Love in space - 4 books and stories free download online pdf in Gujarati

લવ ઇન સ્પેસ - 4

લવ ઇન સ્પેસ

પ્રકરણ -4

અગાઉ તમે વાંચ્યું.....

અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીને પોતાનાં સ્વાર્થ ખાતર સ્પેસશીપમાં અન્ય એક યાત્રી ડો. જોયને જાણી જોઇને જગાડી દીધો. જોયને આ વાતની નથી ખબર કે તેને એવલીને જગાડ્યો છે. હવે આગળ વાંચો....

***

જોય તેની જોડે શું કરશે એવાં વિચારોનાં વમળમાં ફસાયેલી અને બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીન નહોતી નક્કી કરી શકતી કે જોય રૂમમાં છે કે નહિ. બેડ ઉપર બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીને આખરે થોડીવાર પછી હળવેથી તેની જમણી આંખ જરા સરખી ખોલીને શક્ય હોય તેટલું રૂમમાં નજર ફેરવી.

જોયનો કોઈ પત્તો નહોતો લાગતો.

“ક્યાં ગયો એ....!?” “હું ભાગી જાઉં....!?” હળવી આંખ ખુલ્લી કરીને જોઈ રહેલી એવલીન મનમાં બબડી. તેનાં ધબકારા થોડાં વધ્યા. એવલીને પોતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો.

“જે થશે એ જોયું જાશે....” એવલીને વિચાર્યું.

લગભગ પંદર મિનીટ પછી રૂમનો દરવાજો ખુલ્યો. એવલીને તરતજ જરાક ખોલેલી આંખ મીંચી દીધી. જોય હવે પાછો રૂમમાં આવ્યો. એવલીનનું મન ફરી એજ વિચારોમાં ગોથે ચઢ્યું.

જોય એવલીન પાસે આવ્યો અને બેડ ઉપર કિનારે તેની નજીક બેસી ગયો.

come on ....come on....ઉઠો મેડમ...please” તેણે એવલીનના ગાલ થપથપાયા તેને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એવલીને તેનું નાટક ચાલુંજ રાખ્યું. થોડીવારના પ્રયત્નો પછી તેણે એવલીનના ગાલ થપથપાવવાનું બંધ કર્યું.

એવલીને ધીમે ધીમે જોયના ઉચ્છ્વાસની સ્મેલ તેની નજીક આવતી અનુભવી. એવલીને મનમાં કલ્પના કરી. હવે જોયનો ચેહરો તેનાં ચેહરાની અત્યંત નજીક હતો.

ઓહ god....!?” જોયની હરકતથી ચોંકી ગયેલી એવલીન મનમાંજ બોલી ઉઠી. જોયે તેનાં હોઠ એવલીનનાં ફૂલ જેવાં ગુલાબી હોઠ ઉપર મૂકી દીધા અને તેણે એવલીનને મોઢેથી શ્વાસ આપવાનો પ્રયાસ કરવાનું શરુ કર્યું. જોયે તેનાં એક હાથથી એવલીનનું નાક દબાવી રાખ્યું અને તેનાં બીજા હાથ વડે થોડી-થોડીવારે એવલીનનું મ્હોં ખોલી પોતાનાં મ્હોં વડે શ્વાસ આપવા લાગ્યો.

એવલીનનું આખું શરીર ઉત્તેજનાથી ધ્રુજી ઉઠ્યું. આટલાં લાંબા સમય પછી કોઈ પુરુષનાં હોઠ એવલીનનાં હોઠ જોડે અથડાયા હતા. તેનાં શરીરમાં આટલાં સમયથી દબાઈ રહેલાં તમામ આવેગો હવે બધાજ બંધનો તોડી જાણે ઉભરાયા હોય એવું એવલીનને લાગ્યું.

જોયે પોતાનાં પ્રયત્નોનું પરિણામ જોવાં કેટલીક સેકન્ડ માટે એવલીનના હોઠ મુક્ત કર્યા. હવે વારો એવલીનનો હતો. જોયના પ્રયત્નો સફળ થયા છે એવું દર્શાવવા માટે તેણે ધીમે-ધીમે ભાનમાં આવવાનું નક્કી કર્યું અને એકવાર શ્વાસ લઇ ફરી પોતાને શ્વાસ લેવાની તકલીફપડતી હોય એવી એક્ટિંગ કરવા લાગી. આ માટે એવલીને જાણી જોઇને પોતાનું મ્હો થોડું વધુ ખોલી શ્વાસ ખેંચવાનું નાટક કર્યું અને પોતાનાં ઉરજોનો ભાગ થોડો ઊંચક્યો.

જોય ગભરાઈ ગયો. એવલીન ભાનમાં આવી રહી છે અને હજી એકાદ બે વખત શ્વાસ આપવાની જરૂર છે એમ જોયને લાગતા તેણે ફરીવાર એવલીનના હોઠ ઉપર પોતાનાં હોઠ મૂકી દીધા. પણ આમ કરતી વખતે હવે તેનાથી તેનો એક હાથ એવલીનની સુંવાળી કમર ઉપર મુકાઈ ગયો. એવલીનનાં મોઢાંમાંથી ઉત્તેજના આહકારો ભરાઈ ગયો. પણ એજ વખતે જોયે તેનાં હોઠ “lock” કરી દીધાં હોવાથી તેનો અવાજ દબાઈ ગયો.

એવલીનની ઉત્તેજના અસહ્ય વધી ગઈ. તેનાં શરીરનું રુવાંડે-રૂંવાડું તેનાં શરીરની ગરમીને લીધે જાણે એકબીજા જોડે ચોંટી જતું હોય એવું એવલીને અનુભવ્યું. તેણે પોતાની કમર થોડી વધુ ટાઈટ કરી.

“બસ હવે બહુ થયું...!” દર સેકન્ડે ઉત્તેજનાનો જે ડોઝ જોય તેનાં હોઠો વડે તેણે આપી રહ્યો હતો તે અસહ્ય લાગતાં એવલીન મનમાંજ બબડી “હવે જો આ જ સ્થિતિ વધુ લાંબો સમય રહી તો હું આ માણસને કાચોને કાચો ખાઈ જઈશ...” “હવે મારે આ નાટકનો અંત લાવવોજ પડશે નહીતો મારો ભાંડો ફૂટી જશે...” તે હજી મનમાંજ બબડી રહી હતી.

એવલીને હવે પોતાની જાતને છૂટી મૂકી દીધી. હવે પોતાનાં હ્રદયના ધબકારાને કાબુમાં રાખવાનો પ્રયત્ન તેણે છોડી દીધો. જોયે એવલીનના ઉરજોની ગતિ જોઈને પારખી લીધું કે તેનાં પ્રયત્નો સફળ થયા છે અને તેણે એવલીનને ભાનમાં આવવા માટે મુક્ત કરી. તે બેડ ઉપરથી ઉભો થઇ ગયો. એવલીને તેનાં બંધનમાંથી મુક્ત થતાં પોતાની ઉત્તેજના ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો. તેનાં હ્રદયની ગતિ નોર્મલ થતાં તેણે ધીરે-ધીરે પોતાની આંખ ખોલવાનું નાટક કર્યું. જોય બેડની જોડે પાણીનો ગ્લાસ લઈને ઉભો હતો.

એવલીને આંખ ખોલતાંજ તેણે ગ્લાસ તેની સામે ધર્યો. એવલીને તરાપ મારીને ગ્લાસ લઇ લીધો અને ફટાફટ પીવા લાગી. એમ પણ જોયની બાંહોમાં તેણે ઉત્તેજનાની જે ક્ષણો અનુભવી હતી તેનાં લીધે તેનું ગળું સુકાઈ ગયું હતું. પાણી પીને એવલીન તરતજ બેડમાંથી ઉભી થઇ ગઈ અને પાણીનો ગ્લાસ બેડ ઉપર નાંખી જોયના હાથ પકડી લીધા.

Thank you.....!” એવલીને શક્ય હોય તેટલાં ભાવનાત્મક સ્વરમાં કહ્યું “Thank you for saving my life….!”

“અ....અ....” જોયનો અવાજ રૂંધાઇ ગયો. એક તો એવલીન જેવી હોટ છોકરી, એના જેવાજ હોટ કપડાંમાં તેની સાથે અને થોડીવાર પહેલાં જોયે એવલીનને બચાવવા ઉતાવળે જે કર્યું તેનાથી તે થોડો ક્ષોભ અનુભવી રહ્યો હતો. પણ એવલીને “Thank you” કહીને તેનાં મનનો ભાર હળવો કરી નાંખ્યો.

“its ok.....!” જોય માંડ બોલી શક્યો. એવલીન ભાવથી એની સામે જોઈ રહી. સાધારણ થી થોડો વધુ સારો કહી શકાય તેવો ચેહરો, સીધું નાંક, લાંબા સીધા વાળ અને brown આંખો. એવલીનથી થોડો ઓછો ગોરો વાન. પરંતુ ઊંચાઈમાં જોય એવલીનથી થોડો ઉંચો હતો.

“આપણે મુસીબતમાં છીએ....!” જોયે મૌન તોડતાં કહ્યું. જે રીતે એવલીન તેની સામે જોઈ રહી હતી તેનાથી તેને થોડી અસુવિધા અનુભવાતી હતી “તમારી કેપ્સ્યુલ પણ મારી જેમજ બગડી ગઈ છે....!?” જોયે પૂછ્યું.

“હતી....!” એવલીને થોડાં ઉદાસ સ્વરમાં કહ્યું અને જોયથી દુર ખસી “અઢી વર્ષ પહેલાં”.

“what....!?” જોયે ચોંકી જતાં પૂછ્યું. તેની આંખો આઘાતથી ફેલાઈ ગઈ “અઢી વર્ષ..?”

“હાં....! અઢી વર્ષ....!” એવલીને તેની આંખોમાં ઝળહળીયાં લાવતાં કહ્યું “અઢી વર્ષથી હું આ ભૂત જેવાં સ્પેસશીપ ઉપર એકલી રખડું છું....!”

“oh god...!” જોયે એવલીન સામે સહાનુભૂતિથી કહ્યું “અઢી વર્ષ...! આ તો બહુ અઘરું કેહવાય...! કઇ રીતે ..!” જોયનો અવાજ દબાઈ ગયો.

એવલીન જવાબ આપ્યા વિના જોયને વળગીને રડી પડી. જોયે થોડો ખચકાટ અનુભવ્યો. પરંતુ એવલીનની પરિસ્થિતિ વિષે વિચાર આવતા તેનો ખચકાટ દુર થયો. તેણે એવલીનને રડવા દીધી. જોયને વળગીને એવલીન ક્યાંય સુધી રડતી રહી.

***

“ખરેખર ...! ૧૫ દિવસ સુધી ટોટલ ન્યુડ...!?” જોયે આશ્ચર્યથી નોવાને પૂછ્યું અને બાજુમાં બેઠેલી એવલીન સામે કુતુહલથી જોયું. એવલીને હસતાં-હસતાં વ્હીસ્કીનો ઘૂંટ પીધો.

ત્રણ દિવસ પહેલાં જોય કેપ્સ્યુલમાંથી “જાગ્યો” હતો. અને ત્રણ દિવસથી તે એવલીન સાથે સ્પેસ શીપ ઉપર અલગ-અલગ સુવિધાઓનો લાહવો લઇ રહ્યો હતો. એવલીને પણ જોયનું ધ્યાન શક્ય હોય ત્યાં સુધી પોતાની બાજુ ખેંચી રાખવાંનાં પ્રયત્નો ચાલુજ રાખ્યા હતા. બંને વચ્ચે સારી કહી શકાય તેવી મિત્રતા બંધાઈ ગઈ હતી.

જોયને પોતાની તરફ આકર્ષવા એવલીન મોટેભાગે અંગ પ્રદર્શન થાય તેવાંજ વસ્ત્રો પહેરતી. તે જોયની સાથે જેટલો પણ સમય વિતાવતી તેટલો સમય દરમિયાન ખુબ છૂટથી તેની જોડે વર્તન કરતી. જાણે જોય તેનો ખાસ અને જુનો મિત્ર હોય. વાતચીત દરમિયાન જોયના શરીરને સ્પર્શ કરવો, ધબ્બા મારવાં, વગેરે જેવી હરકતો તેમજ વારે-વારે જોયની જોડે રોમેન્ટિક વાતો કરવા પ્રયાસ કરતી.

જોય એવલીનનાં આવા વર્તનથી ઘણીવાર ખચકાટ અનુભવતો. પણ તે એવલીનની મનોસ્થિતિ સમજી શકતો હતો. અનંત કાળા અંતરીક્ષ લાંબી સફર ખેડી રહેલાં સ્પેસ શીપમાં એવલીને અઢી વર્ષ એકલાં વિતાવ્યા હતા. એકલતા કોઈ પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. એ વાત જોય જાણતો હતો. એટલેજ વાતચીત કે મજાક મસ્તી દરમ્યાન જો એવલીન ક્યારેક વધુ પડતી છૂટછાટ લેતી તો તેની એવી હરકતો જોય અવગણતો.

“હાં....ખરેખર...ટોટલ ન્યુડ...મારી સામે વ્હીસ્કી પીવામાં પણ ન્યુડ બેસતાં તેને શરમ નહોતી આવતી...!” નોવાએ એવલીનનાં ગ્લાસમાં ફરી વ્હીસ્કી ભરતાં-ભરતાં જોયને કહ્યું.

એવલીને જોયની ઓળખાણ નોવા જોડે કરાવી હતી. જોય કૃત્રિમ બુદ્ધિમત્તા ધરાવતા નોવાથી ખાસ્સો ઈમ્પ્રેસ થયો હતો.

“you know મેં ડાન્સ ક્લબમાં સ્ટ્રીપ ડાન્સ પણ કર્યો હતો....!?” એવલીને બંનેને કહ્યું.

“સાચે....!?” જોયે આંખો પહોળી કરી નોવા સામે જોતા કહ્યું.

“ઓહ....! મારી સામે નાં જોશો ....મેં તેમનો સ્ટ્રીપ ડાન્સ નથી જોયો....હું તો મારી આ જગ્યાએથી હલી પણ નથી શકતો...!” નોવએ તેની સામે જોઈ રહેલા જોયને જોઈ મજાક કરતાં કહ્યું

બધાં હસી પડ્યા. જોય અસ્સલ માણસની જેમજ હસી રહેલાં નોવા સામે હેરાનીથી જોયું. જોય જેમ-જેમ નોવાની અસ્સલ મનુષ્યની જેમ વર્તવાની ખૂબીઓથી પરિચિત થતો જતોં હતો તેમ-તેમ તેને વધુ અચરજ થતું જતું હતું.

“તને સ્ટ્રીપ ડાન્સ ગમે છે...!?” એવલીને જોય સામે જોઇને આંખો નચાવતા પૂછ્યું.

“હં...નાં....હાં...નહી મેં તો કોઈ દિવસ ....” જોયની જીભ થોથવાઈ ગઈ અને જવાબ ટાળવા તેણે નોવા સામે જોઇને પૂછ્યું “નોવા....ક્રાયોજેનિક કેપ્સ્યુલ રિપેર કરવાનો કોઈ આઈડિયા તારી જોડે છે...?”

“નહિ....મારું કામ બારમાં આવતા લોકોને ડ્રીંક આપવાનું છે...!” નોવાએ હસતા મુખે કહ્યું.

“હા..પણ તું ઈન્ટેલીજન્ટ રોબોટ છે....તારી જાતે વિચારી શકે છે....તો કેપ્સ્યુલ રિપેર કરી શકાય તેવું કઈક વિચારને....!” જોયે ફરીવાર નોવાને કહ્યું.

એવલીનને જાનણે જોયની વાતમાં રસનાં હોય તેમ નાટક કરતાં વ્હીસ્કી પીવાનું ચાલુ રાખ્યું.

“મારું પ્રોગ્રામિંગ હું જાતે બદલી નથી શકતો!” નોવાએ કહ્યુ.

“અને જો અમે કહીએ તો પણ નહિ....!” જોયે ફરી પૂછ્યું

“નાં....પોગ્રામિંગ બદલવા માટે તમારી જાતે મારી સિસ્ટમ એક્સેસ કરવી પડે અને પ્રોગમીંગ બદલવું પડે..એ પ્રકિયા એક લાંબી પ્રક્રિયા છે...!” નોવાએ કહ્યું.

“પણ જોય ....શું તું ક્રાયોજેનિક કેપ્સ્યુલ રીપેર નાં કરી શકે....!?” એવલીન બોલી.

“નાં....હું માત્ર તેની સર્કીટ રીપેર કરી કે નવી બનાવી બદલી શકું.....હું ઇલેક્ટ્રિકલ એન્જીનીયર છું સોફ્ટવેર એન્જીનીયર નહિ....” જોયે એવલીન સામે જોઇને “કહ્યું.

“પણ તારે સોફ્ટવેર એન્જીનીયરની શું જરૂર છે....!?” એવલીને તેનાં મનમાં ચાલી રહેલાં ભાવોને તેનાં ચહેરા ઉપર કળવા દીધા વિના કહ્યું.

“સર્કીટ નવી નાખ્યા પછી કેપ્સ્યુલ ચાલુ તો થઇ જશે પણ નવી સર્કીટનું નવું પ્રોગ્રામિંગ કે ઈંસ્ટોલેશન કેપ્સ્યુલના કોમ્પ્યુટરમાં કરવાનું કામ મારું નથી. એ કામ કરવા માટે એક સોફ્ટવેર એન્જીનીયર જોઈએ.” જોયે સમજાવ્યું.

“ધત....” એવલીન મનમાં બબડી “કોઈતો રસ્તો હશેને કેપ્સ્યુલ ચાલુ કરવનો” એવલીન થોડાં અધીર્યા સ્વરમાં બોલી.

“હોવો જોઈએ ....” જોયે આશા વ્યક્ત કરતાં કહ્યું “હું શોધીને રહીશ...

“નોવા.....” એવલીને નોવાને વ્હિસ્કીનો ગ્લાસ બતાવી ઇશારામાં બીજી વ્હીસ્કી આપવા કહ્યું. પોતાનાં મનમાં ચાલી રેહલા ભાવો તેના ચેહરા ઉપર આવી નાં જાય એટલા માટે એવલીને વાત બદલતાં નશામાં ધુત થવાનું નાટક કરવાનું ચાલુ કર્યું.

“તમેં ઓલરેડી ઘણી પી ચુક્યા છો....તમને નથી લાગતું હવે તમારે બસ કરવું જોઈએ” નોવાએ એવલીનને કહ્યું.

શું નોવા .....!” એવલીન જાણે નશામાં લેહરાતી હોય તેમ બોલી “પ્લીઝ હું તારી જૂની કસ્ટમર છું....આપને યાર....”

ok એવલીન....હવે નહિ...ચાલ હવે તું બહુ પી ગઈ લાગે છે....!” જોયે ટેબલ પરથી ઉઠતા એવલીનને કહ્યું.

“શું જોય તું પણ .....” એવલીને ફરવાર નશામાં ઝૂમતી હોય એમ એક્ટિંગ કરતા કહ્યું “યાર હજી તો ૮૭ વર્ષ બાકી છે....આપણી જીદંગી હવે આ “ખટારા” સ્પેસશીપ ઉપર જ વિતવાની છે....તો એશ કરને....મજા કર....” એટલું કહેતાંજ એવલીને જોય ઉપર નશામાં ઢાળી જવાનું નાટક કર્યું.

“let us enjoy “Joy” ...!” એવલીને જોયની છાતી ઉપર તેની દાઢીનો ટેકો દઈ મોઢું ઊંચું કરતા ટીખળ કરી.

“ચાલ હવે હું તને તારા રૂમ સુધી છોડી દઉં....!” જોય એવલીનને પકડીને ચાલવા લાગ્યો “ગુડ નાઈટ નોવા....!”

“ગુડ નાઈટ ....!” નોવાએ વ્હીસ્કીનો ગ્લાસ સાફ કરતાં કરતાં કહ્યું.

“શું યાર જોય તું બહુ બોરિંગ માણસ છે...!” એવલીને ફરી લથડતાં-લથડતાં કહ્યું. તેનો અવાજ હવે વધુ પડતું ઢીંચી ગયેલ માણસ જેવો થઇ ગયો. જોય એવલીન ઉપર હસ્યો. પછી એને એવલીનની દયા આવી.

જોય એવલીનને તેના રૂમ પાસે લઇ આવ્યો. બાર થી રૂમ સુધીના રસ્તે એવલીને તેનો “લવારો” ચાલુજ રાખ્યો.

“જોય....!” એવલીનને તેના રૂમમાં બેડ પાસે ઉભા રહીને તેને સુવાડવામાં મદદ કરી રહેલાં જોયના શર્ટનો કોલર પકડીને કહ્યું.

“એવલીન...!” જોયે તેનાં કોલર ઉપર રાખેલાં એવલીનના હાથ પકડ્યા “સુઈ જા હવે...”

“નાં....!” એવલીન બાળકો જેવું મોઢું બનાવી કાલાવાલા કરવા લાગી “હું તો નઈ સુવું....”

જોયે એવલીનને મહાપરાણે બેડ ઉપર સુવાડી.

“જોય....” એવલીને હજી પણ જોયના શર્ટનો કોલર પકડેલો હતો તે ખેંચ્યો અને જોયનું મોઢું તેના હોઠની એકદમ નજીક લાવી દઈ તેને ચૂમવા પ્રયત્ન કર્યો.

“એવલીન.....!” જોયે તેને તેમ કરતાં રોકી “પ્લીઝ....!”

એવલીન અટકી. તેણે જોયના કોલર છોડ્યા. જોય એવલીનના રૂમમાંથી ચાલવા લાગ્યો. તેણે એક નજર બેડ ઉપર સુઈ રહેલી એવલીન ઉપર નાખી. એવલીને એજ વખતે પોતાનાં બંને હાથ સુતાં-સુતાં તેનાં માથાની ઉપર લઇ તેનું આખું શરીર ખેંચી અંગડાઈ લીધી. તેની ખુલ્લી કમર એકદમ ટાઈટ થતા જે કમાન રચાઈ, તેણે જોયના મન ઉપર કામણ પાથર્યું. જોય થોડીવાર એવલીનની દૂધ જેવી સુંદર કમરને નીરખી રહ્યો. પછી દરવાજો ખોલી બહાર નીકળી ગયો.

“તારે કોઇપણ સંજોગોમાં મારા પ્રેમમાં પડવુંજ પડશે....”જોયના બહાર જતાજ એવલીને બેડ ઉપર તેના હાથ પછાડતા બોલી “જો એવું નઈ થાય તો .....તો જો તું કેપ્સ્યુલ ચાલુ કરવામાં સફળ થઇ ગયો તો તું મને કેપ્સ્યુલમાં સુવાડવાની જગ્યાએ જાતે સુઈ જઈશ...”

“જો તુ મારા પ્રેમમાં પડીશ તો જ તું મારા માટે કેપ્સ્યુલમાં નહિ સુવાનું બલીદાન આપવા તૈયાર થઈશ....”

વિચારી રહેલી એવલીનની આંખ ધીરે-ધીરે ઘેરવા લાગી.

****

છેલ્લાં દસ દિવસથી એવલીન જોયને તેની તરફ આકર્ષિત કરવાના તમામ પ્રયત્નો કરી રહી હતી. એવલીને બધાંજ પ્રયત્નો કરી જોયા. કોઈવાર “દુઃખી આત્મા” બનીને જોયની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન તો કોઈવાર હસી-મજાક કરતાં-કરતાં તેની નજીક સરકવાનો પ્રયત્ન. એવલીને જોયને પટાવવાનો ઘણો પ્રયત્ન કરી જોયો. પોતાનાં રૂપ ઉપર ઘમંડ કરતી એવલીને જોયને તેનાં રૂપની જાળમાં ફસાવવાનો પણ પ્રયત્ન કરી જોયો. આકર્ષક ટૂંકા કપડાં પહેરી જોયની જોડે રેહવું, તેની સામે સ્વર્ગની અપસરાઓ જેવી મોહક અંગભંગિમાઓ કરવી વગેરે તમામ પ્રયત્નો છતાં જોય જાણે કોઈ તપ કરી રહેલો ઋષિ હોય તેમ અડગ રહ્યો.

એવલીનને જોય ઉપર ગુસ્સો પણ આવતો અને તેનાં ઉપર માન પણ ઉપજતું. આવા વિશાળ સ્પેસશીપમાં જો જોય ધારે તો પળવારમાં એવલીનને “પીંખી” નાખે તેમ હતો અને એવું કરતાં જોયને રોકી શકે તેવું કોઈ ત્યાં નહોતું. બીજું તો ઠીક એવલીન જે રીતે જોયને ભાવ આપી રહી હતી તે જોતાં બીજું કોઈપણ પોતાની જાતને આટલું નાં રોકી શકત આમ છતાં જોય પોતાનાં કેરેક્ટર ઉપર અડગ રહ્યો હતો. એવલીનને જોયની આ ખાસિયત ખુબ પસંદ પડી હતી.

આમ છતાં એવલીને જોયને પોતાની જાળમાં ફસાવવાના પ્રયત્નો છોડ્યા નહોતા. જોયને તેની જાળમાં ફસાવવો એવલીન માટે જીવન-મરણનો પ્રશ્ન હતો. એકવાર જોય એવલીનના પ્રેમમાં પડે તો એવલીન એને તેના પ્રેમમાં એટલો ડુબાડી દેવા માંગતી હતી કે જોય ગમે તેમ કરીને ક્રાયોજેનિક કેપ્સ્યુલ રીપેર કરી દે. એ તો સ્વાભાવિક હતું કે પછી એવલીનનાં પ્રેમ પડેલો જોય પોતાની જગ્યાએ એવલીનને જ કેપ્સ્યુલમાં સુવાડે અને બાકીના વર્ષો સ્પેસ શીપમાં વિતાવી મૃત્યુને ભેટવાનું બલિદાન આપી દે.

***

“મને ખબરજ હતી કે તું અહીજ મળીશ...” સ્પેસશીપના વિશાળ સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરી રહેલાં જોયને સ્વીમીંગ પુલની બાહર ઉભી રહીને જોઈ રહેલી એવલીન બોલી.

જ્યારથી જોય “જાગ્યો” હતો લગભગ ત્યારથી રોજ તે સ્વીમીંગ અહી સ્વીમીંગ કરતો. વિશાળ સ્વીમીંગ પુલ સ્પેસશીપમાં એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે અંતરીક્ષનો સુંદર નજારો માણતા-માણતાં કોઈપણ વ્યક્તિ સ્વીમીંગ કરી શકે.

અડધો સ્વીમીંગ પુલ સ્પેસ શીપની દીવાલની બાહર રેહતો જેને મજબુત કહી શકાય તેવાં પારદર્શક ક્રિસ્ટલથી બનાવાઈ હતી. ત્યાં સ્વીમીંગ કરી રેહલી વ્યક્તિને તે જાણે અંતરીક્ષમાં સ્વીમીંગ કરી રહ્યો હોય તેવો અભાસ થતો.

“ગુડ મોર્નિંગ....!” જોયે સ્વીમીંગ પુલમાંથી બહાર આવતા કહ્યું.

જોયે માત્ર સ્વીમીંગ બ્રીફ પહેર્યું હતું. બાકી આખું શરીર ખુલ્લું હતું. એવલીન પલક ઝપકાવ્યા વિના તેનાં શરીરને નીરખી રહી. કસાયેલું માપનું એથ્લીટ જેવું બોડી. તે જીમ નહોતો જતો. પણ રેગુલર સ્વીમીંગના લીધે તેનાં શરીર ઉપર ચરબીનો લેશમાત્ર અંશ નહોતો.

ઓલેમ્પિકના દોડવીર જેવાં કસાયેલાં અને ગઠિલાં તેનાં શરીર ઉપર સ્વીમીંગ પુલના પાણીના ટીપાં અનેક જગ્યાએ બાઝેલાં હતાં. કેટલીક બુંદો સરકીને તેનાં ગળાથી નીચે ઉતરી અને છાતીના ભાગેથી સફર કરીને “જ્યાં” સુધી ગઈ ત્યાં સુધી એવલીને તેની નજર ફેરવી.

જોય એવલીનની જોડે આવીને ઉભો રહ્યો.

“સ્વીમીંગ કરવું સારી આદત છે....” જોયે કહ્યું

“તો ચાલ હું પણ તારી જોડે સ્વીમીંગ કરું....” એમ કહીને એવલીનને જોયને જોરથી ધક્કો માર્યો. જોય સ્વીમીંગ પુલની ધારની નજીકજ ઉભો હતો એટલે ધક્કાથી સીધો પાણીમાં જઈ પડ્યો.

એવલીન....!?” જોયે એવલીનની એ હરકત ઉપર નારાજ થતાં સ્વીમીંગ પુલમાં રહીને કીધું “what the hell....?”

જવાબમાં એવલીને ફટાફટ પોતાનાં વસ્ત્રો ઉતારી દીધાં. તેણે રેડ કલરનો ટુ પીસ સ્વીમીંગ costume પહેર્યો હતો.

જોય એવલીનના સુંદર ઘાટીલાં દેહને જોઈ રહ્યો.

છપ્પાક....

કોઈપણ જાતનાં સંકોચ વિના એવલીને સ્વીમીંગપુલમાં જોયની નજીકજ જમ્પ માર્યો.

રેસ લાગાઈશું...?” પુલમાં એવલીને જોયને પૂછ્યું “ત્યાં સુધી ...?” એવલીને જોયને હાથથી ઈશારો કરી સ્વીમીંગ પુલનો બીજો છેડો બતાવ્યો. જે અડધો ભાગ પારદર્શક ક્રિસ્ટલનો બનેલો હતો અને ત્યાંથી આખું અંતરીક્ષ દેખાતું હતું.

“હાં...ચાલ.....!” જોયે પુલમાં એવલીનની સમાંતર ઉભા રહેતા કહ્યું “હું તને હરાવી દઈશ...”

હું તો ક્યારની હારી જ ગઈ છું...” એવલીને જોયની સામે જોઈ રોમેન્ટિક અંદાજમાં ફલર્ટ કરતાં કહ્યું.

જોયે તેનાં ફલર્ટની અવગણના કરી. બંનેએ પુલમાં તરીને રેસ લગાવી. તરતાં-તરતાં બંને પારદર્શક ક્રિસ્ટલવાળા ભાગ સુધી પહોંચી ગયા. એવલીન રેસમાં હારી ગઈ.

“કીધું હતુંને ....!” જોયે એવલીનને ચીડવતા કહ્યું “હું તને હરાવી દઈશ....!”

જવાબમાં એવલીને હળવું સ્મિત આપ્યું. બંને ક્રિસ્ટલવાળા ભાગમાં પાણીમાં ઉભા રહ્યા અને બહાર દેખાઈ રહેલાં અંતરીક્ષનો નયનરમ્ય નજારો જોઈ રહ્યા.

“અગણિત તારાઓ....” એવલીને કહ્યું

“હં...અને આ અગણિત તારાઓ વચ્ચે આપણે એકલાં.....” જોયે બહાર જોતા-જોતા કહ્યું.

થોડીવાર બંને બહાર જોઈ રહ્યાં.

એવલીન પુલમાં જોયની વધુ નજીક સરકી. જોયની એકદમ નજીક જઈને તે થોડીવાર થોભી. જોય તેની સામે ફર્યો. બંનેનું શરીર છાતી સુધી પાણીમાં ડૂબેલું હતું. એવલીને પાણીની અંદર રહેલાં જોયના બંને હાથ પકડ્યા અને પાણીમાં ડૂબેલી તેની કમનીય ખુલ્લી કમર ઉપર મુક્યા. જોય તેનાંથી થોડો ઉંચો હતો. આથી એવલીને જોયના માથાને પકડીને નીચે નમાવી તેને કિસ કરવા પ્રયત્ન કર્યો.

“એવલીન....!” જોયે એવલીનને રોકતા કહ્યું.

“જોય....! પ્લીઝ.....!” એવલીને જોયને વિનવતા કહ્યું.

“એવલીન હું તને કઈક કેહવા માંગુ છું.....!” જોયે એવલીનના ખભા પકડતાં કહ્યું.

“તો કે ને...!” એવલીને ફરી પોતનાં હોઠ જોયની નજીક લઇ જતાં તેણે ચૂમવાનો પ્રયાસ કરતા કહ્યું.

“એવલીન ...અઢી વર્ષ.....હું સમજી શકું છું....! હું સમજી શકું છું તારા માટે કેટલું અઘરું રહ્યું હશે એકલાં જીવવાનું ....” જોયે એવલીનને ફરી અટકાવી.

“તું નથી સમજતો જોય....!” એવલીને ધીમા માદક સ્વરમાં કહ્યું “જો સમજતો હોત તો તું મને આટલી નાં તડપાવતો હોત....પોતની જાતને શું કામ રોકે છે જોય....હું જાણું છું તને પણ મારા માટે ફીલિંગ્સ છે.....”

“હું ખોટું નહિ બોલું....!” જોયે એવલીનની આંખોમાં જોઇને કહ્યું “હાં... તારાથી દુર રહેવું મારાં માટે ખુબ અઘરું છે...!”

“તો પછી શા માટે પોતાને રોકે છે....તૂટી પડને મારા ઉપર....” એવલીનના સ્વરમાં વધુ માદકતા આવી ગઈ “અંતરીક્ષના આ અગણિત તારાઓને આપણા પ્રેમનું સાક્ષી બનવાદે.....”. એવલીન હવે જોયને ચોંટી ગઈ. તેનાં ઉરજો હવે જોયની કસાયેલી છાતીને સ્પર્શવા લાગ્યા. એમ થતાંજ એવલીનના હ્રદયના ધબકારા વધી ગયા.

પોતાની છાતીને સ્પર્શી રહેલાં એવલીનના ઉન્નત ઉરજોની ગતિ ઉપરથી જોયને સમજાઈ ગયું કે હવે ધીરે-ધીરે એવલીન પોતાની ઉપરથી કાબૂ ઘુમાઈ રહી છે.

હું તને કઈક બતાવવા માંગુ છું..” જોયે એવલીનને તેનાં ખભા પકડી રોકી અને પુલમાંથી એવલીનનો હાથ પકડી બહાર નીકળવા લાગ્યો. જોય કદાચ તેને પોતાનાં રૂમમાં લઇ જાય છે એમ માનીને એવલીન તેની પાછળ દોરવાઈ.

બંનેએ સ્વીમીંગ પુલમાંથી નીકળી પુલની બહાર ટેબલ ઉપર પડેલા પોત-પોતાનાં કપડાં પેહર્યા.

આપણે ક્યાં જઈએ છે..તારા રૂમમાં....!?” એવલીને મસ્તી કરતાં કહ્યું “તને નથી લાગતું સ્વીમીંગ પુલમાં પણ “મજા” આવત....!?”

“એવલીન...!” જોયે છણકો કર્યો “જેવું તું વિચારે છે એવું કઈ નથી...”

એવલીન મુંઝવાઈ ગઈ.

“એવલીન ...” જોયે પોતાની ટીશર્ટ પહેરતાં કહ્યું “જે કારણથી હું તારા નજીક આવતા પોતાને રોકું છું એ કારણ તને બતાવવા માંગુ છું...”

“હું કઇ સમજી નહિ....!” એવલીને વધુ મુંઝવણ અનુભવતા પૂછ્યું

“ચાલ.....” એટલું કહી જોય આગળ ચાલવા લાગ્યો અને એવલીન તેની પાછળ.

એવલીન પણ તે કારણ જાણવા અધીર થઇ જેના લીધે જોય તેનાથી દુર રેહતો હતો.

***

જોય એવલીનને લઈને ક્રાયોજેનિક ચેમ્બરમાં આવ્યો. ચેમ્બરમાં આજુબાજુ ગોઠવેલી યાત્રીઓની કેપ્સ્યુલોની લાઈનની વચ્ચે બંને ચાલી રહ્યાં હતા.

એવલીન ઘણાં દિવસે આ જગ્યાએ પાછી આવી હતી. બંને અન્ય યાત્રીઓને સુતેલાં જોતાં જોતા પસાર થઇ રહ્યાં હતાં. એવલીને ૧૯૯ નંબરની પોતાની ખાલી પડેલી કેપ્સ્યુલ જોઈ. તેની કેપ્સ્યુલ પાસેથી પસાર થતી વખતે તેની ચલાવની ગતિ થોડી ધીમી પડી. તે અટક્યા વગર આગળ ચાલી ગઈ.

ખાસું ચાલ્યા પછી જોય એક જગ્યાએ અટક્યો. ચાર યાત્રીઓની કેપ્સ્યુલ એક વિશાળ લોખંડના પીલ્લર જેવી જગ્યાની ફરતે ગોળાકારમાં ગોઠવેલી હતી. આખા ચેમ્બરમાં તમામ યાત્રીઓની કેપ્સ્યુલો આજ રીતે ચાર-ચારના ઝુમખામાં ગોઠવેલી હતી. લોખંડના જે પીલ્લરની આજુ બાજુ તે કેપ્સ્યુલો ગોઠવેલી હતી તે હકીકતમાં ચારેય કેપ્સ્યુલો પાવર પહોચાડતું પાવર બીમ હતું. જેમાં ચારેય કેપ્સ્યુલો માટે backup પાવર supplyની પણ વ્યવસ્થા કરેલી હતી.

એવલીને જોયું કે જોય જે ચાર કેપ્સ્યુલોના ઝૂમખાં જોડે ઉભો હતો તેમની એક કેપ્સ્યુલ ખાલી હતી. એવલીન જાણતી હતી કે તે કેપ્સ્યુલ કોની છે.

આ તો તારી કેપ્સ્યુલ છે ને...!?” એવલીન જાણે અજાણ હોય એમ જુઠું નાટક કરતા બોલી.

“હા....!” જોયે બીજી કેપ્સ્યુલો સામે જોતાં જોતાં કહ્યું “અને આ ....!” જોયે અન્ય કેપ્સ્યુલમાં સુઈ રહેલાં યાત્રીઓ તરફ આંગળી કરતા કહ્યું “મારી પત્ની છાયા...અને આ....” જોયે તેની બાજુમાં રાખેલી બીજી કેપ્સ્યુલ તરફ હાથ કર્યો “અને આ...મારી દીકરી...રીધીમાં...”

“what....!” જોયે જે ધડાકો કર્યો તેનાથી ડઘાયેલી એવલીન ફાટી આંખે કેપ્સ્યુલમાં શીત નિદ્રામાં સુઈ રહેલી જોયની પત્ની અને તેની દીકરીના મુખ તરફ જોઈ રહી. તેનાં માથે જાણે વજ્રઘાત થયો હોય એમ તે દિગ્મૂઢ બની ગઈ.

***

આગળ વાંચો પ્રકરણ 5 માં...જોયે તેની પત્ની અને દીકરી અંગે કરેલાં ધડાકા પછી ડઘાઈ ગયેલી એવલીન શું કરશે....?

Follow me on: twitter@jignesh_19