Hasina - the lady killer - 17 books and stories free download online pdf in Gujarati

હસીના - the lady killer - 17

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ હસીનાની ગેમ સમજીને એને શોધવાના પ્રયત્નો કરે છે, ડીપાર્ટમેન્ટમાંથી કોઈ હસીના સાથે મળેલું હોય છે, અનુષ્કા અને ઇશિતા
બહાર નીકળવામાં સફર થાય છે કે નહિ એ હવે આગળ,


ઇશિતા : અનુષ્કા જલ્દી કર આપણી જોડે ટાઈમ નથી...
અનુષ્કા : સોરી ઇશિતા પણ હું નહિ આવી શકું બહાર... મને નથી આવવું, તું જા અને તારી જાતને બચાવ....
ઇશિતા : ના પ્લીઝ અનુ છેલ્લી ઘડીએ તું હિંમત ના હારી જા,
અનુષ્કા : ઇશિતા બહાર આવીને હું મારા પ્રાણ તો બચાવી લઈશ પણ મારી આબરૂ હું નહિ બચાવી શકવાની, મારા ઘરનાં લોકોના જયારે શરમથી નીચા મોઢા જોઇશ એની કરતા હું મોતને ભેટવાનું વધારે પસંદ કરીશ....
ઇશિતા : અનુ એ બધું અત્યારે ના વિચારીશ, તારા ઘરનાં લોકો માટે તું મહત્વની છું, તારી આબરૂ નહિ.... જો મેં જીવનમાં એક વાર ભૂલ કરી છે પણ હવે જો હું એ ભૂલ ફરી કરું તો હું ભૂલ નહિ ગુનો કરી રહી છું, તું પણ આ વાત સમજી જા અને બહાર આવતી રહે, કાયરતાનું પગલું ના ભરીશ, તે કીધું એમ તે હંમેશા જીવનમાં બહાદુરી બતાવી છે તો અત્યારે પણ બતાવ....
અનુષ્કા ઇશિતાની વાતથી સહમત થાય છે અને બહાર આવવા માટે આગળ વધે છે જેમાં ધ્યાન ના રહેતા તેના પગમાં છોલાઈ જાય છે એમાં ધ્યાન આપ્યા વગર અનુષ્કા હસતા મોંએ ઇશિતાની સામું જોવે છે....
એટલામાં હસીનાની બુમ સંભળાય છે કે ભાગી ગયા એ લોકો, પકડો એને.....
અનુષ્કા અને ઇશિતા હસીનાનો અવાજ સાંભળતા જ દોડવા લાગે છે, તેમને સમજણ નથી પડતી કે કઈ બાજુ તે લોકો જાય...
તેઓ ઊંધુ ઘાલીને દોડ દોડ જ કરે છે...
હસીનાનાં માણસો પણ આ બે ને પકડવામાં લાગી જાય છે
હસીના પણ ગાડી લઈને એ લોકોને પકડવા નીકળી પડે છે, એટલામાં અનુષ્કા વિચારે છે કે ટ્રેનનો અવાજ સંભળાતો હોય છે એટલે નક્કી નજીકમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ એટલે એ આ વાત ઇશિતાને પણ જણાવે છે અને બંને એ અવાજની દિશામાં દોડે છે,
હસીનાનાં મગજમાં પણ આ વિચાર આવે છે કે નક્કી આ લોકો ટ્રેનની સાયરનનો અવાજ સાંભળી એ બાજુ જ જશે
એટલે હસીના ગાડીને પણ એ બાજુ જ જવા દે છે...

આ બાજુ જયરાજ પળ પળની ખબર લે છે રેલવે વિસ્તારની.... જયરાજ વિચારે છે કે કંઈક તો કરવું જ પડશે, ખાલી રેલવે સ્ટેશન ફેંદી વળવાથી કાંઈ નહિ થાય, એવું વિચારીને તે અત્યાર સુધી થયેલા મર્ડરોની રૂપરેખા ટેબલ આગળ મૂકે છે... પછી એને વિચાર આવે છે કે આસ્થાનાં મર્ડર વખતે હસીનાએ લેટર લોખંડની પેટીમાં જ એટલા માટે મૂકી હતી કેમકે હસીના પછી અનુષ્કા લોખંડેને ટાર્ગેટ કરવાની હતી અને પછી એનો ટાર્ગેટ હતી ઇશિતા ઝાલા પણ એક મિનિટ ઇશિતા ગાંધી હતું ને ઇશિતાનું મેરેજ પહેલાનું નામ એનો મતલબ કે ગાંધી આશ્રમ પાસે જ હસીના અનુષ્કાને મારશે.... મારે ગમે તેમ કરીને અત્યારે જ ગાંધી આશ્રમ બાજુ જવું પડશે....
જયરાજ તરત 5-6 કોન્સ્ટેબલને લઈને જીપમાં બેસીને ગાંધી આશ્રમ બાજુ જવા નીકળે છે

આ બાજુ ઇશિતા અને અનુષ્કા પાગલોની જેમ ભાગતા હોય છે, રાતના શિયાળાની ઠંડીમાં કાંઈ ખાસ લોકોની અવરજવર નથી હોતી, રસ્તા એકદમ સુમસામ અને રાતે પૂરી ભેંકાર હોય છે,
અનુષ્કા : ઇશિતા મને લાગે છે કે આપણે આ બાજુ દોડીને ખૂબજ મોટી ભૂલ કરી દીધી છે,
ઇશિતા : હવે પાછા એ બાજુ જવાનો પણ કોઈ મતલબ નથી, એક કામ કરીએ અહીંયા કોઈકનો મોબાઈલ લઈને એમાંથી જયરાજને ફોન કરી દઉં....
અનુષ્કા : હા એ આઈડિયા સારો છે,
એટલામાં એક ઘરડા કાકા દેખાય છે જે સાલ ઓઢીને બાંકડે આરામ કરતા હોય છે, ઇશિતા અને અનુષ્કા એમની પાસે જાય છે....
અનુષ્કા : અંકલ તમારી પાસે ફોન હશે?? અમે બહુ મુસીબતમાં છીએ, અમારે ફોન કરવો બહુ જરૂરી છે,
કાકા : બેટા મારા જેવા ભિખારી પાસે ક્યાંથી હોય, એક કામ કરો સામે આગળ જશો તો પ્લેટફોર્મ આવશે એમાં જે ચા વાળા ભાઈની કીટલી છે ત્યાંથી તમને મદદ મળી રહેશે...
ઇશિતા આભાર કહીને અનુષ્કાનો હાથ પકડીને દોડવા લાગે છે....
આગળ સાબરમતિ જંક્શનનું પ્લેટફોર્મ હોય છે, ઇશિતા અને અનુષ્કા ડરના ઓથારે ખુશી અનુભવે છે, સામેનાં છેડે તેમની મંઝિલ હોય છે અને તેઓ એને પાટા ક્રોસ કરીને જતા જ હોય છે ત્યાં હસીના એની ગાડીથી અનુષ્કા અને ઇશિતાને ટક્કર મારી દે છે જેના લીધે અનુષ્કા પાટા પાસે પડી જાય છે અને તેનો પગ બે પાટાની વચ્ચેભરાઈ જાય છે, ઇશિતાને પણ માથામાં વાગે છે અને તે બેભાન થઇ જાય છે....
2 પળની ખુશી તેમને 2 જ પળમાં મોતના મુખમાં ધકેલી દે છે, અનુષ્કા ઇશિતાને બૂમો મારે છે, આ બધું જોઈને કારમાં બેસેલ હસીના નિર્દયી બનીને હાસ્ય રેલાવે છે


આ બાજુ પેલા કાકા (અનુષ્કા અને ઇશિતાને રસ્તામાં ભેગા થયાં હતા એ )નો છોકરો તેમની પાસે આવે છે, કાકા ને એ છોકરીઓની દયા આવે છે અને તેમના છોકરા પાસેથી ફોન લઇ લે છે અને પોલીસ સ્ટેશનમાં ફોન જોડે છે,
સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સોનિયા ફોન લે છે,
સોનિયા : હેલો સાબરમતિ પોલીસ સ્ટેશન, આપ કોણ??
કાકા : હા મેડમ, હમણાં 2 છોકરીઓ મારી પાસે મદદ માંગતી આવી હતી, દેખાવમાં સારા ઘરની જ હતી, એ વખતે મારી પાસે ફોન નહોતો એટલે હું મદદ નાં કરી શક્યો, હમણાં મારો છોકરો આવ્યો એટલે મને થયું કે તમને જણાવી દઉં, તમે બચાવી લો મેડમ એમને.....
સોનિયા પરિસ્થિતિ સમજીને તરત સરનામું લઇ લે છે અને જયરાજને ફોન લગાવે છે....
જયરાજ : હા બોલ સોનિયા,
સોનિયા : જલ્દી સાબરમતી પ્લેટફોર્મ પાસે પહોંચ, હું પણ ત્યાંજ આવું છું, એક માણસે ત્યાં અનુષ્કા અને ઇશિતાને ભાગતા જોયા છે, એ પહેલા કે હસીના ત્યાં પહોંચે આપણે પહોંચી જઈએ,
જયરાજ : થેન્ક્સ, મને પણ આ વાતનો અંદાજો આવીજ ગયો હતો એટલે સાબરમતી આશ્રમ પાસેજ પહોંચ્યો હતો હવે ત્યાં નીકળું, ચાલ આવ તું પણ જલ્દી...
આટલું કહીને જયરાજ કોન્સ્ટેબલને સાબરમતી પ્લેટફોર્મ પાસે જવા માટે કહે છે,

આ બાજુ હસીના ગાડીમાંથી બહાર નીકળે છે અને અનુષ્કા સામું જોઈને કહે છે,
હસીના : જેટલી મદદ માટે બુમ મારવી હોય એટલી મારી લે, અહીંયા તારી મદદ માટે કોઈજ પેસેન્જર નહિ આવે કેમકે અહીંયા મોટાભાગે માલગાડીઓ જ અવરજવર કરે છે, હમણાં કોઈ માલગાડી આવશે અને તારા ફુરચે ફુરચા ઉડી જશે....
ઇશિતાને તો હું અહીંથી લઇ જઈશ અને બહુ સારી મોત આપીશ કેમકે એ મારી સગી જો થાય છે... હાહાહા
આટલું બોલીને હસીના ફોન કરવા જાય છે એના માણસને....
અનુષ્કા ઇશિતાને બૂમો મારે છે, ઇશિતા પણ ધીરે ધીરે આંખો ખોલે છે, જે જોઈને અનુષ્કા ખુશ થઇ જાય છે,
અનુષ્કા : ઇશિતા સાંભળ ટ્રેનનો અવાજ આવે છે, મારી પાસે કોઈજ ઓપ્શન નથી પણ તું અહીંથી સામેના છેડે જતી રહે, તું તારો જીવ બચાઈશ તો હું સમજીશ કે મારો જીવ પણ બચી ગયો પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દે, હસીનાને હું રોકી લઈશ તું ભાગજે જેવી ટ્રેન આવે એટલે....
ઇશિતા રોતી રોતી સહમતી આપે છે....
એટલામાં હસીના જોરથી બુમ મારે છે.
'તારે વહેલો ફોન નથી કરાતો મને કે જયરાજ આ બાજુ આવવા નીકળી પડ્યો છે, '


કોણ હસીનાને આ ખબરો આપતું હોય છે?? અનુષ્કા હસીનાને રોકી શકશે?? જયરાજ ઇશિતાને બચાવી શકશે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ...







Share

NEW REALESED