Praloki - 6 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રલોકી - 6

Featured Books
  • खोयी हुई चाबी

    खोयी हुई चाबीVijay Sharma Erry सवाल यह नहीं कि चाबी कहाँ खोय...

  • विंचू तात्या

    विंचू तात्यालेखक राज फुलवरेरात का सन्नाटा था. आसमान में आधी...

  • एक शादी ऐसी भी - 4

    इतने में ही काका वहा आ जाते है। काका वहा पहुंच जिया से कुछ क...

  • Between Feelings - 3

    Seen.. (1) Yoru ka kamra.. सोया हुआ है। उसका चेहरा स्थिर है,...

  • वेदान्त 2.0 - भाग 20

    अध्याय 29भाग 20संपूर्ण आध्यात्मिक महाकाव्य — पूर्ण दृष्टा वि...

Categories
Share

પ્રલોકી - 6

આપણે જોયું કે પ્રલોકી અને પ્રબલ સામસામે આવી જાય છે.બંને આ પરસ્થિતિ નો સામનો કરી નથી શકતા. પ્રત્યુષ આ વાત થી અજાણ હોય છે કે બંને એકબીજાને ઓળખે છે. હવે જાણો આગળ...
Mr. પ્રત્યુષ, હવે હું નીકળું, તમારી વાઈફ હવે બિલકુલ ઠીક છે. હા Dr. પ્રબલ.. થૅન્ક્સ.. પ્રબલ ને થયુ કે શેના માટે થૅન્ક્સ ! મારી પ્રલૂ ને પોતાની વાઈફ બનાવી દીધી એના માટે ? એ કઈ બોલ્યો નહી. પ્રલોકી પ્રબલ ને જોતી જ રહી.. એના હૃદય પર થોડી વાર પહેલા મુકાયેલું સ્ટેથોસ્કોપ અને એની જોડે પ્રબલ ના હાથ નો સ્પર્શ હજી એ મહેસુસ કરી રહી હતી. પ્રબલે પ્રલોકી સામે જોયું અને બોલ્યો.. પ્રલોકી, ટેક કેર એન્ડ ગેટ વેલ સુન. પ્રલોકી એ હકાર મા માથું હલાવ્યું, એ બોલી પણ ના શકી. પ્રબલ ભારે હૈયે નીકળી ગયો. માંડ કાર ડ્રાઈવ કરી ઘરે પહોંચ્યો. યાદ આવ્યું હોસ્પિટલ મા ફોન કરવો પડશે. બધા પેશન્ટ રાહ જોતા હશે. હોસ્પિટલ મા ફોન કરી કહી દીધુ હું નથી આવતો. પોતાના ઘર મા એ જ ઘર જ્યાં પ્રલોકી નોટસ આપવા આવી હતી.
એ જ બેડરૂમ જ્યાં પ્રલોકી જોડે તેને પહેલી વાર વાત કરી હતી. એ દિવસ યાદ ફરી આવ્યો રહયો છે. પ્રલોકી જતી રહી પણ પ્રબલ ને આખી રાત ઊંઘ ના આવી. પછી બંને ને મળવાનું થયુ નહી પરીક્ષા ની તૈયારી મા બંને લાગી ગયા. બંને નો નંબર અલગ અલગ સ્કૂલ મા આવ્યો. એટલે એમાં પણ મળવાનું થયુ નહી. પરીક્ષા પણ પતી ગઈ. પ્રલોકી આખા વેકેશન મા વિચારતી રહી પાપા ને કહે કે પ્રબલ ના ઘરે લઇ જાય પણ એ બોલી ના શકી. નૈતિક ભાઈ પણ પોતાના કામ મા વ્યસ્ત રહ્યા. એક દિવસ સાંજે આવી ને નૈતિક ભાઈ એ કહ્યું તારા માટે ગુડ ન્યૂઝ છે.... પ્રલોકી ખુશ થઈ ગઈ.. એને લાગ્યું પ્રબલ વિશે કોઈ વાત હશે... એ ભૂલી ગઈ હતી પ્રબલ વિશે પાપા ને ખુશી ના હોય. પ્રલોકી તારી મમ્મી આવવના છે. પાપા આ ગુડ ન્યૂઝ કહેવાય ???
પ્રલોકી ના મમ્મી નીશાબેન અને નૈતિકભાઈ બંને નુ બહુ બનતું નહીં. પ્રલોકી માટે થઈને બંને અલગ ના થઈ શકયા. નીશાબેન બોમ્બે યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. એટલે એ બોમ્બે જ રહેતા. વેકેશનમાં પ્રલોકી ને મળવા આવતા. પ્રલોકી ક્યાં ખોવાઈ ગઈ ? નૈતિકભાઈ એ પૂછ્યું. પાપા ક્યારે આવશે મમ્મી ? થોડી જ વાર મા આવી જશે. હું નીકળું છું, થોડું કામ છે. નિશા અને તું જમી લેજો. મારે મોડું થશે આવતા. હા પાપા હવે તમારે રોજ મોડું જ થશે. પ્રલોકી ને ખબર હતી જયારે મમ્મી આવે એટલે પાપા બહાર જ રહે છે.સારું બાય કહી નૈતિકભાઈ નીકળી ગયા.
નિશાબેન થોડી વાર મા આવી ગયા. પ્રલોકી ખુશ થઈ ગઈ પણ બહુ નહી કેમ કે એને પપ્પા જોડે વધુ ફાવતું હતું. અને પપ્પા હવે ઘર મા ઓછું આવશે. નિશાબેન બોલ્યા પ્રલોકી તારા માટે સરપ્રાઈઝ છે.. શુ મમ્મી ? આ જો.. અરે આતો ટિકિટ છે. અરે પ્લેન ની ટિકિટ ? Ahemedabad to bombay !! કાલ ની ?? આપડા બંને ની ?? મમ્મી આ શુ છે ? કાલ નું કાલ જ જવાનું ? એક સાથે પ્રલોકી ને બહુ પ્રશ્નો થયા. પ્રલોકી ભૂલી ગઈ તું, તે જ કહ્યું તું કે 10th પતે પછી તું મારી જોડે રહીશ. હા મમ્મી મેં કહ્યું હતું પણ....પ્રલોકી ના પાડવા માટે કોઈ કારણ ના બતાવી શકી. મમ્મી.. પાપા ને પૂછી ને કહું. અરે ! નૈતિક સાથે વાત તો થઈ ગઈ મારી. પણ પાપા એ મને કઈ કહ્યું નથી. હા તો મેં જ ના પાડી હતી ને, સરપ્રાઇઝ આપવું હતું તને એટલે.
સારું મમ્મી હું પેકિંગ કરી દઉં, એમ કહી પ્રલોકી પોતાના રૂમ મા આવી ગઈ. રૂમ મા આવી ને પ્રલોકી બહુ રડી એક બાજુ પ્રબલ ને મળવું હતું. મમ્મી એ આટલી જલદી બધું કરી દીધું અને એમાં એ કઈ બોલી શકે એમ નથી. 2 વરસ મમ્મી જોડે રહેવું જ પડશે. બીજો દિવસ થઈ ગયો. પ્રલોકી નીકળતા તેના પાપા ને વળગી ને એટલું રડી કે જાણે કોઈ દીકરી સાસરે જતી હોય. એરપૉર્ટ પર પ્રલોકી પ્રબલ ની રાહ જોવા લાગી એ મનથી એમ વિચારવા લાગી દિલ મૂવી ની જેમ પ્રબલ પણ એને રોકવા આવશે. પછી એને યાદ આવ્યું આ મૂવી નથી, રીયલ લાઈફ છે. કલાઈમેક્સ ભગવાન ની મરજી થી થાય આપડી મરજી થી નહી. પ્રલોકી જલ્દી કર.... ચેક ઈન નો ટાઈમ થઈ ગયો છે.
બેટા મને ખબર છે મેં બહુ ઉતાવળ કરી પણ મારી પાસે બહુ ટાઈમ નહોતો. નિશાબેન મન મા વિચારી રહ્યા હતા. મમ્મી તમારે રિઝલ્ટ સુધી રાહ જોવી હતી ને. મારે બધા ફ્રેન્ડ્સ ને મળવું હતું. અરે મને ખબર છે બધું અચાનક થઈ ગયું એટલે તું તારા ફ્રેન્ડ્સ ને મળી નહી શકી. પણ આપડે જઈએ અને રિઝલ્ટ લેવા પાછા આવીશુ, ત્યારે એક વીક રોકાઇશુ એટલે તું તારા ફ્રેન્ડ્સ ને પણ મળી લેજે. હાલ લઈ જાઉં તો તને હું ફરવા લઇ જઈ શકું. સાચે મમ્મી !! U R great ! કહી પ્રલોકી ખુશ થઈ ગઈ. ખુશી ખુશી પ્લેન મા બેસી ગઈ. ઊંચે આકાશ મા ફરી પ્રબલ ને મળવા ના મોટા સપના જોવા લાગી..
પ્રલોકી અને નિશાબેન બંને બોમ્બે પહોંચી ગયા. પ્રલોકી ને રોજ નિશાબેન ફરવા લઇ જતા હતા. મરીન ડ્રાઈવ, જુહુ bech, સિદ્ધિ વિનાયક, શોપિંગ રોજ ક્યાંક ને ક્યાંક બંને ફરવા જતા પણ પ્રલોકી નું મન લાગ્યું નહી. એને તો રિઝલ્ટ ના દિવસ રાહ હતી. નિશાબેન ને લાગ્યું કે એ નૈતિક ને બહુ યાદ કરે છે એટલે પ્રલોકી ખુશ નથી રહેતી. દિવસો જતા રહ્યા.. રિઝલ્ટ નો દિવસ આવી ગયો. પ્રલોકી અને નિશાબેન અમદાવાદ આવી ગયા. પ્રલોકી ને સ્કૂલ મા જવાની ઉતાવળ હતી. નૈતિકભાઈ અને નિશાબેન બંને પ્રલોકી સાથે સ્કૂલ મા ગયા. બધા વિધાર્થીઓને રિઝલ્ટ નું ટેન્શન હતું. બસ એક પ્રલોકી હતી જેને રિઝલ્ટ કરતા પ્રબલ ને શોધવા મા રસ હતો. કલરવ, તે પ્રબલ ને જોયો ? ના પ્રલોકી, પ્રબલ હજી આવ્યો નથી. અરે હજી આવ્યો નથી મતલબ શુ ? રિઝલ્ટ નથી લેવાનું એને ?
પ્રલોકી..... congataulation..... ફર્સ્ટ નંબર આવ્યો છે તારો સ્કૂલ મા.... પ્રલોકી ની ફ્રેન્ડ મીરા આવી ને બોલી. જા બધા ટીચર્સ તારી રાહ જોવે છે. ગુજરાત બોર્ડ મા તારો સાતમો નંબર છે. નૈતિકભાઈ ને નિશાબેન ખુશ થઈ ગયા, ચાલ જલ્દી પ્રલોકી... પણ પ્રલોકી ને આ બધા મા રસ નહોતો એને તો પ્રબલ ને જ જોવો હતો. જો આજે નહી મળાય તો 2 વર્ષ પછી.. અને ત્યાં સુધી ખબર નહી પ્રબલ મને ભૂલી પણ જાય. અરે પ્રલોકી ચાલ બેટા બધા બોલાવે છે તને તારા કરતા તો તારા ફ્રેન્ડ્સ વધુ ખુશ દેખાય છે , નિશાબેન બોલ્યા. પ્રલોકી ચુપચાપ રિઝલ્ટ લેવા જતી રહી. બધા ખુશ હતા પ્રિન્સિપાલ થી લઇ ટીચર્સ સુધી બધા.. કેમ કે પ્રલોકી એ આજે એમની સ્કૂલ નું નામ રોશન કર્યું હતું. પ્રલોકી ની આંખો રિઝલ્ટ કે કોઈ ની ખુશી નહોતી શોધતી, એ તો બસ પ્રબલ ને શોધતી હતી..
પ્રબલ કેમ રિઝલ્ટ લેવા કેમ ના આવ્યો ? શુ પ્રલોકી અને પ્રબલ ફરી મળી શકશે ? જાણો આવતા અંકે....

સોરી, મિત્રો .....બહુ ટાઈમ લગાવ્યો આ એપિસોડ રજુ કરવામા.. હવે થી ટાઈમસર એપિસોડ આવે એનું ધ્યાન રાખીશ. Thanks to all..