Dil kahe che - 17 - Last part books and stories free download online pdf in Gujarati

દિલ કહે છે - 17 (સંપૃણ)

"લાગણીના આ મેળામાં દિલની કયાં કિમત છે
પ્રેમના સંબધમાં વિશ્વાસ જ એક જિંદગી છે
રમત હજુ અધુરી છે ને જિંદગી ચાલે છે
ક્ઈ બાજી કયારે પલટે તે કયાં કોને ખબર છે
સમયના વહેણમાં વિચારો અવિચલ વહે છે
ને તારા વગર આ જિંદગી એમ જ રહે છે. "

તે ગુથ્થાઈ ગયેલા શબ્દોની કડી આજે સમજ આવે છે મને, કે જિંદગી ખાલી રમત છે. તેમાં કોઈ હારે છે ને કોઈ જીતી બતાવે છે. જે પણ મળ્યું તે કંઈક નવી જ બાજી લઈ ને આવ્યું. પહેલાં માં-બાપે એકલી મુકી દીધીને હવે વિશાલ પણ મને એકલી મુકી ચાલ્યો ગયો. શું મારા જ કિસ્મતમાં આવું લખ્યું હશે....??? હું વિચારી પણ નથી શકતી કે જેને મે મારી જિંદગી કરતા પણ વધારે પ્રેમ કર્યા તે જ બધા મારી જિંદગીથી અલવિદા થઈ ગયાં.

"ઈશા, તું મને જેટલો વધારે રોકવાની કોશિશ કરી તેટલી જ તારી લાગણી મારા દિલને તકલીફ દેશે, હું તારાથી કયારે પણ દુર નથી જવાનો, તારા દિલનો અહેસાસ બની હું હંમેશા તારી સાથે રહીશ"

" જો, તું ખરેખર આવું જ વિચારતો હોય તો હું તને તકલીફ નહીં આપું. પણ જતા પહેલા કંઈક મારે તારી પાસે માંગવું છે. મારે તારુ પ્રતિબિંબ જોઈએ જે હંમેશા મારી સાથે રહે. વિશાલ, મારે આપણા પ્રેમની કોઈ નિશાની જોઈએ શું તું તારા જેવું બેબી મને આપી શકે????"

હું જે માગું ને વિશાલ ના આપે એવું કયારે બની શકે, તે શબ્દો આજે પણ મનમાં ગુજે છે જયારે પહેલી વાર મે તેને મારી કોખમાં લીધેલો, તેનું ઉ....હા....ઉ...હા કરી રડવું મારા કાનમાં હજુ ગૂંજે છે. આજે વિહાન પાંચ વર્ષનો થઈ ગયો. નાક નકશાથી બિલકુલ જ તે તેના પપ્પા પર ગયો. જિંદગી તકલીફ આપી ને જતી રહી ને હું વિહાનની માં બની ખુશ રહેતા શીખી ગઈ. તેનું હસવું, તેનું મોમ કહી બોલવું, તેનું રડવું, તેને મનાવો બધું જ ઉછળતા દરીયાની જેમ ખુશીના વહાણમાં વહી રહ્યું હતું.

વિચારો એમ જ વહી રહયા હતા ને વિહાન દોડતો મારી પાસે આવે છે. જાણે મારા વિચારોમાં તેને ભંગ પાડ્યો હોય . " મમ્મા, આજે શું આપશો મને ગીફમાં "

" જે તું માગી તે.!!!! બોલ, શું જોઈએ તારે..??? "

" પપ્પા......" મારી આંખો એમ જ પહોળી થઈ ગઈ ને હું તેને બસ એમ જ જોતી રહી.

" હા, મમ્મા, મને પપ્પા જોઈએ." પહેલી વાર વિહાને મારી પાસે કંઈક માગયું હતું.

"બેટા, તું જાણે છે ને તારા પપ્પા આ દુનિયામાં નથી તો તેને કંઈ રીતે લાવી શકાય....!!! ને હું છું ને તારી સાથે તારા માટે, તારા પપ્પા ને મમ્મી બંને......!!! " વિહાન જેટલો જીદી તેટલો જ સમજદાર પણ હતો. તે બધી જ વાત સમજતો એટલે જ મારે તેનાથી કંઈ ચુપાવું નહોતું પડયું.

" મમ્મા, હું જાણું છું કે મારા પપ્પા આ દુનિયામાં નથી પણ, તું બીજા લગ્નતો કરી શકે ને.......????"

"વિહાન, તું જાણે પણ છે કે તું શું બોલે છે.....!!!" તેના પર ગુચ્ચો કરુ તો પણ કેવી રીતે કરુ. તેને શું ખોટું માગયું, પણ, આ શકય નથી તે હું તેને કેવી રીતે સમજાવું.

" મમ્મા, તું મિત અંકલને પપ્પા બનાવને..." તેના શબ્દો પુરા પણ નહોતા થયાં ને મે તેને જોરદાર થપ્પડ મારી દીધી. આટલા વર્ષોમાં આ પહેલી વાર મે વિહાન પર હાથ ઉઠાવ્યો હતો. પણ આ કેવી જીદ.... હા હું માનું છું, મિત મારો બેસ્ટ ફ્રેન્ડ છે, મને સમજે છે પણ તેની સાથે જિંદગી..... હું પણ કેવી રીતે વિચારી શકું.

વિહાન મારાથી ગુચ્ચે થઈ તેની રૂમમાં જતો રહયો ને હું એમ જ હજૂ વિચારો વચ્ચે ધુમતી હતી. વિશાલ, તારી જગ્યાં હું બીજાને કંઈ રીતે દ્ઈ શકું. તું જાણે છે ને પ્રેમ એકવાર જ થાય છે.....ને તે પ્રેમ મે તને કર્યા છે. હું વિહાનની બધી જીદ પુરી કરી શકું, પણ આ નહી. મારી આંખોમાં આશું હતા પણ તે પહેલાં મારે વિ

"વિહાન, પ્લીઝ દરવાજો ખોલ......" હું કેટલા સમયથી દરવાજો ઠોકતી રહી પણ તેને દરવાજો ના ખોલ્યો. મનમાં ફરી ઉલટા વિચાર શરૂ થઈ ગયાં હતાં. એટલામાં મિત પણ ત્યાં આવી પહોંચ્યા ને તેને વિહાન પાસે દરવાજો ખોલ્વયો, વિહાન, હંમેશાં જ મિતની બધી જ વાતો માનતો પણ, આ વખતે તો મિત પણ તેની સાથે હતો. હવે મને વિહાન પર નહીં પણ મિત પર ગુચ્ચો આવતો હતો.

"ઈશા, હું તને એમ નથી કહેતો કે તું વિશાલને ભુલી મને અપનાવી લે, તારી જિંદગી તારી છે પણ કયાં સુધી આમ જિદગીથી ભાગતી રહીશ, શું ખોટું કહે છે વિહાન તને એ જ ને જિંદગીની નવી શરૂઆત કરી લે."

" મિત, તું મને જાણે છે હું વિશાલની જગ્યા કોઈને નથી દ્ઈ શકવાની. મારા માટે તે આજે પણ જીવિત છે"

" તું તારી યાદોથી આખી જિંદગી તો જીવી લઇ પણ એકવાર આ વિહાન વિશે તો વિચારી જો. પછી તારી મરજી, કેમકે, જિંદગી તારી છે ને વિહાનની છે. " આટલું કહીને તે તો વિહાનને લઇ ચાલ્યો ગયો ને હું મારા દિલને પુછતી રહી. આખરે દિલે પણ તે જ ફેસલો લીધો જે તેને મંજુર હતો.

જિંદગી છે તેમાં કેટલા આવે ને કેટલા જાય છે પણ કોઈ એક એવું હોય છે જે આ આખી દુનિયા સમજાવી જાય છે. મારે તો કોઈ નહોતુ ને આ દુનિયામાં. પણ તેના આવતા મને બધું મળ્યું. દિલ હજું પણ તેની જ યાદમાં જીવે છે. જિંદગીની રાહ બદલી છે મે, પણ દિલ તો ખાલી વિશાલને જ દીધું છે. પહેલાં પણ ખુશ હતી ને આજે પણ ખૂશ છું. બસ ફરક એટલો છે કે પહેલાં વિશાલની યાદમાં ખુશ હતી ને આજે વિહાન અને મિતને સાથે ખુશ જોઈને ખુશ થાવ છું. દોડતી જિંદગી સમયને સાથે લઇને સાથે લ્ઈને ચાલે છે ને હું તે સમયની સાથે કદમથી કદમ મળાવી ચાલતા શીખું છે. ને દિલ કહે તે કરુ છું.

♥♥♥♥♥~♥~~♥~~♥♥♥♥♥♥♥♥~♥~~♥~~♥~♥

લાગણી શબ્દ :-

આ સાથે જ આપણી નવલકથા 'દિલ કહે છે' પુરી થઈ. થોડામાં તે ધણું સમજાવી જાય છે, બસ લોકોના વિચારોને તે આધીન હોય છે. ઈશાની જિંદગી જેટલી ખુશ હતી તેટલી જ પ્રેમમાં પડયા પછી બદલી જાય છે. હું એમ નથી કહેતી પ્રેમ જિદગીને ખતમ કરી દેઈ છે પણ, પ્રેમ જેટલો ખુબસુરત છે તેટલો જ તકલીફ પણ આપે છે. શરુયાતથી લઇ અંત સુધી તે તડપાવે છે. જો પ્રેમ જિદગીની રમત હોય તો તે તુટીને વિખેરાઈ જાય છે. પણ જો તે સત્ય હોય તો આખી દુનિયા ખુબસુરત બનાવી જાય છે. લોકો કહે છે કે પ્રેમ આદમીને કમજોર બનાવે છે. પણ હું એ વાતને નથી માનતી. પ્રેમ એક એવી ખુબસુરત જિંદગીની શરૂઆત છે જે આખી દુનિયા બદલી આપે છે. જો તે જીવવાનો સાહારો બની શકતી હોય તો તે કંઈક કરવા માટે લડી પણ શકતી હોય છે. આનાથી વધારે તો હું પ્રેમની દુનિયાને નથી જાણતી બસ એટલું જાણું છું કે પ્રેમ વગરની દુનિયા ખાલી સપના વગરની જિંદગી જેવી હોય છે.

આપણો સફર અહીં જ પુરો થાય છે. મારી આ નવલકથા તમે વાંચીને અભિપ્રાય આપ્યા તે બદલ હું તમારી સદા આભારી રહીશ. તમે મને વાંચી, સમજી ને એક લેખક તરીકે સન્માન આપ્યું તે બદલ પણ હું તમારો આભાર વ્યક્ત કરું છું. સાયદ એવું બની શકે કે આ નવલકથામાં કોઈ ભુલ થઈ હોય કે શબ્દો લખવામાં મે થોડી મિસ્ટેક કરી હોય તો હું તમારી દિલથી માફી માંગુ છું. આ આખી નવલકથા જ એક કાલ્પનિક લખાણથી લખાયેલ છે છતાં પણ જો તેમાં કોઈની લાગણી દુભાણી હોય તો હું તેની માફી માંગું છું.

ધન્યવાદ, ટુક સમયમાં ફરી મળીશું એક નવી જ નવલકથા સાથે , એક નવી દિલ ધડક કહાની સાથે.

( સમાપ્ત )