TOY JOKAR - 4 books and stories free download online pdf in Gujarati

ટોય જોકર - 4

પાર્ટ 04
આગળ તમે જોયું કે એક જોકરનું ટોય એક ફેમેલીના બધા સભ્ય નું મોત નું કારણ બને છે. એક યુએફઓ માંથી પૃથ્વી પર બે ટોય જેવા દેખાતા એલિયન ઉતરે છે. ત્રિવેદી સર અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞા ને સોંપે છે. દિવ્યાનો ભાઈ અક્ષર તેના એક્સિડન્ટ ના થોડીવાર પહેલા દિવ્યા ને કોલ કરીને ટોય જોકરની વાત કરે છે. રાકેશ ના પિતા સર્કસ માં જોકર હોય છે. હવે આગળ..
દિવ્યા પોતાના ભાઈ ના વિચાર માંથી નીકળી જ હતી ત્યાં એક ગ્રાહક આવ્યો.
એક મેડમ ની સાથે 7 વર્ષ નો નાનો બાળક હતો. જે જોકર ના ટોય ની તરફ આંગળી સિંધી ને તે ટોય માટે તેની મમ્મી ને પાસે માંગતો હતો. તે મેડમે દિવ્યા ને ટોય જોકર લાવવાનું કહ્યું. દિવ્યા એ તે ટોય હાથમાં લઈને તે મેડમ ને આપ્યું. મેડમે પૈસા સૂકવીને જતી રહી.
દિવ્યા નું ધ્યાન તે ટોય ની ખાલી જગીયા પર પડ્યું. તેને વિચારું કે જોકર ના ટોય નો સ્ટોક પૂરો થઈ ગયો છે. હવે લાસ્ટ એક જ બસીયું છે. તે પણ સ્ટેન્ડની પાછળ છે. તેને બહાર નીકાળીને અહીં મૂકવું પડશે.
આ ઉદેશ થી દિવ્યા એ બધા ટોય જ્યાં હતા તે સ્ટેન્ડની પાછળ ની બાજુ જોયું. આમતેમ જોયું પણ ટોય ન દેખાનું. પછી ફોન ની ફ્લેશ લાઈટ કરીને જોયું તો ત્યાં તો દિવ્યા ના મોતિયા મરી ગયા.
દિવ્યા ને તો પોતાની આંખો પર વિશ્વાસ જ આવતો ન હતો. તે આ શું જોઈ રહી છે. આશ્ચર્ય ની સીમાને પેલે પાર તેના શ્વાસ પહોસી ગયા. તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.
દિવ્યા એ જેવું જ સ્ટેન્ડની પાછળ મોબાઈલ ની ફ્લેશ થી જોયું તો ત્યાં બે ટોય આપસ માં લડી રહ્યા હતા. અને તે ટોય પણ તેની શોપ ના ન હતા.
દિવ્યા ને જોતાજ તે બે ટોયે જોર થી ચીસ પાડી. આ સાથે જ દિવ્યા એ પણ ચીસ પાડી. દિવ્યા ની ચીસ થી તે ટોય ડરી ગયા. પોતાના પર આફત આવી છે તેમ સમજીને તે બે ટોયે દિવ્યા પર હુમલો કરિયો.
હજી દિવ્યા પર તે ટોય હુમલો કરે તે પહેલાં તો દિવ્યા બેહોસ થઈ ગઈ. આ જોતા જ તે બે ટોય થોડા પાછળ હટયા. તેને લાગ્યું કે આનો આ વાર કરવાનો તરીકો હશે. પણ થોડા સમય થતા દિવ્યા હજુ પણ તેમની તેમ જ હતી તેથી તે બે. ટોય ધીમે ધીમે દિવ્યા પાસે આગળ વધ્યા.
તે બે ટોય માંથી એક નો આકાર લગભગ એકાદ ફૂટ અને બ્લેક રંગ. કોઈ રેન્જર જેવો દેખાવ હતો. પાછળ બે નાની તલવાર, કમરે એક બંદૂક જે પણ બ્લેક કલરની, છાતિએ એક યલો કલરનું ચિન્હ, જેમાં એક બાજ આકારનું પક્ષી પણ તેનું મો એક માછલી નું હતું.
બીજું ટોય પણ આવુજ હતું પણ તેનો રંગ વાઇટ હતો. આમ જોતાં તો તે બંને એક જ પ્રકારના લાગતા હતા.

@@@@@

પ્રતીક અને પ્રજ્ઞાને ત્રિવેદીની ઓફીસ માંથી જતા ની એકી સેકન્ડે જયદીપ ત્રિવેદીની ઓફીસમાં પ્રવેશિયા. જયદીપ ઓફીસમાં આવતા જોઈ ને ત્રિવેદીને અંદાજ આવી ગયો કે શા માટે તે અહીં આવ્યા.
“બેસો, પછી તમને હું વિગતે તારા પ્રશ્નનો જવાબ આપું. તમારા સહેરા જોતા તો એવું લાગે છે કે મેં મોટો ગુનો કર્યો હોય.” ત્રિવેદી એ સહજતાથી કહ્યું. આ સાંભળીને જયદીપ ચકિત થઈ ગયા. ત્રિવેદીને તેને અહીં આવવાનું કારણની જાણ થઈ હતી. તેટલું તે સમજી ગયા હતા.
“તમે અભી ના મર્ડર કેસની ફાઈલ પ્રતીકને શા માટે આપી બસ આ એક સવાલ જ મનમાં ઉદભવો છે.” જયદીપે પોતાના મનમાં ચાલતા સવાલને ત્રિવેદી સમક્ષ રજુ કરતા કહ્યું.
ત્રિવેદીને પહેલેથી જ ખબર હતી કે જયદીપ આજ પ્રશ્ન તેને કરશે. ત્રિવેદીએ અભીના કેસની ફાઈલ જ્યારે પ્રતીકને આપવાનું વિચારું ત્યારે પણ તેને આ બાબત મગજમાં આવી હતી. તેણે ત્યારે આ બાબત ઉપર વિચાર પણ કરી જોયો હતો. પ્રતીક અને જયદીપ એક ચોકીના ઇન્ચાર્જ સંભાળતા હતા. પરંતુ જયદીપ એસીપી ત્રિવેદનો સૌથી જૂનો અને વિશ્વાસુ માણસ હતો. કોઈ પણ કેસ ત્રિવેદી અને જયદીપ સાથે જ સોલ કરતા હતા. મુશ્કેલ માં મુશ્કેલ કેસ પણ તે ચપટી વગાડતા સોલ કરી નાખતા હતા. જ્યારે પ્રતીક ની ઇન્ચાર્જ અહીં શિફ્ટ થયું ત્યાર બાદ આ વાતાવરણ માં ફેરફાર જોવા મળ્યો. પ્રતીક અને જયદીપ શરૂઆત માં સાથે સારી રીતે કામ કરતા હતા. પણ પછી વિધવા રેપીસ્ટ ના એન્કાઉન્ટર પછી આ બને ના સંબંધ બગડ્યા હતા. જેનું એક એ કરણ હતું કે તે વિધવા નો રેપીસ્ટ જયદીપ નો ભાઈ મયંક હતો. પણ જયદીપ ને તે બેકસુર લાગતો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે તેનો ભાઈ બેકસુર છે. પણ પ્રતિકે જયદીપ ની વાત ને ન માની. તેના થોડાક જ દિવસ માં પ્રતિકે મયંક નું એન્કાઉન્ટર કરી નાખ્યું. આ એન્કાઉન્ટર લીગલી હતું પણ સૌથી આઘાત જયદીપ ને લાગ્યો હતો. બસ ત્યારથી જ જયદીપ અને પ્રતીક વચ્ચે અબોલા બંધાય ગયા હતા. ત્રિવેદી આ બાબત સારી રીતે વાકેફ હતા. તેથી જ તેમને અભી ના કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપતા પહેલા ખૂબ વિચાર કરી જોયો હતો.
“અભી નો કેસ સામાન્ય છે. જેમાં આપણે કામ કરવું એક પ્રકારના આપણા સમયનો બરબાદ કરવા જેવો જ છે. કોઈએ પોતાની દુશ્મની નીકળવા તેમનું મૃત્યુ કર્યું હશે તેવું મારુ અનુમાન છે. અને બીજી એ કારણ કે આપણે બીજા કેસ પર કામ શરૂ કરવાનું છે. તે આ પુરા શહેર ના લોકો ના હિતમાં છે.” ત્રિવેદી એ અભી નો કેસ પ્રતીક આપવાનું કારણ આપતા કહ્યું.
“અભી મર્ડર કેસ કરતા પણ બીજો કયો એવો કેસ છે જે આનાથી પણ અગત્યનો છે.” જયદીપ ને કહ્યું.
“તને તો જાણ જ હશે કે આજે સવારે પ્રતીક અને પ્રજ્ઞા એ સમુન્દ્ર કિનારે 7 લોકોના એન્કાઉન્ટર કર્યા. જેમાં પ્રજ્ઞા મરતા મરતા બસી.” ત્રિવેદી એ અટકીને જયદીપ સામે જોયું.
“હા, પણ તેનો અને આ શહેર ના લોકોના હિત સાથે શું લેવાદેવા?” જયદીપ હજુ પણ કશું સમજો ન હતો.
“આજનું એન્કાઉટર તો ખાલી એક સિંગારી હતી. આગળ આ એન્કાઉન્ટર ના કારણે પૂરું શહેર ભડકે બળવાનું છે. બસ આપણે આપણી પહેલેથી જ તૈયારી રાખવાની છે. કે ભડકાથી આપણું શહેર સુરક્ષિત રહે.” ત્રિવેદીએ કહ્યું ત્યારે તેની આંખો માં એક અજીબ પ્રકારનું તેજ હતું. જે એ સાબિત કરવા માટે પૂરતું હતું કે જ્યાં સુધી આ શહેરમાં ત્રિવેદી જેવા પોલીસ ઓફિસર મોજુદ છે ત્યાં સુધી આ શહેરના લોકોને ચિંતા કરવાની જરૂર નથી.
ત્યાર બાદ ત્રિવેદી એ વિગતે જયદીપ ને આ શહેર પર આવતા સંકટ ના તુફાન વિશે માહિતગાર કર્યો. અને આની સામે કેવા પ્રકાર ની તૈયારી કરવી તે સૂચના આપી.
ત્રિવેદી ના મન માં હજી પણ અભી મર્ડર કેસ ની ચિંતા હતી. તેનું દિલ કહી રહ્યું હતું કે આ કેસ માં જરૂર કોઈ મોટું રાજ છુપાયેલું છે. પણ તેના કરતાં આ બાબત વધારે મહત્વની હતી. અને ત્રિવેદીને પ્રતીક ઉપર પૂરો ભરોસો હતો.
ત્રિવેદીની અજાણ એક મોટી મુસીબત શહેર માં ઘર કરી શુકી હતી. જો ત્રિવેદી ને તેની થોડીક સુધા પણ ભણક લાગી હોત અને આ એન્કાઉન્ટર થી આવતા સંકટ ના તુફાન સામે લડવા કરતા તે મુસીબત સામે પ્રતિક્રિયા આપી હોત તો શહેર ના ઘણા માસૂમ લોકો બસી જાત. પણ નિયતિને કશું ઓર જ મંજુર હતું. જે આગળ જતાં ડરની શરમ સીમા વટાવી જવાનું હતું. એક શહેર સમશાન ઘાટ માં ફરી જવાનું હતું.
@@@@@
રાકેશ ઘરે થી તૈયાર થઈને પોતાના રોજના દિવસના કામે લાગી ગયો. રાકેશ દિવસે કુરિયર બોય તરીકે કામ કરતો હતો. આજે પણ પોતાની બાઇક લહી ને કુરિયર ઓફિસે પહોસિયો. ત્યાંથી તેને ફાળવેલ શહેર ના વિસ્તાર માં આવતા કુરિયર ના બોક્સ ને લહી ને તે પોતાના કામે લાગી ગયો. બે કલાક માં તો રાકેશે પોતાને ફાળવેલ બધા કુરિયર ડિલિવર કરી દીધા. બસ હવે તે કુરિયર ના કામ માંથી ફ્રી હતો. તેથી તે પોતાની બીજી જોબ અમેગા મોલ માં આઈસ્ક્રીમની શોપ માં કાઉન્ટર સંભાળવાનું. અહીં તેની જોબ 6 કલાક ની હતી. તે સાંજ ના છ વાગે આ જોબ માંથી ફ્રી થઈ જતો અને પુનઃ પોતાના કુરિયર જોબ માં સાંજે કુરિયર પિક અપ ની જોબ માં લાગી જતો.
કુરિયર પિક અપ માં તેને ફાળવેલ અમુક અમુક શોપે જઈને ત્યાંથી કુરિયર લેવા જવાના હોય છે. તે કુરિયર લાવી ને પોતાની ઓફીસે જમા કરાવી જવાના અને ત્યાંથી તે કુરિયર જે સરનામે પહોસાડવાના હોય તેની માટેની આગળ ની પ્રોસેસ સરૂ થતી.
આ કામ પૂરું થતા રાકેશ રાતે અમેગા મોલ માં જોકર નું પાત્ર ભજવતો. નાના બાળકોને હસાવતો, રામાંડતો. બાળકોની ખુશી માં તેની ખુશી છુપાયેલી રહેતી.
આજે રાકેશ રોજ ની માફક કુરિયર પિક અપ ના કામે લાગી ગયો. આજે તેને એક ઓફીસનું નવું સરનામું મળ્યું હતું. આજ પહેલા આ ઓફીસ થી ક્યારેય કુરિયર પિક અપ કરવાના આવ્યા ન હતા. આ ઓફીસ ટેનાજ એરિયામાં આવતી હતી. તેને બહાર થી આ ઓફીસ ઘણી વખત જોઈ પણ હતી. આ એક મોટી ટોય શોપ હતી. વૃંદા ટોય શોપ, હા આજ નામ હતું. તે ટોય શોપ પર પહોસિયો.
તે ટોય શોપ ની અંદર પ્રવેશિયો. ત્યાં શોપના એક બાજુના ખૂણે ટેબલ પર એક લેડીઝ બેઠી હતી. તેને જોતા તો એવું લાગતું હતું જે તે કેસ કાઉન્ટર સાંભળતી હશે. ટેબલ પર એક કોમ્પ્યુટર હતું, બાજુમાં પ્રિન્ટર. જોતા તો એવું લાગ્યું કે અહીંથી બિલ પાસ થતું.
રાકેશ અહીં પહેલી વખત આવ્યો હોવાથી તે કાઉન્ટર પર બેસેલી મહિલા એ રાકેશ ને કહ્યું.
“એસ ક્યુજમી સર.”
રાકેશ તેનો મધમીઠો આવાજ સાંભળીને તેને અહીં આવવાનું કારણ કહેતા કહ્યું.
“હું કુરિયર બોય છું, હું અહી કુરિયર પિક અપ કરવા આવયો છું.”
“ઓકે સર અહીં આવો આ લ્યો કુરિયર.” તે લેડીઝ કાઉન્ટરરે ટેબલ ના નીચેના ખાના માંથી ચાર પાંસ કુરિયર કવર નિકાળીને રાકેશ તરફ કર્યા.
રાજેશે કુરિયર લહી ને પોતાની બેગ માં મુક્યા. પછી કાઉન્ટરર લેડીઝ સામે જોઈ ને કહ્યું.
“શોપ ના માલિક દેખાતા નથી. એવું છે કે આ શોપ પર થી પહેલી વખત કુરિયર પિક અપ થાય છે. માટે ફોર્મલિટી માટે અહીં આ કાગળ પર સહી જોઈએ છે.”
“હું કરી આપું તો ચાલશે?” તે લેડીઝે હાથ માં પેન લેતા કહ્યું.
“શોપ ના માલિક હોય તો વાધારે સારું.” રાકેશે કહ્યું. આ સાંભળીને કાઉન્ટર પર બેસેલી લેડીઝ સમજી ગઈ કે આ બોસ ની સહી લીધા વિના નહીં માને તેથી તેને ટેબલ પર પડેલા લેન્ડલાઈન ફોન પર હાથ માં લહીને બોસ ને ફોન લગાડ્યો.
પેલી લેડીઝ જ્યાં સુધી ફોન માં વાત કરે ત્યાં સુધી રાકેશ શોપ નું નિરીક્ષણ કરવા લાગ્યો. ટોય શોપ ખૂબ જ મોટી અને હેવી હતી. કાસ ના ટેબલ પર જાતજાત ના ટોય ને આકર્ષક અદા માં મુક્યા હતા. જોતા જ ગમી જાય તેવા ભાતભાત ના ટોય ને હારબંધ રીતે વ્યવસ્થિત રીતે ગોઠવ્યા હતા. રાકેશે બધા જ ટોય પર નજર કરી ત્યાં તેની એક ટોય પર નજર આવીને અટકી.
“ટોય જોકર” અનાયાસે જ તેના મુખ માંથી શબ્દ સરી પડ્યો. જે પેલી કાઉન્ટર લેડીઝે પણ સાંભળ્યો.
★★★★★
ક્રમશઃ
ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? દિવ્યા સાથે આવેલા ટોય એલિયન દિવ્યા નું શું કરશે? રાકેશે એવું તો શું જોયું? જોકર ના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.? યુએફઓ માંથી આવેલા ટોય જેવા દેખાતા એલિયન ક્યાંથી અને શા માટે પૃથ્વી આવ્યા.? ત્રિવેદીએ અભી નો કેસ શા માટે પ્રતીક અને પ્રજ્ઞા ને ચોપ્યો.?રાકેશ ની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.