Premno Sparsh in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમનો સ્પર્શ

Featured Books
  • विलक्षण - 1

    विलक्षण १ जानेवारी २०२५जानेवारीचा महिना हवेत खुप गारवा होता....

  • आसरा

    आज त्याचा वाढदिवस होता अप्पाना माहित होते की, आज तो येणार भे...

  • पत्र सुमने..तुझी खास वाक्ये भाग ६

    प्रिय सोनाआपले शेजारी वर्षातील बरेच दिवस बाहेरगावी असतघरी आल...

  • मोफत मिळालं की महान

    मोफत मिळालं की महान: मानवी मानसिकतेवर एक शुद्ध विनोदी प्रहार...

  • Marine Drive

    आज Marine Drive ला भेटायचं ठरलं होतं. संध्याकाळी सात वाजता भ...

Categories
Share

પ્રેમનો સ્પર્શ

ટ્રેન ના આવવાનો સમય થઈ ગયો હતો. અચાનક દિલ્લીમાં જોબ મળતા વિકાસ ઓનલાઇન ટિકિટ બૂક કરાવી શક્યો નહીં એટલે વિકાસ આવનારી મુંબઇ - દિલ્લી ની ટ્રેન ની વડોદરા થી રાહ જોઈ રહ્યો હતો. પોતાનો સામાન પેક કરી લીધો હતો. જોબ મળવાના ઉત્સાહ થી ટ્રેન ની રાહ મા થોડી થોડી વારે ટાઇમ જોઈ રહ્યો હતો. સામે થી ટ્રેન આવતી જોઈ તરત સામાન લીધો ને ટ્રેન પાસે ઊભો રહ્યો. ટ્રેન મા ચઢી ને આમ તેમ જોઈ સીટ ખાલી છે કે નહીં તે જોવા લાગ્યો. બહુ આમ તેમ ભાગ્યો આખરે એક સીટ મળી ત્યાં જઈ બેસી ગયો. બાજુમાં ત્રણ મહિલાઓ અને સામે પણ મહિલાઓ જ બેઠી હતી. થોડી વિકાસ ને શરમ લાગી. ટ્રેન ઉપડી એટલે બેગ માંથી બૂક કાઢી વાંચવા લાગ્યો.

ટ્રેન લોકલ હતી અમદાવાદ આવતા ઘણો સમય લાગ્યો. બપોરના ચાર વાગ્યા હતા એટલે થોડો સમય ત્યાં ઊભી રહી. વિકાસ પોતાની બૂક વાંચવામાં તલ્લીન હતો. ટ્રેન ઊપડી ને આગળ વધી ત્યાં તે ડબ્બામાં એક ખૂબ સુંદર છોકરી આવી તેણે પણ આમ તેમ જોયું પણ જગ્યા ન મળતાં વિકાસ પાસે આવી ઊભી રહી. વિકાસ તેની સામે જોઈ રહ્યો હતો થોડી હેલ્પ કરવાની ઇચ્છા થઈ પણ તેને પણ લાંબી મુસાફરી હતી એટલે તે ચુપ રહ્યો. 

તે છોકરી મારી બૂક જોઈ રહી હતી. વિકાસ સમજી ગયો તેને આ બૂક વાંચવી છે પણ ચાલુ ટ્રેન અને ઉભા ઊભા વાંચી કેમ શકે એટલે બાજુમાં બેઠેલી મહિલાને વિકાસે કહ્યું આંટી થોડી જગ્યા કરો તો આ છોકરી અહીં બેસી શકે. પણ મહિલાઓ એ ના પાડી દીધી ને કહ્યુ બહું હમદર્દી હોય તો તું ઊભો થઈ જા. વિકાસ આ સાંભળી ઊભો થયો ને પેલી છોકરીને ત્યાં બેસાડી ને તેને બૂક આપી તે ઊભો રહ્યો. તે છોકરી બૂક વાંચવા લાગી ને વિકાસ સોંગ સાંભળવા લાગ્યો.

સાંજ પડી એટલે એટલે તે છોકરી ઊભી થઈ ને વિકાસ ને બેસવાનું કહ્યું. વિકાસ ત્યાં બેસી ગયો ને થોડો નાસ્તો કર્યો ને તેને પણ આપ્યો. વિકાસ ને તે મહિલાઓ પરેશાન કરવા લાગી તેને ટક્કર મારી રહી હતી. વિકાસ કઈ બોલી શકે તેમ ન હતો પણ તે છોકરી સમજી ગઈ કે આ છોકરો સીધો સાદો છે. પણ આ યોગ્ય ન લાગ્યું એટલે સામે એક સિંગલ સીટ પર મહિલા બેઠી હતી તેને વિકાસ ની સીટ બેસવાનું કહ્યું તે ત્યાં વિકાસ ની સીટ પર બેસી ને વિકાસ તે મહિલાની સીટ પર. વિકાસ ને તે સીટ આરામદાયક લાગી. ને તે છોકરી ને થેન્ક યુ કહ્યું તે છોકરીએ વિકાસ ની સામે સ્માઈલ કરી. વિકાસ ફરી સોંગ સાંભળવા લાગ્યો. 

રાતના અગિયાર થયા એટલે વિકાસે જોયું તો પેલી છોકરી ને ઊંઘ આવી રહી હતી એટલે તે ઊભો થયો ને તેને બેસાડી. તેને થોડી જગ્યા લાગી એટલે વિકાસ ને બાજુમાં બેસવાનું કહ્યું પહેલા ના કહી પણ પછી રાત હતી એટલે બેસી ગયો. બંને વાતો કરવા લાગ્યા.
હું આકાંક્ષા તમે ? 
હું વિકાસ. જોબ માટે દિલ્લી જઈ રહ્યો છું.
ગુડ કહી આકાંક્ષા બોલી હું પણ દિલ્લી જઈ રહી છું જોબ માટે.

બંને એક બીજા સામે જોઈ સ્માઈલ કરી. ત્યાં વિકાસ ને સીટ પર બેસવામા કમ્ફટેબલ ન લાગ્યું એટલે ઊભો થયો. ત્યાં આકાંક્ષા સમજી ગઈ એટલે તે ઊભી થઈ ને વિકાસ ને બેસવાનું કહ્યું વિકાસ સીટ પર બેસી ગયો પછી તે વિકાસ ના ખોળામાં બેસી ગઈ. પહેલી વખત વિકાસ ના ખોળામાં કોઈ છોકરી બેસી હતી એટલે અલગ ફીલ કરી રહ્યો હતો. આકાંક્ષા નો સ્પર્શ તેને હૂંફ આપી રહ્યો હતો. આકાંક્ષા ના શરીરનો ટચ પહેલી વાર મહેસુસ કરી રહ્યો હતો. બંને નજીક થી વાતો કરવા લાગ્યા ને બાર વાગ્યા એટલે બંનેને ઉંઘ આવી ગઈ.

આકાંક્ષા ને પગમાં ખાલી ચડી રહી હતી પણ વિકાસ સૂઈ ગયો હતો એટલે તેને પરેશાન કરવા માંગતી ન હતી પણ સહન ન થતાં તે આમ તેમ હલવા લાગી તેમાં વિકાસ જાગી ગયો. આકાંક્ષા ની સામે જોઈ વિકાસ સમજી ગયો એટલે ઊભો થયો ને સીટ પર બેસીને આકાંક્ષા ને તેના ખોળામાં બેસાડી. આકાંક્ષા ને ઊંઘ આવી રહી હતી એટલે તે જોકુ આવતા પડે તેમ હતી એટલે વિકાસ ના બંને હાથ લઈ તેને આગળ ના ભાગે જોડયા. વિકાસ આ અહેસાસ તેને ઊંઘ હરામ કરી રહ્યો હતો તેનો હાથ આવી રીતે રહેતાં તે અલગ ફીલ કરી રહ્યો હતો. પોતે કન્ટ્રોલ કરી શકતો ન હતો. વિકાસ ના હલનચલન થી આકાંક્ષા સમજી ગઈ એટલે પ્રેમ થી કહ્યું કિસ કરવાની ઇચ્છા થઈ છે ને મને પણ થઈ છે. રાત ના બે વાગ્યા હતા એટલે બધા સૂઈ ગયા હતા. આકાંક્ષા વિકાસ ના ખોળામા અવળી બેસી ગઈ. હવે બંને નો ચહેરો બહું નજીક અને સામ સામે હતો. વિકાસ ગભરાટ માં તે આકાંક્ષા ને કિસ કરી શકતો ન હતો. એટલે આકાંક્ષા એ પોતાના હોઠ વિકાસ ના હોઠ પાસે રાખ્યા એટલે વિકાસ હવે આકાંક્ષા કિસ કરવા લાગ્યો. વિકાસ ની આ પહેલી કિસ હોય તેમ લાગી રહ્યું હતું. તેણે બહુ લોંગ કિસ કરી પછી એક બીજા બાહોમા સમાઈને સૂઈ ગયા.

સવાર થયું એટલે બધા જાગ્યા પહેલા તે જાગી ગયા ને ફ્રેશ થઈ બાજુ બાજુમાં બેસી ગયા. એક સ્ટેશન આવતા વિકાસે નાસ્તો લીધો બંનેએ નાસ્તો કર્યો ને બંને એક બૂક વાંચવા લાગ્યા. પણ રાત ની પળો તેને યાદ આવી રહી વિકાસ આકાંક્ષા ની વારે વારે સામુ જોઈ રહ્યો હતો પણ દિવસ હતો એટલે કઈ કરે તો બધા તેની સામુ જુએ. એટલે થોડી વાર બૂક વાંચે તો થોડીવાર માટે બંને ટ્રેનના દરવાજા પાસે બેસી વાતો કરતા. બંને એકબીજા ની બધી વાતો સેર કરી. આમ ફરી સાંજ પડી.

બંને ટ્રેનના મુસાફરો સૂઈ જવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં સુધી બંને વાતો કરતા. બંને ને ઊંઘ તો આવતી તી પણ પ્રેમ ની ઘેલછા તને ઊંઘ આવવા દેતી ન હતી. એક બીજા વારે વારે સામુ જોઈ ઇશારા કરતા કે સૂઈ ગયા બધા. આખરે બધા સૂઈ ગયા. બંને હવે એક બીજાને પ્રેમ કરવા લાગ્યા. પહેલા તો ગળે વળગી રહ્યા પછી કિસ કરવા લાગ્યા. બંને પ્રેમ કરતા કરતા સૂઈ ગયા.

સવાર થયું એટલે જાગીને જોવે છે તો દિલ્લી આવી ગયું હોય છે. જલ્દી જલ્દી ફ્રેશ થયા ને પોતાનો સામાન પાસે રાખ્યો. બંને એ એક બીજા સામે જોઈ સ્માઈલ કરી ને એકબીજાના મોબાઇલ નંબર લીધા. સ્ટેશન આવતા બન્ને નીચે ઉતર્યા ને પોત પોતાના રસ્તે નીકળી પડ્યા.

જીત ગજ્જર