અને કેમેરામેને અન્યાને જોઇ બધાં ખુશ થઇ ગયાં.

સેટ પર બાકીનાં માણસોએ જોયું કે હીંગોરી કહી રહ્યો છે પણ ત્યાં તો કોઇ છે નહીં... પણ હીંગોરીની બીકે કંઇ બોલ્યા નહીં. હીંગોરીએ અન્યાને હું "તારાં ડાયલોગ્સ આમ છે એમ કહીને પેપર્સ આપવા માંડ્યાં. રીફર કરવા.. અન્યાએ કહ્યું મારે જરૂર નથી સર... મને બાય હાર્ટ છે ડોન્ટ વરી તમે શુટ ચાલુ કરો.

હીંગોરી આશ્ચર્યથી જોઇ રહ્યો... એણે કહ્યું... ઓ.... ઓકે... લાઇટ એકશન કેમેરા.. અન્યાએ કાસ્ટીંગ કાઉચ થાયં પછીનો સીન હતો એણે ફટાફટ ડાયલોગ્સ બોલવા માંડ્યાં સામેનો ડાયરેક્ટર બનેલાં અભિરથ હીંગોરી સામે આશ્ચર્યથી જોઇ રહેલો. એણે હીંગોરીને કંઇક કેહવા પ્રયત્ન કર્યો....પણ અન્યાએ શું કર્યું કે એની જીભ જ સીવાઇ ગઇ... અન્યાએ એનો ડાયલોગ બોલી... યુ ચીપ બાસ્ટર્ડ તે મને ઇનોસન્ટ ને ફસાવી યુ રાસકલ શુટીંગના નામે તું શું કરી રહ્યો છે ? અભિરથને સમજ નહોતી પડી રહી કે એને શું કરવાનું છે ? એ આધાત થી સાવ શૂન્યમનસ્ક થઇ ગયો.

અન્યાએ કહ્યું "હું બધું જ જાણુ છું તારું ષડયંત્ર મને વીસ્કીના ઘૂંટમાં પેલો સફેદ પાવડર શેનો નાખેલો બોલ ? સામે અભિરથની જીભ સીવાઇ ગયેલી બોલીજ શકતો નહોતો... એ શું રીસેટક કરવું સમજાતું નહોતું એને અન્યા દેખાઇ જ નહોતી રહી માત્ર ડાયલોગ્સ સંભળાતાં હતાં. એ ભય થી થર થર ધૂજી રહેલો.... ત્યાં સ્ક્રીપટમાં ડાસરેક્ટરનું નામ કામશ અને એનાં ફોલ્ડર (ચમચા)નું નામ કાસમ હતું અને અન્યા એની રીતે ડાયલોગ્સ બોલી રહેલી.... અન્યાને કહ્યું યુ ઇડીયટ તારાં ચમચા પેલાં માઇકલે મારાં ગ્લાસમાં શું ભેળવેલું ? બોલ ? અને હીગોરી ચમક્યો એણે અન્યા તરફ ઇશારો કરીને કહ્યું "નામ ખોટું બોલે છે... પણ અન્યા બોલેજ જતી હતી કંટાળી હીંગોરીએ કહ્યું "કટ, કટ" એણે શોટ બંધ કરાવ્યો એણે અન્યાને કહ્યું " બેબી તું ડાયલોગ્સ સાચાં પણ નામ ખોટાં બોલે છે.. કાસમ. નામ છે માઇકલ નહીં.. અન્યા સાવધ થઇ ગઇ ત્યાં અભિરથનો પૂતળાં જેવો જડ થઇ ગયેલો એણે હીંગોરીને કહ્યું "આજે મારાથી વધુ શુટીંગ નહીં થાય મારી તબીયત ઠીક નથી એમ કહી સેટ છોડી જતો રહ્યો.

રણજીતસિંહ દોડીને આવ્યો એણે હીંગોરીને કહ્યું સર... સર.. એક બાજુ આવો..હીંગોરી એનાં હાવભાવ જોઇને સમજી ગયો કંઇક ગરબડ છે... અન્યા હીંગોરીની નજર ચૂકવીને રણજીતની પાછળ ઉભી રહી ગઇ અત્યારે અન્યા કોઇની નજરે ચઢતી નહોતી એ સાવ પ્રેત સ્વરૂપે આવી ગઇ.

રણજીત સિંહ કહ્યું "સર એ બે લાશ માઇકલ અને ફ્રેડી મેમની જ છે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું આવ્યું છે એ લોકેએ ખૂબ દારૂ પીધેલો અને સાથે જ સુસાઇડ ક્યું છે. સર તમારે અને નેલસન સરે ત્યાં જવું પડશે મને મેસેજ આપ્યો છે.

હીંગોરીએ જોયું કે અન્યા ક્યાંય નથી એને અચરજ થયું એને વિચાર કર્યો માઇકલ અને ફ્રેડી આપધાત શા માટે કરે ? એ લોકો તો મોજ મસ્તીવાળા હતાં અને મસ્તી કરતાં કરતાં ટ્રેક પર કેવી રીતે ગયા ? અન્યા સાથે માઇકલ કેમ નહોતો ? સલીમ અન્યાને કેમ મૂકવા ગયો ? તરત જ સલીમને ફોન કર્યો... "સલીમ અન્યા મેમને તું મૂકવા ગયેલો ? સલીમે કીધું....

પ્રકરણ -32 સમાપ્ત.