Revenge Prem Vasna Series - 2 books and stories free download online pdf in Gujarati

રિવેન્જ - પ્રકરણ - 43

રિવેન્જ પ્રકરણ-43

અન્યાં માં પાપા સાથે વાત કરી રહેલી અને રાજનો ફોન આવી ગયો. એણે અચાનક જ લગ્નથી વધામણી આપી દીધી કહ્યું "તું અહીંથી ગઇ પછી પાપાએ કહ્યું તમે લોકો લગ્ન કરી લો. હવે મને પણ એવું થાય છે કે ઘરમાં વહુ આવી જાય તો સારું મારી ફરજ પુરી થાય અને હવે હૃદયની આ બિમારીએ મને ચેતવી દીધો છે દીકરા... તું અન્યાને કહી દે કે એ એનાં પેરેન્ટસ પાસે ગઇ છે તો વાત કરીલે એની ફેમીલીમાં.... હું નાત જાતમાં માનતો નથી. અન્યા રૂપકડી અને ડાહી છોકરી છે તમે લોકો મારાં જીવતાં સેટલ થાવ અને હું દાદા બની જઊં.

રાજતો આશ્ચર્યચક્તિ થઇ ગયેલો જ્યારે એનાં પાપાએ આવી વાતો કરી... એને થયું પાપામાં અચાનક જ આવો બદલાવ કેવી રીતે આવ્યો ! એ પણ ખુશ થયો અને પછી તરત જ અન્યાને ફોન લગાવ્યો. આમ પણ અન્યાનાં ગયાં પછી વાત નહોતી થઇ શકી.

અન્યાને રાજની વાત સાંભળીને જાણે ચક્કર જ આવી ગયાં. એણે માંડ માંડ પોતાની જાત પર કાબુ રાખ્યો એની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યા. આ કેવી પળ આવી ગઇ ? હવે હું શું કરીશ ? એણે મનોમન માં કાળીને યાદ કરી લીધી... હજી હમણાં તો પાપાને કહ્યુ કે મને માં કાળી પાસે લઇ જાવ.. એ ત્યાં જઇને તો આવી જ હતી પણ ઊંડે ઊંડે હજી માં પાસે જવાની જ ઇચ્છા થઇ આવી હતી અને અચાનક રાજે જાણે વધામણી આપી દીધી.

રાજ કહીને ખૂબ જ ખુશ લાગતો હતો... એને હું કેવી રીતે જણાવીશ ? શું કરીશ ? લગ્ન એ પ્રેત સાથે ? આ કેવી અવડંબના આવી છે માં ? કંઇક રસ્તો બતાવ માંની સ્તુતિ કર્યા પછી એણે આંખૌ બંધ કરી દીધી.

માં-પાપા અન્યાને જોઇ રહેલો.. એણે રાજ સાથે ફોનમાં વાત કરીને પછી ચૂપ થઇ ગઇ ? આંખોમાં એની આંસુ આવી ગયા ? શું થયું ? કોઇ અવળા કે ખરાબ સમાચાર આવ્યા ? શું થયું અન્યા ? રૂબીએ પૂછ્યું ? રૂબી અને સેમનાં ચહેરાં પર પણ ઉદાસી છવાઇ ગઇ.

અન્યાએ થોડીવાર આંખો મીંચેલી રાખી અને આવેલા આંસુ લૂછીને માં પાપાની સામે જોયું અને બોલી ઉઠી. અરે તમે લોકો કેમ આમ ઉદાસ થઇ ગયાં ? અન્યાએ સ્વસ્થતા ધારણ કરીને એકદમ મૂડ ચેન્જ કર્યો અને હસતાં હસતાં કહ્યું" માં એનો રાજનાં પાપાએ એવું કહેરાવ્યું છે કે... હું તમારી સાથે રાજ સાથેનાં લગ્નની બધી વાત કરી લઊ. એમને હવે લગ્ન કરાવવાની ઉતાવળ આવી છે.. અને એમને તો ખબર પણ નથી કે હું ફીલ્મમાં કામ કરું છું. .. રાજે જણાવવા ના પાડી છે એમને બિલકુલ પસંદ નથી...

રૂબીએ કહ્યું "અરે દિકરા આતો આનંદની વાત છે વધામણી આપી કહેવાય તો તારી આંખમાંથી આંસુ કેમ આવી ગયાં ? એ ખબરના પડી અને તું એકદમ મૌન થઇ ગઇ.

અન્યાએ કહ્યું "માં આનંદના સમાચાર હતાં એટલે ખુશીથી આંખો ઉભરાઇ આવી હતી બીજુ કોઇ કારણ નથી.

રૂબીએ કહ્યું "ચાલો સરસ થયું એ લોકેએ સામે ચઢીને યોગ્ય સમયે જ વાત કાઢી છે તો આપણે વધાવી જ લેવાની છે બેબી... અમે પણ તને સેટલ જોવા ઇચ્છીએ છીએ એનો પાપાને ફીલ્મ લાઇન ના ગમતી હોય તો તારે કામ નહીં કરવાનું... આ લીધેલી ફીલ્મ પુરી કરી દે બસ...

સેમે કહ્યું "ડોલ, તારી મોમની વાત સાચી છે તું આ ફીલ્મ પુરી કરીને આ લાઇન જ છોડી દે... સારું સુખ ફેમીલીમાં છે તારુ નામ આમ પણ થઇ ગયું છે.

રૂબીએ કહ્યું "બેટા એક વાત તને ઘણાં સમયથી પૂછવાની હતી પણ ભૂલી જવાતી હતી... રાજની માં ક્યાં છે ? એમને ક્યારેય જોયા નથી એમની વાત નથી ખબર... એ એમની સાથે નથી રહેતાં કે ગોડ પાસે ગયેલાં છે ? શું વાત છે ? જણાવ... અમારાંથી અજાણતાં કોઇ ભૂલ ના થાય.

અન્યાએ કહ્યું એની મધર આશ્રમમાં રહે છે હું પણ વધારે કંઇ જાણતી નથી. નોપ.. જીવે છે અને રાજને મળે છે પણ વધુ કંઇ ખબર નથી. જાણ થશે જણાવીશ અને અન્યાને માંની વાત ઉપરથી રાજ સાથે લગ્ન અંગે વાત કરવા માટે મોટો મુદ્દો મળી ગયો અને માં કાળીનો આભાર માન્યો. માં રૂબીનો, મોઢે વાત કઢાવી ને મને મુદ્દાનો સંકેત આપી દીધો એ મનોમન રાજી થઇ ગઇ.

સેમે કહ્યું "અન્યા તું પૈસા પણ સમયસર લઇ આવી એમ કહીને જોરથી હસી પડ્યાં. આ પૈસા તારાં લગ્નની તૈયારી ઘરેણાં વિગેરમાં ખર્ચાશે.

રૂબીએ તરત જ કહ્યું "ના આ અન્યાનાં પૈસા છે અને એ એની બચતમાં મૂકી દેજો. અને એનાં લગ્ન મારી તો મારી વરસોની બચત અને તૈયારી છે જ. એકવાર બધું નક્કી થઇ જાય પછી જુઓ મારો સપાટો હું બહુજ તૈયાર કરાવી લઇશ. મારી અન્યાને સોના હીરાથી મઢી દઇશ.

અન્યા તો મોમની વાતો સાંભળીને અંદરને અંદર નિરાશ થઇ ગઇ.... મનમાં બોલી ઉઠી... માં હવે આ પ્રેતનો કંઇ જ ના ખપે હવે આવતાં જન્મે તમારી દીકરી થઇને જન્મું ત્યારેજ તમારાં આ બધા કોડ અને હોંશ પુરી કરજો.

મોમે કહ્યું "કેમ પાછી શું વિચારોમાં પડી ગઇ ? અન્યા દીકરા જ્યારથી આવી છું ત્યારથી હું જોઇ રહી છું કે તું પહેલાં કરતાં ઇમોશનલ અને મારાથી દૂર દૂર રહેતી હોય એવું લાગે છે... થોડીક અજાણી અજાણી લાગે છે અને વારે વારે વિચારોમાં ગૂમ થઇ જાય છે શું થયું છે દીકરા ? મુંબઇ બધું બરાબર છે ને ? કોઇ ચિંતા નથી ને ? આ તારી માંની આંખ અને હૃદય ખૂબ પ્રબળ છે મારું માર્કીંગ ખોટું ના જ હોય.. હું તને ના ઓળખું તો કોણ ઓળખે ? બોલ દિકરા શું વાત છે ? મનમાં ના રાખીશ બોલ બેટા....

અન્યાએ કહ્યું "અરે માં એવું કંઇ જ નથી ઘણાં સમયે આવી અને થોડી થાકી છું માં... વિચારો મન શરીર બધાથી જાણે થાકી છું. પૈસો ઐશ્વર્ય માન મરતબો, રૂપ, શૃંગાર, મોટાઇ, પાર્ટી ફંકશન આ બધું હું તને શું કહું ? આ બધામાં તારી અસલ અન્યાતો કયાંક ખોવાઇ જ ગઇ છે હું... હવે હું જ નથી રહી બસ એજ સત્ય.. હવે થાકી છું. માં.. મારે બધુંજ છોડી દેવું છે મને થોડામાં જ ઘણો ધરાવો થઇ ગયો છે. એમ બોલતી બોલતી અન્યા રૂબીનાં ખોળામાં ચહેરો ઢાંકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી, રૂબીએ એ રડવા દીધી સેમ અને રૂબીની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યાં ત્રણે જણાં એકબીજાને વળગીને ધ્રુસ્કે ધુસ્કે રડી રહ્યાં.

થોડીવાર ત્રણે જણાં અન્યાની માનસિકતા - સ્થિતિ અને પીડાથી જાણે હલબલી ગયાં અને રડીને થોડાં શાંત થયા. સેમે કહ્યું "દીકરા હવે મુંબઇ જ નથી જવાનું તારે અહીં અમારી પાસે જ રહેવાનું છે. અમારી ભૂલ જ થઇ ગઇ છે તને એકલીને આમ છોડીને કોલકતા આવી ગયાં.

રૂબી કહે "મુંબઇ નથી જવાનું ના કહો. એ નથી ચાલવાનું પરણીને પણ મુંબઇ જ રહેવાનું છે પણ હવે એકલી નહીં મૂકીએ... રૃબીએ પાણી લાવીને અન્યા અને સેમને આપ્યુ. પછી અન્યાએ કંઇક વિચાર કરીને કહ્યું માં તું અને પાપા તૈયાર થઇ જાઓ ત્યાં સુધીમાં હું રાજ સાથે વાત કરી લઊં.

સેમે કહ્યું ભલે દીકરા તું વાત કરી લે.. કહી દે કે અમને મંજૂર છે. તમે જ્યારે કહેશો ત્યારે અને તૈયારી કરી દઇશું પણ એક જ વાત છે અમે બસ તમે ખુશ જોવા જ ઇચ્છીએ છીએ એથી વિશેષ કંઇ નહીં.

અન્યા કહે ઓકે એમ કહીને એ લોકોને તૈયાર થવા જવાનું કહીને એ બાલકનીમાં આવી ગઇ અને રાજને ફોન કર્યો એ માનસિક રીતે બરાબર પ્રીપેર થયેલી હતી. રાજે ફોન ઊંચક્યો સાથે અન્યાએ કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન ડાર્લીંગ રાજ.. માં પાપા એકદમ રાજી રાજી છે અને કહ્યું છે કે રાજને કહેજે એનાં પાપા જ્યારે કહે ત્યારે અમારી તૈયારી છે. બસ... રાજ એકદમ ખુશ થઇ ગયો એણે કહ્યું "વાહ ડાંર્લીંગ પાપા તો આ સમાચાર જાણીને ખૂબ જ ખુશ થઇ જશે.

એય અન્યા હવે તો પાપા જે સમય જણાવે એ સમયે આપણી શહનાઇ વગડાવીશું. ખૂબ ધામધૂમથી લગ્ન કરીશું. આખું મુંબઇ જોતું રહેશે અને આપણાં લગ્ન થશે ડાર્લીંગ લવ યું હું હવે સૂઇજ નહીં શંકુ લગ્નની તૈયારી - હનીમુનનું સ્થળ, હોટલ- કે ક્યાં ? સાત સમુંદરને પાર.બસ હું અને તું એય લવ યું.

અન્યાએ કહ્યું "એય મારાં વરરાજા... મારું પણ એવું જ થશે અને એક અગમ્ય નિસાસો નાંખી કહ્યું "રાજ મારી એક શરત છે તારે માનવી પડશે... રાજે કહ્યું શું ??

પ્રકરણ-43 સમાપ્ત.