Praloki - 9 books and stories free download online pdf in Gujarati

પ્રલોકી - 9

આપણે જોયુ કે, પ્રબલ પ્રલોકી ને પોતાના દિલ ની વાત કહે છે. પ્રલોકી જવાબ મા કહે છે પ્રબલ તું કોઈ મૂવી નો હીરો છે ? પ્રબલ ડરી જાય છે. હવે જાણો આગળ...
પ્રબલ, તું કોઈ મૂવી નો હીરો છે ? કોઈ એ કહ્યું છે તને આટલા બધા ડાયલોગ બોલવાનું ?? તો કેમ બોલ્યા કરે છે ? I love you કહ્યું તો પતી ગયું ને. I love you too... yar.. પ્રબલ હું એટલું જ કહીશ તું જે ફીલ કરે છે એ જ હું ફીલ કરું છું. તારી જેમ મારે પણ પ્રોબ્લમ જ આવ્યા .. હું તને કહી ના શકી. પ્રલોકી તું સાચું કહે છે ? મને વિશ્વાસ નથી આવતો. હા પ્રબલ હું સાચું કહું છું. પ્રબલ, ભલે આપણે સ્કૂલ અલગ અલગ કરીએ પણ કૉલેજ તો સાથે કરીશુ. વાતો કરતા કરતા અમદાવાદ આવી ગયું. પ્રબલ, મને તો ડ્રાઈવર અંકલ લેવા આવવાના છે, હું એમની સાથે જઈશ. અને હા મોબાઈલ નંબર લખી લે મારો, ડાયરી મા લખી દે તો ખોવાય નહી. બંને હસી પડ્યા. પ્રલોકી બાય કહી ટ્રેન માંથી ઉતરી ગઈ. પ્રબલ જોતો જ રહયો. કલરવ એ કહ્યું આપડે પણ ઉતરવાનું જ છે. કલરવ નું દિલ તૂટી ગયું પણ એ પ્રબલ માટે ખુશ હતો.
અંકલ મને પહેલા હોસ્પિટલ જ લઇ જાઓ. પાપા ને મળવું છે. હા બેટા ત્યાં જ લઇ જઈશ. બેટા પ્રલોકી, તારા પાપા એકલા પડી ગયા છે એટલે ટેન્શન મા આ બધું થાય છે એમને. તું અહીં જ રોકાઈ હોત તો એ ખુશ જ રહેતા. કેમ અંકલ પાપા ને શુ થયુ છે ? બેટા હાલ તો એમને વાયરલ તાવ છે. ને હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે. એટલે બોટલ ચડાવા ના કહ્યા છે ડોક્ટરે. તું ગઈ પછી ના ખાવા નું ધ્યાન રાખે છે કે ના સુવાનું. કોઈ બોલનાર છે નહી એટલે મોડા સુધી કામ કામ કર્યા કરે છે. અંકલ તમે ચિંતા ના કરો, હવે એમની લાડલી આવી ગઈ છે ને, હીમાગ્લોબીન પણ વધી જશે ને સુઈ પણ જશે. હા બેટા, જા મળી આવ તારા પાપા ને. પ્રલોકી નૈતિકભાઈ જોડે જઈ ને વળગી પડી ને રડવા લાગી. પ્રલૂ, કેમ રડે છે. કાલ તો મને રજા આપી દેશે. અને હું ઠીક છું. ચૂપ થઈ જાઓ પાપા, બિલકુલ ધ્યાન નથી રાખતા તમારું. બસ તારો આ મીઠો ઠપકો સાંભળ્યો ને હવે એકદમ ઠીક થઈ જઈશ. પ્રલોકી એ નિશાબેન ને ફોન કર્યો ને કહી દીધું પાપા ઠીક છે. તરત જ ફરી ફોન ની રિંગ વાગી. હેલો, પ્રલોકી, પ્રબલ બોલું છું. પ્રલોકી રૂમ ની બહાર જતી રહી. પ્રબલ આ કોનો નંબર છે ? કલરવ નો. એને જ મને કહ્યું કે હું એનો નંબર તને આપી દઉં. હું ને કલરવ સાથે જ હોઈએ છીએ એટલે તું ફોન કરજે. પાપા ને કેવું છે ? સારું છે.. કાલ રજા આપી દેશે. સારું પ્રબલ હું પછી વાત કરીશ. હાલ પાપા જોડે જાઉં.
બીજા દિવસે નૈતિકભાઈ ને રજા આપી દેવાઈ. નૈતિક ભાઈ ને લાગ્યું પ્રલોકી બહુ મોટી થઈ ગઈ છે. એમની બધી સંભાળ પ્રલોકી રાખવા લાગી. અને વાતો પણ છુપાવા લાગી છે. શુ વિચારો છો પાપા ? એ જ કે મારી લાડલી ક્યારે મોટી થઈ ગઈ ? કેમ પાપા તમને હું બહુ મોટી લાગવા લાગી. કેમ કે તું મારાથી વાતો છુપાવા લાગી છે. તારા મન મા કઈ અલગ ચાલતું હોય છે ને કહે છે કંઈક અલગ. પ્રલોકી ડરી ગઈ. એને થયુ પાપા ને ખબર તો નથી પડી ગઈ ને પ્રબલ વિશે. નૈતિક ભાઈ પ્રલોકી ના ચહેરા નો રંગ જોઈ ને સમજી ગયા વાત કંઈક અલગ છે. પ્રલોકી ચુપચાપ જતી રહી. રૂમ મા જઈ રડવા લાગી, એને નહોતું ગમતું પાપા જોડે કઈ છુપાવું. પ્રબલ વિશે પાપા ને ખબર પડે તો પાપા મને મારી જ નાખે. મારે હવે બોમ્બે જતું જ રહેવું જોઈએ જો અહીં રહીશ તો પાપા થી વધુ છુપાવી નહી શકાય. પ્રલોકીએ તરત નિશાબેન ને ફોન કર્યો. હેલો મમ્મી હું કાલ આવી જઈશ તું મારી ટિકિટ કરાવી દે. અરે પ્રલોકી કેમ શુ થયુ બધું ઠીક છે ને. હા મમ્મી, પાપા ને સારું છે હવે, અને મારે સેકન્ડ સેમ માટે બધી તૈયારી કરવાની છે. સારું બેટા હું કરી દઉં છું ટીકીટ પાપા તમે ? કેમ પ્રલોકી નિશા ને ટીકીટ કરવા કહ્યું ? મેં તો પ્લેન ની ટીકીટ કરી દીધી છે આજે સાંજે જ જઈએ છીએ આપણે બન્ને. પ્રલોકી ચોંકી ગઈ. હા, પ્રલોકી મને થયુ તું અહીં મારી સંભાળ રાખવા મા તારું ધ્યાન નહી રાખે અને તારી બધી રજા અહીં પતી જશે એના કરતા હું જ બોમ્બે આવું તો ફરી પણ લઈશુ સાથે અને તારા સેકન્ડ સેમ ની તૈયારી પણ થઈ જશે. સાંજે જ તને કહેવાનો હતો , તે ખોટું નિશા ને કહ્યું એટલે મારે કહેવું પડ્યું.
પ્રબલ, તું સમજતો નથી, પાપા ને સાથે લઇ જવા મતલબ આપડા વચ્ચે કોઈ વાત નહી થાય. ખબર નહી પાપા ક્યાં સુધી રહેવાના છે. મને સમજ નથી પડતી યાર. પ્રલોકી શાંત થઈ જા. તું જયારે પાપા બહાર જાય ત્યારે વાત કરજે. બહુ વિચારીશ નહી. જો તું આવું કરીશ તો પાપા ને શક થઈ જશે અને એ પછી તો ક્યારેય વાત નહી કરી શકીએ. તું હાલ પાપા નું ધ્યાન રાખ અને એમની જોડે જતી રે. હા પ્રબલ, થૅન્ક્સ સપોર્ટ માટે. ફોન કટ કરૂ છું, પાપા અહીં આવતા લાગે છે. બેટા, હું બહાર જાઉં છું તારે સાથે આવવું છે ? ના પાપા મારે કઈ નથી જોઈતું. તમે જઈ આવો હું પેકિંગ કરી દઉં. સારું, હું હરી ને લઇ ને જાઉં છું.
મોટા ભાઈ કેમ ચિંતામા છો ? હરી તું તો વર્ષો થી કામ કરે છે અહીં, પ્રલોકી હતી પણ નહી ત્યારથી. પ્રલોકી ને તે તારા હાથમા રમાડી છે. તું જાણે છે પ્રલોકી મા મારો જીવ વસે છે. એ પ્રલોકી બોમ્બે જઈ ને બદલાઈ ગઈ છે. મને નિશા પર વિશ્વાસ હતો જ નહી. મા દીકરી ની વચ્ચે નહોતો આવવા માંગતો એટલે ત્યાં મોકલી. મોટા ભાઈ, દીકરી જેમ મોટી થાય એમ શરમાળ થતી જાય એટલે ઓછું બોલે. તમે ચિંતા ના કરો બધું ઠીક જ હશે. આ બાજુ પ્રલોકી પણ પોતાના મન સાથે વાત કરી રહી હતી. વાહ, પ્રલોકી કાલ જ મળેલા પ્રબલ માટે કેટલું ખોટું બોલવાનું. હજી તો એક દિવસ થયો છે ને આ હાલ છે આગળ શુ થશે ! ત્યાં બીજા મને કહ્યું પણ પાપા ને જ સમજવું જોઈએ. બોમ્બે મા તો મારી ઉંમરની છોકરીઓ મોડે રાત સુધી બહાર ફરતી હોય છે. મેં એક ફોન પર વાત શુ કરી પાપા ને તો હું બદલાઈ ગઈ હોય એમ લાગવા લાગી. પાપા ને બોમ્બે આવવાની ક્યાં જરૂર જ છે. જોરદાર પ્રલોકી જે પાપા વગર તું રહી નહોતી શકતી એ પાપા તારી સાથે આવે એ તને ગમતું નથી એક પેલા કાલ ના આવેલા છોકરા માટે ? અરે એ કોઈ કાલ નો આવેલો છોકરો નથી, પ્રેમ કરું છું હું એને. કાલ ની નહી ક્યારની. કોઈ આશા નહોતી, ભગવાને મળાયા છે અમને. પાપા સમજતા નથી એ બોમ્બે આવશે એટલે આખો દિવસ મારી આજુબાજુ રહેશે. હું વાત પણ નહી કરી શકું. વિચારો કરતા પ્રલોકી રડી પડી.
નૈતિક ભાઈ પ્રલોકી સાથે બોમ્બે પહોંચી ગયા. અને જે પ્રલોકી ને ડર હતો એ જ થયુ. નૈતિક ભાઈ એ નક્કી કરી દીધું પ્રલોકી જ્યાં સુધી બોમ્બે રહશે ત્યાં સુધી એ પણ ત્યાં જ રહેશે. પ્રલોકી ને પ્રબલ ક્યારેક વાત કરી લેતા. એમ કરતા બંને નું 12th પતી ગયું. બંને એ એક કોલેજ મા અમદાવાદમા જ એડમિશન લેવાનું નક્કી કર્યુ. ત્યાં જ નૈતિક ભાઈ એ નક્કી કર્યુ પ્રલોકી બોમ્બે જ કોલેજ કરશે. અને હું પણ હવે અહીં જ રહી ને અમદાવાદ નો બિઝનેસ સાંભળીશ. પ્રલોકી એ પ્રબલ ને ફોન કરી ને કહ્યુ, પ્રબલ તું જ બોમ્બે ની મેડિકલ કોલજ મા એડમિશન લે. પ્રલોકી તને ખબર છે મારા પાપા જોડે એટલા પૈસા નથી. અહીં ઘર નજીક હું ફ્રી મા ભણી શકું. ત્યાં રહેવું મોંઘુ પડી જાય. પ્રબલ હું સમજી શકું છું. તું ચિંતા ના કર હું પાપા ને મનાવીશ ને આપડે એક સાથે જ બી જે મેડિકલ કોલેજ મા એડમિશન લઈશુ. પ્રબલ તું મારુ ને તારું ફોર્મ ભરી દેજે. પ્રલોકી સાચે તું આવીશ ને. પ્રલોકી બહુ અલગ રહ્યા. હવે નથી રહેવું. હા પ્રબલ સાથે જ ડોક્ટર બનીશુ ને સાથે જ હોસ્પિટલ ખોલીશુ. હું આવીશ જ.
નૈતિકભાઈ પાસે જઈ પ્રલોકી રડવા લાગી. પાપા મારે અહીં નથી રહેવું. આપણે અમદાવાદ જતા રહીએ. તમને તો અહીં ફાવતું જ નથી તો તમે કેમ મારા માટે હેરાન થાઓ. પાપા હું જ ત્યાં આવી જાઉં. આપણે સાથે ત્યાં રહીશુ. હવે મમ્મી મને રોકી નહી શકે. પ્રલોકી અહીં ની મેડિકલ કોલેજ મા ભણીશ તો તારું ભવિષ્ય સારું રહશે. થોડો ટાઈમ જ મારે સેટ કરવાનું ને. પાપા થોડો ટાઈમ નહી બહુ વર્ષો. સાડા પાંચ વર્ષ. આટલું બધું રહેવાનું જરૂર નથી. ત્યાં બી જે મેડિકલ કોલેજ બેસ્ટ જ છે ને. ત્યાં હું ભણીશ. ના, પ્રલોકી આપણે અહીં જ રહીશુ. તારે એક તો મેથ્સ લેવાનું હતું, ખબર નહી નિશા એ શુ સમજાયું તને. પાપા મને મમ્મી એ નહોતું કીધું બાયોલોજી લેવા માટે. એ માટે નિર્ણય મારો પોતાનો જ હતો. જે હોય એ પ્રલોકી, મેં નક્કી કરી લીધું છે અહીં જ રહીશુ.
શુ પ્રલોકી નૈતિક ભાઈ ને મનાવી શકશે ? પ્રબલ અને પ્રલોકી ના સપના પુરા થશે ? જાણો આવતા અંકે..