Saahas bharyo prem books and stories free download online pdf in Gujarati

સાહસ ભર્યો પ્રેમ

કૉલેજ નાં ગેટ પાસે મહેક તૃષા ની રાહ જોઈ રહ્યો હતો. તૃષા ન આવતા મહેક તેને ફોન કરે છે. તૃષા જવાબ આપે છે બસ થોડી વાર મા આવી બહું ઉતાવળ છે મને મળવાની. હસતાં હસતાં મહેક બોલ્યો તારા વગર મારો દિવસ કોઈ દી સારો ગયો છે તો આજ જાય. તુ વાતું કર નહીં જલ્દી નિકળ હું કોલેજ ના ગેટ પાસે તારી રાહ જોઈ રહ્યો છું. ઓકે બાબા બસ પાંચ મિનિટ મા આવી.

તૃષા આવી એટલે મહેક સાથે કૉલેજ માં દાખલ થયા. તૃષા મહેક ને ખુબ જ પ્રેમ કરતી પણ તેના ભાઇ વિકાસ નો ખુબ ડર લાગી રહ્યો હતો તે પણ આ કૉલેજ મા સ્ટડી કરી રહ્યો હતો એટલે તૃષા અને મહેક છૂપી રીતે એક બીજાને મળતા. મહેક તૃષા ને કિસ કરવાનો મોકો ક્યારેય છોડતો નહી. બંને રાત્રે ત્રણ વાગ્યે રોજ બહાર મળતા પણ કોઈ ને તેની જાણ થઈ ન હતી. બંને બહું ખુશ હતા ને લગ્ન ના સપના જોઈ રહ્યા હતા. મહેક તૃષા ને વચન આપ્યું કે કોઈ પણ પરિસ્થિતિ મા હું તારી સાથે જ લગ્ન કરીશ પછી ભલે મારે ભાગી ને લગ્ન કરવા પડે. એ વિશ્વાસ થી તૃષા મહેક ને કોઈ પરવા કર્યા વગર પ્રેમ કરતી.

એક દિવસ તૃષા અને મહેક એક ગાર્ડનમાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યાં વિકાસ નો મિત્ર છૂપી રીતે તે બંને ને જોઈ જાય છે ને આ વાત વિકાસ પાસે જઈ કરે છે
વિકાસ ત્યાં ગાર્ડનમાં પહોંચે તે પહેલાં બંને એક બીજાના ઘરે જતા રહે છે. વિકાસ ઘરે આવી તૃષા ને મારે છે ને વોર્નિંગ આપે છે જો બીજીવાર મહેક ને મળીશ તો તારું કૉલેજ જવાનું બંધ થઈ જાસે. પણ ભાઈ ની વોર્નિંગ ની પરવા કર્યા વગર ફરી મહેક ને મળવા લાગે છે.

થોડા દિવસ પછી વિકાસ તૃષા અને મહેક ને ગાડી પર જોઈ જાય છે. મહેક ની ગાડી રોકી ઝગડો કરી તૃષા ને સાથે ઘરે લાવે છે ને તેને થપ્પડ મારી એક રૂમમાં પૂરી દે છે. ને તેનો ફોન લઈ લે છે.

બે ત્રણ દિવસ થયા પણ તૃષા કૉલેજ માં ન દેખાઈ એટલે મહેક તેને ફોન કરે છે પણ તૃષા નો ફોન બંધ આવે છે. મહેક ને ચિંતા વધી જાય છે. તે વિચારે છે કે આ કામ તેનું ભાઈ કરે છે એટલે મહેક વિકાસ ની ઘરે જાય છે. વિકાસ ત્યાં તેની સાથે ઝઘડો કરે છે ને ત્યાં થી જતાં રહેવાનું કહે છે. તૃષા ને અવાજ કરે છે પણ તૃષા ઊંઘ માં હોવાથી તેનો અવાજ સાંભળી શકતી નથી ને મહેક ને લાગે છે વિકાસે તેને દૂર મોકલી દીધી હસે.

આખી રાત મહેક ને ઊંઘ નથી આવતી તે વારેવારે તૃષા ને ફોન કરે છે પણ ફોન બંધ બતાવે છે. મહેક તૃષા વિશે વિકાસ ને તો કહી ન શકે તો વિકાસ સિવાઈ તો કોઈ કહી ન શકે કે તૃષા ક્યાં છે. વિચાર કરી થાકી ને સૂઈ જાય છે.

સવારે કૉલેજ જતી વખતે તૃષા ની ફ્રેન્ડ મળે છે. વિકાસ તેને તૃષા વિશે કહે છે પણ તેને પણ તૃષા ની કોઈ ખબર હોતી નથી. વિકાસ તેને તૃષા ને શોધવા કહે છે. તે મહેક હા કહી સાંજે તેના ઘરે જઈ ને કહીશ એવું કહી તે ત્યાં થી નીકાળી જાય છે.

બીજે દિવસે તૃષા ની ફ્રેન્ડ સમાચાર લાવે છે કે તેની કાલે સગાઈ છે પણ ક્યાં છે તે મને કોઈએ કહ્યું નથી. હજુ હું ટ્રાય કરું છું જો કોઈ માહિતી મળશે તો તરત તને જાણ કરીશ. ત્યારે મહેક કઈ કરી શકતો નથી. ને દુખી દુખી થઈ રડયા કરે છે. સગાઈ થઈ ગઈ છે તે સમચાર સાંભળી મહેક ગમગીન બની જાય છે ને કૉલેજ આવવાનું બંધ કરી દે છે.

કૉલેજ મહેક દેખાયો નહિ એટલે તેના ફ્રેન્ડ્સ તેના ઘરે જાય છે. ને તેને આશ્વાસન આપે છે કે અમે તૃષા ને ગોતવા મા કોઈ કસર નહીં છોડીએ. બધા ફ્રેન્ડ્સ તૃષા ની શોધવા આકાશ પાતાળ એક કરી દે છે ને આખરે તૃષા ની ભાળ મળે છે. એક મિત્ર તૃષા ક્યાં છે તે જણાવે છે પણ સાથે બીજા સમાચાર એ આપે છે કે બે દિવસ પછી તૃષા ના મેરેજ છે. મહેક તો પડી ભાંગે છે પણ તેના મિત્રો તેને પ્રોમીસ આપે છે તમને બંને ને ભેગા કરવા જાન ની બાજી પણ લગાવી દઈશુ આ સાંભળી મહેક ને હિંમત આવે છે ને બધા તે દિવસે સાથે મળીને ત્યાં જઈ તૃષા ને લઈ આવીશુ એવું વચન બદ્ધ થાય છે.

તે તૃષા ના લગ્ન થવાના હોય છે. વિકાસ તેના ફ્રેન્ડ્સ પહેરેદારી કરવા ત્યાં તૈનાત કરે છે. બધુ બરાબર આયોજન કર્યું હોય છે. બસ સમય આવ્યો તૃષા ને મંડપ મા આવવાનો એટલે વિકાસ તૃષા ને લઈ મંડપ માં લાવે છે. ને પછી દુલ્હા ત્યાં આવી તૃષા ની બાજુમાં બેસી જાય છે. વિકાસ ના કહેવાથી પંડિત મંત્ર શરૂ કરે છે. ત્યાં મહેક અને તેના ફ્રેન્ડ્સ આવી જાય છે. પહેલા તો વિકાસ ના મિત્રો સાથે થોડી તું તું મેં મેં થાય છે પણ વિકાસ આ બધાને જોઈ જાય છે એટલે તેને આવવા દે એવું કહે છે. મહેક સાથે ફ્રેન્ડ્સ પણ વિકાસ પાસે આવે છે. મહેક વિકાસ ને સમજાવે છે પણ વિકાસ કોઈ વાત માનતો નથી ત્યાં તૃષા ઊભી થઈ ને ભાઈ ને સમજાવે છે.

ભાઈ મારી ખુશી મહેક માં છે. તું નથી ઈચ્છતો કે હું ખુશ રહું. હું મહેક ને પ્રેમ કરું છું. જો ભાઈ તું કહીશ તેમ હું કરીશ પણ એક વાર મારી સામુ જોઈને કહે કે મહેક તારા યોગ્ય નથી તો હું ખુશી ખુશી તું કહીશ તેમ કરીશ. વિકાસ બહેન સામુ જોઈ બહેન ના આંસુ જોઈ શકતો નથી ને મહેક સામુ જોઈ ને તેનો હાથ પકડી ને મંડપ માં લઈ જઈ પેલા દુલ્હા ને ત્યાં થી ભગાડી મહેક અને તૃષા ના લગ્ન કરાવે છે.

જીત ગજ્જર