Love in Space - 7 books and stories free download online pdf in Gujarati

લવ ઇન સ્પેસ - 7

લવ ઇન સ્પેસ

પ્રકરણ -૭

અગાઉ પ્રકરણ ૬ માં તમે વાંચ્યું.....

જોય અને એવલીન ભૂતકાળ ભૂલી સ્પેસશીપ ઉપર નવેસરથી પોતાનું જીવન શરુ કરે છે. બંને પ્રેમમાં પડે છે અને છેવટે બંને એકજ રૂમમાં સાથે રહેવાનું નક્કી કરે છે. પરંતુ એવામાં બ્રુનો નામનો એક આની યાત્રી જાગી જાય છે...કોણ છે બ્રુનો ? હવે આગળ વાંચો.....

▪▪▪▪▪

“મને નહોતી ખબર તું પણ Hope ગ્રહની યાત્રા ઉપર જઈ રહ્યો છે...!?” બ્રુનોને તેના રૂમના દરવાજે ઉભેલો જોઇને ચોંકી ગયેલી એવલીન બોલી ઉઠી. બંને હજી એવલીનના રૂમના દરવાજે જ ઉભા હતાં. એવલીન હજી પણ હતપ્રભ બનીને બ્રુનોની સામે જોઈ રહી હતી. તેનું હ્રદય જોરશોરહી ધડકી રહ્યું હતું.

“મને પણ નહોતી ખબર કે તું પણ Hope ગ્રહ જઈ રહી છે....!” બ્રુનો બોલ્યો. તે પણ એવલીનને જોઇને ચોંક્યો હતો.

“તું કેવી રીતે જાગ્યો....!?” એવલીનના અવાજમાં હજી પણ એટલોજ આઘાત હતો.

“કેવી રીતે જાગ્યો એટલે...!?” બ્રુનોએ અચરજ પામતા પૂછ્યું “જે રીતે બધાને જગાડવાના હતા એજ રીતે...! હું લગભગ બે દિવસ પહેલાં જાગ્યો હતો...પણ સ્પેસશીપના કોમ્પુટરની સુચના પ્રમાણે મારા રૂમમાં આરામ કરતો હતો.....!”

“Oh god...!” એવલીન હવે વધુ આઘાત પામી ગઈ અને તે શૂન્યમનસ્ક થઇ ગઈ.

“તું એ છોડને ....!” પોતે કેવી મુસીબતમાં ફસાયેલો છે એ વાત અજાણ બ્રુનો એવલીનને ઉપરથી લઈને નીચે જોતાં-જોતાં ખુશ થતાં બોલ્યો “તું તો હજી પણ એવીજ હોટ લાગે છે હો...!” એટલું કહીને બ્રુનોએ એવલીનની ખુલ્લી કમર ઉપર હાથ ફેરવ્યો. જોયને સરપ્રાઈઝ આપવાના ઈરાદાથી તેના રૂમ તરફ જઈ રહેલી એવલીને હાલ્ફ ટીશર્ટઅને ડેનીમ જીન્સની શોર્ટસ પહેરી હતી જેમાં તેની ગોરી કમર ખુલ્લી રહેતી હતી. બ્રુનોનો સ્પર્શ થતાંજ એવલીન ઝબકી ગઈ અને તેના રૂમમાં થોડાં ડગલા પાછી પડી.

“શું થયું....!?” બ્રુનોને નવાઈ લાગી. તે એવલીન તરફ આગળ વધ્યો.

“બ્રુનો...!?” એવલીને તેનો હાથ આગળ કરીને તેને રોકવા પ્રયત્ન કર્યો “મારી વાત સાંભળ....! તું બહુ મોટી મુસીબતમાં ફસાયેલો છે....! આપણે બહુ મોટી મુસીબતમાં ફસાયેલા છે...!”

“હાં.....!” બ્રુનો ફરીવાર એવલીનની નજીક આવતાં બોલ્યો “મુસીબતમાં તો હું હતોજ....! બે દિવસથી મારા રૂમમાં ભારાઈ રહ્યો હતો....એ મારાં માટે મોટી મુસીબત જેવું હતું...!” બ્રુનો હવે એવલીનની તદ્દન નજીક આવી ગયો અને તેણે તેનાં બંને હાથ એવલીનની પાતળી કમર ફરતે વીંટાળી દીધા.

“પણ હવે ....! તું મને મળી ગઈ છે...તો હવે મારી મુસીબત ખતમ....!” એટલું કહી બ્રુનોએ એવલીનની કમર ઉપર તેની પકડ કસી અને તે હાઈટમાં એવલીનથી સહેજ ઉંચો હોવાને લીધે તેણે થોડું નીચે ઝૂકીને એવલીનને ચૂમવાનો પ્રયત્ન કર્યો. એવલીને તેનો ચહેરો ઝડપથી ફેરવી લીધો અને તેણે તેની કમર ફરતે વીંટાળેલાં બ્રુનોના હાથ પકડીને પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો. જોકે બ્રુનોએ તેની પકડ ઢીલી નાં કરી.

બ્રુનો ....!” એવલીન બ્રુનોની પકડમાં તરફડવા લાગી “લીવ મી પ્લીઝ...!” બ્રુનોએ તેની પકડ વધુ કસતાં એવલીનની નાજુક કમર થોડી દબાઈ.

આહ...!” એવલીન પીડાને લીધે કણસી. બ્રુનોએ તે જોઇને એવલીનને છોડી.

“શું વાત છે....!?” બ્રુનો થોડું અચરજ પામતાં બોલ્યો “કેમ આમ અજાણ્યા જેવું વર્તન કરે છે...!?”

“બ્રુનો તું સમજતો કેમ નથી....!?” એવલીન ફરી બ્રુનોથી દુર ગઈ “આપણે બહુ મોટી મુસીબતમાં છીએ....!”

“કેવી મુસીબાત યાર....!” બ્રુનો હવે કંટાળ્યો હોય એમ એવલીનના બેડ ઉપર પડતું મુકતા બોલ્યો “તું શું ક્યારની મુસીબત મુસીબત બબડે રાખે છે...! સ્પેસમાં રોમેન્ટિક થવાનો આટલો મસ્ત ચાન્સ છે ને તું બીજી બધી માથાકૂટ કરે છે...”

“બ્રુનો પ્લીઝ લિસન ટુ મી...!” એવલીને તેની તરફ ફરીને કહ્યું. એવલીન બે ડગલાં ચાલી બેડ ઉપર આરામથી લેટી ગયેલાં બ્રુનોની નજીક આવી.

“એવલીન ...!” બેડની નજીક ઉભેલી એવલીનનો હાથ પકડી બ્રુનોએ તેની તરફ ખેંચી “જો યાર...! એક ભયંકર ઠંડી કેપ્સ્યુલમાં ૧૨૦ વર્ષ લાંબી ઊંઘ પછી મારે થોડું “ગરમ” થવું છે....! એટલે મહેરબાની કરીને તું તારી આ બકવાસ બંધ કર...!”

એમ કહી બ્રુનોએ એવલીનને તેની ઉપર ખેંચવા પ્રયત્ન કર્યો પણ એવલીને એક ઝટકો મારી તેનો હાથ છોડાવી લીધો.

“૧૨૦ વર્ષ નહિ બ્રુનો....! ૩૪ વર્ષ......!” એવલીન બોલી.

“હેં...! શું કીધું તે ...! હું સમજ્યો નઈ..?” કન્ફયુઝ થયેલો બ્રુનો બેડ ઉપર બેઠો થતાં બોલ્યો.

“આપણે પૃથ્વી છોડે હજી ફક્ત ૩૪ વર્ષ જ વીત્યા છે.........!” એવલીન બોલી.

“what....!? તું શું બકવાસ કરે છે...!” બ્રુનો બરાડ્યો અને બેડ ઉપરથી ઉભો થઇ ગયો. તેણે એવલીનના બંને હાથ તેનાં ખભા નજીકથી પકડાયા અને તેને હચમચાવી નાખી “એવલીન....! તું શું બોલે છે...!?”

“તું યાદ કરીને કે.....!” એવલીન તેનાં હાથ છોડાવતાં બોલી “તું મારા રૂમ સુધી આવ્યો ત્યાં સુધીમાં તે મારા સિવાય કેટલાં લોકોને જાગેલાં જોયા....!?”

એવલીને પૂછેલા પ્રશ્ને બ્રુનોને વિચારતો કરી મુક્યો. તેણે યાદ કર્યું. તેનો રૂમ એવલીનના રૂમની લાઈનમાંજ લગભગ ૧૧ રૂમ પછી હતો.

જ્યાં સુધી મને યાદ છે....!” બ્રુનો બધાજ રૂમના દરવાજાને યાદ કરતા બોલ્યો “ફક્ત તારા જ રૂમના દરવાજાની નીચેની ધારમાંથી લાઈટનું અજવાળું આવતું હતું....! અને એ જોઇને જ હું તારા રૂમનો દરવાજો નોક કરવા જતો હતો કે તરતજ દરવાજો આપમેળે ખુલ્યો અને સામે તું ઉભી હતી....!”

“Exactly…..!” એવલીને સુર પુરાવ્યો. હતપ્રભ થયેલો બ્રુનો એવલીન સામે શૂન્યમનસ્ક તાકી રહ્યો.

“પણ આવું કઇ રીતે શક્ય છે....!?” થોડીવાર પછી બ્રુનો રૂમમાં બેચેની પૂર્વક આંટા મારતાં-મારતાં બોલ્યો “આપણે બધાયે તો ૧૨૦ વર્ષ પછી Hope ગ્રહ પહોંચવાના ચાર મહિના પહેલાં જાગવાનું હતુંને....!?”

“બ્રુનો...!” એવલીન બ્રુનોને સમજાવા લાગી “તું....શાંત થા...અને તારા મગજ ઉપર કાબુ રાખ.....!”

“તો પછી તું કેમની જાગી....!?” બ્રુનોએ એવલીનને પૂછ્યું “મને તો એ પણ નથી ખબર કે હું પણ કેમનો જાગ્યો....! બ્રુનો તેનાં લમણે હાથ દઈ ફરીવાર બેડ ઉપર બેસી ગયો.

“હું તને બધું સમજાવીશ બ્રુનો.......!” એવલીને કહ્યું “તું એક કામ કર ....!” એવલીન હવે બ્રુનોને સાંત્વના આપતી હોય તેમ તેની થોડી નજીક આવીને બોલી “નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બાર છે...! તું ત્યાં જા ..! ત્યાં તને વ્હિસ્કી વગેરે જે પીવું હશે તે મળશે....થોડો ફ્રેશ થા....હું તને થોડીવારમાં આવીને મળું છું અને બધું સમજાવું છું...!”

“તું મજાક કરે છે....!?” બ્રુનો ફરીવાર તાડૂક્યો “આ સિચ્યુએશનમાં હું દારુ પીવા જાવ......!? ખરેખર ...!?”

“બ્રુનો...!?” એવલીને પોતાની કમર ઉપર હાથ મુક્યા અને નારાજ સ્વરમાં બોલી “તને મારા ઉપર ભરોસો હોય તો મેં જે કીધું એ કર ....!”

“ઓહ god....!” બ્રુનો બેડ ઉપરથી ઉભો થયો અને પગ પછાડતો-પછાડતો જવા લાગ્યો “સ્પેસમાં આવીને પણ તું આવીજ રહી નહિ....તારું ધાર્યું કરવા વાળી...”

બ્રુનો એવલીનના રૂમમાંથી નીકળીને બાર તરફ જતો રહ્યો. એવલીન કોરીડોરમાં બહાર નીકળી કોરીડોરમાં જઈ રહેલાં બ્રુનોની પીઠ તાકી રહી. જોયનો વિચાર આવતાંજ તેનાં હદયના ધબકારા ધીરેધીરે વધવા લાગ્યા. એક પછી એક તેની નજર સામે પૃથ્વી પરના તેનાં ભૂતકાળના દ્રશ્યો તેની નજર સામે આવવા લાગ્યા.

▪▪▪▪▪▪

પૃથ્વી (અંતિમ સ્પેસ યાત્રા શરુ થયાના ૨ વર્ષ પહેલાં), ન્યૂયોર્ક

ન્યુયોર્કના ટ્રિનીટી ચર્ચમાં પાદરી વિવાહ માટેની રસમો બોલી રહ્યાં હતા. તેમની સામે એકબીજાંના હાથ પકડીને ઉભેલું યુગલ વિવાહના બંધનમાં બંધાવા અને નવું જીવન શરુ કરવા થનગની રહ્યું હતું.

“શું તમે..! બ્રુનો જ્યોર્જ ...એવલીન રોઝને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો છો....!?” હાથમાં બાઈબલ લઈને ઉભેલાં પાદરી બ્રુનો સામે જોઇને બોલ્યાં.

“હાં ...!હું સ્વીકારું છું...!” એવલીનની સામે બ્લેક ટક્ષીડો સૂટમાં તૈયાર થઈને ઉભેલાં બ્રુનોએ તેની સામે વ્હાઈટ બ્રાઈડલ ગાઉનમાં તૈયાર થઈને ઉભેલી ખુબસુરત એવલીનની સામે જોઇને કહ્યું.

“શું તમે ...! એવલીન રોઝ....! બ્રુનો જ્યોર્જને તમારા પતિ તરીકે સ્વીકારો કરો છો....!?” પાદરી હવે એવલીન સામે જોઈ રહ્યાં હતા. ચર્ચમાં બ્રુનો અને એવલીનના ગણ્યાગાંઠ્યા મિત્રોજ હાજર હતા. તેઓ પરણવા જઈ રહેલાં કપલ સામે જોઈ રહ્યાં.

“હાં.....! હું સ્વીકારું છું....!” એવલીને બ્રુનો સામે જોતાં કહ્યું.

“You may kiss the bride….!” પાદરી બોલ્યા. અને બ્રુનોએ એવલીનને કમરમાંથી પકડીને એક ઝટકા સાથે પોતાની તરફ ખેંચી. લાલ ચટ્ટક લીપસ્ટીક લગાવેલાં એવલીનના સુંદર હોંઠ ઉપર બ્રુનોએ કચક્ચાવીને ચુંબન ચોઢી દીધું. ચર્ચમાં હાજર તેમનાં મિત્રોએ તાળીઓથી નવદંપતીને વધાવી લીધું.

બ્રુનો હજી પણ એવલીનને એજ રીતે કિસ કરે જ જતો હતો. તેનાં બંને હાથ હવે એવલીનની કમર ઉપર સરકીને એવલીનના "બમ" ઉપર જતાં રહ્યાં. એવલીનને બ્રુનોના આવા વર્તનથી હવે અસુવિધા થવા લાગી. તેણે પોતાને મહાપરાણે બ્રુનોથી અલગ કરી. બ્રુનોના હોંઠ એવલીનની લાલ લીપસ્ટીકથી ખરડાઈ ગયા. ચર્ચમાં હાજર બધાં હસવા લાગ્યા. ડઘાયેલી એવલીનથી મહાપરાણે હસાયું. પાદરી મોઢું ફેરવીને જતાં ત્યાંથી જતાં રહ્યાં.

ઘરે પહોંચતાજ બ્રુનો એવલીન ઉપર તૂટી પડ્યો. બેડરૂમના દરવાજાને બંધ કરવાની દરકાર કર્યા વિનાજ બ્રુનોએ એવલીનના શરીર ઉપરથી એક પછી એક વસ્ત્રો ખેંચવા માંડ્યા.

“આરામથી બ્રુનો ...! શું કરે છે...!” લગ્નની પ્રથમ રાત્રીએ જ પતિ બ્રુનો તરફથી આવું “આક્રમણ” એવલીને નહોતું ધાર્યું.

“અરે તું ચુપ રે...!” બ્રુનોએ હવે એવલીનના ગાઉનની ચેઈન ખોલવા લાગી “તારા જેવી પત્ની જેની હોય એના માથે સાક્ષાત કામદેવ સવાર થઇ જાય ....!” ગાઉનની ચેઈન અટકી જતા બ્રુનોએ ગુસ્સામાં આવીને તેનો ગાઉન રીતસરનો ખેંચીને ફાડવા માંડ્યો.

“બ્રુનો ...stop it...!” શું કરે છે....!” એવલીન ડરી ગઈ અને ડઘાઈ પણ.

“આ કેવો ગાઉન છે તારો ...!” બરાડો પાડીને બોલતાંજ બ્રુનોએ એવલીનના ખભાની બંને બાજુએથી ગાઉનની બાંયો પકડી અને ખેંચી નાંખી. એવલીન હજી તો કંઈ સમજે એ પહેલાં તો બ્રુનોએ બાકી બચેલો ગાઉન પર એવલીનના શરીર ઉપરથી ખેંચી નાંખ્યો. એવલીન હવે આંતરવસ્ત્રોમાં બ્રુનો સામે હતી. તેને ભયંકર આઘાત લાગી ગયો. તેણે પોતનાં બંને હાથ વડે તેનું અર્ધનગ્ન શરીર ઢાંકવા પ્રયન્ત કર્યો. પણ બ્રુનોએ પળવારમાં તેનાં બંને હાથ પકડીને ખેંચી અને તેને ઉંચી કરી સીધીજ બેડ ઉપર નાખી.

એવલીન ધડામ કરતી બેડ ઉપર પટકાઈ.બેડ ડનલોપના નરમ ગાદલાંથી બનેલો હોવા છતાંય એવલીનને પછડાટથી હળવો ઝાટકો લાગ્યો. બ્રુનોએ હવે ઝડપથી તેનાં તમામ વસ્ત્રો ઉતારી નાંખ્યા અને એવલીન સામે “બર્થસુટ” માં આવી ગયો.

“બ્રુનો પ્લીઝ....!” ફફડી ગયેલી એવલીન બોલી “તું કેમ આવું વર્તન કરે છે....?”

“અરે જાન આજે તો આપણી ફર્સ્ટ નાઈટ છે...!” કહેતાજ બ્રુનો કુદ્યો અને સીધોજ એવલીન ઉપર પડ્યો. એવલીન ઉપર પડતાંજ તેણે પોતાનાં હોઠ વડે એવલીનના હોઠ ભીંચી દીધાં. તેણે પોતાનાં બંને મજબુત હાથ વડે એવલીનના શરીરના સંવેદનશીલ ભાગોને અત્યંત ખરાબ રીતે મસળવા માંડ્યા. તેમજ એવલીનના શરીર ઉપર બચકાં ભરવા માંડ્યા.

“બ્રુનો...!” એવલીન પીડાથી હચમચી ઉઠી. તેણે બ્રુનોને પોતાની ઉપરથી ધકેલવાનો પ્રયત્ન કર્યો. પણ બ્રુનોના બળ સામે તેનું કાઇ ના ચાલ્યું. બ્રુનોએ હવે એવલીનના શરીર ઉપર બાકી બચેલાંતેનાં આંતરવસ્ત્રો પણ ખેંચી નાંખ્યા. એવલીન હવે અનાવૃત્ત તેની સામે પડી હતી.

બ્રુનોએ હવે એવલીનના સુંદર અને ઘાટીલાં અનાવૃત્ત દેહ સામે જોયું. અને ભૂખ્યાં વરુની જેમ તેની ઉપર તૂટી પડ્યો.

“આહ....! બ્રુનો પ્લીઝ.....!!” બ્રુનોએ એવલીનના સ્તન ઉપર ઝોરથી બચકું ભરતાં તે લગભગ ચીસ પાડી ઉઠી.

“તું તો એવી રીતે નાટક કરે છે જાણે આપણે પહેલીવાર કરતાં હોય..!” અકળાયેલો બ્રુનો બોલ્યો.

“હું એજ તો તને ક્યારની કહી રહી છું....!” એવલીન રડમસ ચેહરે બોલી “આપણે અગાઉ પણ ઘણીવાર કરી ચુક્યા છે....! તો પછી તું આવું ભૂખ્યાં કૂતરાં જેવું શા માટે કરે છે...! ?”

“મને કુતરો કે છે...!” બ્રુનોએ એવલીનના ગાલ ઉપર સટ્ટાક કરીને લાફો ઝીંકી દીધો “you b*tch...! મારા સિવાય કેટલાંય જોડે તું સુઈ ચુકી છે તો પછી નાટક શેની કરે છે...!?”

“બ્રુનો છોડ મને ...” બ્રુનો હવે એવલીનના પગ ખેંચવા લાગ્યો.

એવલીને બ્રુનોથી છૂટવા અનેક પ્રયત્નો કરી જોયા. પણ છેવટે તે હારી અને તેણે બ્રુનોની તાકાત સામે સમર્પણ કરી દીધું. બ્રુનોએ એવલીનને પીંખી નાંખી. તેણે એવલીન પર રીતસરનો બળાત્કાર કર્યો.

▪▪▪▪▪

આઘાત પામી ગયેલી એવલીન અનાવૃત્તજ બેડ ઉપર પડી રહી હતી અને છત તરફ શૂન્યમનસ્ક તાકી રહી હતી. તેનાં શરીર ઉપર અનેક જગાયે ઉઝરડાં પડી ગયા હતા. કેટલાંક ઘા માંથી લોહી નીકળીને થીજી ગયું હતું. તેની આંખોમાંથી નીકળેલાં આંસુના ડાઘાઓએ એવલીનનો ચેહરો ખરડી નાંખ્યો હતો. ધરાઈને એવલીનને પિંખ્યા પછી બ્રુનો બેડ ઉપર એવલીનની બાજુમાંજ સુઈ રહ્યો હતો.

એવલીને તેની સામે જોયું. તે રડી પડી. છ મહિના પહેલાં જયારે એક ડાંસ ક્લબમાં તે બ્રુનોને મળી હતી ત્યારે તેને વિશ્વનો સૌથી સોહામણો પુરુષ લાગ્યો હતો. થોડાં સમયનો પરિચય અને કેટલાંક અઠવાડિયા સાથે વિતાવ્યા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમ્યાન બંને અનેકવાર સહવાસ માણી ચુક્યા હતાં. બ્રુનો સિવાય પણ એવલીન અનેક પુરુષો સાથે શારીરિક સંબધ માણી ચુકી હતી. મોટભાગના પુરુષોએ તે સંબધો માત્ર શરીરની ભૂખ સંતોષવા માટે તેમજ એવલીનના સુંદર શરીરને ભોગવવા માટે બનાવ્યા હતા. એવું નહોતું કે એવલીનની પોતાની કોઈ શારીરિક જરૂરીયાત નહોતી. પણ લગભગ દરેક સ્ત્રીની જેમજ તેણે હંમેશા પ્રેમ, લાગણી અને સન્માન મેળવવા પોતાનું સઘળું અર્પણ કરતી રહી. છતાંય તે કાયમ દગાનો ભોગ બનતી રહી. જ્યારે બ્રુનો તેને મળ્યો ત્યારે તેને લાગ્યું કે જે પુરુષની તે કાયમ રાહ જોતી હતી તે કદાચ તેને મળી ગયો છે. પણ આજે જે થયું એનાથી એવલીન હતપ્રભ થઇ ગઈ હતી. બ્રુનોને ઓળખવામાં તે ક્યાં થાપ ખાઈ તે હજી તેને નહોતું સમજાતું. બેહાલ થઈને બેડ ઉપરજ પડી રહેલી એવલીન આ બધું વિચારી રહી હતી.

“એવલીન....!” એવલીનની અંતરઆત્મમાંથી અવાજ આવ્યો “આ તો હજી શરૂઆત છે.... !” એવલીનનું શરીર ફરીવાર ધ્રુજી ઉઠ્યું. એવલીને ફરીવાર તેની બાજુમાં પડી રહેલાં બ્રુનો તરફ જોયું અને તેનાં શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. તે મનમાં બબડી "એવલીન શું વિચારે છે....! ભાગ અહિયાંથી....!" થોડીવાર સુધી મનમાં એજ વિચાર એવલીનને આવ્યે રાખ્યો. તે નક્કી ના કરી શકી કે તેણે કરવું શું.

"ભાગી જાઉં....!?" એવલીન વિચારી રહી "કે પછી બ્રુનો જોડે વાત કરી જોવું....!"

ક્યાંય સુધી મનમાં એજ વિચારોનું યુદ્ધ ચાલતું રહ્યું.

"બ્રુનો..! બ્રુનો ઉઠ.." લગભગ અડધો કલ્લાકના અંતે છેવટે એવલીને બ્રુનો સાથે એ વિષે ચર્ચા કરી જોવાનું નક્કી કર્યું અને તેને ઉઠાડવા લાગી. ઘણું મથ્યા પછી પણ ચિક્કાર ધરું ઢીંચી ને સૂતેલો બ્રુનો ઊઠવાનું નામ નહોતો લેતો. એવલીને વધુ થોડીવાર પ્રયત્ન કરી જોવાનું વિચાર્યું.

“બ્રુનો...! ઉઠને...!” કેટલુંય મથ્યા પછી પણ બ્રુનો ના ઉઠ્યો તે ના જ ઉઠ્યો. એવલીન છેવટે કંટાળી અને પડખું ફેરવીને સૂવા લાગી.

“સવારે ઉઠે ત્યારે વાત કરી જોઈશ..!” સુવનો પ્રયત્ન કરી રહેલી એવલીને મનમાં વિચાર્યું. વિચારોનું યુદ્ધ તેના મગજમાં ચાલતું રહ્યું અને છેવટે એવલીનની આંખો ઘેરાવા લાગી.

▪▪▪▪▪▪

“કટ....! કટ.. !” સવારમાં ઊઠને બ્રુનો બેડ ઉપર બેઠાં-બેઠાં તેની કમર આમ-તેમ મચેડી ટચાકાં ફોડી રહ્યો હતો. એટલામાંજ એવલીન કિચન તરફથી આવી. તેનાં હાથમાં ચા-નાસ્તાની ટ્રે હતી. એવલીને બ્રુનોને ખુશ કરવા તેની પસંદગીની ઈંડાની પેનકેક અને એની સાથે ગરમ કોફી બનાવી હતી. એવલીને ટ્રે બેડમાં પલાંઠી વાળીને બેઠેલાં બ્રુનો આગળ મૂકી. તે કઈં બોલી નહીં. સામે બ્રુનો પણ કઈં બોલ્યા વગર ટ્રેમાંથી કોફી અને પેનકેક ઝાપટવા માંડ્યો. એવલીન તેની સામે બેઠી. બ્રુનો જાણે કઈ બન્યું જ ના હોય એમ નાસ્તો ઝાપટે જતો હતો. એવલીને ક્યાંય સુધી રાહ જોઈ કે બ્રુનો આગલી રાતે તેણે જે કર્યું એના વિષે કઇંક તો બોલશે. પણ નાસ્તો પતવા આવ્યો છતાં બ્રુનો કઈંજ ના બોલ્યો.

"બ્રુનો..!" આખરે એવલીન બોલી "ગઈ કાલે રાત્રે તને શું થઈ ગયું હતું..?"

બ્રુનો ખાતાં-ખાતાં અટક્યો અને તેણે એવલીન સામે જોયું. એવલીનનું શરીર ફરીવાર ધ્રુજી ઉઠ્યું. થોડીવાર બ્રુનોએ તેની સામે એજરીતે જોએ રાખ્યું. હવે એવલીનના માથે પરસેવાની બુંદો બાઝવાં લાગી.

"i am sorry એવલીન .. !" બ્રુનો વીલું મોઢું કરી બોલ્યો.

એવલીનને નવાઈ લાગી. આગલી રાત્રે એક જંગલી ભૂખ્યાં વરુ જેવો બ્રુનો અચાનક સોરી..? તે કઈં બોલ્યાં વગર બ્રુનો સામે જોઈ રહી.

"જો એવલીન..!" બ્રુનોએ નાસ્તાની ખાલી ટ્રે બેડ ઉપર સાઈડમાં ખસેડી અને સામે બેઠેલી એવલીનને તેની કમરમાંથી પકડી ઉંચી કરી પોતાનાં ખોળામાં બેસાડી. તેણે એક હાથ વડે એવલીનના બરડા ઉપર હાથ ફેરવ્યો.

એવલીનને સમજાતું નહોતું કે બ્રુનો તેની સાથે અત્યારે જે રીતે વર્તી રહ્યો તેનાથી કેવો પ્રતિભાવ આપે.

"હું જાણું મી તને કાલે બહુ દર્દ આપ્યું..!નઇ ..?" બ્રુનો એવલીનની આંખમાં આંખ પરોવતાં બોલ્યો. એવલીનની આંખોમાં હળવું પાણી આવ્યું. તેણે માત્ર હળવેથી તેની ડોકી હકારમાં હલાવી.

"શું તે પહેલીવાર મારી જોડે સેક્સ માણ્યું..?" બ્રુનોએ પૂછ્યું.

"ના..!" એવલીન થોડવાર તેની સામે જોઈ રહ્યાં પછી બોલી "પણ આજ પહેલાં તે મારી સાથે આવું કદી નહોતું કર્યું..!"

"તને ના મજા આવી..!?" બ્રુનો બોલ્યો અને તેણે એવલીનના સુંદર ગોલ્ડન વાળની લટ તેનાં કાનની પાછળ કરી.

"બ્રુનો..! કેવી વાત કરે છે.. તું..!?" એવલીન થોડાં નારાજ સૂરમાં બોલી "સેક્સમાં પ્રેમ અને કાળજી ના હોય તો તે માત્ર ટૉર્ચર બની જાય છે..!"

બ્રુનો કઈં ના બોલ્યો અને એવલીનને સાંભળી રહ્યો. એવલીન આગળ બોલી-"તે ફક્ત મારુ શરીરજ નહિ મારુ મન અને મારી આત્મા પણ ચૂંથી નાખી..!"

"સોરી એવલીન..!" તે બોલ્યો.

"તને શું થઈ ગયું હતું..!?" એવલીન બોલી. બ્રુનો ફરી કઈં ના બોલ્યો અને એવલીનનો બરડો એજ રીતે પસવારતો રહ્યો. તેણે હળવેથી એવલીનને ગળે વળગાળી અને ક્યાંય સુધી એમજ તેને પોતાના ખોળામાં લઈને બેસી રહ્યો અને થોડીવાર તેનાં વાળમાં તો થોડીવાર તેનાં બરડા ઉપર હાથ ફેરવ્યા કરતો.

▪▪▪▪▪▪▪

“એવલીન...!?” એવલીનના ખભા ઉપર જોયે હાથ મુક્યો અને એવલીન ચોંકીને પાછળ ફરી. જોયના હાથનો સ્પર્શ થતાંજ એવલીન પૃથ્વી પરના તેનાં દુષ્કર ભૂતકાળની યાદોંમાથી બહાર આવી. જોયને જોતાજ એવલીન તેને વળગી પડી અને વળગીને રડવા લાગી. જોય અચંબિત થઇ ગયો.

“એવલીન...!?” જોયે એવલીનના ગાલ ઉપર હાથ મૂકી પૂછ્યું “શું થયું....!? અચાનક કેમ રડવા લાગી...!? અને તું અહીંયા તારા રૂમની બહાર....!?”

“જોય...!?” એવલીન પરાણે બોલી “પ્રોમિસ કર મને ....કે ...કે તું મને કદી નહીં છોડે....! પ્રોમિસ મી જોય....પ્લીઝ...!” એવલીન ડૂસકાંભરવાં લાગી. અને તેનો અવાજ કંપી ઉઠ્યો. તે ફરીવાર જોયને વળગી પડી. જોયને કંઈ ના સમજાયું કે એવલીનને અચાનક શું થયું. તે કંઇક પૂછવા જતો હતો કે તેણે અનુભવ્યું કે એવલીનનું શરીર પણ હવે કાંપવા લાગ્યું છે. તેણે ફરીવાર એવલીનના ચેહરા સામે જોયું. તેનું માથું પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું.

“એવલીન ....!?” જોયે ફરી પૂછ્યું “શું થયું તને.....!? બોલ ...!?”

એવલીન ઉભાં-ઉભાં ધ્રુજવા લાગી. જોયને હવે ચિંતા થઇ.

“ચાલ જલ્દી રૂમમાં...!” જોય એવલીનને રૂમમાં લઇ જવા લાગ્યો. રૂમમાં આવતાંજ તેણે એવલીનને બેડ ઉપર બેસાડી.

“એક મિનીટ....! તું બેસ હું પાણી આપું...!” જોયે તરતજ બેડની બાજુનાં નાનાં ટેબલ ઉપર પડેલાં જગમાંથી પાણીનો ગ્લાસ ભરી એવલીનને આપ્યો. એવલીને ઝડપથી પાણી પીધું. જો તેને જોઈ રહ્યો.

“એવલીન....!?” જોય હવે તેનાં પગ પાસે બેઠો “હવે મને કે શું થયું....!?”

એવલીન ઘડીભર જોય સામે જોઈ રહી. તેને બ્રુનો વિષે કહેવું કે નાં કહેવું અને કહેવું તો કેટલું કહેવું એની વિમાસણમાં તેનું મગજ ચકરાવે ચઢી ગયું. થોડીવાર સુધી એવલીન કંઈ બોલી નહિ. બ્રુનો પણ તેને સ્વસ્થ થવા થોડો સમય આપવા કંઈ ના બોલ્યો.

“જોય...!” એવલીન હવે બોલી “એક પ્રોબ્લેમ છે.....!” તેણે જોય સામે જોયું.

“હાં....! બોલને ..!” જોય બોલ્યો “હું પણ તને ક્યારનો એજ પૂછું છું....!”

“ચાલ....! મારી જોડે....!” કેહ્તાજ એવલીન બેડ ઉપરથી ઉભી થઇ ગઈ અને જોયનો હાથ પકડી તેને રૂમની બહાર ખેંચી જવા લાગી.

“અરે પણ એવલીન ....?” તેનો હાથ પકડીને લઇ જઈ રહેલી એવલીનને જોય કહેવા લાગ્યો “શું વાત છે એ તો મને કેહ.....!?”

“તું બસ જલ્દી ચલ....!” એવલીન કઇ સાંભળ્યા વિના જોયને એજ રીતે હાથ પકડીને ચાલતી રહી.

▪▪▪▪▪▪▪▪▪

હેલ્લો જોય ..!” બ્રુનોએ જોયની તરફ હાથ લંબાવતા કહ્યું. એવલીન જોયને બ્રુનોને મળાવવા બારમાં લઇ આવી હતી. જોકે તેણે જોયને બ્રુનો વિષે ફક્ત એટલુજ જણાવ્યું હતું કે બ્રુનો પણ તેમની જેમ ભૂલથી જાગી ગયો હતો. જોય હતપ્રભ ચેહરે બ્રુનો સામે જોઈ રહ્યો. બ્રુનો તેનાથી હાઈટમાં ઉંચો અને તગડો હતો. એવલીનની જેમ તેનાં પણ વાળ ગોલ્ડન હતાં.

“હેલ્લો.....!” હતપ્રભ બની ગયેલો જોય માંડ બોલ્યો. તેણે એવલીન સામે જોયું. એવલીને તેની તરફ નકલી સ્મિત કર્યું.

“well.....!” બારમાં હાજર નોવા તેમની વાતો સાંભળ્યા પછી બોલ્યો “સ્પેસશીપ પર તમારું સ્વાગત છે..બ્રુનો....! મને લાગે છે કે મારે હવે મફત વ્હીસ્કી પીવડાવવાનું બંધ કરવું જોઈએ...મારા કસ્ટમર દિવસે-દિવસે વધતાંજ જાય છે.....!”

જોયને બાદ કરતાં બધાં હળવું હસ્યાં.

“આ તો જબરી નોટ લાગે છે...!” બ્રુનોએ નોવાને જોઇને કહ્યું “હું અહી બારમાં આવ્યો ત્યારનો આ રોબોટ જબરા-જબરા જોક મારે છે....!”

“એનું નામ નોવા છે....!” એવલીન થોડાં નારાજ સ્વરમાં બોલી “અને એ અમારો મિત્ર છે...!”

“તું ક્યારે જાગ્યો....!?” જોયે બ્રુનોને પૂછ્યું. તે હજી પણ હતપ્રભ હતો અને કંઇક વિચારોમાં હતો. બ્રુનોએ એવલીન સામે જોયું અને પછી જોય સામે.

બે દિવસ પહેલાં....!” બ્રુનો બોલ્યો “જાગ્યાં હું મારા રૂમમાં આરામ કરતો હતો...”

“બે દિવસ પહેલાં......! બે દિવસ પહેલાં.....!” જોય વિચારે ચઢી ગયો અને બબડાટ કરવા લાગ્યો. એવલીનને કંઇક વિચિત્ર લાગ્યું.

“જોય .....!” એવલીન થોડી ડરી હોય એમ બોલી “શું થયું....! કોઈ પ્રોબ્લેમ....!?”

“F**k...!” જોય તરતજ એટલું બોલીને ભાગ્યો. એવલીન તેથી ચોંકી કે જોયને અચાનક શું થયું.

“જોય....!?” એવલીન પણ તેની પાછળ ભાગી. બ્રુનો પણ હવે અસમંજસમાં પડ્યો અને તે પણ તે બંનેની પાછળ-પાછળ ભાગ્યો.

“અચાનક શું થયું....!?” નોવા એકલો-એકલો બબડ્યો.

▪▪▪▪▪▪▪▪▪

“જોય.....!?” એવલીન જોયની પાછળ દોડતાં-દોડતાં બુમો પાડી રહી હતી. જોય સાંભળી રહ્યો હતો છતાંપણ તે અટક્યો નહિ. સૌથી છેલ્લે બ્રુનો તેમની પાછળ આવી રહ્યો હતો. આખરે દોડતાં-દોડતાં તેઓ ક્રાયોજેનિક કેસ્પ્યુલોની ચેમ્બરમાં આવી ગયા. જોયે હવે દોડવાનું બંધ કર્યું. પણ તે ઉતાવળાં પગલે ચાલી રહ્યો હતો. એવલીન હવે જોયની લગભગ પાછળજ આવી ગઈ હતી. જોયે દોડવાનું બંધ કરતાં એવલીન પણ તેની પાછળ ઉતાવળાં પગલે ચાલી રહી હતી. બ્રુનો પણ હવે એવલીનની લગોલગ રહીને ચાલી રહ્યો હતો.

“જોય....!?” આગળ ચાલી રહેલાં જોયને એવલીને કહ્યું “શું વાત છે કહીશ તું....!?”

“બે દિવસ પહેલાં સ્પેસશીપ Proxima Midnight ગ્રહની નજીકથી પસાર થયું હતું..!” જોય ઉતાવળે ચાલતાં-ચાલતાં બોલવા લાગ્યો. બોલતાં-બોલતાં તે પાછળ ફરીને જોઈ લેતો.

“તો....!?” બ્રુનો અને એવલીન લગભગ સાથેજ બોલી ઉઠ્યાં.

“યાદ છે એવલીન....!” જોયે એવલીન સામે જોયું “જયારે સ્પેસશીપ ગ્રહની નજીકથી પસાર થયું ત્યારે આખું સ્પેશીપ આખું હચમચી ઉઠ્યું હતું...!?

“હાં.....અ...!” એવલીન યાદ કરતાં બોલી. તે જોયની ચાલવાની ઝડપને મેચ કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

“મને લાગે છે કે એનાં લીધે સ્પેસશીપમાં કંઇક ગડબડ ઉભી થઇ હોવી જોઈએ...!” જોય બોલ્યો અને આજુ-બાજુ કેપ્સ્યુલો તરફ જોવા લાગ્યો. એવલીન પણ આજુબાજુ જોવા લાગી. બ્રુનોને હજી નહોતું સમજાતું કે જોય કહેવા શું માંગે છે.

“જોય ....!” એવલીન હવે ચાલતાં-ચાલતાં જોયની નજીક આવી ગઈ “મને હજી નથી સમજાતું ...!”

જોય કંઈ બોલ્યા વિના ફરીવાર દોડ્યો. એવલીન પણ હવે દોડી. બ્રુનોએ હવે દોડવાનું બંધ કર્યું અને ચાલતાં-ચાલતાં આવવા લાગ્યો.

આખરે જોય કેપ્સ્યુલોના એક ઝૂમખાં પાસે આવીને ઉભો રહી ગયો. એવલીન પણ આવી. તે કેપ્સ્યુલો જોયની પત્ની છાયાં અને તેની દીકરી રીધીમાની હતી. જોય નીચે વળીને પ્રથમ તેની દીકરીની કેપ્સ્યુલ ચેક કરવા લાગ્યો.

એવલીન જોયને જોઈ રહી. પોતાની પત્ની અને દીકરીની સલામતીની ચિંતા તેનાં ચેહરા ઉપર સાફ દેખાઈ રહી હતી. પહેલાં એવલીનને એ ના ગમ્યું. પણ પછી તરતજ તેણે પોતાનાં મનને કીધું કે એમાં ખોટું કશું નથી.

“આ એની પત્ની લાગે છે...!?” બ્રુનો આવીને એવલીનની જોડે ઉભો રહેતાં બોલ્યો. એવલીન કંઈ પણ બોલ્યા વિના જોય સામે જોઈ રહી. ખાસો લાંબો સમય સુધી જોયે પહેલાં તેની દીકરી અને પછી તેની પત્નીની કેપ્સ્યુલો ચેક કરી.

“બધુજ બરાબર લાગે છે....!” જોય ઉભો થતાં બોલ્યો “કેપ્સ્યુલોના પાવર supplyમાં કોઈજ ગડબડ નથી થઇ એ સારી વાત છે.....બેકઅપ પાવર supply પણ સલામત છે..”

“Sorry તમને લોકોને disturb કરવા માટે પણ....” એવલીનની જોડે ઉભેલો બ્રુનો બોલ્યો “મને એ જણાવો કે આ બધાં સુઈ રહ્યાં છે અને...” બ્રુનોએ આજુબાજુ સુઈ કેપ્સ્યુલમાં રહેલાં યાત્રીઓ તરફ હાથ ઉગામ્યો “આપણે ત્રણ જણા સ્મશાનમાં રખડતાં ભૂતની જેમ કેમ જાગી ગયા છે....?”

જોય અને એવલીન બ્રુનોને જવાબ આપ્યા વિના એકબીજાંના મોઢાં જોઈ રહ્યાં.

“Oh god.....!?” જોય કંઇક બોલવાજ જતો હતો ત્યાંજ એવલીન જોયની ડાબી બાજુ ફાટી આંખે કંઇક જોઈને હતપ્રભ થતાં બોલી ઉઠી “જોય.....! Look....!” એવલીને જોયની પાછળ હાથ કર્યો.

જોય તરતજ પાછો ફર્યો. બ્રુનોએ પણ એવલીનના હાથની દિશામાં જોયું.

“My god......!” એ દ્રશ્ય જોઇને જોયની આંખો પહોળી થઇ ગઈ અને તેનું મોઢું ખુલ્લુજ રહી ગયું. તેઓ જ્યાં ઉભા હતાં તેનાથી બે-ત્રણ હરોળ પછીનાં કેપ્સ્યુલોના ઝૂમખાંમાંથી એક કેપ્સ્યુલના યાત્રીને ડીસ્ચાર્જ કરવાની પ્રક્રિયા આપમેળે શરુ થઇ ગઈ હતી. કેપ્સ્યુલના કાંચના ઢાંકણા ખુલી ચુક્યા હતાં. તેમજ કેપ્સ્યુલના કમ્પ્યુટરે ઓટોમેટિકલી યાત્રીને જરૂરી દવાઓ ઇન્જેકશનો દ્વારા આપી દીધી હતી.

જોય, બ્રુનો અને એવલીન આ બધી પ્રક્રિયા જોઈ રહ્યાં. તે કેપ્સ્યુલમાં એક એવલીનની ઉમરની એક સ્ત્રી હતી જેને ડીસ્ચાર્જ કરવાની પ્રક્રિયા લગભગ પૂરી થવા આવી હતી. જરૂરી ઇન્જેકશનો આપ્યા બાદ હવે બસ રોબોટો દ્વારા તે સ્ત્રી યાત્રીને તેનાં રૂમ સુધી પહોચાડવાની હતી.

“Wait....!?” જોય બોલ્યો “રોબોટ્સ ક્યાં છે....!?” બધાં આજુબાજુ જોવા લાગ્યાં.

યાત્રીને તેનાં રૂમ સુધી પહોચાડવાનો સમય થઇ ગયો હતો પણ રોબોટ્સ ક્યાય દેખાતાં નહોતાં.

“ચાલો...!” જોય બોલ્યો અને તે યાત્રીની કેપ્સ્યુલ તરફ જવા લાગ્યો. બ્રુનો અને એવલીન તેની પાછળ-પાછળ ચાલ્યાં. તેઓ હજી ત્યાં પહોંચે એ પહેલાંજ એ સ્ત્રી યાત્રી ભાનમાં આવવા લાગી અને આમ-તેમ માથું ફેરવવા લાગી.

જોય દોડ્યો અને તે યાત્રીની કેપ્સ્યુલ જોડે પહોંચીને તેની જોડે ઉભો રહ્યો.

“આરામથી....!” જોયે સંભાળીને તે યાત્રીને પકડીને ઉભાં થવામાં મદદ કરી. તે હજી પુરેપુરી ભાનમાં નહોતી આવી.

મારું માથું .....મા...રૂ....માથું...!” અર્ધ-બેભાન અવસ્થામાં તે છોકરી બબડાટ કરવા લાગી.

આપણે એને એનાં રૂમમાં પહોચાડવી પડશે....!” જોય તે છોકરીને કેપ્સ્યુલમાંથી બહાર નીકળવામાં મદદ કરતાં બોલ્યો “સ્પેસશીપની સીસ્ટમમાં કોઈ મોટી ગડબડ લાગે છે...! રોબોટો પણ નથી...યાત્રીઓ એક-પછી એક ડીસ્ચાર્જ થઇ રહ્યાં છે...!” જોયની આંખો રહેલો ભય એવલીન પામી ગઈ. જોયને ચિંતા પેઠી હતી કે ક્યાંક તેની પત્ની કે દીકરીને પણ કેપ્સ્યુલમાંથી ઉઠાડી ના દેવાય નહિ તો તેઓ પણ સ્પેસશીપ ઉપર કાયમ માટે ફસાઈ જશે. એવલીન એ છોકરીના બીજાં હાથ પાસે ગઈ અને તેની મદદ કરવા લાગી. તે છોકરી હવે કેસ્પ્યુલમાંથી બહાર આવી. જોયે તેનાં બાવડાં પકડી રાખી તેને ઉભી રહેવામાં મદદ કરી. જોકે તે હજી ઝોલાં ખાઈ રહી હતી. જોયે સહેજ નીચાં વળીને કેપ્સ્યુલની એક બાજુએ લાગેલી નેમ પ્લેટ જોઈ. દરેક કેપ્સ્યુલ ઉપર તેમાં રહેલાં યાત્રીનું નામ, રૂમ નંબર વગેરે જરૂરી વિગત દર્શાવતી એક પ્લેટ લગાવવામાં આવતી.

“Kristina….!” જોયે તેનું નામ વાંચીને તેને તેનાં નામથી બોલાવી “ડોન્ટ વરી...! તને થોડીવાર આરામની જરૂર છે....!”

તને એનું નામ કઈ રીતે ખબર....!?” એવલીન બોલી. તેનાં સ્વરમાં સ્ત્રી સહજ ઈર્ષા હતી.

“Oh come એવલીન.....!” જોય તેનાં સ્વરમાં રહેલાં તે ભાવ કળી ગયો “નેમ પ્લેટ.....!”

“સોરી.....!” એવલીને કહ્યું અને પછી તેણે બ્રુનો સામે જોયું જે જોયની બાજુમાં ઉભો રહી તેમની સામે જોઈ રહ્યો હતો.

“બ્રુનો....!” જોયે ક્રિસ્ટીનાનો એક હાથ પોતાનાં ખભા ઉપર લીધો અને બ્રુનો તરફ જોઇને બોલ્યો “તું બધાં યાત્રીઓની કેપ્સ્યુલ ચેક કરીલે ....!ત્યાં સુધી અમે આને એનાં રૂમમાં પહોચાડી આવીએ....!”

હું શું ચેક કરીશ....!?” બ્રુનોએ ખભા ઉલાળ્યા “તને ચેક કરતાં આવડે છે ને...! તે હાલજ તારી પત્ની અને દીકરીની કેપ્સ્યુલો ચેક કરી....તું ચેક કર...!”

બ્રુનો થોડું rudely બોલ્યો. એવલીન અકળાઈને કંઇક બોલવા જતી હતી ત્યાંજ બ્રુનો બોલી પડ્યો “હું અને એવલીન આ છોકરીને તેનાં રૂમ સુધી પહોચાડી આવીએ છે....! લાવ....!” કહેતાજ બ્રુનો બે ડગલાં આગળ આવ્યો.

ના હો...!” એવલીન તરતજ ઝાટકીને બોલી.

“એની વાત સાચી છે ...!” જોયે એવલીન તરફ જોયું “બ્રુનો લે...!” જોયે બ્રુનોને ક્રિસ્ટીનાનો હવાલો સોંપ્યો. બ્રુનોએ તરતજ ક્રિસ્ટીનાનો હાથ જોયની જેમજ તેનાં ખભા ફરતે વીંટાળી લીધો.

રૂમમાં પહોંચીને જો એ ભાનમાં આવે તો તેને દવાના વેન્ડિંગ મશીનમાંથી બે પેઈન કીલર અને એક ઊંઘની ગોળી આપી દેજો.....!” જોય બોલ્યો “એને ઓછામાં ઓછા ૪૮ કલ્લાક આરામ કરવો પડશે....!”

બીજું કંઈ ડોક્ટર સાહેબ...!?” બ્રુનો જોયની સામે જોઇને ચીડાયેલા સ્વરમાં બોલ્યો.

“એનો રૂમ નંબર ૧૧૨૧ છે....!” જોયે તેનું વર્તન અવગણતા કહ્યું “જાઓ હવે...!

બ્રુનો અને એવલીન ચાલવા લાગ્યા. એવલીને એક નજર પાછળ ફરીને જોય સામે જોયું. જોય હવે નીચે વળીને ક્રિસ્ટીનાની કેપ્સ્યુલ ચેક કરી રહ્યો હતો.

▪▪▪▪▪▪▪▪▪

“આજ પછી એની જોડે આ રીતે વાત ના કરતો સમજ્યો...!” યાત્રીઓની કેપ્સ્યુલોવળી ક્રાયોજેનિક ચેમ્બરમાંથી બહાર નીકળને કોરીડોરમાં થોડાં દુર સુધી ચાલ્યા પછી એવલીને બ્રુનો સામે જોઇને ચાલતાં -ચાલતાં કહ્યું. તેણે પણ ક્રિસ્ટીનાનો એક હાથ તેનાં ખભા ફરતે વીંટાળેલો હતો.

“કેમ....! તારો શું લાગે છે...!?” બ્રુનોએ તોછડાં સ્વરમાં કહ્યું.

“ગધેડાં....!” એવલીન અકળાઈ “મેં બહુ મુસીબતથી એને મારા પ્રેમમાં “પાડ્યો” છે....!”

“એટલે....!?” બ્રુનો મૂંઝાયો “તું શું કહેવા માંગે છે...!?”

“સ્પેસશીપ ઉપર એ સૌથી વધુ ભણેલો યાત્રી છે....!” એવલીન બોલી અને કોરીડોરમાં થોડું અટકી “કેપ્સ્યુલ રીપેર કરી શકે તેવો તે એકમાત્ર યાત્રી છે....!”

“Wait...!” બ્રુનોએ ક્રિસ્ટીનાનો હાથ તેનાં ખભા ઉપરથી દુર કર્યો અને તેનું બાવડું પકડાયું “તમે બંને કેટલો સમય પહેલાં જાગ્યાં છો....!?”

“હું લગભગ ત્રણ વર્ષથી વધુ સમય પહેલાં....!?” એવલીન તેની સામે જોઇને બોલી.

“What.....!?” બ્રુનોની આંખો પહોળી થઇ ગઈ “અને ....અને જોય....!?”

“એ જાગ્યો નથી....!?” એવલીન બોલી “એને મેં જગાડ્યો છે.....!”

બ્રુનો ચોંકીને ફાટી આંખે એવલીન સામે થોડીવાર જોઈ રહ્યો.

▪▪▪▪▪▪▪▪▪

“તું તો યાર જબરી ખિલાડી છે......!” બ્રુનો એવલીનની પ્રશંસા કરતાં બોલ્યો. બંને હવે ક્રિસટીનાના રૂમમાં હતા. તેમણે ક્રિસટીનાને રૂમમાં તેનાં બેડ ઉપર ઊંઘાડી દીધી હતી. અત્યાર સુધીમાં એવલીને બ્રુનોને તે જાગી ત્યારથી લઈને અત્યારસુધીની બધીજ વાત કરી હતી. તે કેવીરીતે અકસ્માતે જાગી હતી અને ત્યારબાદ લગભગ અઢી વર્ષથી વધુ સમય તેણે કેવી તકલીફો ઝેલીને એકલાં વિતવ્યો, ત્યારબાદ તેણે જોયને જગાડયો વગેરે. બ્રુનો જેમ-જેમ એવલીનની વાત સાંભળતો ગયો તેમ-તેમ તેનું અચરજ વધતું ગયું.

“જો .....!” એવલીન કડક સ્વરમાં બોલી “મે બહુ મહેનત કરીને એને “સેટ” કર્યો છે....! તું હવે કઇં પણ આડું-અવળું કરીને ખેલ ના બગડતો.....”

“એમાં શું મહેનત યાર.....!?” બ્રુનો એવલીનની નજીક આવ્યો “તારા જેવી છોકરી આટલાં મોટા સ્પેસશીપ ઉપર એકલી મળી જાય તો તો “જલસા” પડી જાય....એ તો તારી ચીકણી કમર જોઈનેજ લપસી પડ્યો હશે....!” એટલું કહીને બ્રુનોએ એવલીનની સુંદર ગોરી ખુલ્લી કમર ઉપર હાથ ફેરવ્યો.

સ્ટોપ ઈટ...બ્રુનો...!” એવલીને આકળાઇને તેને દૂર ધકેલ્યો “બસ આજ....! તારી આજ આદત સુધાર....! એની સામે તું મારાથી શક્ય એટલો દૂરજ રહેજે.....!હું નથી ઇચ્છતી કે એ આપણાં બેયનો ભૂતકાળ જાણે.....! એને ના ખબર પડવી જોઈએ કે આપણે બંને પૃથ્વી પર હતાં ત્યારે પતિ-પત્ની હતાં...સમજ્યો...!?”

“હમ્મ....!” બ્રુનોએ હકારો ભર્યો અને રૂમમાં આમ-તેમ ફરવા લાગ્યો.

શું વિચારે છે....!?” બ્રુનો તરફ જોઈને એવલીન બોલી.

એજ ….!” બ્રુનો તેની તરફ ફર્યો “કે જો તે કેપ્સ્યુલ રિપૅર કરવામાં સફળ થઈ ગ્યો...! તો છેલ્લું બલિદાન કોણ આપશે…..!?”

“એટ્લે....!?” એવલીને પૂછ્યું “તું કહેવા શું માંગે છે...!?”

“come on….! એવલીન...!” બ્રુનો કૂટલી સ્મિત કરતાં બોલ્યો “તું પણ જાણે છે કે કેપ્સ્યુલમાં પાછાં સુવાની આખી પ્રક્રિયા પૂરી કરવા માટે કોઈ એક વ્યક્તિએ તો બહાર રહેવુજ પડશે....!” બ્રુનો બોલ્યો અને એવલીનના ચહેરાંના બદલાતાં ભાવ જોઈ રહ્યો “અને મને એટલી તો ખબરજ છે.....! કે તારા પ્રેમમાં પાગલ જોય તને પડતી મૂકીને “પોતે કેપ્સ્યુલમાં નહીં સુવે...એ તને જ પહેલાં સુવાડશે....!”

“તો....!?” એવલીન બોલી.

“તો સવાલ એ છે....!” બ્રુનોએ હવે ફરીવાર એવલીનની કમર પકડીને મચેડી. એવલીનને દર્દ થતાં તે તેની પકડમાથી છૂટવા મથી રહી “કે કેપ્સ્યુલમાં મને પાછો કોણ સુવાડશે.....!?”

“બ્રુનો.....!” બ્રુનોએ તેનાં હાથના નખ એવલીનની કમરમાં ચુભાવતા એવલીન તરફડી રહી “પ્લીઝ....! મને દુખે છે...!”

થોડીવાર સુધી એવલીનને એજ રીતે ટોર્ચર કર્યા પછી બ્રુનોએ આખરે એવલીનને છોડી.

“જો તું ઇચ્છતી હોય...!” બ્રુનો કરડાકી ભર્યા અવાજે બોલ્યો “કે હું તારી અને જોયની વચ્ચે ના આવું....! તો make sure જોય તારા પહેલાં મને કેપ્સ્યુલમાં સુવાડે....!”

“પણ કઈ રીતે...!?” એવલીન બોલી.

“એ તારે જોવાનું છે....!” બ્રુનો ખભા ઉછાળતા બોલ્યો “નહીં તો એ કેપ્સ્યુલમાથી અકસ્માતે નથી જાગ્યો પણ તે એને જગાડયો છે એ વાતની ખબર એને ચોક્કસ પડી જશે....”

“Wait ….!” એવલીન આઘાત પામી ગઈ “તું મને બ્લેકમેલ કરે છે...!?”

“હાં...!” બ્રુનો ખંધું હસ્યો “તારે મને એ વાત નહોતી કહેવી જોઈતી એવલીન....!”

એવલીન હેબતાઈ ગઈ. અને વિચારવા લાગી કે તેણે આ સૌથી મોટી ભૂલ કરી નાખી.

“બોલ...!” બ્રુનોએ કહ્યું “મંજૂર....!?”

એવલીન બ્રુનો સામે જોઈને વિચારી રહી. તેનાં માથે પરસેવો બાઝવાં લાગ્યો. થોડીવાર બાદ તેણે હકારમાં માથું હલાવ્યું.

તો શું પ્લાન છે.....!?” બ્રુનોએ પૂછ્યું.

એવલીન ફરીવાર વિચારે ચડી ગઈ. બ્રુનો તેની સામે જોઈ રહ્યો.

“ઈમોશનલ અત્યાચાર....!” થોડીવાર પછી એવલીન બોલી.

“એટ્લે....!?” બ્રુનોએ પૂછ્યું.

“જોય બહુજ સીધો અને ઈમોશનલ માણસ છે....!” એવલીન દીવાલને ટેકે ઊભી રહેતાં બોલી “તે જેટલો પ્રેમ એની પત્ની અને દીકરીને કરે છે ....! એટલોજ કદાચ હવે મને પણ કરે છે....!”

“તો....!?” બ્રુનોએ ભ્રમરો ઊંચી કરી.

બસ તું જોતો જા....!” એવલીન બોલી “પણ એક વાત યાદ રાખજે....!” એવલીને ચેતવણીના સૂરમાં કહ્યું “ઉતાવળિયો ના થતો....! એ બહુ સ્માર્ટ માણસ છે....! જલ્દી કોઇની ઉપર ભરોસો કરે એવો નથી....! આપણાં બેયના ભૂતકાળને ભૂલીજ જજે....અને તું મને જાણતોજ નથી એવું બિહેવ કરજે...!ટોટલ નવી શરૂઆત..ok…?”

“આગળ બોલ....!” બ્રુનોએ શાંતિથી પૂછ્યું.

મારા જેવી યંગ હોટ અજાણી છોકરીને પટાવવા એક છોકરો શું કરે...!?” એવલીને બ્રુનોને પૂછ્યું પછી પોતેજ જવાબ આપવા લાગી “બસ તારે એજ રીતે વર્તવાનું છે...કે તું મારી પાછળ ગાંડો થયો છે...! થોડો સમય એમ ચાલવા દે...! એ મારા માટે પઝેસિવ થાય એની રાહ જોઈશું પછી આગળ પ્લાનિંગ કરશું.....!”

“ok…!” બ્રુનો બોલ્યો અને પછી બેડ ઉપર સૂઈ રહેલી ક્રિસ્ટીના તરફ આંગળીથી ઈશારો કરતાં બોલ્યો “અને આનું શું કરશું....!?”

“કેમ ...!? એનું શું છે...!?” એવલીને પૂછ્યું.

“જોને....! તારી જેમ આ પણ કેટલી હોટ છોકરી છે.....!” બ્રુનો બોલ્યો “જોય એમ નહીં વિચારે કે હું શા માટે ક્રિસ્ટીના ઉપર try નથી મારતો...!?”

“હું એજ ઈચ્છું છું કે એવુજ વિચારે....!” એવલીન બોલી.

“કેમ....!?” બ્રુનોને કઇં સમજાયું નહીં.

“તારે મારી અને ક્રિસ્ટીના....એમ બંને ઉપર try મારવાનો છે...!” એવલીને સમજાવ્યું “અને એ વાતની ખબર બંનેને જોય અને ક્રિસ્ટીનાના બંનેને પડવી જોઈએ કે તું એક સાથે બંને પાછળ try મારે છે ....!”

“તું શું કહી રહી છે....!?” બ્રુનો અકળાયો “મને તો કઇં સમજાતું નથી...!?”

“બહુ સીધી વાત છે....!” એવલીન બ્રુનોને સમજાવવા લાગી “જો ક્રિસ્ટીનાને તારા અને જોયમાં કોઈ એકની પસંદગી કરવી હશે તો એ જોયની જ કરશે....!”

“એવું તને કેમ લાગે છે....!?” બ્રુનોએ ઘમંડી સ્વરમાં બોલ્યો “હું એના કરતાં વધુ ઊંચો અને પટ્ઠો છું....!”

“બ્રુનો....!” એવલીન બોલી “છોકરી ફ્ક્ત હાઇટ બોડી નથી જોતી....! સામેવાળી વ્યક્તિ તેની કેટલી care કરશે એ પણ જોવે છે.....! અને તું ....!?” એવલીન કટાક્ષમાં થોડું હસી “તું તો પોતાને જાણતો હોઈશ નઇ...!”

બ્રુનો એવલીન સામે ચિડાઇને જોઈ રહ્યો. એવલીન આગળ બોલી “તું એક નખશિખ ગુંડો છે....! જ્યારે ક્રિસ્ટીનાને આ વાતની ખબર પડશે...ત્યારે એ જોયને મેળવવા મથસે.....!”

“પણ જોય તો “તારો” છે ને....!?” બ્રુનોએ કટાક્ષ કર્યો.

“હાં ...! પણ જે અંતહિન યાત્રા ઉપર આપણે છીએ એ યાત્રામાં આ ભૂત જેવાં સ્પેસશીપ ઉપર તારા સિવાય ક્રિસ્ટીના પાસે માત્ર જોય જ એક option છે....તો તે વાતની પરવા નહીં કરે કે જોય કોને પસંદ કરે છે....!”

“આગળ બોલ...!” બ્રુનોએ બોલ્યો.

“જોય એક જેંટલમેન માણસ છે....! મુસીબતમાં ફસાયેલી કોઈપણ વ્યક્તિની મદદ કરવા તે હમેશાં તૈયાર રહે છે…જ્યારે જોયને ખબર પડશે કે તું મારી અને ક્રિસ્ટીના બંને ઉપર try મારી રહ્યો છે, ત્યારે તે ક્રિસ્ટીનાને તારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરશે....અને હું એ વાતે એની ઉપર એક પઝેસિવ પ્રેમિકાની જેમ શક કરવાનું નાટક કરીશ....” એવલીન અટકી અને બ્રુનો સામે જોઈ રહી.

“પણ આનાથી શું મળશે.....!?” બ્રુનો હવે અકળાયો.

“તું ખાલી આ ખેલ જોતો જા.....!” એવલીન બોલી “અને હું કહું એમ કરતો જા.....! જેમ-જેમ ખેલ આગળ વધશે....તેમ-તેમ તને આપોઆપ બધુ સમજાઈ જશે......!”

“તને એવું કેમ લાગે છે કે ક્રિસ્ટીના પણ તારા ધાર્યા મુજબ જ કરશે....!?” બ્રુનોએ દલીલ કરી “કદાચ એ કોઈને પસંદ કર્યા વિના એકલીજ રહેવા પસંદ કરે તો...!?”

“મે આ સ્પેશિપ ઉપર મે એકલાં અઢી વર્ષથી વધુ સમય વિતાવ્યો છે બ્રુનો...!” એવલીન થોડી હતાશ થઈ “માત્ર દોઢ મહિનામાંજ હું આ સ્પેસશીપથી કંટાળી ગઈ હતી અને ડિપ્રેશનમાં આવી પડી હતી....! અઢી વર્ષ સુધી મે મારા જાતિય આવેગોને કેવીરીતે દબાવ્યે રાખ્યાં છે એ હું જ જાણું છું....! જો એ સમયે તું મારી સામે હોત ...! તો હું ભૂતકાળ ભૂલીને પણ તને અપનાવી લેત...!ક્રિસ્ટીના સાથે પણ એજ થશે....” એવલીને ક્રિસ્ટીના સામે જોયું “એ સુંદર છે....! હોટ છે....! એણે ત્રીસ વર્ષથી વધુ સમય ઊંઘમાં વિતાવ્યો છે....! અને હવે આ સ્પેસશીપ ઉપર તેની સામે તું અને જોય એમ બે જ option છે.....!”

“એને હું ગમી ગયો તો...!?” બ્રુનોએ ભ્રમરો નચાવી.

“તો તો સૌથી સારું...!” એવલીન બોલી.

“કેમ....!?” બ્રુનોને નવાઈ લાગી.

“જો એવું થશે તો જોય ક્રિસ્ટીનાને તારાથી દૂર રાખવાં શક્ય એટલાં વધુ પ્રયત્નો કરશે....! અને મને જોયની સાથે એ વાતે ઝઘડવાનો વધુ સારો ચાંસ મળતો રહેશે...બસ તારે તારું લંપટ હોવાનું કેરેક્ટર બધાની સામે શક્ય હોય એટલું વધારે ઉપસાવવાનું છે ....સમજ્યો....!?” એવલીન બોલી.

“હાં.....! ઠીક છે” બ્રુનોએ એક ઊંડો શ્વાસ લીધો “let the game begin….!”

એવલીન બ્રુનો સામે જોઈ રહી. થોડીવાર બંને મૌન રહ્યાં.

“હવે ....!?” થોડીવાર પછી બ્રુનો બોલ્યો “જોયે કીધું હતું કે આ ભાનમાં આવે તો એને દવા આપી દેવી....!” બ્રુનોએ બેડ ઉપર સૂતેલી ક્રિસ્ટીના તરફ જોયું “પણ આ મેડમ તો હલતા પણ નથી....! શું કરશું....!?”

એવલીને બ્રુનોની પાછળની રૂમની દીવાલમાં લાગેલાં દવાના વેંડિંગ મશીનમાથી કેટલીક પેઇન કીલર વગેરે દવાઓ બટન દબાવી કાઢી અને ક્રિસ્ટીનાના બેડની જોડેના નાનાં ટેબલ ઉપર મૂકી દીધી. તેને તે ટેબલના ડ્રોઅરમાથી એક નોટપેડ કાઢ્યું અને તેમાથી એક કાગળ ઉપર “take it..!” એવું લખી એની નાની ચબરખી બનાવી દવાઓ જોડે ટેબલ ઉપર મૂકી દીધી. બ્રુનો તેને એમ કરતાં જોઈ રહ્યો.

“ચલ....!” એવલીન રૂમમાથી બહાર નીકળવા લાગી “જોઈએતો ખરા જોય શું કરી રહ્યો છે...!” બંને ક્રિસ્ટીનાના રૂમમાથી બહાર નીકળી ક્રયોજેનિક ચેમ્બર ચાલ્યાં.

▪▪▪▪▪▪▪

લગભગ મોટાભાગના યાત્રીઓની કેપ્સ્યુલો ઉપર ઊડતી નજર મારી લીધાં જોય ક્યારનો નીચે બેસીને ક્રિસ્ટીનાની કેપ્સ્યુલની સરકીટો એક-પછી એક ચેક કરી રહ્યો હતો. આ પહેલાં તેણે બ્રુનોની કેપ્સ્યુલ પણ ચેક કરી લીધી હતી. એવલીન અને બ્રુનો ચેમ્બરમાં જોયને શોધતાં-શોધતાં તેની પાસે આવ્યાં.

“જોય....!?” એવલીન ક્રિસ્ટીનાની કેપ્સ્યુલની સરકીટો ચેક કરી રહેલાં જોયની નજીક પહોંચતાં બોલી. તેની પાછળ બ્રુનો આવી રહ્યો હતો. એવલીને જોયનો ચિંતાતુર ચેહરો જોયો “શું થયું....!? કોઈ મોટી પ્રોબ્લેમ...?”

“હાં...!” જોય ઊભો થતાં બોલ્યો “મે બ્રુનો અને ક્રિસ્ટીનાની કેપ્સ્યુલો ચેક કરી....!”

“હે...!?” બ્રુનોને પોતાની કેપ્સ્યુલ વિષે કુતૂહલ થયું “તો ...તો ! શું ખબર પડી જલ્દી બોલ...!?”

જોયે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો “તું જાગ્યો એના છેલ્લાં કેટલાંક કલ્લાકો પહેલાં તારી કેપ્સ્યુલના પાવર સપ્લાય અને બેકઅપ પાવર સપ્લાયમાં 22થી વધુ વખત failure થયું....! ક્રિસ્ટીનીનાની કેપ્સ્યૂલમાં પણ એજ થયું હતું....!”

“ઓહ ગોડ.....!”એવલીન બોલી.

“તો....!એમાં શું...!?” બ્રુનો ખભા ઉલાળતાં બોલ્યો.

“વારે ઘડીએ થતાં પાવર ફેલને લીધે કેપ્સ્યુલના કમ્પ્યુટરે તને ડિસ્ચાર્જ કરી દીધો.....!” જોય ચિંતાતુર સ્વરમાં બોલ્યો “આ સિસ્ટમને ઓટોમેટિક સેટ કરવામાં આવી હોય છે....કેપ્સ્યૂલનું તાપમાન શૂન્ય નીચે -૧૩૦˚ જેટલું હોય છે અને આટલાં નીચાં તાપમાને મનુષ્યનું શરીર તેમજ તેના અંદરના અંગો, લોહી વગેરે બરફ બની નાં જાય એટલાં માટે કેપ્સ્યુલમાં જે બ્લુ કલરનું પ્રવાહી ભરવામાં આવે છે તેને માટે કેપ્સ્યુલને અવિરત પાવર સપ્લાય મળવો જરૂરી છે....” જોય બંને સામે જોઈને સમજાવવા લાગ્યો “વારેઘડીએ થતાં પાવર ફેલને લીધે કેપ્સ્યુલની સિસ્ટમ યોગ્ય કામ નથી કરતી.... અમુક કલ્લાકોમાં જો નક્કી સંખ્યા કરતાં વધુ વખત પાવર ફેલ થાય તો કેપ્સ્યુલનું કમ્પ્યુટર તેને યાત્રી માટે ભયજનક માની તેના ડેટાબેઝમાં પહેલેથી ફીડ કરેલાં કમાન્ડ મુજબ યાત્રીને સલામત ડિસ્ચાર્જ કરી દે છે....અને છેલ્લાં કેટલાંક કલ્લાકોમાં પાવર ફેલ થવાની ઘટનાઓ વધી રહી છે.....! જો આમજ ચાલતું રહ્યું...” જોયે ભયથી બંને તરફ જોયું “તો એક પછી એક બધાજ યાત્રીઓને તેમની કેપ્સ્યુલ દ્વારા ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.....!”

“તો શું વળી...!?” બ્રુનો જાણે કોઈ પરવા ના હોય તેમ બોલ્યો “આપણને વધુ કંપની મળી રહેશે....અને બીજી નવી હોટ છોકરીઓનો સ્ટોક પણ ....!” તેણે એવલીન સામે જોયું. એવલીને નજર ફેરવી લીધી.

“તું જેવુ સમજે છે એવું નથી બ્રુનો....!” જોયનો સ્વર હવે વધુ ગંભીર થયો “સાત હજાર યાત્રીઓએ ફક્ત આ યાત્રાના અંતિમ મુકામ સમયે એટ્લે કે માત્ર ચાર મહિના પહેલાંજ જાગવાનુ હતું.....”

“તો....!?” બ્રુનો ફરી એજ રીતે બોલ્યો.

“તો બ્રુનો....! આ સ્પેસશીપ ઉપર સાત હજાર યાત્રીઓ તેમજ સ્પેસશીપના સ્ટાફ માટે માત્ર ચાર મહિના ચાલે એટલાજ ખોરાક-પાણી હોવાનાં....! અત્યાર સુધી ફક્ત હું અને એવલીન હતાં, હવે તું અને ક્રિસ્ટીના....! ત્યાર બાદ આ સંખ્યા વધતીજ જશે....!” હવે બ્રુનો અને એવલીનની આંખોમાં ભય સ્પષ્ટ દેખાઈ આવ્યો. બ્રુનોનું તો મોઢુજ લગભગ ખુલ્લુ રહી ગયું જોયનો તર્ક સાંભળી.

જોય આગળ બોલ્યો “વિચાર કરો ...! હજી યાત્રાના 80 વર્ષથી વધુ બાકી છે....! જ્યારે સાત હજારથી વધુ લોકો આ સ્પેસશીપ ઉપર તેમના સમય કરતાં પહેલાં જાગી જશે ત્યારે શું થશે....!”

“લોકો ખાવાનું મેળવવા તેમજ જીવવા માટે એકબીજાની હત્યા કરવા ઉપર ઉતરી આવશે....!” બ્રુનો ધ્રૂજતાં સ્વરે બોલ્યો. જોયે જે બિહામણું ચિત્ર રજૂ કર્યું હતું તે જાણીને એવલીન સ્તબ્ધ બની ગઈ. તેનું પણ હ્રદય જોરશોરથી ધડક્વા લાગ્યું.

“અને જીવવા માટે કદાચ આપણે પણ કોઇની હત્યા કરવાનો વારો આવશે.....!” જોય ફરીવાર એજ રીતે બોલ્યો “કઇં નહીં તો છેવટે આપણે સ્વબચાવમાં પણ કોઇની હત્યા કરવી પડશે....!”

“જોય પ્લીઝ....!” એવલીન ધ્રુજી ઉઠી અને જોયના હાથ પકડી લીધા “આ રોકવાનો કોઈક તો રસ્તો હશેને.....!? કોઈ તો મદદ હશેને સ્પેસશીપ ઉપર…..!?”

જોય શૂન્યમનસ્ક બની તાકવાં લાગ્યો. એવલીન અને બ્રુનો તેને જોઈ રહ્યાં. થોડીવાર વિચાર્યા પછી જોય બોલ્યો “નોવા....!”

▪▪▪▪▪▪▪

આગળ વાંચો પ્રકરણ 8 માં...

જોયે કહ્યું તેમ....! સ્પેસશીપઉપર રહેલાં યાત્રીઓના જીવનને બચાવી શકે તેવો એક માત્ર નોવા જ છે. શું નોવા ખરેખર બધાને આ મુસીબતમાથી બહાર કાઢી શકશે....!? તેમજ એવલીન, બ્રુનો મળીને જોય અને ક્રિસ્ટીના સાથે શું “ખેલ” ખેલશે...!?”

Follow me on: twitter@jignesh_19

Facebook: https://www.facebook.com/ranvir.thakor.9

નોંધ: જો કોઈ વાચક આ storyને PDFમાં વાંચવા ઇચ્છતું હોય તો તેઓ મને ઉપર લખેલા મારા mobile નંબર ઉપર watsapp કરી શકે છે. PDFમાં લખાયેલ storyની ખાસિયત એ છે કે તેમાં લખાણમાં ઘણી જગ્યાએ ફોટોગ્રાફ્સ મુકવામાં આવ્યા છે. જેનાથી story વાંચતી વખતે તમારા “imagination” ને boost મળે છે. તેમજ ફોટોગ્રાફ્સને લીધે નોવેલ એક ગ્રાફિક નોવેલની સ્ટાઇલમાં લખાઈ છે.