Premni mayajad in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમની માયાજાળ

Featured Books
Categories
Share

પ્રેમની માયાજાળ

વિશ્વાસ ઓફિસે થી ઘરે આવી રહ્યો હતો. ત્યાં તેની ગર્લફ્રેંડ નો ફોન આવે છે. ફોન રીસીવ કર્યો એટલે મીનાક્ષી બોલી 
"ડાર્લિંગ મારા મમ્મી પપ્પા તને સાંજે ડિનર પર બોલાવે  છે તું આવી જજે " 

વિશ્વાસ ખુશી ખુશી આવી રહ્યો હતો ત્યાં બીજો ફોન આવ્યો તે હતો તેની ભૂલ નો, જે કાવ્યા સાથે પ્રેમ કરવાનો, એ કાવ્યા જે મેરીડ હતી ને વિશ્વાસ ને પામવા કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ હતી. કાવ્યા ફોન પર બોલી વિશ્વાસ તું સીધો અહીં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ. વિશ્વાસ મુંઝવણમાં મુકાઈ ગયો. મીનાક્ષી પાસે જવું કે કાવ્યા પાસે. જો મીનાક્ષી પાસે જઇશ તો કાવ્યા આત્મહત્યા પણ કરી શકે તેમ છે અને કાવ્યા પાસે જઈશ તો મીનાક્ષી અને તેના માતા પિતા ને ખોટું લાગશે કદાચ મારો સાચો પ્રેમ પણ ગુમાવી બેસીશ. બંને ને ફોન કર્યો પણ કોઈ એક ના બે ન થયા. વિચારો મા એટલો ખોવાયો કે શું કરવું તે ખબર ન પડી. પણ તે જે નિર્ણય લીધો તે તેના માટે ભારે પડે તેઓ હતો પણ તે નિર્ણય લીધા વગર છૂટકો ન હતો.

વિશ્વાસ સીધો કાવ્યા ના ઘરે જાય છે કાવ્યા આત્મહત્યા ની કોશિશ કરી રહી હતી. સાચું હોય કે ખોટું તે વિશ્વાસ સમજી ન શક્યો. પણ વિશ્વાસ ને જોઈ કાવ્યા તેને ગળે વળગી ગઈ. વિશ્વાસ કાવ્યા ને સમજાવે છે મારે મીનાક્ષી ને ઘરે જવું છે તે ડિનર મા મારી રાહ જોઈ રહ્યા તું મને જવા દે. પણ કાવ્યા તેની એક વાત માનતી નથી. કહ્યું  તું અહીં મારી સાથે રાત વિતાવીશ. અને તું જઈશ તો હું આત્મહત્યા કરી લઈશ. વિશ્વાસ ફરી મુસીબત માં મુકાયો જો જઈશ તો મુસીબત આવશે અને ન જઈશ તો પણ મુસીબત. વિશ્વાસ આખરે કાવ્યા ની વાત માનવી પડે છે તે ત્યાં રાત રોકાય છે પણ મીનાક્ષી ના ફોન આવ્યા કરે છે. કાવ્યા તેનો ફોન રીસીવ કરવા દેતી નથી ને ફોન બંધ કરી દે છે. વિશ્વાસ કાવ્યા સાથે રાત વિતાવે છે.

સવારે વહેલો ઊઠીને મીનાક્ષી ને ફોન કરે છે પણ મીનાક્ષી ફોન કટ કરી દે છે. વિશ્વાસ ને ખબર પડી ગઈ કે મારી એક ભૂલ થી મારો સાચો પ્રેમ દૂર થઈ રહ્યો છે. હવે શું કરવું તે સમજાતું નથી. આખો દિવસ મીનાક્ષી ને વિશ્વાસ મળવાની કોશિશ કરે છે પણ મીનાક્ષી તેને મળવા માંગતી ન હતી. કાવ્યા ને ફોન કરી કહી દીધું હવે તું મને ફોન કરીશ કે મળવાની કોશિશ કરીશ તો હું બધું જાહેર કરી આત્મહત્યા કરી લઈશ. મૂડ ઓફ થઈ ગયું હતું  વિશ્વાસનું તે ઘરે જઈ સૂઈ જાય છે.

સવારે જે થયું તેના પર વિચાર કરે છે. પણ કોઈ રસ્તો સુજતો નથી. વિશ્વાસ તેનો ખાસ મિત્ર મિલન પાસે જાય છે ને તેની સાથે બનેલા બનાવ અને બંને ગર્લફ્રેંડ ની વાત કરે છે ને તેમાંથી રસ્તો કાઢવા કહે છે. ત્યારે પહેલાં તો તેના પર ગુચ્છે થાય છે. પણ પછી તેને એક રસ્તો બતાવે છે પણ રસ્તો બહું કઠિન હોય છે. વિશ્વાસ ને ખબર હતી આમ પણ મારા જીવન માં હવે મીનાક્ષી વગર રસ રહ્યો નથી અને જો મીનાક્ષી મળતી હોય તો હું કઈ પણ કરવા તૈયાર છું. એટલે મિલન ની વાત માની તેણે આપેલા રસ્તે ચાલે છે.

બીજે દિવસે વિશ્વાસ કાવ્યા ના હસબન્ડ રાહુલ ને મળવા તેની ઓફિસ જાય છે. તેની સાથે કાવ્યા સાથેની રિલેશન ચીપ ની બધી વાત કરી દે છે. તે વિશ્વાસ ની બધી વાત સાંભળે છે તે ગુચ્છે થતાં નથી પણ વિશ્વાસ ને આશ્વાસન આપે છે કે હું તારી મદદ કરીશ. મને ખબર છે કાવ્યા કેવી છે. તને તારો સાચો પ્રેમ મળે તે માટે હું પૂરી કોશિષ કરું છું. તું અત્યારે મારી સાથે ચાલ. વિશ્વાસ અને રાહુલ પોલીસ સ્ટેશનમાં જઈ કાવ્યા ની સામે ફરિયાદ દાખલ કરે છે. પોલીસ ફરિયાદ ને આધારે કાવ્યા ને ગિરફતાર કરે છે ને જેલમાં પુરી દે છે.

રાહુલ વિશ્વાસ ને કહ્યું ચાલ હું તારી સાથે આવું છું, આપણે મીનાક્ષી ના ઘરે જઈએ. વિશ્વાસ રાહુલ ની વાત માની બંને મીનાક્ષી ના ઘરે જાય છે. ને રાહુલ મીનાક્ષી ના માતા પિતા ને વાત કરે છે. કે મારી વાઇફ ને કારણે તે ડિનર પર આવી શક્યો ન હતો. વિશ્વાસ છોકરો સારો છે હું તેની બાહીંદરી લવ છું. વિશ્વાસ જેવો છોકરો તમને નહીં મળે. મીનાક્ષી ના માતા પિતા રાહુલ ની વાત માની જાય છે. પણ મીનાક્ષી નું હજુ મૂડ ઓફ હતું.

વિશ્વાસ મીનાક્ષી ને એક રૂમમાં બોલાવે છે ને તેની સાથે બનેલી ઘટના કહે છે. અને છેલ્લે કહી દે છે જો તું મારી પર વિશ્વાસ કરતી હોય તો નહીં તો તારી મરજી.
મીનાક્ષીએ વિશ્વાસ આંખ મા જોઈ બોલી તું છે જ વિશ્વાસ તો વિશ્વાસ ની ક્યાં વાત રહી. હવે તું આઈ લવ યુ કહે છે કે હું કહું.
વિશ્વાસ મીનાક્ષી ને આઈ લવ યુ  કહી ગળે લગાવી લે છે.

જીત ગજ્જર