લો કૉલેજ ની લાઇબ્રેરી મા બધા સ્ટુડન્ટ શાંતિ થી વાંચી રહ્યા હતા. હું પણ ત્યાં લો ની બૂક વાંચી રહ્યો હતો. ત્યાં મારી નજર ન્યુ સ્ટુડન્ટ માઈકલ પર પડી, તે વાંચવામાં મશગુલ લાગી રહ્યો હતો. ત્યાં ક્લાસ શરૂ થાય તે પહેલા બધા લાઇબ્રેરી માંથી નીકળી ક્લાસ રૂમમાં બેસી ગયા. તે દિવસે મારી નજર માઈકલ પર હતી બધા વાતો કરી રહ્યા હતા પણ માઈકલ એકદમ શાંત હતો મને એમ લાગ્યું કે ન્યુ સ્ટુડન્ટ છે એટલે. પણ ક્લાસ શરૂ થયો ને માઈકલ ને પ્રોફેસરે તેને પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપ્યો ત્યારે ખબર પડી કે માઈકલ ને બોલવામાં તકલીફ પડે છે. તે દિવસે બધા સ્ટુડન્ટ્સ તેની મજાક ઉડાવી પણ એક છોકરીને આ ગમ્યું નહીં તે હતી તૃપ્તિ. તે બસ માઈકલ સામે જોઈ રહી હતી ને મનમાં ગુચ્છો દબાવીને બેઠી હતી. ક્લાસ પુરો થયો બધા ઘરે જતા રહ્યા.
એક દિવસે અમારા ક્લાસ પ્રોફેસરે એક કેસ સોલ કરવા બધાને કહ્યું. કેસ બોર્ડ પર લખ્યો હતો. બધાને ત્રીસ મિનિટ નો સમય આપવામાં આવ્યો હતો. સમય પૂરો થયો એટલે પ્રોફેસરે બધા પાસેથી જવાબ લીધો. બધાનો જવાબ થોડો ઘણો ખોટો હતો પણ જ્યારે માઈકલે જવાબ આપ્યો જવાબ આપવામાં માઈકલ ને ઘણીવાર લાગી હતી. તો બધાએ મજાક ઉડાવી પણ તેના જવાબ થી પ્રોફેસર ખુશ થયા. ને તેને શાબાશી આપી. અને બાકીના સ્ટુડન્ટ્સ ને વોર્નિંગ આપી કે કોઈ તેની મજાક કે મશ્કરી કરશે તો હું ક્લાસ બહાર કરીશ. માઈકલ ના જવાબથી એક પ્રોફેસર અને તૃપ્તિ પ્રભાવિત થયા હતા.
ક્લાસ બહાર નીકળતા તૃપ્તિ માઈકલ ને અભિનંદન પાઠવે છે. માઈકલે તેને થેન્ક..... યુ કહ્યું. બંનેએ સામ સામી સ્માઈલ આપી છૂટા પડ્યા. તૃપ્તિ માઈકલ ના આ ટેલેન્ટ અને સ્વભાવ તેને ખૂબ ગમ્યો પણ એક તેને સમજાઈ નહીં કે તેને બોલવા મા તકલીફ પડે છે તો પણ લો કેમ જોઈન કર્યું.
બીજા દિવસે ક્લાસ માં તૃપ્તિએ પોતાની બેસવાની જગ્યા ફેરવી તે માઈકલ ની બાજુમાં બેસી. માઈકલે તેને વેલ....કમ કર્યું. બંને સામુ જોઈ સ્માઈલ કરી ખબર નહીં તૃપ્તિ ને માઈકલ ની સ્માઈલ ખુબ ગમતી હોય તેવું લાગ્યું તે અવારનવાર ક્લાસ મા તેની સામુ જોતી. માઈકલ ને પણ સારું લાગતું એક પ્રોફેસર સિવાઈ કોઈ તેની સામુ જોતું ન હતું ને હવે તૃપ્તિ થઈ. માઈકલ તૃપ્તિ પાસે બેસવાથી થોડો બદલાવ જરૂર આવ્યો પેલા બીજા સ્ટુડન્ટ સામે થોડા ગૂંચ્છે થી જોતો જે હવે સ્ટુડન્ટ ગમે તે કહે પણ તેની સામુ પ્રેમ થી જોઈ તે વાત ને ઈગનોર કરતો.
તૃપ્તિ માઈકલ ની સાથે બેસવાથી સારા દોસ્ત બન્યાં. એક બીજા બૂક તો સેર કરતા પણ સાથે સાથે વાતો પણ સેર કરવા લાગ્યા. બીજાં સ્ટુડન્ટ ને થોડી ઇર્ષા થતી પણ કાંઈ બોલી શકતા ન હતો કેમકે તેને તૃપ્તિ નો ડર હતો કે કાંઈક કહેશે તો. પ્રિન્સીપાલ ને વાત કરશે તો. એટલું આ બંનેને હવે કોઈ પરેશાન કરતું ન હતું. બંને લો ના અભ્યાસમાં પૂરતુ ધ્યાન આપતા.
એક દિવસ પ્રોફેસર બધાને એક એક હેન્ડલ કરવાનું સોંપે છે. તે કેસ લોકલ કોર્ટમાં લડવાનો હોય છે. પ્રોફેસર બધું સમજાવી દે છે. ને છેલ્લે બધાને તમે બે જોઇન્ટ થઈ શકતો તેવું કહ્યું પણ કેસ તો બધાને વારાફરતી લડવો પડશે. બધાને પોત પોતાનો ડેટ અને સમય મળી જાસે તમે આજ થી તે કેસ પર સ્ટડી કરવા માંડો.
તૃપ્તિ માઈકલ સામુ જોઈ કહ્યું તું મારો કેસ પાર્ટનર બનીશ ? જે જોતું હોય ને મળી ગયું હોય તેમ માઈકલ સ્માઈલ કરી હા પાડી. બંને હવે તે કેસ પર સ્ટડી કરવા લાગ્યા. જોત જોતામાં તે કેસનો ડેટ અને સમય આવી ગયો બંનેના કેસ એક સમય પર હતા. તેઓએ કમ્પલેટ તૈયારી કરી હતી બંને ને વિશ્વાસ હતો કે કેસ તો અમે જીતી છુ.
લોકલ કોર્ટમાં કેસ શરૂ થયો. માઈકલ તૃપ્તિ ને ઈશારા થી સમજાવતો તે પ્રમાણે તૃપ્તિ દલીલ કરતી. તેમણે ખૂબ સારું પર્ફોર્મન્સ આપ્યું ને તે કેસ જીતી ગયા. બંનેના ચહેરા પર ખુશી હતી પણ તે કોર્ટમાં વ્યક્ત કરી શકે તેમ ન હતા એટલે બહાર જઈ બને ગળે વળગીયા. બંને બહું ખુશ હતા એકબીજાને છોડી પણ શક્તા ન હતા. ત્યાં તો તૃપ્તિ ના મુખ માંથી શબ્દો સરી પડ્યા.
આઈ લવ યુ.... માઈકલ
માઈકલ તો બે ઘડી તેની સામુ જોઈ રહ્યો. તેણે પણ પોતાનામાં રહેલી લાગણી વ્યક્ત કરી દીધી. આઈ.... લવ..... યુ તૃપ્તિ.
જીત ગજ્જર