Praloki - 5 books and stories free download online pdf in Gujarati

પ્રલોકી - 5

આપણે જોયું કે પ્રબલ નો ફોન આવે છે, પ્રલોકી ગુસ્સે થઇને ફોન કટ કરે છે. હવે જાણો આગળ.
ફરી પ્રલોકી નો મોબાઈલ રણકવા લાગ્યો, પ્રબલ........ પ્રલોકી એ બૂમ પાડી ને એના હાથમાંથી ફોન છટકી ગયો, આખા શરીરે પરસેવો છૂટી ગયો, પ્રલોકી બેભાન થઈ જમીન ઉપર પછડાઈ પડી. પ્રલોકી, શુ થયુ ? ફોન મા પ્રત્યુષ બોલી રહયો હતો. પણ જવાબ ના મળતા પ્રત્યુષ ગભરાઈ ગયો. એ બધું કામ પડતું મૂકી ઘરે આવવા નીકળી ગયો. દસ મિનિટ નો રસ્તો તેને લાંબો લાગવા લાગ્યો. જેમ તેમ કરી તે પોતાના ફ્લેટ પર પહોંચ્યો, આજે એને પસ્તાવો થઇ રહયો હતો, શુ જોઈ ને અગિયારમા માળ પર ફ્લેટ લીધો. ત્યાં પહોંચતા કેટલી વાર લાગશે ? લીફ્ટ પણ ચૌદમા માળ પર બતાવી રહ્યા હતા. પ્રત્યુષ મન મા બબડવા લાગ્યો, જેને બેસવું હોય જલ્દી ના કરે, જાણે પોતે ખરીદી લીધી હોય એટલી વાર કરી રહ્યા છે. પ્રત્યુષ હવે રાહ જોઈ શકે એમ નહોતો. એને સીડીઓ ચડવાનું ચાલુ કરી દીધુ. એક માળ પણ ના ચડી શકનાર પ્રત્યુષ આજે અગિયાર માળ ચડવા તૈયાર થઇ ગયો, માત્ર પ્રલોકી માટે. પોતાના જીવ થી પણ વધુ એ પ્રલોકી ને પ્રેમ કરતો હતો. અગિયાર માળ ચડતા પ્રત્યુષ ને હાંફ ચડી ગયો. માંડ માંડ પોતાના ઘર આગળ આવ્યો. બેગમાંથી બીજી ચાવી નીકાળી ને દરવાજો ખોલ્યો. અંદર જઈ ને જોયું તો તેના હોશ ઊડી ગયા. પ્રલોકી જમીન પર પડી હતી. તેનો મોબાઈલ હાથ માંથી પડવા ને લીધે તૂટી ગયો હતો.
પ્રત્યુષ ને અમદવાદ શિફ્ટ થયે 3 મહિના જ થયા હતા, તે કોઈ ડૉક્ટર ને જાણતો નહોતો. હજી કોઈ ડૉક્ટર ની જરૂર પડી નહોતી. પહેલા પાડોશી ની મદદ લેવા નું વિચાર્યું, પણ પ્રલોકી ને આવી હાલત મા મૂકી ને જવા નો જીવ ના ચાલ્યો. આજુબાજુ બધી લેડીઝ ના નંબર પણ પ્રલોકી ના ફોન મા Save છે. કરવું શુ હવે ? પ્રતયુષે મોબાઈલ મા જસ્ટ ડાયલ ખોલ્યું ને જે પહેલો નંબર દેખાયો એ ડાયલ કર્યો. જલ્દી થી ડૉક્ટર ને ઘરે આવવા કહ્યું. જ્યાં સુધી ડૉક્ટર ના આવ્યા ત્યાં સુધી પ્રત્યુષ પ્રલોકી ને ઉઠાડવા પ્રયત્ન કરી રહયો હતો, પ્રલોકી એ આંખો ખોલી. પ્રત્યુષ ની ખુશી નો પાર ના રહયો.
પ્રલોકી શુ થયુ હતું તને ?? કંઈ નહી, બસ થોડા ચક્કર આવી ગયા હતા. અને ખબર નહી વાતાવરણ ખરાબ છે એટલે બીપી લૉ થઇ ગયું હશે, તમે ચિંતા ના કરો મને ઠીક છે હવે. બસ બોલી લીધું તે, હવે તું આરામ કર હું કઈ ખાવા લાવું, સવાર થી ઉઠી ને દોડ દોડ કર્યા કરે છે. કઈ ધ્યાન રાખતી જ નથી. પ્રત્યુષ નો આવો મીઠો ઠપકો સાંભળી પ્રત્યુષ ને ભેટી પડી. પ્રત્યુષ પણ પ્રલોકી ને પોતાના થી દૂર ના કરવા માંગતો હોય તેમ ફિટ પકડી રાખી. પ્રલોકી તને કઈ થઇ જાય તો હું રહી નહી શકતો.. આજે મને ખબર પડી હું બહુજ ડરપોક છું. હું બહુ જ ડરી ગયેલો. તું આંખો નહોતી ખોલતી, મને સમજ નહોતી પડતી શુ કરું ?
પ્રલોકી ની આંખો પહોળી થઇ ગઈ, પ્રબલ !! અહીં ?? પ્રત્યુષ પાછો ફર્યો અને જોયું તો સામે ડૉક્ટર ઉભા હતા. જોડે જઈ ને પ્રતયુષે કહ્યું, hello! પ્રબલે પણ પોતાનો ઈન્ટ્રો આપ્યો hi! I am Dr.Prabal Patel. હા હા આવો, મેં તમને ફોન કર્યો હતો. પછી મારી વાઇફ ને હોશ આવી ગયો, પણ હું તમને કોલ કરવાનું ભૂલી ગયો. તમે આવ્યા જ છો તો પ્લીઝ ચેક કરી લો. પ્રબલ અંદર થી તૂટી ગયો, તેને નહોતી ખબર કે પ્રલોકી નો આ રીતે સામનો થશે. એ જયારે ફ્લેટ ની અંદર આવ્યો ત્યારે ડોર ઓપન જ હતો, સામેની દીવાલ મા પ્રલોકી બહુ જ સરસ ને મોટો ફોટો લગાડેલો હતો. ફોટા ને જોતા જોતા તે અંદર આવી ગયો. અને જયારે તે આવ્યો ત્યારે પ્રલોકી બીજા કોઈ ની સાથે હતી. પ્રબલ માટે આ અકલ્પનિય દ્રશ્ય હતું. સાત વર્ષ જેને શોધવા માટે પ્રયત્ન કર્યા. એ પ્રલોકી આજે આ રીતે બીજા કોઈ ની સાથે અને પેશન્ટ બની ને મળશે એ તેને વિશ્વાસ મા નહોતું આવતું
પ્રલોકી ને તો હજી સપના મા હોય એમ લાગતું હતું. એ વિચારી પણ નહોતી શકતી સાત વર્ષ થી જેનાથી દૂર ભાગતી હતી, એ પ્રબલ આજે એના જ ઘર મા, એના જ બેડરૂમ મા ડૉક્ટર બની ને હાજર હતો. પ્રતયુષે કહ્યું Dr. Prabal, જલ્દી ચેક કરી ને કહો શુ થયુ હતું પ્રલોકી ને ?. પ્રબલ થોડો ખચકાયો પણ એ પ્રત્યુષ ને જણાવા નહોતો માંગતો કે પ્રલોકી ને જાણે છે. પ્રલોકી ની નજીક આવી પ્રલોકી ના ચેસ્ટ પર સ્ટેથોસ્કોપ મૂક્યું પ્રલોકી ના ધબકારા વધી ગયા. પ્રબલે કહ્યું બી રિલેક્સ. કઈ જ નઈ થાય. પ્રબલ નો મીનિંગ અલગ હતો પણ પ્રલોકી સમજી ના શકી. પ્રબલે બીપી ચેક કર્યું. બધું જ નોર્મલ હતું પણ પ્રલોકી નો શ્વાસ ચડી ગયો હતો. પ્રલોકી ચુપચાપ જોઈ જ રહી, તેની મન:સ્થિતિ હતી જ નહી કે આ પરસ્થિતિ નો સામનો કરી શકે.
કેમ પ્રલોકી પ્રબલ થી ભાગી રહી હતી ? કઈ રીતે સામનો કરશે હવે આ સ્થિતિ નો ? પ્રબલ નું શુ થશે જેને શોધવા જેને પામવા સાત વર્ષ બગાડ્યા છે. તે પ્રલોકી તો બીજા કોઈ ની થઈ ચુકી છે. જાણો આવતા અંકે.