Truth Behind Love - 18 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 18

ટ્રુથ બિહાઇન્ડ લવ

પ્રકરણ-18

નીલમની મંમી છાયાબેન આશ્વાસન આપ્યાં પછી સ્તુતિએ અનાર અને નીલમને આશ્વાસન અને હિંમત આપીને કહ્યુ બધુ જ ભૂલી સ્વસ્થ થાઓ. ઉશ્કેરાટમાં કે ગુસ્સામાં સાચો નિર્ણય નહીં લેવાય. આપણે ચારે સંપ કરીને કંઇક રસ્તો વિચારવો પડશે અને શ્રૃતિઓ સ્તુતિની સામે જોયું અને આંખમાં આંખ મિલાવીને કંઇક કહેવા પ્રયત્ન કર્યો. સ્તતિ શ્રૃતિએ આંખથી કીધેલું સમજી હોય એમ છેલ્લે બોલી "આપણે ઘરે જવું પડશે માં-પાપાનો આવવાનો સમય થઇ ગયો છે સવારથી સાંજ ક્યાં પડી ગઇ ખબર જ ના રહી અને ટેક કેર એમ કહીને તરત જ ઉભી થઇ ગઇ.

નીલમે કયું "થેંક્યુ સ્તુતિ દીદી... શ્રૃતિને થેક્યુ નહીં કહુ પણ તમે ખૂબ સપોર્ટ કર્યો. અમે પણ હિંમત અને સાચી બુધ્ધિથી કામ કરીશું. અનાર સોરી યાર.. મારો કોઇ આશય નહોતો પણ હું જ ફસાઇ.. અનારે અધવચ્ચે અટકાવીને કયું. "ઇટસ ઓકે હવે એકબીજાને કંઇ કીધા વિનાં કંઇક વિચારવું પડશે અને શ્રૃતિ-સ્તુતિએ તરત ઘરે જવા કીધું એટલે અનાર પણ સમજી ગઇ કે ખૂબ સમય બધાનો લીધો છે અને અંતે તો જાતે જ ફેસ કરવું પડશે. અનારે પણ થેંકસ કયુ અને ચારે જણાં ઘરે જવાં માટે છૂટા પડ્યા. સ્તુતિ અને શ્રૃતિએ બાય આન્ટી જયશ્રીકૃષ્ણ કહીને સીધા દાદર ઉતરવાનાં ચાલુ કર્યા. લીફટની પણ રાહ ના જોઇ અને પાછળ પાછળ અનાર પર ઉતરી ગઇ.

શ્રૃતિએ ક્યુ "પછી ફોન પર વાત કરીશું એમ કહીને બાય કીધુ નીચે આવ્યાં અને અનારને પણ ક્યું "ચલ પછી શાંતિ થી મળીએ છીએ ટેક કેર.. અને શ્રૃતિ-સ્તુતિ ઘરે આવવા નીકળ્યું રસ્તામાં જ શ્રુતિએ સ્તુતિને કહ્યુ "એય દી... આપણે આમાં છેક સુધી ઇન્વોલ્વ થવું છે ? આગળ શું કરવાનું ? આમાં આગળ શું થશે ખબર નથી.. આપણે કોર્ષ કરવાનો છે પાપા ઓફીસ એસ્ટાબ્લીશ કરવા માટેનાં પ્લાનીંગમાં છે અને આપણે બંન્ને જણાં ક્યાંક બીજે જ ફાંટાઇ ના જઇએ એટલે મેં તને આંખનો ઇશારો કરીને અટકવા કીધેલું.

સ્તુતિ કહે હું સમજી ગઇ હતી એટલે જ મેં વાત ટૂંકાવી મને લાગે છે નીલમ અને અનાર પણ સમજી ગયાં હતાં પણ કંઇ નહીં આપણે પણ વિચારવું પડે આમ એકદમ આમાં ના વચ્ચે પડયા મને તો લાગે છે આમેય મેં સ્તવનને બધું જ કીધું જ છે તો એને છેક સુધીની વાત કરીએ અને એનો અભિપ્રાય એને સલાહ લઇએ. અને વધુ વિચારતાં એવું લાગે આપણે મોમને પણ વાત કરીએ કારણકે આ બધું જોખમ વાળું કામ લાગે છે.

શ્રૃતિ કહે..જો દીદી મને તો એવું લાગે આપણએ સાંભળી લીધુ સલાહ આપી દીધી. વોર્ન પણ કર્યા છે કોઇ નાનું કીકલું નથી બધાને બધી ખબર પડતી જ હોય છે આપણે વધુ ઇન્વોલ્વ નથી થવું જ્યારે સામેથી મદદ માંગશે ત્યારે જોયું જશે મને તો આટલા કલાક આવી બધી વાતો કરી સાંબળીને મગજ બ્હેર મારી ગયું છે... સાલુ આપણે શું આટલી પંચાત ? નીલમે પૈસા કમાવા અને જલ્સા કરવા ઉપાધી વ્હોરી ચે એ ખબર નહોતી પડી કે કોઇ માણસ આટલી ગીફ્ટ અને પૈસા એક મુલાકાતમાં કેમ આપે છે ? હજી હમણાં તો જોબ પર લાગી હતી. એટલી તો ભોળી નથી એ.. એણે કબૂલ્યુ જ તે કે એને મજા આવતી હતી... તો હવે મજા લીધી છે તો હવે ભોગવ કોઇ શું કરે ?

શ્રૃતિએ અનાર માટે પણ અભિપ્રાય આપ્યો કે એતો એવા કુટુંબ અને સર્કલમાં જીવે છે કે બધી જ સમજ છે અને હવે મગરનાં આંસુ પાડે છે. જો દી.. મને મારી બહેનપણીઓ માટે લાગણી છે અને એમનું દુઃખ મારું દુઃખ છે પરંતુ મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે આ વાત અહીંથી જ ભૂલી જા અને આપણામાં જ ધ્યાન આપીએ. આ પળ પછી આપણે પણ આનાં અંગે ચર્ચા નહીં જ કરીએ.... મારાં પર ફોન આવશે તો હું ફોડી લઇશ તારે સ્તવન જીજુને પણ કંઇજ કહેવાનું નથી જ સામેથી પૂછે તો કહે જે શ્રૃતિની ફ્રેન્ડ છે શ્રૃતિ જાણે અત્યારે મગજ ખરાબ નથી કરવાનું.

"શ્રૃતિ આગળ બોલતાં કહયું" આપણી મદદની પાપાને જરૂર છે આ લોકો તો છીનાળા કરીને સતિ થવા જાય છે પ્લીઝ દીદી મારું તો મગજ ખરાબ થઇ ગયું કરતાં પ્હેલાં કેમ વિચારે નહીં ? છતાં ફોન સામેથી આવશે ત્યારે વાત.

સ્તુતિ કહે ઓકે.. તારી વાત ગળે ઉતરે છે. આપણે કોઇ ચર્ચા જ નહીં કરીએ પછી મોમને કે સ્તવનને વાત કરવાની દૂર જ રહી.. વચમાં પડીને આપણું મગજ કે સમય બગાડીને ભવિષ્ય ધૂંધળું નથી કરવું.

ઘરે પહોંચીને સ્તુતિ-શ્રૃતિએ જોયું કે માં-પાપા બન્ને જણાં આવી ગયાં હતાં. અને બંન્ને જણાં ખુશહાલ જણાતાં હતાં. સ્તુતિ અને શ્રૃતિએ ઘરમાં પ્રવેશતાં બંન્ને જણાને ખુશ-આનંદમાં જોઇને એટલું સારૂ લાગ્યુ જાણે હાંશ થઇ ગઇ કલાકોની મગજમારીનો થાક-ડર અનો વિષાદ જાણે ગાયબ થઇ ગયો.

શ્રૃતિ દોડીને પાપા પાસે ગઇ અને નાની ઢીંગલીની જેમ વ્હાલ કરી બોલી - ક્યા બાત હૈ પાપા આજ તો સલીમ અનારકલી દોનો બહુત ખુશ હૈ મામલા ક્યા હૈ ?

પાપા -માં ખડખડાટ હસીને બોલ્યાં એ તો કહીએ છીએ પણ તમે બેય જણીઓ કયારની ક્યાં ગઇ હતી અને ફીની રીસીપ્ટ લઇ લીધી ? ક્યારથી તમારુ તો ભણવાનું ચાલુ થઇ ગયું છે.

શ્રૃતિ બોલી અને પાપા બધુ લઇ લીધુ છે અને અમે ફ્રેન્ડસ બધી નીલમને ત્યાં ભેગી થઇ હતી બધુ મજા આવી પણ તમારી ખુશીનું રહસ્ય ખોલોને જલ્દી...

અરે દીકરા ઓફીસનું ફાઇનલ થઇ ગયું છે મેં ટોકન પણ આપી દીધુ છે કાયદાકીય ફોર્માલીટી બે ત્રણ દિવસમાં પુરી થઇ જશે અને પર્મીશન પણ મળી જશે આમે બધુ જ ફાઇનલ થઇ ગયુ કે બેંકમાં પણ વી.આર.એસનું ફાઇનલ થઇ ગયું છે હવે બેંકમાં જવાનું નથી મારાં ખાતામાં પૈસા વીઆરએસમાં ટ્રાન્સફર પણ થઇ ગયાં છે આજે જાણે એક સાથે બધાં કામ પુરા થઇ ગયાં છે એનો આનંદ છે અને એક મોટી હાંશ છે.

મધ્યમવર્ગના બાપને આજે હાશનો આનંદ છે અને તારીમાં પણ ખુશ છે કે વધુ પૈસાની જરૂર પડી તો એની ગ્રેજ્યુઇટીમાંથી પણ ઉપાડ મળી શકશે હવે કોઇ રીતે ચિંતા નથી હું ઓફીસનું કામ પઝેશન મળતાં જ ચાલુ કરી દઇશ અને ત્યાં સુધી તમે ભણવાં સાથે કામ પર લાગી જજો. તમે બન્ને અને હું ઓફીસે -તમે ઇન્સ્ટીયુટથી ઓફીસ આવી જજો. સાંજે બધાં સાથે ઘરે આવીશું માં પણ સ્ટેશનથી સીધી ઓફીસે આવશે અને આખું ત્રિવેદી ફેમીલી સાથે કામ પર જશે સાથે ઘરે આવશે.

અનસુયાબહેને ક્યું મારાં મહાદેવે બધું જ પાર પાડી દીધું છે બસ હવે બધુ કામ સરસ રીતે સેટ થઇ જાય બીજી કંઇ નથી માંગતી.

*******

આમને આમ બે અઠવાડીયા નીકળી ગયાં. પ્રણવભાઇએ ઓફીસનાં કાયદાકીય ડોક્યુમેન્ટસ કરાવી લીધા. પઝેશન લઇ લીધું અને જેમ કામ મળતું જાય એમ કરવા લાગ્યો. છોકરીઓ શ્રૃતિ અને સ્તુતિ બંન્ને ઇન્સ્ટીટયુટથી સીધી ઓફીસે જતી અને સાથે નાસ્તો બહારથી કોઇવાર લઇ જાય બધા સાથે મળીને ચા નાસ્તો કરે અને શીખીને આવ્યાં એની પ્રેક્ટીસ કરે.

શ્રૃતિએ ઓનલાઇન બધાં કામ શોધવાનાં પ્રયત્ન કરવા માંડ્યાં - સ્તુતિએ સ્તવનને બધાં જ સમાચાર આપવા માંડ્યા હતાં કે ઓફીસનું ફાઇનલ થઇ ગયું. હું અને શ્રૃતિ બંન્ને ડીજીટલ માર્કેટીંગનું શીખી રહ્યાં છીએ. પાપાને હેલ્પ કરીએ છીએ.

સ્તવનને પણ કોલેજની શરૂઆતમાં જ હવે બધુ સમજુ કવર કરવાનું આવ્યુ છે અને તે પણ હમણાં ભણવામાં ખૂબ જ ધ્યાન આપી રહ્યો છે. રોજ સવાર અને રાત્રે વાતો થાય છે એકબીજાની અનુભવ અને પ્રોગ્રેસની વાતો કરે છે.

સ્તવને નીલમનું પૂછ્યુ પણ સ્તુતિએ વાતવાળી દીધી કે શ્રુતિએ હમણાં વચમાં પડવાની ના પાડી છે એટલે ચેપ્ટર બંધ છે. સ્તવને ક્યું "એજ સારુ કર્યું.

શ્રૃતિએ સામેથી નીલમ અને અનારને ફોન કરેલા અને કંઇ ખાસ હતું નહીં.. નીલમે ક્યુ મેં સીક લીવ મૂકેલી છે હમણાં જોબ પર જતી નથી. વારે વારે ફોન આવે છે પણ હમણાં જવાની નથી પણ રાજીનામું નથી આપ્યું. અનારે કહયું કે મેં મેકવાનને બ્લોક કર્યો છે ફરીથી અને અજાણ્યા કોઇ ફોન કોલ્સ લેતી નથી એટલે વધુ શાંત પણ ભારેલા અગ્નિ જેવું જ હતું પણ શ્રૃતિ અને સ્તુતિ પાપાને હેલ્પ કરવામાં જ પડ્યાં હતાં એટલે ફ્રેન્ડસનાં ચેપ્ટર ખોલ્યાં જ નથી.

**********

શ્રૃતિ અને સ્તુતિ ઇન્ડીસ્યુટથી પાછા ફરતાં ઓફીસે આવ્યાં અને શ્રૃતિ ઓનલાઇન જોબ વર્ક શોધી રહી હતી અને એને એક એડવટાઇઝમેન્ટ વાંચી એ લીંક પર કલીક કર્યું અને ડીટેઇલ્સ વાંચીને રસ પડ્યો અને એણે એગ્રી પર કલીક કરીને આગળ વધી.. સ્તુતિ પાપાને હેલ્પ કરવામાં પડી હતી એ કોઇ એપ સમજાવી રહી હતી અને શ્રૃતિ...

વધુ આવતાં અંકે.. ખુબ રસપ્રદ પ્રકરણ-19 વાંચો.

"""""""""""""