Toy Jokar - 2 books and stories free download online pdf in Gujarati

ટોય જોકર - 2

પાર્ટ 02
આગળ જોયું કે અભી અને તેના ફેમેલીની એક જોકર નું રમકડું તેમને મૃત્યુ આપે છે. કોઈ ટોય ટાઈપના એલિયન પૃથ્વી પર આવે છે. જોકર ના પડછાયા માંથી અવાજ આવે છે કે તે પુરા શહેરનો નાશ કરશે. હવે આગળ
“પુરા રૂમ ની સરખી રીતે તલાશી લ્યો.” એક ઘેરો આવાજ અભી, અનુષ્કા અને હેમ જે રૂમ માં મૃત્યુ થયું હતું તે રૂમ ના દરવાજા પાસેથી આવતા એસીપી ત્રિવેદી બોલ્યા.
ત્રિવેદી જમાનો નો ખાધેલ એસીપી હતો. તે લાશ ને જોઈ ને અનુમાન લગાવી શકતો કે આનું મૃત્યુ થયા ના કેટલા કલાક થયા છે. ત્રિવેદી ની અનુભવી આંખો અભી ના રૂમ ને નીરખી રહી હતી.
તેણે જોયું કે બેડ પુરી રીતે દહન થઈ ગયો છે. તેની ઉપર નાના બાળક ના હાડકા જે અગ્નિ ના કારણે અર્ધ દહન થઈ શુકયા હતા. જેનો મતલબ કે આ બાળક ને અહીં બાંધી ને સળગાવી દીધો લાગે છે. સામે દીવાલ પર એક સ્ત્રી ના છ અંગો માં વિભાજીત કરી ને ચાકુ વડે ટીંગડવામાં આવ્યા છે. અહીં બેડ પાસે એક પુરુષ ને પણ તેવી જ રીતે વિભાજીત કરી ને તેના શરીર ના છ અંગો અહીં પડેલ છે.
“મને આ કોઈ મામુલી ખૂની નથી લાગતો.” તાંડલે ની પાસે આવીને શિવમ બોલ્યો.
“મને તો આમાં કોઈ દુશ્મની ની વાત લગે છે.” શિવમ ની બાજુમાં આવી ઉભા રહીને જયદીપ બોલ્યો.
શિવમ અને જયદીપ એસીપી ત્રિવેદી ના ખાસ અને વિશ્વશું ઓફિસર હતા.
“તમારા બને ની વાત થી હું સહમત નથી.”ત્રિવેદી એ શિવમ અને જયદીપ ની વાત સાંભળી ને કહ્યું.
“તો પછી આવી ક્રૂર રિતે કોઈ શા માંટે મારે. તમારા મતે આ કોનું કામ લાગે છે.” જયદીપે કહ્યું
“તે તો હું હજી કોઈ ચોક્કસ નિર્ણય પર નથી. પણ એટલું તો જરૂર કહીશ કે આ કોઈ ગેંગ નું કામ નથી. જે પણ છે તે એકલો જ છે અને તે ખૂબ શક્તિશાળી છે.” ત્રિવેદી પોતાનો મત આપતા કહ્યું.
“કોઈ એક વ્યક્તિ આવી રીતે કેમ કરી ને મારી શકે.” શિવમ હજુ પણ મુંજવણ માં હતો.
“જયદીપ લાશ ને ફોર્મગ્સલી લેબ પહોસાડ વાની તૈયારી કર. અને હા આ પ્રતીક અને પ્રજ્ઞા ક્યાં છે.” ત્રિવેદી આ બોલતા ની સાથે જ તેનું ધ્યાન બેડ પર પડ્યું. અને તે આશ્ચર્યથી જોવા લાગ્યો. આ જોઈ ને શિવમ અને જયદીપ પણ બેડ પર જોયું. તે બને ને કશું નવાઈ જેવું ન લાગ્યું.
ત્રિવેદી ધીમે રહીને બેડ પાસે પહોસિયો અને હાથ માં ગલાવુંજ પહેરીને બેડ પર જોકરનું ટોય હતું તે ઉપાડું. અને તે ટોયને ધ્યાન થી જોવા લાગ્યો.
આ સાથે જ જયદીપ અને શિવમ પણ ત્રિવેદીને આ જોકરના ટોયને ધ્યાન થી જોયું. શિવમને મનોમન એવું લાગ્યું કે આ ટોય ને ક્યાંક જોયું છે. ક્યાં જોયું છે તે યાદ નથી આવતું. પછી ઘણું વિચારીને શિવમે મેલ્યું કે હશે આવા તો તોય કેટલી જગયાએ હશે.
“સર તમે આ ટોય માં શુ લાગ્યું.”જયદીપ થી હવે ન રહેવાતા કહ્યું.
“ધ્યાન થી જો આ ટોય ને આ અહીં બેડ પર જ હતું તો પણ આને કશું જ થયું નથી. મારો મતલબ એમ છે કે આ ટોય આગ માં દહન નથી થયું.” ત્રિવેદીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું.
“પણ સર બની શકે કે તેને કોઈ એ અથવા ખૂની એ બેડ પરની આગ બુજાય ગયા પછી મૂક્યું હોય.” જયદીપે ત્રિવેદીના અભિપ્રાય ને અસ્વીકાર કરતા કહ્યું.
“માન્યું કે ખૂની અહીં મૂક્યું હોય તો તેને અહીં કોઈ કારણ થી જ મૂક્યું હશે. હું તારા મત થી સહમત નથી. કોઈ ખૂન કરે અને જો આ ટોય ને કશું કલું માટે અથવા તો પોલીસ ને ભરમાવા માટે મૂકવુંજ હોય તો તે અભી અથવા અનુષ્કા ની લાશ પાસે મૂકે. કોઈ કારણ વગર આ બેડ ની આગ બુજાય ત્યાં સુધી ન બેસી રહે. આગ ના કારણે રાતે અહીં કોઈ પણ આવી શકે છે. અને એક બીજી વાત આટલું બધું થયું પણ કોઈ ને પણ ખબર ના પડી તે એક આશ્ચર્ય ની બાબત છે.” ત્રિવેદીના મન માં ચાલતી તમામ બાબત કહેતા કહ્યું.
“તમારી વાત સાચી છે. આ કેશ જેટલો દેખાય તેટલો સીધો નથી. આમા જરૂર કોઈ મોટુ રાજ છુપાયેલું લાગે છે.” શિવમેં કહ્યું.
“તો સર હવે આપણે શું કરશું?”જયદીપે કહ્યું
ત્રિવેદી થોડું વિચારું અને મો પર સ્માઈલ લાવી ને કહ્યું.
“એજ જે આપણે દર વખતે કરીયે છીએ.”
આ સાંભળતાજ શિવમ અને જયદીપ ના મો પાર એક અનેરું હાસ્ય આવી ગયું.

***
રૂમ આજુ બાજુ બધો જ સમાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. બેડ પર જોકર ના લાલ કપડાં પડ્યા હતા. બેડ ની બાજુમાં એક અરીસો હતો. આ. અરીસા ની સામે એક યુવાન ઉભો હતો.
તેની આંખો માં આંસુ હતા. ચહેરો વાઇટ પાવડર થી ભરેલો હતો તેના ગાલે લાલ ગોળ ચાંદલા હતા. તે જોકર ના પોશાક માં હતો. તેને કોઈ વાત નો પાછતાવો થતો હોય તેવું જોતા લાગતું હતું. જાણે તેનાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ હોઈ અને પછી તેને અહેસાસ થયો હોઈ ત્યારે જે પાછતાંવો થાઈ તે તેના ચહેરા પર દેખાઈ રાહીયો હતો.
તેને પોતાના એક હાથ થી તેના ચહેરા પર તમાશો માર્યો. જાણે તે પોતાને જ સજા આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેને વારાફરતી બને હાથે બે ત્રણ તમાશા માર્યા.
“હું પાગલ છું, આની કરતા હું મરી ગયો હોત તો સારું થયું હોત.” તે યુવાન પોતાની જાતને કોચતા બોલ્યો.
“ હવે આ બધું વ્યર્થ છે.” પાછળ થી એક ઘેરો આવાજ આવ્યો. આ આવાજ અભી ના ઘરે જોકર પડછાયા પર થી આવ્યો તેવો જ હતો.
સૂર્ય ના કિરણો સીધા જ જમીન પર પડી રહ્યા હતા. વાતાવરણ શાંત હતું. સમુન્દ્ર કિનારે બોટ ની અવર જવર શરૂ થઈ ગઈ હતી. બોટ માં માછીમારો પોતાના કામે જવા માટે રવાના થઈ ગયા હતા. અમુક બોટ જઈ શુકી હતી અને અમુક બોટ જવાની તૈયારી માં હતી.
આવીજ એક બોટ દરરોજ માફક આજે પણ દરિયો ખેડવા જવા તૈયાર હતી. બોટ નો કેપતાન સુરું મણિ બધું વ્યવસ્થિત છે તે ચેક કરતો હતો. બોટ માં કૂલ 7 વ્યક્તિ હતા. જેમાં સુરું મણિ અને બાકીના તેના સાથી હતા.
“આ પેટીને ધ્યાન થી અહીં મુકો.” સુરું મણિ એ એક માછીમાર આપવા આવેલ બોક્સ ને જોતા કહ્યુ. અતિયાર સુધી તેના સહેરા માં નૂર ન હતો. જે આ બોક્સ આવતા આવી ગયો. તેના સાથે હતા તેના સાથી આ વાત ને નોટિસ કરી.
તે પેટી છ ફૂટ લાંબી, દોઢ ફૂટ પહોળી અને 1 ફુટ ઝાડી લાકડાની મજબૂત બાધાની પેટી હતી.
“ આ પેટી ખોલો.”સુરું મણિ એ તેના સાથી ને ઓડર આપતા કહ્યું.
તેનો કે સાથી એ પેટીને ખોલી અને અચાનક જ તેમાંથી એક સૂતી પોલીસ ની વર્દી માં એક 22 વર્ષ ની ઓફિસર નીકળી. સુરું મળી હજી પેટી માં જુવે તે પેલા જ તે લેડીઝ ઓફિસરે પોતાના હાથ માં હતી બંદૂક થી પેટી ખોલવા વાળા સુરું મણિ ના સાથી ને માથે ગોળી મારી ને મારી નાખો.
સુરું મણિ આમ અચાનક ગોળી નો આવાજ સાંભળી ને ડરી ગયો. તે આ અવાજ ક્યાંથી આવ્યો તે જોવે તે પેલા તો તેનો સાથીદાર ઊંધે માથે બોટ પર પડ્યો. બોટમાં લોહી ભરાવા લાગ્યું.
આ શું થઈ રહ્યું છે તે સમજે તે પેલા જ બોટની પાછળ એક ઓફિસર દોડી આવતા આવતા ગોળી નો વરસાદ વરસાવ્યો. જોત જોતામાં સુરું મણિ ના 4 સાથીદાર મરીને નીચે પડ્યા. બાકીના આ અચાનક હુમલા થી બચવા માટે છુપાવા લાગ્યા.
જે છુપાતા હતા તેમાં સુરું મણિ અને બીજા તેના બે સાથીદાર હતા. સુરું મણિ લાકડાની પેટી ની બાજુમાં આડો સુઈ ગયો. જ્યારે તેના બે સાથીદાર બોટ ની અંદર ચાલ્યા ગયા.
અચાનક જ આ સુતેલી ઓફિસર ઉભી થઈ ને સુરું મણિ ની પાસે પહોસીને તેને સરેન્ડર કરવાનું કહ્યું. સુરું મણિ જમાનાનો ખાધેલો રીઢો ગુનેગાર હતો.તેને આવા કેટલા અનુભવ થયા હતા. તે આવી પરિસ્થિતિ માં કેવી રીતે સામનો કરવો તેને ખબર હતી. આવા સમયે બસ એક જ વસ્તુ વધારે મહત્વની છે. સામે વાળો ક્યારે તેનું ધ્યાન ભટકે અને તે તક નો લાભ કેવી રીતે લેવો.
સુરું મણિ બસ આવી જ એક તક ની રાહ જોતો સામે ઉભેલી લેડી ઓફિસર સામે. ધીમે ધીમે હાથ ઊંચા કરીને ઉભો થયો. તે પોતે સરેન્ડર કરે છે તેમ ઓફિસર ને લાગતું હતું. પણ સુરું મણિ એમ કાઈ આટલી સહેલાઇ થી હાથ માં આવે તેમ ન હતો.
સુરું મણિ ના સાથી ઉપર ગયા હતા. ત્યાં અચાનક બે ગોળી નો અવાજ આવ્યો. લેડી ઓફિસર નું એ ગોળી ના અવાજ બાજુ નજર કરી આ સાથે સુરું મણિ પરથી તેની નજર હટ્ટી. આ મોકાના ઇંતજાર માં સુરું મણિ રાહ જોઈ રહ્યો હતો. તે મોકો તેની ધારણ કરતા પહેલા આવ્યો. તે હવે કોઈ ભૂલ કરવા માંગતો ન હતો. તેને તરત જ નીચે બેસીને પોતાના બુટ માં રાખેલી એક નાની બંદૂક બહાર કાઢી અને લેડી ઓફિસર સામે તાકી ને ફાયર કરી.
લેડી ઓફિસર ઉપર જોવે ત્યાં તો કોઈએ તેના પર ગોળી વરસાવી. એક ગોળી તેના કાન ના બુટ ની બાજુથી અને બીજી ગોળી તેની બંદૂક પર જે સુરું મણિ ની બાજુ તાકેલી હતી.
ત્રીજી ગોળી નો આવાજ આવ્યો. લેડી ઓફિસર પ્રજ્ઞા ને લાગ્યું કે હવે તે ગઈ પણ સામે સુરું મણિ ઊંધા માથે નીચે પડ્યો. તે ગોળી નો આવાજ પ્રતીક ની ગન માંથી આવ્યો હતો. પ્રતિકે પેલા ઉપર ગયેલા સુરું મળીના સાથીદાર ને માર્યા પસી નીચે નજર કરી તો પ્રજ્ઞા મુસીબત માં હતી તેને બસાવા સુરું મણિ પર ગોળી છોડી.
થોડીક વાર માં તેના સાથી આવ્યા અને પુરી જગીયા ને ઘેરો કરી લીધો. પ્રતીક પ્રજ્ઞા પાસે. આવીને તે સલામત તો છે ને તેમ આંખો થી પૂછીયું. પ્રજ્ઞા એ પણ તેને એક હલકી સ્માઈલ આપીને પ્રતીક ના સવાલ નો જવાબ આપ્યો. તે બને એ બધી લાશ ને પોલીસ ક્વાર્ટર માં લઇ જવા માટે કહ્યું.
તે લેડી ઓફિસર નું નામ પ્રજ્ઞા હતું અને તે પ્રતીક ની બહેન હતી.
@@@@@@
એક સાયકલ સવાર છોકરી ધીમી ગતિ એ શહેર ની ભીડ ને ચીરતી જતી હતી. ભીનો વાન ગુલાબી ડ્રેસ વાઇટ કુર્તિ માથે સફદ દુપતો સાયકલ સવારી કરીને કુંવારા નોજુવાન ને ચીરતી જતી હતી.
“ગુડ મોર્નિંગ શર્મા સાહેબ.” તે છોકરી એક ફૂલ ની દુકાન પાસે સાયકલ ઉભી રાખી ને ત્યાં ના મલિક શર્મા સાહેબ ને અનુલક્ષી ને કહ્યું.
“ગુડ મોર્નિંગ દિવ્યા બેટા, આલે તારા રોજ ની માફક કમલ ના બે ફૂલ.” શર્મા સાહેબ જે ફૂલો ના વેપારી હતા જે દિવ્યા ને હાથ માં ફૂલ આપતા કહ્યું.
“આભાર, આ લ્યો તમારા પૈસા.” દિવ્યા હસી ને પૈસા આપતા કહ્યું.
દિવ્યા દારરોજ અહીંથી ફૂલ લઈ ને આગળ આવતા મહાદેવ ના મંદિરમાં મહાદેવ ના ચરણે ફૂલ અર્પણ કરી. મહાદેવ નો આશીર્વાદ લહી ને પોતાની શોપે જતી.
દિવ્યા ને નાના મોટા ટોયની શોપ હતી. આ તેનું પસંદગી નું કામ નહતું પણ પોતાના ભાઈ ના અવચાન પછી તેને આ શોપ સંભાળી લેવાની ફરજ પડી હતી.
તેના ભાઈ નું બે મહિના પહેલા રોડ એક્સિડન્ટમાં અવચાન થયું હતું. તેને ઘર નો એક નો એક આધાર આમ અચાનક મૃત્યુ પામ્યો હતો તેનાથી તેના ઘર ઉપર જાણે આભ તૂટે તેવી સંકટ પરિસ્થિતિ ઉભી થય હતી. દિવ્યા કોલેજ સુધીનો અભિયાસ કર્યો હતો. દિવ્યા ના પિતા બે વર્ષ પહેલાં જ અવચાન પામ્યા હતા. તેની પાસે એક ભાઈ નો સહારો હતો પણ ભગવાન ને તે પણ મંજુર ન હોય તેમ તેનો ભાઈ પણ બે મહિના પહેલા અવચાન પામ્યો હતો. હવે દિવ્યા અને તેની કમજોર મા જ તેના ઘર અથવા પરિવાર માં રહ્યા છે તેમ કહો તો પણ સાલે તેમ હતું.
આવી કપરી પરિસ્થિતિ માં દિવ્યા એ એક નિર્ણય લીધો. તે હવે ભાઈ ની સ્થાને ટોયની શોપ સાંભળશે. તે આ નિર્ણય થી તેના સબંધી એ વિરોધ કર્યો. એક છોકરી થઈ ને આમ કોઈ દુકાને બેસતું હશે સાંજ થતા ને કેટ કેટલા આવાતા હશે. કેટ કેટલા સાથે માથાકૂત કરવી. કેટ કેટલા સાથે સાંજ પડે ને ટોય ખરીદવા આવતા હશે તેમાંથી કેટલાની ની નજર ટોય પર નહીં પણ તારા તન પર હશે. પછી આ કામ તારા લગ્ન મા બાધા પહોંચાડશે. એક કોલેજ કરેલી છોકરી ને આમ ટોય ની શોપ પર બેચાડતા તેના આખા પરિવાર નું નામ બદનામ થશે. કેટકેટલાય આવા નાના મોટા તાના સાંભળી કે નો સાંભળીને દિવ્યા એ પોતાના મન ની જ વાત માની.
દિવ્યા ને પહેલા તો તેના સબંધી ની વાત યોગ્ય લાગી. તેને પણ વિચારું કે આ ભાઈ ની ટોય શોપ ને વેચી નાખું. પણ આ ભાઈ ના મહેનત થી ઉભી કરેલી શોપ હતી. તેના ભાઈ ના સપના અહીં સમાના હતા. તે ને પોતાના ભાઈ નો ચહેરો યાદ આવ્યો. મન માં એક મક્કમ નિર્ણય કર્યો. હું જ્યાં શુદ્ધિ જીવીશ ત્યાં શુધી આ શોપ જીવતી રહશે અને આવી રીતે દિવ્યા એ ટોય શોપ માં પગ મૂક્યો પણ તે આનાથી એક દમ અંજાણ હતી કે તેનો આ નિર્ણય શહેર માં આવતી મુસીબત સામે લડવાનું પહેલું પગથિયું બની ગયું છે.
દિવ્યા અંદર થી દુઃખી અને બહાર થી સદાય ખુશ રહેતી. તેને જોતા કોઈ પણ એમ ન કહેતું જે આ છોકરી આટલી બધી દુવિધા માં હશે. સદાય હસતો શહેરો તેનું પ્રતીક હતું. રડતા માણસ ને પણ તે હસાવી શક્તિ પણ તે પોતાને ખુશ કરવા નિષ્ફળ રહેતી.
દિવ્યા મહાદેવ ના મંદિરે આશીર્વાદ લઈ ને પોતાની શોપે આવી. શોપ ઓપન કરી. શોપ આમ મધ્યમ સાઈઝ ની હતી. નાના મોટા લાકડા ના ટેબલ બનાવા હતા. ત્યાં ટોય રાખવામાં આવ્યા હતા.
દિવ્યા એ પહેલાં બધા જ ટોય પર નજર કરી. ત્યાં અચનાક એક તોય ના ખાલી સ્થાને નજર અટકી.
“કાલ રાત સુધી તો અહીં એક ટોય હતું. તો અતિયારે ક્યાં ગયું હશે.” દિવ્યા મનો મન બોલી. “લાગે છે પાછળ પડી ગયું હશે.”
તે ટોય પાછળ પડ્યું હશે તેવું અનુમાન લગાવી ને દિવ્યા પોતાના કામે લાગી ગઈ.
તે ટોય ની બાજુમાં જોકર ના ટોય હતા. આ જોકર નું ટોય અભી ના ઘરે મળી આવું તેવું જ હતું. અને અહીં એક ગાયબ હતું.
દિવ્યા ની અજાણ ચાર આંખો દિવ્યા ને તાકી રહી હતી. દિવ્યા તેનાથી અજાણ હતી.
★★★★★
વધુ આવતા અંકે

જોકરે અભી અને તેના ફેમિલી કેમ માર્યા હતા? તાંડલે અભી ના મર્ડર નો ઉકેલ મેળવી શકશે? જોકર કોણ હતો? યુએફઓ માંથી આવેલ એલિયન ક્યાં ગયા હતા? દિવ્યા ની પાછળ કોણ હતું.? અરીસા સામે રડતો યુવાન કોણ હતો? યુવાન ની પાછળથી આવેલો ઘેરો આવાજ કોનો હતો?.
આવા જ સવાલો ના જવાબ માટે વાંચતા રહો ટોય જોકર.
આ સ્ટોરી દર મંગળવારે પ્રસારિત થાય છે તેની નોધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsup નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.