TOY JOKAR books and stories free download online pdf in Gujarati

ટોય જોકર


અમેગા મોલ નો સમય હવે પૂર્ણ થવાના આરે હતો. શહેર ની મધ્ય માં આવેલા મોલ ના કારણે અહીં પબ્લિક સારું એવું એકઠું થતું. 11.30 થવા આવ્યા હતા માટે અહીંના નિયમ મુજબ આ મોલ 12 વાગ્યા સુધી જ ખુલો રાખી શકો તે નિયમ અહીં આવતા તમામ શહેરી લોકો જાણતા હોવાથી હવે ધીમે ધીમે મોલ ખાલી થતો જતો હતો.
અમેગા મોલ માં ખાસ બાળકો માટેના રમત ના સાધન વધુ હોવાથી અહીં બાળકો ની ભીડ ખૂબ રહેતી. મોલ ત્રણ માળ નો હતો. ફસ્ટ ફ્લોર માં રેડીમેટ કપડાં અને એક અમેજોન ની બિગ બજાર હતી. સેકન્ડ ફ્લોર માં જુદા જુદા પ્રકાર ની શોપ, કેંટિંગ હતી. ત્રીજા ફ્લોર પર એક મોટો આલિશાન ગેમ જોન હતો.
આ ગેમ જોન નું નામ જ જોકર ગેમજોન હતું. આ ગેમ ઝોન ના કારણે મોલ માં સૌથી વધુ ભીડ રહેતી. લોકો હવે અમેગા મોલ ને જોકર થી બોલાવતા થઈ ગયા હતા.
આ ગેમ જોન નું મુખ્ય કારણ ત્યાં હરતો ફરતો એક જોકર નું હતું. તે અહીં બાળકો સાથે રમત ગમત કરતો. આ જોકર સાથે બાળકોને ખૂબ પસંદ આવી ગયો હતો.
હાલ પણ ત્રીજા ફ્લોર પર જોકર સાથે બે ત્રણ બાળકો રમતા હતા. તેમના પેરન્ટ્સ બાજુ ની ચેર પર બેસી નાસ્તો કરી રહ્યા હતા.
12 ના ટંકોરા વાગતા જ બધા પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. અભી અને અનુષ્કા તેનું એક નું એક સંતાન હેમ ને લઇ ને બહાર જવા માટે અગ્રેસર થયું. ત્યાં જ અચાનક જોકર આવીને હેમ ને એક જોકર નું રમકડું આપ્યું. અને કહ્યું.
“આજ ના બેસ્ટ બાળક માટે એક જોકર તરફથી એક નાનકડું જોકરનું ટોય.”
હેમે જોકર નું રમકડું લીધું અને કહ્યું “ થાન્ક યુ, જોકર અંકલ.”
“હેમ બટા, આપણાથી આમ કશું કોઈ પાસે થી ના લેવાઈ. અંકલ ને પાસું આપી દે.” અનુષ્કા એ હેમ ને કહ્યું.
“કશો વાંધો નહીં હેમ ને પસંદ છે તો રહેવા દે હું તેના પૈસા આપી દવ છું.” અભી એ અનુષ્કાને રોકાતા અને પોતાના પર્સ માંથી પૈસા નીકળતા કહ્યું.
અભી એ પૈસા પર્સ માંથી નીકાળી ને જોકર તરફ જોયું તો ત્યાં જોકર ન હતો. અભી આશ્ચર્યથી સામે ની તરફ જોવા લાગ્યો પછી કહ્યું. “આ જોકર ક્યાં જતો રહ્યો. હજી તો હમણાં જ અહીં ઉભો હતો.”
અભી ની વાત સાંભળી ને અનુષ્કા પણ સામે જોયું. અભી ની વાત સાચી હતી. જોકર અચાનક ગાયબ થઈ ગયો છે. આજુબાજુ નજર કરી પરંતુ ક્યાંય જોકર ન જોવા મળ્યો તો અભી ને એમ કે જોકર જતો રહ્યો છે. આમ પણ હવે મોલ બંધ થવાનો સમય આવી ગયો છે.
“આમ અચાનક ક્યાં જતો રહ્યો અભી તે એને જતા જોયો છે, આ રમકડાં ના પૈસા પણ નથી આપ્યા.” અનુષ્કા હજી પણ આજુ બાજુ નજર કરતા કહ્યું.
“જોકર ગાયબ થઈ ગયો છે.” હેમે કહ્યું.
“તું હવે મજાક બંધ કર આ જમાના માં આ અશક્ય છે.” અનુષ્કા
“મેં મારી આંખે જ જોકર ને ગાયબ થતા જોયો છે.” હેમ
હેમ ની વાત થી અભી અને અનુષ્કા વિચાર માં પડી ગયા કે હેમ ની વાત સાચી છે કે તે મજાક કરે છે. ત્યાં મોલ ના સિક્યુરિટી મેન આવી ને કહ્યું. “ઓ સર ચાલો હવે મોલ બંધ થવા નો સમય થઈ ગયો છે.”
“હા અમે જઈ જ છીએ, ચાલ જોકર ને પૈસા કાલે આપી દઈશું.” અભી એ કહ્યું.
“તમે અહીં જોકર ને જતા જોયો છે.” સિક્યુરિટી વાળા ને અનુષ્કા એ પૂછતાં કહ્યું.
“ના,”
ત્યાંથી અભી અને અનુષ્કા ઘરે આવી ને બેસિયા. હેમ પોતાના નવુ જોકર ના ટોય સાથે રમતા રમતા ઉપર પોતાની રૂમમાં જતો રહ્યો.
“મને આ જોકર માં કશું અજીબ લાગે છે.” અનુષ્કા એ અભિની સામે સોફા પર બેસતા કહ્યું.
“મને તો કશું પણ લાગતું નથી.”” અભી
“એમ નહીં કોઈ પોતાનો સમય આમ જોકર બની ને કેમ વ્યર્થ કરે તે પણ વગર પૈસે. જો ત્યાં તે જોબ જ કરતો હોય તો કશો પ્રોબલમ નથી . પણ આમ મને કશું સમજાતું નથી.” અનુષ્કા
“ હશે કોઈ બાળકો પ્રેમી માણસ, જાવા દે તું. તારે ક્યાં તેની સાથે રહેવું છે.” આટલું કહી ને અભી એ અનુષ્કા ના ગુલાબી હોઢો પર પોતાના અધરો મૂકી દીધા.
“બને જણા એકમેક ના અધરો નો રસપાન કરી રહ્યા હતા ત્યાં ઉપર હેમ ના રૂમ માંથી કશું તૂટવાનો આવાજ આવ્યો. આવાજ સાથે અભી અને અનુષ્કા ઉપર શુ થયું છે તે જોવા માટે છુટા પડ્યા.
“હેમ બટા આ શેનો આવાજ હતો.” અભી એ નીચે થી જ હેમ ને આવાજ આપતા કહ્યું.
અભી ના પ્રશ્ન થી હેમ કશો જ જવાબ ન આવતા અભી અને અનુષ્કા ઉપર તરફ આગળ વધ્યા. હેમ નો રૂમ ના દરવાજા પાસે પહોસિયા ત્યાં અંદર થી કોઈ ના હસવાનો આવાજ આવતો હતો.
હેમ તું અંદર છો. અનુષ્કા એ દરવાજા ને ધકો મારી ને ખોલતા કહ્યું. તેની સાથે અભી પણ તેની પાછળ પાછળ રૂમ માં પ્રવેશિયો.
અંદર નો સીન જોતા જ અભી અને અનુષ્કા ના તો મોતિયા મરી ગયા. અનુષ્કાની તો રીતસર ની ચીસ નીકળી ગઈ. અભી ની છાતી એ માથું રાખીને રડવા લાગી. અભિને શું કરવું તેજ સમજાતું ન હતું. સામે નો નજારો જોઈ ને અભી તો સમજી શકતો ન હતો કે આ કેવી રીતે થયું. પોતાને મહા પરાણે ભાન માં લાવી ને રડતી અનુષ્કા ને શાંત કરવા તેની માથે હાથ ફેરવીને આશ્વાસન આપવા લાગ્યો.
સામે બેડ ની એક ઝટ ઉપટ હેમ ના બોડી ના પાર્ટ અલગ અલગ થઈ ને હવા માં સ્થિર લટકી રહ્યા હતા. હાથ, પગ, માથું અને શરીર નો છાતી નો ભાગ એમ મળી ટોટલ 6 ભાગ હવા બેડ ઉપર જાણે તરી રહ્યા હોઈ તેમ લટકતા હતા. હેમ ના શરીર ના નીચે બેડ પર જોકર નું ટોય હતું. તેના પર અભી અમે અનુષ્કા નું ધ્યાન ન હતું ગયું.
અભી અને અનુષ્કા ને તો જાણે આ કોઈ મજાક કરતું હોઈ તેમ લાગ્યું. પણ આ મજાક ન હતી. આ હકીકત હતી. જે તેને સ્વીકારવી પડે તેમ હતી.
હિંમત કરી ને અભી હેમ ના બોડી ના પાર્ટ હવામાં હતા ત્યાં ધીમે ધીમે પહોસિયો. અભી એ મહા મુશકેલી થી પોતાનો હાથ ઊંચો કરી ને હેમ ના મસ્તક ને સ્પર્શ કર્યો. આ સાથે જ બેડ પાર ના જોકર નું ટોય સક્રિય થયું અને પોતાના આગવા અંદાજ માં નાચવા લાગ્યું. હેમ ના બોડી ના પાર્ટ ગતિ માં આવીને ત્યાંજ ગોળ ગોળ ફરવા લાગ્યા. અભી થોડો પાછળ જતો રહ્યો. અનુષ્કા થોડી આગળ આવીને અભી ના ખંભે માથું રાખી ને રડવા લાગી. હેમ ના શરીર ના અંગો એક સાથે હવામાં સ્થિર થઈ ગયા. બે સેકન્ડ તેમ જ રહ્યા અને એક ઝાટકે નીચે બેડ પર પડ્યા. આ સાથે જ બેડ પર આગ લાગી ગઈ. અભી અને અનુષ્કા સામે હેમ ના શરીર ના અંગો નું અગ્નિદહન થવા લાગ્યું.
અભી એ પોતાના થી થઈ શકે એટલી આગ બુજવાના પ્રયત્ન કર્યા પણ પરિણામ શૂન્ય આવ્યુ. આગ ને ગતિ ધીમે ધીમે વધતી જતી હતી. અભી ને કશું જ સમજ માં આવી રહ્યું ન હતું. કે આ કેવી રીતે શક્ય છે. અજીબ વાત તો એ હતી કે ફક્ત બેડ પર જ આગ લાગી હતી. બેડ ની આજુબાજુ કશું જ ન હતું. તેથી પણ આશ્ચર્ય પમાડે તેવી વાત હતી કે બેડ પર નાચતું જોકર નું રમકડા ને આગથી કશું પણ નુકશાન થતું ન હતું.
અનુષ્કા હજી પણ માનવામાં આવતું ન હતું કે તેનો એકનો એક દીકરો હેમ તેની સામેજ મૃત્યુ થયું. અભી ને હવે આ વાત પોલોસ ને જણાવી જોઈએ તેમ વિચાર આવતા તેનો અમલ કરવા નીચે હોલ માં સોફા પર પડેલ મોબાઇલ લેવા જતો રહ્યો.
અનુષ્કા નું રડવાનું હજુ પણ ચાલુ જ હતું. તેને અભી ને નીચે જતા જોયો પણ તેનામાં આઘાત ને કારણે અભી ક્યાં જઈ રહ્યો છે તે પૂછવાની પણ હિંમત રહી ન હતી. થોડી જાતે સ્વસ્થ થઈ ને બેડ ની બાજુ આગળ વધી.
બેડ પર હેમ ના નાના નાના કોમળ અંગો આગ માં સંપૂર્ણ દહન થઈ ગયા હતા. હજુ પણ જોકર નું રમકડું નાચી રહ્યું હતું. અનુષ્કા ને સમજતા વાર ન લાગી કે આ રમકડાં ના કારણે જ તેનો એક ને એક દીકરો હેમ મૃત્યુ પામ્યો છે.
અનુષ્કા એ જોકર ના રમકડાં ને મારવા માટે બાજુમાં પડેલ હેમ ના બેટ ને હાથ માં લીધું અને રમકડું જ્યાં બેડ પર નાચતું હતું ત્યાં આગળ વધી. તે જોકર નું રમકડું જાણે સમજી ગયું હોઈ તેમ તેને અનુષ્કા સામે જોયું. આ સાથે જ અનુષ્કા પાછળ એક મોટો જોકર નો પડછાયો બનવા લાગ્યો.
ઉપર શું હાલ છે તેનાથી અજાણ સાવ અભી નીચે સોફા પાર પોતાનો ફોન શોધતો હતો. ફોન તેને યાદ હતું કે ફોન અહીં સોફા પર જ મેલ્યો હતો પણ અત્યારે કેમ નથી. થોડું શોધ ખોળ કર્યા પછી સોફા ની નીચે નજર કરતા અભી ને અનુષ્કા નો ફોન મળ્યો. ફોન હાથ માં લીધો ત્યાં ઉપર થી અનુષ્કા ની સિચ સંભાળની.
સીસ સાંભતાજ અભી ઉપર હેમ ના રૂમ તરફ દોડવા લાગ્યો. જેવો જ અભી રૂમ માં પ્રવેશ કર્યો ત્યાં તો અભી આંખો ખુલ્લી જ રહી ગઈ. અભી ના હૃદય એક ધબકારો ચુકી ગયું. સામે અનુષ્કા દીવાલ પર કોઈએ તેને કોતરીને, એક એક અંગ અલગ કરીને દીવાલ પર ચોંટાડી હોય તેવી સ્થિતિ માં હતી.
અનુષ્કા ના પણ હેમ ની જેમ અલગ અલગ ટુકડા કરી ને કોઈએ દીવાલ પર ચોંટાડા હતા. અભી તો આ જોઈ ને મગજ કામ કરતું બંધ થઈ ગયું. આ બધું થવા શું માંડ્યું છે. પહેલા હેમ પછી અનુષ્કા. અભી આનું કારણ સમજાતું ન હતું. કોણ છે આની પાછળ જે આવી બેરહમી થી મારાં પત્ની અને બાળક ને મારી ગયું છે.
ભૂલ મારી છે મારે અનુષ્કા ને એકલી નહોતી મૂકવી. મારે મારા બાળક ની સંભાળ રાખવી હતી. પણ હવે આ વિશે વિચારવું વ્યર્થ છે. આની પાછળ જે પણ હોઈ તેને હું ખતમ કરી નાખીશ. અભી મનો મન વિચાર કરતો કરતો ઘૂંટણ માંથી બે પગ વાળી ને જમીને અડે તેવી રીતે બેચી ને પોતાના બને હાથ પોતાના ચહેરા પર રાખીને આંખો બંધ કરીને રડવા લાગ્યો.
“ટ્વિનકલ….. ટ્વિનકલ…… લિટલ…… સ્ટાર….,” અભી રડતો હતો તેની આગળ એક જોકર નો પડછાયો આવતા આવાજ આવ્યો.
અવાજ સંભાળ તા જ અભી રડતો બંધ થયો. હજુ પણ કાતિલ અહીં જ છે તેમ વિચારીને હાથ પોતાના ચહેરા આગળ થી હટાવી ને આવાજ તરફ નજર કરી. સામે એક પડછાયો ધીમે ધીમે મોટો થતો જતો હતો. આ સાથે હેમ ને આપેલ જોકર નું ટોય પણ હવા માં ચારે બાજુ ઉડતું ઉડતું નાચતું હતું.
અભી આ જોઈ ને મુગ્ધ થઈ ગયો. આ કેવી રીતે શક્ય છે. ભૂત પ્રેત તો ફક્ત ફિલ્મ અને વાર્તા માં જ હોઈ છે. આ તો હકીકત છે. આ શક્ય નથી. કોઈ તેનો દુશ્મન ટેકનોલોજી નો ઉપયોગ કરીને પોતાની સાથે બદલો લઈ રહ્યો છે. આવા હજારો વિચાર કરતા કરતા અભી થોડી વાર ઉડતા જોકર ના ટોય તરફ અને થોડી વાર જોકર ના પડછાયા તરફ જોતો રહ્યો.
જોકર નું ટોય ઉડીને અભી ની સામે આવીને સ્થિર થયું. અભી આ જોઈ ને નવાઈ લાગી. તેને સમજાય ગયું કે હવે તેનો વારો છે મરવાનો. આ જે પણ કોઈ છે તે હવે તેને નહીં છોડે. અભી મનોમન આ મુસીબત નો સામનો કરવાનું વિચારી લીધું. હવે અહીંથી ભાગી છૂટવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. પણ અહીં થી ભાગવું પણ મુશ્કેલ હતું. જે પણ કરવું તે ઝડપ થી કરવું પડે તેમ હતું. હવે તેની પાસે સમય બસ્યો ન હતો.
જોકર ના ટોયે અભી ને જોર થી લાત મારી અભી હવા માં ઉછળીને પાછળ ની દીવાલ સાથે અથડાનો. અભી ને કમરે ઇજા થઇ હતી. તે દર્દ થી કરહણી રહ્યો હતો.
જોકર નું ટોય અભી પાસે પહોસ્યું. અભી રમકડાં સામે જોઈ ને કહ્યું.
“કોણ છો તું અને શું જોઈએ છે તારે.”
આ સંભાળતાજ જોકર ના ટોયે પોતાનો હાથ વડે ચપટી વગાડી. ચપટી વાગતાની સાથે જ અભી માં હેમ અને અનુષ્કા ની જેમ શરીર ના 6 ભાગો માં અંગો વિભાજીત થઈ ગયા. અભી નું મૃત્યુ થતાંજ જ જોકર ના કાળા પડછાયા માંથી આવાજ આવ્યો.
“મારુ નામ જોકર છે. હું અહીં મારો બદલો લેવા આવ્યો. હું પૂરા શહેરને નાશ કરીને ને જ જઈશ.”
@@@@
વાતાવરણ એકદમ શાંત હતું. આકાશ તારાઓ ટમટમતા હતા. ચંદ્ર અર્ધ આકૃતિ એ પોતાનું કામ કરતો હતો. ચારેબાજુ નીરવ શાંતિ હતી. મધ્ય રાત્રી થવા આવી હતી.
અચાનક એક આકાશ માંથી પ્રકાશ નો લીસોતો પડતો નીચે આવતો હતો. તેની દિશા જંગલ તરફ હતી. દૂર થી તે કોઈ ઉલ્કા લાગતી હતી. પણ તે ઉલ્કા ન હતી.
શિયાળા ની કાતિલ ઠંડી ના કારણે કોઈ માનવી બહાર નીકળવાનું વિચાર પણ ન હતું કરતું. અમુક અમુક રાત્રી ડ્યુટી વાળા જ નજરે ચડતા. અમુક કૂતરા શહેર ના નાકે બેઠા હતા.
તે પ્રકાશ નો લીસોટો તેજ ગતિએ જમીન સાથે ઘસાનો. તેનો આકાર એટલો મોટો ન હતો કે કોઈ મોટું નુકસાન આવે. અને જો તેનો આકાર મોટો હોત તો પણ તે શહેર થી દૂર જંગલ વિસ્તારમાં પડ્યો હતો. તેથી નુકશાન ની નહિવત સંભાવના હતી.
તેનો આકાર એક 3 ફૂટ ના વ્યાસ વાળા ગોળાકાર જેવો હતો. નાના કદ ના કારણે કોઈ ની પણ નજર ન ચડી ને તે જંગલ માં ખાબકયો હતો.
તે ઉલ્કા જેવી જ જમીને ઘસાની તેનાથી તેને લાગેલી આગ બુજાય ગઈ. તેમાંથી અજીબ આવાજ આવતા હતા. જાણે કોઈ બે ત્રણ લોકો આપસ મા કોઈ મુદા ને લઈ ને ઝઘડતા હોય.
તે ઉલ્કા કોઈ નાનો યુએફઓ હતો. તેનું કદ ખૂબ જ નાનું હતું. તે ઉપર ની બાજુથી ખુલ્યું. જોતજોતામાં તેમાંથી બે નાના કદના લગભગ એક ફુટ થી પણ નાના બે ટોય જેવા દેખાતા એલિયન હતા.
ક્રમશઃ
જોકર શા માટે અભી અને તેના ફેમિલી ને મૃત્યુ આપ્યું? શહેર પર જોકર નામની મુસીબત શા માટે આવી? જોકર નો પડછાયો કોનો હતો? જોકર શા માટે પોતાનો બદલો લેવા આવ્યો.? યુએફઓ માંથી નીકળેલ એલિયન ટોય શા માટે પૃથ્વી આવ્યા હતા?
આવા જ સવાલો ના જવાબ માટે વાંચતા રહો ટોય જોકર.
આ સ્ટોરી દર મંગળવારે પ્રકાશિત થશે જે નોંધ લેવી.
અને આ મારી પહેલી નવલકથા છે. તો આ નવલકથા તમને કેવી લાગે છે તે મને જણાવી. મારો વોટ્સઅપ નંબર છે 7043834172 જેમાં આપ તમારા અભિપ્રાય આપી શકો છો.
આભાર.