Love in Space - 11 books and stories free download online pdf in Gujarati

લવ ઇન સ્પેસ - 11


લવ ઇન સ્પેસ

પ્રકરણ -11

“SID”

J I G N E S H

Instagraam: @sid_jignesh19


▪▪▪▪▪


“અમ્મ...!”

“જોય....!?” એવલીન ચિંતાતુર સ્વરમાં બોલી.

ક્રિસ્ટીના, બ્રુનો અને એવલીન વાતો કરી રહ્યાં હતાં ત્યાંજ જોય ભાનમાં આવવાં લાગ્યો. આથી તેમની વાત અધૂરી રહી.

“જોય...જોય....!” ક્રિસ્ટીનાને ધીરેથી હડસેલીને એવલીન જોયની નજીક ઊભી રહી અને નીચાં નમીને તેનાં માથે હાથ ફેરવવા લાગી.

“એને રેસ્ટ કરવાંદે....!” ક્રિસ્ટીના શાંતિથી બોલી.

“હું જ એની દવા છું...!” એવલીન હક જતવાતી હોય એમ ચિડાઈને ક્રિસ્ટીના સામે જોઈને બોલી.

બ્રુનો ઊભો-ઊભો બધું જોઈ રહ્યો. જોકે તેની નજર હવે ખૂબસૂરત ક્રિસ્ટીનાનાં અતિશય ઘાટીલાં દેહ ઉપર હતી. સ્લીવલેસ હાલ્ફ રેડ ટી-શર્ટમાં દેખાતી તેની ખુલ્લી કમર, રફ જીન્સમાં દેખાતાં તેણીનાં ભરાવદાર અને ગોળાંકાર નિતંબો, અદ્ભુત અને ઉન્નત કહેવાય તેવાં તેણીનાં વક્ષો. બ્રુનો માટે ક્રિસ્ટીના સાક્ષાત અપ્સરા હતી.

“એને મારી જરૂર છે...!” એવલીન ક્રિસ્ટીના સામે જોઈને બોલી.

“એને રેસ્ટ કરવાં દઇશ...તો એ ઝડપથી રિકવર થશે....!” ક્રિસ્ટીના સપાટ સ્વરમાં બોલી અને પાછી ફરીને ત્યાંથી જવાં લાગી.

ક્રિસ્ટીનની અચાનક “એન્ટ્રી”થી ચિંતામાં મુકાયેલી એવલીન ક્રિસ્ટીનાને જતી જોઈ રહી.

“હું બાથરૂમ જઈને આવું...!” ક્રિસ્ટીના જેવી મેડિકલ રૂમમાંથી બહાર ગઈ કે બ્રુનો તરતજ બહાનું કાઢતો હોય એમ બોલ્યો અને ઉતાવળા પગલે ત્યાંથી નીકળી ગયો.

રૂમમાંથી બહાર નીકળી બ્રુનોએ આમતેમ નજર દોડાવી. જમણી બાજુ લિફ્ટ તરફ ક્રિસ્ટીના જઈ રહી હતી.

“અ...ક્રિસ્ટી...!” ક્રિસ્ટીનાને ઊંચાં સવારે બોલાવી બ્રુનો તેની પાછળ જતાં-જતાં બોલ્યો “અહિયાં બારમાં વ્હીસ્કી મસ્ત મળે છે...! પીવી છે...!?”

લિફ્ટ પાસે પહોંચવાં આવેલી ક્રિસ્ટીનાની જોડે પહોંચીને બ્રુનો મસ્કો મારતો હોય એમ પૂછવા લાગ્યો.

“નાં....!” ક્રિસ્ટીના સપાટ સ્વરમાં બોલી અને લિફ્ટની બાજુમાં સ્ટેર કેબિનમાંથી સીડીઓ નીચે ઉતરવાં લાગી “અને મને ક્રિસ્ટી નઈ કે’વાનું...!”

સીડીઓ ઉતરતાં-ઉતરતાં ક્રિસ્ટીના મોટેથી બોલીને ગઈ.

“અઘરો માલ લાગે છે....!” ત્યાંજ ઊભો-ઊભો બ્રુનો બબડ્યો.

***

“ઓહ જોય....! હું તો ડરીજ ગઈ હતી...!” થોડાં કલ્લાકો પછી જોય ભાનમાં આવો અને સ્વસ્થ થયો.

જોયને સ્વસ્થ જોતાંજ એવલીન તેને વળગી પડી.

“હું પણ ….!” જોય ભીની આંખે એવલીનની કમર ફરતે પોતાનાં હાથ લપેટીને બોલ્યો “સ્પેસશીપમાંથી સુંદર દેખાતું સ્પેસ બહારથી બવ ભયંકર ડરવાનું છે....!”

“આઈ નો.....આઈ નો જોય....!” જોયના ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને એવલીન બોલી.

બંને ફરીવાર એકબીજાંને વળગી પડ્યાં. જોયની પીઠ ઉપર એવલીન પ્રેમથી હાથ ફેરવી રહી.

“હવે કેવું ફીલ થાય...!”

“ઓહ...તું જાગી ગ્યો...!” જોયને વળગી રહીને એવલીન પૂછવાજ જતી હતી ત્યાંજ પાછળથી ક્રિસ્ટીનાનો અવાજ સંભળાયો.

એવલીને પાછું ફરીને જોયું અને જોય આશ્ચર્યપૂર્વક ક્રિસ્ટીના સામે જોઈ રહ્યો.

જોય હજી કઈંક બોલવા મોઢું ખોલતોજ હતો ત્યાંજ ક્રિસ્ટીના તેની નજીક આવી ગઈ એવલીનને ખસેડી જોયનો હાથ પકડીને તેની નાડી ચેક કરવાં લાગી.

એવલીન ચિડાઈને ક્રિસ્ટીના સામે જોઈ રહી.

“અમ્મ....!”

“ક્રિસ્ટીના...!” જોય પૂછે એ પહેલાંજ ક્રિસ્ટીનાએ જોયનું કાંડું પકડી રાખીને મારકણું સ્મિત કરીને કહ્યું “ડૉક્ટર ક્રિસ્ટીના....!”

“હાં....! આઈ નો....!” જોય બોલ્યો “તમે જ્યારે કેપ્સ્યુલમાંથી જાગ્યા ત્યારે મેં તમારું નામ કેપ્સ્યુલની નેમ પ્લેટ ઉપર વાંચ્યું હતું....!”

“ઓહ...!”

“જોય... ક્રિસ્ટીના બે દી...!”

“એવલીન....તું થાકી નથી...!?” ક્રિસ્ટીના એવલીનને ટોકીને વચ્ચે બોલી પડી પછી જોય સામે જોઈને કહ્યું “યુ નો...! તું બેભાન હતો ત્યારથી એ જાગે છે...! અને કશું ખાધું-પીધું પણ નથી....!”

“અરે બાપરે...! એવલીન..!?” જોયે ચિંતાતુર નજરે એવલીન સામે જોયું.

“તું જા...! કઈંક જમીલે.....! અને આરામ કર...!” એવલીનની મજા લેતી હોય એમ ક્રિસ્ટીના પોતાનું લુચ્ચું સ્મિત દબાવીને એવલીન તરફ જોઈ રહી “હું જોયનું ધ્યાન રાખું છું...!”

“ટ્રસ્ટ મી જોય...!” ક્રિસ્ટીનાએ જોય સામે જોયું “હું એક સારી ડૉક્ટર છું....!”

“હાં....! બઉ સારી ડૉક્ટર છે તું...!” ત્યાંજ પાછળથી બ્રુનોનો અવાજ આવ્યો “જોય...! એણે તને કિસ કરીને બચાવ્યો...!”

બ્રુનો મલકાતો-મલકાતો બોલ્યો. એવલીન હવે ચિડાઈને બ્રુનો અને ક્રિસ્ટીના સામે જોઈ રહી.

“હી મિન્સ કે મેં તને એક્સટર્નલ બ્રિધીંગ આપીને બચાવ્યો...!” ક્રિસ્ટીના માંડ પોતાનું મલકાવાનું દબાવીને બોલી પછી પોતાનાં વાળની લટ ઉછાળીને બોલી “બટ ઓનેસ્ટલી હાં જોય....! તારાં હોંઠ બવ ટેસ્ટી છે...!”

“એ હેલ્લો...!?” ક્રિસ્ટીનાનો ખભો ખેંચીને એવલીન ચિડાઈને બોલી “લિમિટમાં...!”

“અરે એ મજાક કરે છે યાર...!” બ્રુનોએ એવલીનને પાછી વાળતો હોય એમ પોતાની તરફ ખેંચી “ચલ...! તું ક્યારની જાગે છે....! અને ભૂખી પણ છે...! યુ નીડ રેસ્ટ....!”

“પણ...!”

“ચાલને હવે...! ક્રિસ્ટીના જોયનું ધ્યાન રાખશે...!” બ્રુનોએ પરાણે એવલીનને ખેંચી જવા લાગ્યો.

“એવલીન...! તું આરામ કર....!” પરાણે બ્રુનો પાછળ દોરવાઈ રહેલી એવલીનને જોયે કહ્યું.

***

“આઈ હેટ ધેટ ગર્લ..!” પોતાનાં રૂમનાં દરવાજે ઊભાં રહીને એવલીન બોલી.

ક્રિસ્ટીના ઉપર ગુસ્સે થયેલી એવલીનનો ચેહરો તમીતમી ઉઠ્યો હતો.

“અરે તું ચીલ કરને..!” બ્રુનો બોલ્યો “હું એને પટાઈ લઇશ...! એટ્લે તારો રસ્તો સાફ થઈ જશે...!”

“એમ...!?” એવલીન ટોંન્ટમાં બોલી “તો પટાઈ લેજે...! કેમકે જો જોય મારાં હાથમાંથી ગયો....તો ભૂલી જજે આપડે બચી શકીશું....!”

એટલું કહીને આપમેળે ખૂલી ગયેલાં પોતાનાં રૂમનાં દરવાજાંમાં એવલીન જતી રહી.

થોડીવાર ઊભાં રહીને બ્રુનો પણ પોતાનાં રૂમ તરફ ચાલ્યો.

***

“યુ મીન....! જ્યારે સ્પેસશીપનાં ક્રાયોજેનિક ચેમ્બરમાં ગરબડ ઊભી થઈ...! એ વખતે જાગી હતી...!?” જોયે પોતાની જોડે બેઠેલી ક્રિસ્ટીનાને પૂછ્યું “બે-ત્રણ દિવસ પે’લ્લાં....!? ગઈ કાલે નઈ...!?”

બીજાં દિવસે જોય, બ્રુનો, એવલીન અને ક્રિસ્ટીના નોવાનાં બારમાં બેસીને વ્હિસકી પી રહ્યાં હતાં. ચારેય જણાં સ્ટૂલ ઉપર સર્કલ બનાવીને બેઠાં હતાં. જોયની એક બાજુ ક્રિસ્ટીના અને બીજી બાજુ એવલીન બેઠી હતી.

“હમ્મ...! હું આરામ કરતી’તી...! મારાં રૂમમાં...!” ક્રિસ્ટીનાએ વ્હીસ્કીનો ગ્લાસ ખાલી કરીને નોવા સામે મૂક્યો “એક પેગ હજુ....!”

ક્રિસ્ટીનાએ કહ્યું અને નોવાએ સ્મિત કરીને બોટલમાંથી વ્હીસ્કી ગ્લાસમાં ભરવાં માંડી.

બ્રુનો અને એવલીન પણ વ્હીસ્કી પીતાં-પીતાં સાંભળી રહ્યાં હતાં. ક્રિસ્ટીનાથી જેલસ એવલીન કતરાઈને તેણી સામે જોઈ રહી હતી. આગલા દિવસની જેમજ ક્રિસ્ટીનાએ આજે પણ કમર ખુલ્લી રહે એવી શોર્ટ ટી-શર્ટ, રફ જીન્સ પહેર્યું હતું.

“તો પછી જ્યારે અમે તને તારાં રૂમમાં મૂકી...! ત્યારે તું કેપ્સ્યુલમાં શું કરતી’તી...!?” એવલીને ચિડાયેલાં સ્વરમાં પૂછ્યું.

“જે તમે લોકોએ પણ જાગ્યા પછી કદાચ કર્યું હશે...!” ક્રિસ્ટીના શાંતિથી બોલી “જાગ્યા પછી તમને લોકોને જ્યારે રિયલાઈઝ થયું કે તમે લોકો ઘણા જલ્દી જાગી ગ્યાં...! ત્યારે તમે લોકોએ શું કર્યું;તું...!?”

“કેપ્સ્યુલમાં પાછું સૂવાનો પ્રયત્ન...!” જોય પણ વ્હીસ્કીનો ઘૂંટડો ભરીને માથું હલાવી બોલ્યો.

“Exactly…! હું ડરી ગઈ’તી...! કે કોઈ નથી જાગ્યું ને હું એકલી કેમ..!? એ પણ આટલાં બધાં વર્ષો પે’લ્લાં...!?” ક્રિસ્ટીના બોલી “એટ્લે હું પાછી કેપ્સ્યુલમાં સૂવાનો ટ્રાય કરવાં ગઈ....! પણ કેપ્સ્યુલનો દરવાજો બંધ કર્યા પછી જામ થઈ ગ્યો અને ખરાબ થઈ ગયેલી એ કેપ્સ્યુલમાં કાંચ બંધ હોવાથી મને ગભરામણ થવાં લાગી....! અને હું લગભગ બેભાન થઈ ગઈ...!”

“હમ્મ...! અને એજ વખતે અમે લોકો ત્યાં આવ્યાં...!” જોય તાળો મેળવતો હોય એમ બોલ્યો “મારી વાઈફ અને મારી ડોટરની ક્રાયોજેનિક ચેમ્બરો ચેક કરવાં....!”

“હમ્મ...!” ક્રિસ્ટીનાએ હુંકારો ભર્યો અને બોલી “હું માંડ-માંડ કાંચ ખોલીને બહાર નીકળી...! મને હોશ પણ ન’તા..તમે લોકોએ મને જોઈ હશે...! એટ્લે તમને લાગ્યું કે મને ઓટોમેટિક ડિસ્ચાર્જ કરાઈ...!”

“એટ્લેજ એ વખતે તને તારાં રૂમ સુધી પહોંચાડવા માટે રોબોટ્સ પણ ત્યાં નહોતાં..!” જોય બોલ્યો.

“હાં...! કેમકે ત્રણ દિવસ પે’લ્લાં એ લોકોએ મને ડિસ્ચાર્જ થયા પછી મારાં રૂમ સુધી પહોંચાડી દીધી હતી...!” ક્રિસ્ટીના બોલી.

“ઓકે જોય..! હવે ક્રિસ્ટીનાની વાત આપડે બંધ કરશું...!?” એવલીન ચિડાઈને બોલી “હવે બધુ સારું થઈ ગયું ને...!?”

“બિલકુલ....!” બ્રુનો એવલીનનો સાથ આપતો હોય એમ બોલ્યો “જોય તું તો હીરો છે..! ”

“હાં...સ્પેસશીપની બધીજ એરર હવે સોલ્વ થઈ ગઈ છે...!” નોવાં સ્મિત કરીને બોલ્યો “અને સ્પેસશીપ પાછું હોપ ગ્રહનાં માર્ગે ચઢી ગયું છે...! સો...! કોંગ્રેટ્સ...!”

“ઓકે...! ચાલો હવે મારો સ્વિમિંગનો ટાઈમ થઈ ગ્યો...!” રોજની આદત પ્રમાણે સ્વિમિંગનો ટાઈમ થતાં જોય પોતાનાં કાંડે બાંધેલી વૉચમાં ટાઈમ જોઈને ઊભો થયો.

“અરે વાહ સ્વિમિંગ...!” ક્રિસ્ટીના બોલી પડી અને તે પણ સ્ટૂલ ઉપરથી ઊભી થઈ ગઈ “મને પણ ગાંડો શોખ છે સ્વિમિંગનો...!”

“ખરેખર...!?” જોયે ખુશ થઈને પૂછ્યું.

“હાં...! ચલ...! હું પણ તને કંપની આપું...!” એટલું કહીને ક્રિસ્ટીના પણ જોયની જોડે જવા તૈયાર થઈ.

“એવલીન...! હું સ્વિમિંગ કરીને મલું...! બાય...!” એટલું કહીને જોય અને ક્રિસ્ટીના જવા લાગ્યાં.

“અરે શું કરે છે તું...!?” બ્રુનોએ ચૂપચાપ બેસી રહેલી એવલીનને કોણી મારીને કહ્યું “તું પણ જાને..!”

“મને સ્વિમિંગ ઓછું ગમે છે..!” એવલીન બોલી અને જોયને બારમાંથી બહાર નીકળતો જોઈ રહી.

“અરે ઓછું ગમે છે વાળી...!” બ્રુનો સ્ટૂલ ઉપરથી ઉતર્યો અને નોવાંથી દૂર વાત કરવા એવલીનને ખેંચી ગયો “મને લાગે છે ક્રિસ્ટીનાને આપડા વિષે બધુ ખબર છે...!”

“એવું કઈ રીતે પોસિબલ છે...!?” એવલીને નવાઈ પામીને પૂછ્યું.

“તે સાંભળ્યુ નઈ...! એણે કીધું કે આપડે જ્યારે એને એનાં રૂમ સુધી પહોંચાડી રહ્યાં હતાં…! એ વખતે એ અર્ધબેભાન હતી...!” બ્રુનો બોલ્યો “તો પોસિબલ છે...! અને તને યાદ છેને..! એને રૂમ સુધી પહોચાડતાં-પહોંચાડતાં તે મને જોય વિષે અને તારાં પ્લાનિંગ વિષે કહ્યું હતું...! અને આપડે એક ડીલ પણ કરી હતી...!”

“તું શ્યોર છે...!?” એવલીને સહેજ ગભરાઈને પૂછ્યું.

“તું જોયને એક સેકન્ડ માટે પણ એકલો નાં મૂકીશ...!” બ્રુનો બોલ્યો “હું ક્રિસ્ટીનાનું કઈં ઠેકાણું નાં પાડું...! ત્યાં સુધીતો ક્રિસ્ટીનાને એક પણ ચાંસ નાં આપીશ..! જોયને બધું કે’વાનો...!”

“તો તો આપડે લેટ થઈ ગ્યાં..!” એવલીન બોલી “કેમકે ક્રિસ્ટીના જોય જોડે ગઈકાલે ઘણા કલ્લાક એકલાં ગાળી ચૂકી છે...! એણે એ દરમ્યાન કઈ દીધું હશે..!”

“નાં...નઈ કીધું હોય...!” બ્રુનો વિશ્વાસપૂર્વક બોલ્યો “કીધું હોત તો જોય હજી આપડી જોડે..! ખાસ કરીને તારી જોડે બોલતોજ નાં હોત...!”

“ઓહ...હાં...!”

“ક્રિસ્ટીના લાગ જોઈને કે’શે..!” બ્રુનો વિચારીને બોલ્યો “એ રાહ જોશે...! કે જોય ક્યારે પૂરેપૂરો એની ઉપર ટ્રસ્ટ કરતો થાય છે...! અને આપડી એ વાતને ક્રિસ્ટીના હથિયારની જેમ સાચવી રાખશે...! પછી મોકો જોઈને એનો યુઝ કરશે...! જેથી જોય એક ઝાટકે તારાંથી દૂર પણ થઈ જશે...અને સીધો એની તરફ ખેંચાઇ પણ જશે...!”

બ્રુનોની વાતો વિષે એવલીન વિચારી રહી.

“એ જોય જોડે વધુને વધુ ટાઈમ સ્પેન્ડ કરવાનો ટ્રાય કરશે...!” બ્રુનો બોલ્યો “અત્યારે એ એજ કરી રહી છે…!’

“તો હું શું કરું હવે...!?” એવલીન હેલ્પલેસ સ્વરમાં બોલી.

“અરે યાર...! આ સ્પેસશીપ ઉપર કરવાં જેવુ છે શું...!?” બ્રુનો ચિડાઈને બોલ્યો “એની જોડે ટાઈમ સ્પેન્ડ કર....! સેક્સ..કર...! કઈંપણ કર...!”

એવલીન મૂંઝાઇને વિચારી રહી.

“અરે જા જલ્દી...!” બ્રુનોએ એવલીનને ધક્કો મારીને હડસેલી.

એક-બે ડગલાં ચાલી એવલીન ઉતાવળા પગલે સ્વિમિંગ પૂલ તરફ દોડી.

***

“તારો સ્વિમિંગ કોશ્ચ્યુમ ..!?” સ્વિમિંગ પૂલ આગળ ઊભાં રહીને પોતાનાં શર્ટનાં બટન ખોલતાં-ખોલતાં જોયે ક્રિસ્ટીનાને પૂછ્યું.

“ઓહ નઈ...! બ્રા-પેન્ટી અને બિકિનીમાં ખાલી નામનો તો ફર્ક છે..!” ક્રિસ્ટીનાએ સ્મિત કર્યું અને બોલતા-બોલતા પોતાની ટી-શર્ટ ઉપરથી ખેંચીને ઉતારી નાંખી.

જોયે તરતજ નજર ફેરવી લીધી. ક્રિસ્ટીના મલકાઈ અને તરતજ પોતાનું જીન્સ ઉતારવાં લાગી.

“જોય...!” ત્યાંજ પાછળથી એવલીનનો અવાજ આવ્યો “આ શું કરે છે તું....!?”

બ્લેક કલરનાં આંતરવસ્ત્રોમાં ઊભેલી ક્રિસ્ટીનાને જોઈને એવલીન બોલી પડી. ક્રિસ્ટીનાનાં અદ્ભુત ઘાટીલા દેહ ઉપરથી એવલીનની જ ચોંટી ગયેલી નજર હટતીજ નહોતી. પોતાની વળાંકવાળી કમર ઉપર હાથ મૂકીને ક્રિસ્ટીના અદાથી તેમની સામે ઊભી હટી.

“સ્વિમિંગ...!” ક્રિસ્ટીના મલકાઈને બોલી.

“જોય...અમ્મ....!” એવલીન જોયનો હાથ પકડીને સહેજ દૂર ખેંચી ગઈ.

“શું થયું એવલીન...!?” જોયે પૂછ્યું.

કઈં બોલવાનું ન સૂઝતાં એવલીન જોય સામે જોઈ રહી.

“એવલીન શું વાત ....!”

“અમ્મ...!” જોય ફરી પૂછવા જતો હતો ત્યાંજ એવલીને તેનું માથું પકડીને તેનાં હોઠ ઉપર પોતાનાં હોંઠ મૂકી દીધાં.

જોય છૂટવા મથી રહ્યો છતાંપણ એવલીને તેનાં વાળમાં હાથ ભેરવીને જબરદસ્તી પોતાનાં હોંઠ ભીડી રાખ્યા.

“એવલીન..!” છેવટે જોય માંડ અળગો થયો “શું થયું...!?”

“જ...જોય...! મ્મ તરસ લાગી છે..!” એવલીન ડબલ મિનિંગ વાક્ય બોલી.

“એવલીન...! પણ...!” જોય સમજી ગયો હોય એમ એક નજર ક્રિસ્ટીના સામે જોઈ એવલીન સામે પાછું જોઈને બોલ્યો “આ ટાઈમે...!?”

“સેક્સની ઈચ્છાનો કોઈ ટાઈમ થોડી હોય કઈં...!” એવલીન નારાજ સૂરમાં બોલી.

“ પણ ક્રિસ્ટીના...!? સ્વિમિંગ...!?” જોય મૂંઝાઇને એવલીન સામે જોઈ રહ્યો.

“તું એને ના પાડીદેને...!” એવલીન અધિર્યા સ્વરમાં બોલી “એને કે’ અહિયાંથી જતી રે’…!”

“પણ..!”

“ આપડે પાણીમાં “ટ્રાય” કરીએ આજે...!?” રમતિયાળ સ્મિત કરીને એવલીન આંખ મીંચકારીને બોલી.

“પણ...એવલીન...! એણે તો કપડાં પણ કાઢી ના...!” જોય બોલતા-બોલતા અટકી ગયો અને ક્રિસ્ટીના સામે જોઈ રહ્યો.

“આમ મારી સામું જોને...!” એવલીને ચિડાઈને જોયનું મોઢું પોતાની તરફ ફેરવ્યું “તો એને સ્વિમિંગ કરવાંદે...! આપડે મારાં રૂમમાં જઈએ...!”

જોયનો હાથ ખેંચીને એવલીન ચાલવા ગઈ.

“અ....એવલીન..!” જોયે પોતાનો હાથ ખેંચીને તેણીને ઊભી રાખી “હું આવી રીતે આવતો રઉ...! એ ...અ...નાં ચાલેને....!?”

એવલીન કશું બોલ્યા વગર દયામણું મોઢું કરીને જોય સામે જોઈ રહી.

“તું...તું રૂમ ઉપર પહોંચ...! હું ફટાફટ એક લેન્થ મારીને આવતો રઈશ...! બસ...!” એવલીનનાં ગાલ ટપારી જોય બોલ્યો “ખાલી ફોર્મલિટી પૂરતું સ્વિમિંગ કરીને...! ક્રિસ્ટીનાને ખોટું પણ ના લાગે..!”

“જલ્દી આવજે...!” એવલીન ખિન્ન સ્વરમાં બોલી અને ક્રિસ્ટીના તરફ એક નજર નાંખી ત્યાંથી નીકળી ગઈ.

***

“વૂઉઉ...! આઈ ગઈ..!” સ્વિમિંગ પૂલનાં સ્પેસ વ્યૂ તરફનાં છેડે જોયની જોડે ઊભેલી ક્રિસ્ટીના બોલી “અહિયાંથી સ્પેસ પણ બવ જોરદાર દેખાય છે...! નઈ...!?”

“હમ્મ...!” કાંચમાંથી દેખાતાં સ્પેસનાં નજારા સામે જોય બે ઘડી જોઈ રહ્યો અને એ ડરાવની ક્ષણો યાદ કરી રહ્યો જ્યારે તે સ્પેસવૉક માટે બહાર ગયો હતો.

“પણ બહારથી સ્પેસ આટલું સારું નઈ...!” જોય ધ્રુજી ગયો હોય એમ સ્પેસ તરફ જોઈ રહીને બોલ્યો “ડરવાનું છે...! ખોવાઈ જવાય એવું...!”

“જોય...!” ક્રિસ્ટીના માદક સ્વરમાં બોલી અને પૂલનાં પાણીમાં જોયની નજીક સરકી “હું તને ક્યાંય ખોવાવાં નઈ દઉં....! આઈ પ્રોમિસ...!”

જોયનો હાથ ઉઠાવીને ક્રિસ્ટીનાએ પાણીમાં પોતાની સુંવાળી કમર ઉપર મૂક્યો. આંખોમાં માદકતાંનાં ભાવથી જોય સામે જોઈ રહી.

“ક્રિસ્ટીના...! આઈ નો કે તે મારી જાન બચાઈ છે....!” જોય બોલ્યો “પણ આઈ રિકવેસ્ટ કે....! કે...! તું મને સિડ્યુસ કરવાનો ટ્રાય નાં કર...!”

જોયે હળવેથી ક્રિસ્ટીનાની કમર ઉપરથી પોતાનો હાથ ખેંચી લીધો.

“હમ્મ....!” ક્રિસ્ટીના હળવું હસી અને પાણીમાં જોયથી સહેજ છેટું ખસી “સોરી...! એન્ડ યુ આર રાઇટ જોય...! હું તને સિડ્યુસ કરવાનો ટ્રાય કરતી હતી...!”

પ્રતીભાવમાં જોય હળવું હસ્યો. થોડીવાર સુધી બંને મૌન થઈને કાંચમાંથી સ્પેસ તરફ જોઈ રહ્યાં.

“ચલ...! હું જાઉં...!” પૂલનાં બીજાં છેડે જવા જોય પાણીમાં પાછો ફર્યો “એવલીન મારી રાહ જોતી હશે....!”

“હમ્મ...!” ક્રિસ્ટીનાએ સ્પેસ તરફ જોઈ રહીને હુંકારો ભર્યો.

જોય પાણીમાં થોડું ચાલીને આગળ જવા લાગ્યો.

“એ સાચું છે કે હું તને સિડ્યુસ કરવાનો ટ્રાય કરતી હતી...!જોય..!” સ્પેસ તરફથી નજર હટાવીને ક્રિસ્ટીનાએ પાછું ફરી જોય સામે જોયું “પણ એની પાછળ બે ઇમ્પોર્ટેંટ કારણ હતાં....!”

“બે....! કારણ....!?” જોયે મૂંઝાઇને પૂછ્યું અને પૂલમાં ક્રિસ્ટીના તરફ એક ડગલું આગળ વધ્યો.

“હાં....!”

“પહેલું કારણ...!?” જોયે પૂછ્યું અને વધુ એક ડગલું તેણી તરફ આગળ વધ્યો.

“મને શીત નિદ્રામાં સૂવાનો રસ્તો મળી ગ્યો છે...!” ક્રિસ્ટીના “સરપ્રાઈઝ” આપતી હોય એમ બોલી અને જોય ચોંકી ગયો.

***

“Sid”

instagram@sid_jignesh19